SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ પંચેન્દ્રિય તિર્યંચ થાય. વિકલેજિયને સંખ્યાના વરસોની કાયસ્થિતિ, પરંતુ એકન્દ્રિયને ઉત્કૃષ્ટ અસંખ્યાતા કે અનંતા કાળચક્રની કાયસ્થિતિ ! વધુમાં વધુ એટલા જંગી કાળ સુધી એકેન્દ્રિયપણે જન્મી જન્મીને મરે, એને મન નહિ હોવાથી (૧) મિથ્યાત્વ જોરદાર નથી (૨) કષાયો જોરદાર નથી, (૩) હિંસાદિ પાપયોગો જોરદાર નથી, દા.ત. ઝાડ કોઇની હિંસા કરે? જૂઠ બોલે ? ચોરી કરે ? સ્ત્રી રાખે ? પરિગ્રહ રાખે ? ના, પણ (૪) અવિરતિ જોરદાર છે. પૃથ્વી પાણી પ્રમુખના જી, થાવર ભેદ અનેક, પ્રગટપણો તેહને નહિ જી, પાપસ્થાનક એક, તો પણ અજ્ઞાની અવિરત પણે જી. લાગે સઘળાં રે પાપ' માટે જો વિરતિ સ્વીકારો તો અઢળક પાપબંધથી બચાય, માટે જ સામાયિકની મોટી કિંમત. “જાવ મણે હોઇ નિયમસંજુતો. છિન્નઇ અસુહંકમ્મ” જ્યાં સુધી મનમાં નિયમવાળો હો ત્યાં સુધી અશુભ કર્મ છેદાતા જાય ! શું? નિયમ લો ત્યારે જ પાપ-છેદ ? એમ નહિ. પણ નિયમ પહોંચે ત્યાં સુધી પ્રત્યેક સમયે પાપ-છેદ ચાલુ!અહીંવ્યાખ્યાનમાં બેઠા, પણ નિયમ કરીને બેસો કે-અહીં છું ત્યાં સુધી ખાનપાન ને સંસારનાં કામ બંધ” તો નવા કર્મબંધ અટકે ને પ્રતિસમય જૂનાં પાપ છેદાતા રહે. કિષાય યોગ (૩) કર્મ બંધાવામાં ત્રીજું કારણ કષાયો. રાગ દ્વેષ ક્રોધ માન માયા લોભ હાસ્ય શોક હર્ષ ઉગ વગેરે કષાયો મનમાં આવે કે પાપ કર્મ બંધાય. (૪) યોગ એટલે હિંસા જૂઠ ચોરી વિષયો પરિગ્રહ વગેરેની ત્રિવિધ પ્રવૃત્તિ વિચાર વાણી વર્તાવ એથી પણ પાપ કર્મ બંધાય. ચાર કારણોથી જીવ કર્મ બાંધી, કર્મનાં ફળ ભોગવવા પડે એવી ચાર ગતિઓના સંસારમાં જનમ મરણ જનમ મરણ કર્યા કરે છે. આવો દ્રવ્યથી, ક્ષેત્રથી, કાલથી ભાવથી સમકિતને આરાધી લઇએ.. મસ્તીથી લલકારીએ... પ્રભુ ! નિરમલ દર્શન દિજીએ.
SR No.032475
Book TitleVrat Dharie BhavTarie
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy