SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ અનેક પ્રકારના ઉપાયો બતાવ્યો છે...તેમાંનો એક મજેનો ઉપાય છે કર્માદાનના ધંધાના ત્યાગનો. એક વાત સમજી રાખો કે ધનના સંગ્રહનો મોહ એ ધનના ઉપભોગ માટેનો મોહ નથી પરંતુ સમાજમાં પોતાની પ્રતિષ્ઠા ઊભી થાય..પાંચ માણસોમાં પોતાનો ભાવ પૂછાય એ માટેનો મોહ છે...પોતાની જાતને શક્તિશાળી સિદ્ધ કરવાના અનેક રસ્તાઓમાં એક રસ્તો છે ધનસંગ્રહનો ! આબુમાં Sun set point પર સૂર્યાસ્તના સમયે પોતાના નાના પુત્રને લઇને ફરવા ગયેલા બાપ પુત્રને કહ્યું, “તને ખબર છે, સૂર્યને દરિયામાં ડુબાડી દેવાની મારી તાકાત છે !' પિતાજી ! તે ડુબાડી દો ને !' જો.. એમ કહીને સૂર્ય સામે આંગળી કરી, 'Go down...Go down...Go down.. એમ ત્રણ વાર બૂમ મારી... બેજ મિનિટમાં સૂર્યાસ્ત થઇ ગયો...! છોકરો તો બાપની આ તાકાત જોઇને સ્તબ્ધ જ થઇ ગયો ! તેને ફરીવાર આ પ્રયોગ જોવાનું મન થયું બાપને તેણે કહ્યું, "Father! Do it again' બાપ પણ કાંઇ કાંચો નહોતો...તરત જ તેણે દીકારને જવાબ આપ્યો, It cannot be twice in a day' દીકરો શું બોલે? - સંસારની સળઘી ય શક્તિઓ આવી જ છે. મહાન વિજેતાઓ પણ છેવટે પરાજિત સિદ્ધ થયા છે..શક્તિશાળીઓ અંતે કમજોર સિદ્ધ થયા છે. આ હકીકત જેના ખ્યાલમાં આવી જાય તેનો જીવનમાં ધન સંગ્રહ ની ઘેલછા ખલાસ થયા વિના રહે નહિ.પછી સંસાર ચલાવવા માટે જ ધનની જરૂરિયાત રહે તે ધન ક્યાંથી લાવવું તેની વિચારણા શરૂ થાય.. ભૂલશો નહિ, સંસાર ચલાવવા માટે ધન માત્ર સાધન જ છે...જેમ ઘરમાં કચરો કાઢવા માટે ઝાડુ રાખવું પડે છે. તેમ સંસાર ચલાવવા માટે ધન રાખવું પડે છે.. ઘરને સ્વચ્છ રાખવામાં ઝાડુ ગમે તેટલું ઉપયોગી હોય તો ય તેને કાંઇ માંથે રાખીને ફરાય નહિ, તેમ સંસાર ચલાવવા માટે ધન ગમે તેટલું ઉપયોગી હોય તો ય તેને અન્ય જીવોના મોતના ભોગે તો ઘરમાં લવાય જ નહિ ! અનંતકાળે આત્માની કોમળતાની પરિણતિ જળવાઇ રહે તેવા સુંદર ભવની આપણને પ્રાપ્તિ થઇ છે. તેમાં ય સર્વ જીવોને અભયદાન આપનાર જૈનશાસનના મર્મોને સરળતાપૂર્વક સમજાવતા સદ્ગુરુઓનો આપણને સુયોગ
SR No.032475
Book TitleVrat Dharie BhavTarie
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy