________________
બહારગામ ગયેલાં રાજાને રાજકુમારના તથા બે બ્રાહ્મણ કન્યાના મોતના સમાચાર મળ્યા...રાજા તુર્ત જ પાછા આવી ગયા !..રાજકુમાર અને બ્રાહ્મણ કન્યાના થયેલા અકાળ અવસાન નિમિત્તે શોકસભા રાખવામાં આવી યુવાન પુત્ર ગુમાવ્યાનું દુઃખ જેના મોઢા પર ભારોભાર દેખાતું હતું તે રાજા શોકસભામાં બોલવા ઊભા થયા.ટાંકણી પડે તો ય અવાજ આવે તેવી નીરવ શાંતિનો ભંગ કરતા રાજા બોલ્યા, પ્રજાજનો ! મારા પુત્ર અને મારી પ્રજાની પુત્રી / તુલ્ય ગણાતી બે કન્યાઓ આપણા વચ્ચેથી અકાળે વિદાય થઇ ગયા છે. તેનું ખૂબ દુ:ખ હોવા છતાં મને એક વાતનો ભારોભાર આનંદ છે કે ત્રણે ય યુવાન હૈયાઓ શીલની રક્ષા ખાતર આપઘાતના માર્ગે ગયા છે !..રાજકુમારનું મોત આપણને દૃષ્ટિદોષ ના પાપથી બચવાની પ્રેરણા આપે છે, તો બે બ્રાહ્મણ કન્યાઓનાં મોત રૂપનું પ્રદર્શન ક્યાંય ન થઈ જાય તેની ખૂબ કાળજી રાખજો ની મંગળમય પ્રેરણા આપે છે !...આ ધરતી આવા પુણ્ય શાળીઓથી ધન્ય બની ગઈ છે..માટે કોઇ પણ પ્રજાજને આનો શોક ન કરતાં આવાં પાપો પોતાના જીવનમાં ન થઇ જાય તેની ખૂબ તકેદારી રાખવી !'... પોતાના રાજવીના મુખે શીલ સદાચાર સુરક્ષાની આ વાતો સાંભળી સમસ્ત પ્રજા સ્તબ્ધ થઇ ગઇ !
માત્ર ૪૦૦ વરસ પહેલાંનો આ પ્રસંગ ક્યાં અને આ બાબતમાં આજનું વાતાવરણ ક્યાં ?
યુવકો ! તમે જ જાગી જાઓ...! એ રાજકુમારના તમે વારસદાર જ છો.. ક્ષણિક સુખોની પ્રાપ્તિ ખાતર શીલ સદાચારના જાજરમાન વારસાને લૂંટાવી દેવાની મૂર્ખાઇ તમે ન કરો..! અનેક અનર્થોને આમંત્રણ આપતા અનર્થદંડ નાં પાપોમાંથી તમારી જાતને બાકાત કરી દો..!
આ જીવનની પ્રત્યેક પળમાં આત્મકલ્યાણ કરી દેવાની અજોડ તાકાત પડી છે. ભગવાન મહાવીર પરમાત્માએ પ્રથમ ગણધર શ્રી ગૌતમસ્વામીને એક સમયનો પણ પ્રમાદ ન કરવાનું કહીને હકીકતમાં તો આપણને જ ચીમકી આપી છે. આપણી પાસે ટાઇમ પાસ કરવાની વાત જ ન હોય...ઊલટું આપણને તો સાધના માટે ચોવીશ કલાકે ય ઓછા પડતા હોય !. આપણી જાગૃતિ અનેક આત્માઓની મોહની નિંદ ઉડાડનારી હોય !
પેલા તૈમુરલંગે જ્યોતિષીને પૂછ્યું, “સબ શાસ્ત્ર બતાતે હૈં કિ આદમીકો બ્રહ્મમુહૂર્ત મેં હી ઉઠના ચાહિયે મેં કભી દસ બજે કે પહલે ઉઠા નહિતો મેરે લિયે આપ કી ક્યા રાય છે ?'
“રાજન ! આપ તો ચોવીસ ઘંટે સોતે હી રહો, વહ હી આપ કે લિયે બ્રાહ્મમુહુર્ત