SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ નથી જોયું? શું નથી સાંભળ્યું ? શાસ્ત્રકારો.તો ત્યાં સુધી કહે છે કે આ જીવે અત્યાર સુધીમાં પીધેલા માતાના દૂધનું જો માપ કાઢવામાં આવે તો સ્વયંભૂરમણ સમુદ્રના પાણી પણ તેની આગળ કાંઇ વિસાતમાં ન આવે...અને ખાધેલા અનાજના દાણાઓનો જો ઢગલો કરવામાં આવે તો લાખ યોજનનો મેરુપર્વત પણ શરમાઇ જાય..ઓહ! આટઆટલું ખાધું પીધું તોય હજી એ જ ખાવાપીવાની લત ? અને તેમાં ય પછી કોઇ મર્યાદા નહિ ? અનંતાનંત તીર્થકર ભગવંતોએ જે ચીજોને અભક્ષ્ય કહી..જેને અનંતજીવોના સમૂહરૂપ હોવાથી અનંતકાય કહી, તેને ય આપણા જીભના ટેસ્ટ ખાતર પેટમાં પધરાવી દેવાની? પરમાત્માનું અણમોલ શાસન પામનાર આપણો નંબર મડદા ઉપર ઉજાણી કરતા ગીધડાઓની જમાતમાં લગાવી દેવાનો ? હમણા એજીનીયરીંગમાં ખૂબ સારા માર્ક પાસ થયેલો એક યુવક સાધુ ભગવંતને કહે, “સાહેબ ! ધર્મ કરવામાં ક્યારે કોણ નિમિત્ત બની જાય છે તેની ખબર નથી પડતી !! સાધુએ પૂછ્યું, “કેમ આમ બોલે છે ?' “જુઓ, મહારાજ સાહેબ ! માતા પિતાના સુંદર સંસ્કારોને કારણે વરસોથી પરમાત્માની સ્વદ્રવ્યથી પૂજા કરું છું. પૂજા કરતી વખતે ક્યારેક ક્યારેક તો એવા ભાવોલ્લાસ પ્રગટે છે કે જેનું વર્ણન ન થઇ શકે. નવકારશી રોજ કરું છું. રાતના જમતો નથી. આમ એક પ્રકારની ધર્મક્રિયાઓ કરવા છતાં કોલેજમાં ભણતી વખતે કુસંગના કારણે કંદમૂળ ખાતો થઇ ગયો. હોટલમાં મસાલા ઢોંસા, સેંડવીચ, પોટેટો ચીપ્સ, પાઉં ભાજી, વગેરે ખાવાનું પૂર બહારમાં ચાલુ થઇ ગયું. અલબત્ત ઘરમાં કોઇને આની ખબર નહોતી પડી કોલેજની પરીક્ષા પૂરી કરી. નોકરી માટે ઇન્ટરવ્યુ આપવા એક કંપનીમાં ગયો..કપાળ પર કેસરનું તિલક હતું. ઇન્ટરવ્યુ લેનાર મેનેજર મુસ્લિમ હતો. પહેલો જ પ્રશ્ન તેણે પૂછડ્યો, ‘તમે કંદમૂળ ખાઓ છો ?' 9914 241141, 'What non sense ! I Don't believe in religion ! 'Then you are not fit service in this company 'But Why?' 'I believe that, the man who is not faithful towards his religion, will not be faithful to the company ! જે માણસ પોતાના ધર્મને વફાદાર ન હોય તે માણસ કંપનીને વફાદાર રહે તે વાતમાં માલ નથી.. તમારો જૈનધર્મ તમને કંદમૂળ ખાવાની મનાઇ કરે છે છતાં તમે મજેથી કંદમૂળ ખાઓ છો એ બતાવે છે કે તમને તમારા ધર્મ તરફ શ્રદ્ધા નથી. અલબત્ત, હું મુસ્લિમ છું. છતાં અમારા ધર્મગ્રંથ કુરાનને નજર સામે રાખીને જ મારું જીવન જીવું
SR No.032475
Book TitleVrat Dharie BhavTarie
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy