________________
કેમ સંસારમાં ભટકે છે ?” એ બતાવ્યું, એમાંથી જે માર્ગે ચાલવાથી એનો ઉદ્ધાર થાય” એ મોક્ષમાર્ગ બતાવ્યો, એવો જ્ઞાનીનાં વચન પર શ્રદ્ધા જ નહિયા શંકા કુશંકા કે એમનાં બીજાં વચનોની શ્રધ્ધા છતાં માત્ર એક જ વચનની પણ શ્રદ્ધા નહિ, એ મિથ્યાત્વ, જમાલિ એમાં મિથ્યાત્વ પામ્યો. અજ્ઞાની અધૂરા જ્ઞાનીના વચન પર શ્રધ્ધા એમનાં કહેલાં મિથ્યા તત્ત્વો પર શ્રદ્ધા એ ય મિથ્યાત્વ. અજ્ઞાનીને તુક્કા લગાવવા પડે. અરિહંત ભગવાન જન્મથી અવધિજ્ઞાની હોય છે. કેટલું ય દૂર દૂરનું ભૂતકાળનું સ્પષ્ટ દેખે. છતાં જ્યાં સુધી અનંતજ્ઞાન કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી ઉપદેશ ન કરે, કેમકે એમણે કોઈનું કહ્યું નથી કહેવું પણ સ્વયં સંપૂર્ણ ત્રિકાળનો લોકાલોક દેખીને સ્વતંત્ર પણે ધર્મ શાસન સ્થાપવું છે, એટલે લોકાલોકનું અને ભૂતભાવી અનંતાનંત કાળનું સાક્ષાત દેખે પછી જ ઉપદેશ દે. એમને અસાચા બોલવાનાં કારણો રાગ નથી, દ્વેષ નથી. અજ્ઞાન નથી, માટે જ કહે તે સત્ય જ કહે. તેથી એમનાં સર્વવચન પર શ્રદ્ધા તે સમકિત. એ ન હોય તે મિથ્યાત્વ. ચારિત્ર એ આચરણ છે. એમાં ઓછું હોય તોય ચારિત્ર રહે, શ્રદ્ધા માન્યતામાં જરાય ઓછું ન ચાલે.
અવિરતિઃ અવિરતિ એટલે વિરતિ નહીં. વિરતી એટલે હિંસાદિ પાપના ત્યાગની પ્રતિજ્ઞા. પ્રતિજ્ઞા નહિ તે અવિરતિ.
તમે ભલે હાલ હિંસાદિ ન કરતા હો. છતાં એના ત્યાગની પ્રતિજ્ઞા નથી લેતા, તો અવિરતિ છે, ને તેથી કર્મ બંધાય. પાપ ન કરવા છતાં કર્મ કેમ બંધાય ?
જો એના ત્યાગની પ્રતિજ્ઞા નથી લેતા તો એનો અર્થ એ કે મનમાં ભય છે કે, “બાધા લઉં ને કાલે એવા સંયોગમાં હિંસાદિ પાપ કરવું પડે તો ?' આ બતાવે છે કે અવસરે પાપ કરી લઉ' એવી દિલમાં થોડી પણ પાપની અપેક્ષા છે. પાપની બાધા વિના છૂટ હોય તો સારું” એમ બેઠું છે, એ અવિરતિ છે. પાપની છુટ એ પણ પાપ છે, માત્ર પાપનું આચરણ જ પાપ નહિ, પણ પાપની વાણી પાપ, પાપના વિચારો પણ પાપ, ને પાપની અપેક્ષા, પાપમાં છૂટાપણું એ પણ પાપ છે. એથી સતત કર્મ બંધાય. તો વિચારી જોજો. જીવનમાં કેટલાંય પાપ નહિ આચરવાં છતાં એના ત્યાગની પ્રતિજ્ઞા નથી કરી એટલા જ વાંકે સમયે સમયે કેટલાં અઢળક કર્મ બંધાય છે !
આ અવિરતિ એ મોટું પાપ છે, કેમકે (૧) એક તો એમાં દુનિયાભરના પાપારંભો પરિગ્રહ, વગેરેની છૂટ છે એટલે અઢળકકર્મ બંધાવે. (૨) બીજું એ કે જંગી મોટી કાયસ્થિતિ એના પર ઉભી થાય છે. ભવસ્થિતિ એટલે એકજ ભવમાં રહેવાનો કાળ અર્થાત્ આયુષ્યકાળ કાયસ્થિતિ એટલે ફરી ફરીને સમાન જ કાયામાં જન્મે એનો કાળ. તો દેવ અને નારકને એક જ ભવની કાયસ્થિતિ, કેમકે દેવ મરીને તરત દેવ ન થાય, એમ નારક મરીને તરત નારક ન થાય. મનુષ્ય કે પંચેન્દ્રિય તિર્યંચ મરી મરીને ૭-૮ ભવે મનુષ્ય કે