________________
છું....એટલે આ કંપનીમાં કામ કરતા તમામ માણસો માટે મારો સતત એવો આગ્રહ રહે છે કે સહુ પોતપોતાના ધર્મને વફાદાર તો હોવા જ જોઇએ ! એટલે તમે મને માફ કરજો..ગમે તેટલા સારા માર્કે પાસ થવા છતાં તમે આ કંપનીમાં નોકરી કરવા માટે લાયક નથી તેમ હું માનું છું.’ મેનેજરે મને જવાબ આપ્યો.
મહારાજસાહેબ ! મેનેજરનો જવાબ સાંભળીને સજ્જડ થઇ ગયો...વરસોથી વ્યાખ્યાન સાંભળવા છતાં જે કંદમૂળ ખાવાનું નહોતો છોડી શકયો તે આ મુસ્લિમ મેનેજરના પાંચ જ મિનિટના વક્તવ્યથી કાયમ માટેનું છૂટી ગયું !
સાહેબ ! આ એક જ નિમિત્ત અને જીવનમાંથી અભક્ષ્ય અનંતકાયનું ભક્ષણ ગયું...એટલું જ નહિ, ત્યારથી ધર્મ તરફ ભારોભાર શ્રદ્ધા વધી ગઇ !
અનંતાનંત કાળે પ્રબળ પુણ્યોદયે ૧૪ રાજલોકમાં રહેલાં સમસ્ત જીવોની વાસ્તવિક ઓળખાણ કરાવનાર પરમકલ્યાણકારી જિનશાસનની આવા વિષયકાળમાં પણ આપણને પ્રાપ્તિ થઇ છે...એ જીવોની રક્ષાના સંપૂર્ણ ઉપાયો પણ શાસ્ત્રકારોએ આપણને બતાવ્યા છે...આ બધું આપણી સામે મોજુદ હોવા છતાં જો માત્ર ઇન્દ્રિયોની તૃપ્તિ ખાત૨...મનને મસ્ત રાખવા ખાતર ભગવાન જિનેશ્વરદેવોએ નિષેધ કરેલાં અભક્ષ્ય, અનંતકાયનાં ભક્ષણો નિઃસંકોચ આપણે ચાલુ રાખતા જ હોઇએ... હજી પણ ચાલુ રાખવા જ માંગતા હોઇએ તો અનંતકાળે પણ આ જિનશાસનની પ્રાપ્તિ આપણને થસે કે કેમ તે પ્રશ્ન છે ! કારણ કે કર્મ સત્તાનો કાયદો છે કે જે ચીજનો સદુપયોગ કરતાં ન આવડે તે ચીજની પ્રાપ્તિ માટે જીવને તે નાલાયક બનાવી દે ! બાપે દીકરાને વેપાર કરવા લાખ રૂપિયા આપ્યા....દીકરાએ લાખના પાંચ લાખ બનાવવાને બદલે લાખ રૂપિયા પણ ગુમાવી દીધા...હવે ફરીવાર દીકરો રૂપિયા માંગવા જાય તો બાપ આપે ? ... ન જ આપે ! એજ રીતે અનંતાનંત જીવોને અભયદાન આપવાની આજ્ઞા કરતા જિનશાસનની પ્રાપ્તિ થયા પછી શક્તિ, સામર્થ્ય હોવા છતાં પણ આપણે જો તેની ઉપેક્ષા જ કરતા હોઇએ તો ભવાંતરમાં કઇ મૂડી ૫૨ જિનશાસન મળે ?.. ન જ મળે ! આ વાત સતત નજર સામે રાખી અભક્ષ્ય અનંતકાયના ભક્ષણનો સર્વથા ત્યાગ જ કરી દેવા જેવો છે....સદગતિઓની પરંપરા ખડી કરવા માટે જિનાજ્ઞાનું પાલન એજ એક માત્ર તરણોપાય છે..એ તારક જિનાજ્ઞાની ઉપેક્ષા એટલે સદ્ગતિની, સમાધિની, શાંતિની ઉપેક્ષા !
ભૂલશો નહિ, કઠોરતા કેળવવાના ભાવો ઘણા...કોમળતા કેળવવાનો ભવ માત્ર આ એક જ ! શાસ્ત્રકારો તો ભીંતમાં ખીલી લગાવતી વખતે દાંત કચકચાવવાની પણ મનાઇ કરે છે ! જડ પ્રત્યે આત્મામાં આવી જતી કઠોરતા કદાચ જીવ પ્રત્યેની
L