________________
કવિ ગંગે તે લીટી વાંચી.... સમજી ગયા... પોતાની ખુશામત કરાવવા રાજાએ આ યુક્તિ વાપરી છે. પણ કાંઇ નહિ.. જેવાણી દ્વારા પરમાત્મા સિવાય કોઇનાં ગુણગાન થયાં નથી એ જવાણી દ્વારા એક અહંકારીની ખુશામત થાય એ અસંભવિત વાત છે...અને જો ખુશામત નહિ કરું તો પરિણામ મોતનું આવે એવી પણ સંભાવના છે. ખેર ! જે થવું હોય તે થાય. એમ વિચારી કવિ ગંગે કહ્યું, “રાજન ! આની પાદપૂર્તિ કરાવવાનો આગ્રહ છોડી દો તો વધુ સારું..”
કેમ ?'
“એન સાંભળવામાં જ મજા છે. કારણ કે મારા સ્વભાવને તમે બહુ સારી રીતે જાણો છો !'
એ કાંઇ નથી જાણવું મારે ! તમારે આ પાદપૂર્તિ કરવાની જ છે !' સારું. એમ કહી કવિ ગંગે પાદપૂર્તિ કરી આપી જિસકો હરિ પે વિશ્વાસ નહીં, સોહી આશ કરો અકબરકી.” આત્મા કેવી ખુમારી આપણને જોવા મળે છે.
સંભવનાથ ભગવાનના શાસનમાં એક ઘટના બની એક નગરના ઉદ્યાનમાં કેવલી ભગવંત સમોસર્યા, એમની દેશના સાંભળવા રાજા સાથે નગરજનો પણ ગયા, કેવલી ભગવંતની દેશના સાંભળીને રાજા સાથે આવેલ નવ વરસની ઉંમરનો રાજકુમાર ચારિત્ર લેવા ઉલ્લસિત થઈ ગયો. રાજાએ તેને સમજાવ્યો કે “પ્રભુભક્તિનો ભવ્ય મહોત્સવ કરીએ પછી તું ચારિત્ર લે.” રાજકુમાર કહે, “ચારિત્ર પહેલાં અપાવો અને મહોત્સવ તમે પછી કરો !”.. રાજકુમારના તીવ્ર વૈરાગ્યને જોઇએ રાજાએ ચારિત્રની અનુમતિ આપી...
ચારિત્રસ્વીકારની ક્રિયા વખતે કેવળીભગવંતના વરદ હસ્તે રાજકુમારે રજોહરણ સ્વીકાર્યો..ષ ખંડનું સામ્રાજ્ય મળતાં જે આનંદ થાય તેના કરતાં ય વિશેષ આનંદથી આનંદિત થયેલ આ રાજકુમાર રજોહરણ હાથમાં આવતાં જ નાચવા લાગ્યો. પરંતુ નાચતાં નાચતાં જ ધબ દઈને નીચે પડ્યો !. રાજા દોડતો આવ્યો. પણ જોયું તો રાજકુમારનું પ્રાણ પંખેરુ ઊડી ગયેલું. રાજાના કલ્પાંતનો પાર નથી..બીજો પરિવાર પણ રડે છે. ત્યાં તો ઉપરથી પાંચમા દેવલોકમાંથી દેવતા નીચે ઊતર્યો. “રાજનું! જેના શરીરને જોઇને તમે સહુ રડો છો તે શરીરને ધારણ કરનારો હું અલ્પ સમયના પણ સંયમના પ્રભાવે કાળ કરીને પાંચમા દેવલોકમાં દેવ બન્યો છું!..મડદાને રોવાના બદલે તમે તેમાંથી બોધપાઠ લઇને સંયમજીવનને અંગીકાર કરી લો.”