________________
કલાકને બદલે માત્ર ત્રણ ચાર મિનિટ જ લાગશે...! તારો ઘણો સમય બચી જશે !'
તમારી એ વાત તો સાચી..પરંતુ બચી ગયેલા સમયમાં મારે કરવાનું શું ? પેલા ખેડુતે પૂછ્યું
ખેડુતના આ પ્રશ્નો જવાબ ઇજનેર ન આપી શક્યો..માત્ર ઇજનેર જ નહિ, આજસુધીમાં કોઈ ડાહ્યો માણસ એ પ્રશ્નો જવાબ નથી આપી શક્યો !
પહેલાંના જમાનામાં પાણી લેવા ગામ બહાર કૂવા પર જવું પડતું હતું. આજે ઘરઘરમાં નળ આવી ગયા. સમય બચી ગયો...કરવાનું શું ? રેલ્વે, બસ, મોટર, પ્લેન, કેલકયુલેટર, ટેલિફોન, હીટર, ગીઝર, સાયકલ, સ્કૂટર, આ બધાં ય સાધનોએ સમય તો બચાવ્યો, પરંતુ બચેલો એ સમય વાપરવો ક્યાં ? એ કળા કોની પાસે છે ? મનોરંજનનાં સાધનોની શોધ એ દિલથી નિર્ધન બની ગયેલા લોકોનાં ભેજાની પેદાશ છે. આ વાત જેટલી સાચી છે. તેટલી જ એ વાત પણ સાચી છે કે આવાં સાધનોનો ઉપભોગ કરવા માટે, તે સાધનોને મેળવવા માટે દોડધામ કરવાની મનોવૃત્તિ એ પણ દિલના ભિખારી પણાની જ સૂચક છે. નથી તેમાં કોઇ સાત્ત્વિક આનંદ નથી તેમાં કોઇ દુઃખિયારાનાં દુઃખને દુર કરવાની વાત...નથી તેમાં કોઇ જીવનના વિકાસ માટેની ગણત્રી ! છે માત્ર બે ઘડીની મોજ !...સત્ત્વનાશ, શક્તિનાશ...છેવટે સર્વનાશ !
આજથી લગભગ ૪૦૦ વરસ પૂર્વે બની ગયેલો એક પ્રસંગ થોડાક વખત પહેલાં ક્યાંક સાંભળ્યો..
રાજકુમાર વલ્લરાજ પોતાના મિત્ર સાથે રાજમહેલમાં ઝરુખે ઉભા હતા..પાણી ભરીને બે બ્રાહ્મણ કન્યાઓ રાજમાર્ગ પરથી પસાર થઇ રહી હતી...રાજકુમારની દૃષ્ટિ આ કન્યાઓ પર પડી. રૂપ જોતાં જ રાજકુમાર મોહિત થઇ ગયો. પરંતુ વળતી જ પળે પોતાની જાત તેણે સંભાળી લીધી. “મનમાં પેઠેલો આ વિકાર આવતી કાલે કદાચ કાયામાં પ્રવેશે તો ?' આ વિચારે તે વ્યથિત થઇ ગયો. બાજુમાં જ ઉભેલા પોતાના મિત્રને તેણે આ વાત કરી “આ દેશનો આવતી કાલનો જે રાજવારસ છે તે જો આવાં પાપો કરશે તો પછી પ્રજાને સદાચારના પાઠો કોણ ભણાવશે ? મિત્ર ! મારા આ માનસિક પાપનું મારે પ્રાયશ્ચિત કરવું જ જોઇએ....” આમ કહીને તુર્ત જ રાજકુમારે ઝરૂખામાંથી નીચે પડતું મૂક્યું ! ખોપરીના ભૂકેભૂકા થઇ ગયા !...
ચારેય બાજુ હાહાકાર મચી ગયો. પેલી બે બ્રાહ્મણ કન્યાઓને આ સમાચાર મળ્યા. “આપણા કાતિલ રૂપે એક કુશળ રાજવારસની હત્યા કરી છે. આ દુનિયામાં જીવવાનો કોઈ અધિકાર નથી' આ વિચારે તે બંને બાળાઓ ગળે ફાંસો ખાઇને પરલોક ભેગી રવાના થઇ ગઇ..!