SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. ૨૦ શ્રી ઠાણાંગ સત્રમાં સત્યના કેટલા પ્રકાર કહ્યાં છે ? ઉત્તર સત્યના ચાર પ્રકારના કહ્યા છે. ૧) કાઉજ્જયયા કાયાની સરળતા. ૨) ભાસુજ્યયા ભાષાની સરળતા. ૩) ભાવજુયયા ભાવની સરળતા.૪) અવિસંવાયણા જોગે અસંવિવિવાદિતા. પ્ર. ૨૧ સત્ય વાત નિશંક પાળવાથી આત્મકલ્યાણ કોણે કર્યું? ઉત્તર આનંદ શ્રાવક. પ્ર. ૨૨ ભગવાને કેટલાં પ્રકારની ભાષા કહી છે? ઉત્તર ચાર પ્રકારની ૧) સત્ય, ૨) અસત્ય, ૩) વ્યવહાર, ૪) મિશ્ર. પ્ર. ૨૩ ચારમાંથી કેટલા પ્રકારની ભાષા સાધુને બોલવાની કહી છે ? ઉત્તર સત્ય અને વ્યવહાર એમ બે પ્રકારની કાયા અને કુટુંબ જીવનની આધારશીલા છે. પૂ. હરિભદ્રસૂરિ મહારાજાના જીવનમાં સુખદ આશ્ચર્ય સર્જાયું છે. જિનશાસન તો પામ્યા સાથે સાધુપણું પણ પામ્યા. અને એમાં પણ આચાર્ય પદે પહોંચ્યા. હા અણાહા કહે હુનો, જઇ ન હુંતો જિણાગમો. જો આગમ ન મળ્યું હોત તો કઇ દુર્ગતિમાં અમે ટીચાયા હોત. ટી.વી. ના ઝેરીલા યુગમાં પણ સેંકડો યુવાનો જિનપૂજા તથા ૩-૩ કલાક આ શિબિરોમાં વાચના શ્રવણ કરે છે. આ શિબિરોને તો જિનશાસનની ગરિમાને જાળવી છે. જીવનશુદ્ધિ અને ચારિત્રશદ્ધિને પાઠ આપ્યો છે. ધર્મરત્ન પ્રકરણ ગ્રંથ શિરમોર છે. ભાવશ્રાવક ના ગુણોનું વર્ણન આપેલું છે. માત્ર કપડાથી સાધુ કે શ્રાવક ન બનાય. એક આચાર્ય ભગવંતે શ્રાવકને પત્રમાં ૨૧ ગુણથી વિભૂષિત સુશ્રાવક.. એમ લખ્યું શ્રાવકે ગુરુ મ. ને પૂછ્યું સાહેબ ! હું તો એક ગુણના નામ પણ જાણતો નથી તો પછી આપને મૃષાવાદનો દોષ ન લાગે ? ના. ઉપચાર ભાષાનો પ્રયોગ દશવૈકાલિકમાં છે. કોઇ બાળક લાકડાની ઘોડી બનાવી રમતા હોય એ વખતે આપણે એને કહીએ કે એ ય ઘોડી દૂર કર તો આમ કહેલું એ મૃષાભાષા નથી પણ ઉપચાર ભાષા નામે સત્ય ભાષા છે. જેમ લાકડાની ઘોડી ને ઘોડી કહેવાય તેમ આ ઉપચાર ભાષાથી તને લખેલું આ ધર્મરત્ન ગ્રંથના અંદરથી આપણે થોડી વાતો વિચારશું. જીવનમાં શાંતિ મૃત્યુમાં સમાધિ અને પરલોકમાં સદ્ગતિ જોઈતી હોય તો બે ચીજ તરફ આપણું લક્ષ જોઇએ. અન્યથા પરભવ પણ બગડી જશે. ભગવાને આપણી ચિંતાકરી એમણે આ બે ચીજ બતાવી કાયા અને કુટુંબ એ આપણા જીવનની આધારશીલા છે. કાયા રોગોથી ઉભરાય તો પણ ધર્મ ન થાય. અને કુટુંબમાં ધર્મ ન હોય તો પણ ન ચાલે. કાયામાં રોગ હોય તો દુર્ગાન
SR No.032475
Book TitleVrat Dharie BhavTarie
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy