SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ હજારો છે. જેનો લાખો છે પણ શ્રાવકની ખામી છે. દુષ્કાળ છે. આ શ્રાવકદીક્ષાની ખાસ જરૂર છે. શ્રાવક તે છે જે ૧૨ વ્રતથી યુક્ત હોય. પ્રથમ વ્રતનું સ્વરૂપ સમજીએ... ચારે ય ગતિમાં પરિભ્રમણ કરી રહેલા અનંતા જીવો..તે તે ગતિમાં તે તે જીવોની વસ્તુઓ પાછળની દોટ જુદી જુદી હોય છે. કીડી સાકર પાછળ... મંકોડો ગોળ પાછળ. ભેંસ ઘાસ પાછળ. ભૂંડ વિષ્ટા પાછળ.. માણસ પૈસા પાછળ દોડે છે... આ બધામાં ભેદ હોઇ શકે છે. પરંતુ એક બાબતમાં સઘળા ય જીવોની વૃત્તિ સમાન છે. મરવું કોઇને નથી..” ગમે તેવી પરાધીન દશા હોય તો ય તિર્યંચો મરવા તૈયાર નથી. માટે શાસ્ત્રકારોએ તિર્યંચગતિને પાપપ્રકૃતિમાં ગણી છે, પરંતુ તિર્યંચઆયુષ્યને પુણ્યપ્રકૃતિમાં ગયું છે. નરકના જીવોને એટલું બધું ભયંકર દુઃખ છે કે જેનાથી છૂટવા તે પ્રતિપળ મોતને ઝંખે છે. આ સિવાય નિગોદના જીવથી માંડીને અનુત્તરવાસી દેવતાઓ સુધીના સહુ જીવનને ઝંખે છે.. આ જીવૈષણા ક્યારેક એટલી બધી તીવ્ર બની જાય છે કે માણસ પોતાના જીવનને ટકારવા બીજાના જીવનને નષ્ટ કરી દેવા સુધીની કૂરતા પણ આચરી બેસે છે.. અને આ ક્રૂરતા જ તેના જીવનના દુઃખ-અશાંતિ મોતનું કારણ બની જાય છે... આપણી રખડપટ્ટી અનાદિકાળની છે. જ્યાં પુયયોગે સામગ્રી મળી છે.. શક્તિઓ પ્રાપ્ત થઇ છે ત્યાં એ સામગ્રીઓનો.. શક્તિઓનો ઉપયોગ આપણે કમજોરને દબાવવામાં જ કર્યો છે.. બહાદુરોથી દબાયા છીએ.... કમજોરોને દબાવ્યા છે. હવે આ ઉત્તમ જીવનમાં આપણા આ અવળા ગણિતને ફેરવીએ.. કમજોરોને બચાવીએ.... કમજોરોથી પણ દબાઇએ.... જન્મતાવેંત વીપ્રભુને જન્માભિષેક માટે મેરુપર્વત પર લઇ જવાયા. ઇન્દ્રને મનમાં શંકા પડી... “આવા નાના બાળ આટલા બધા કળશાઓના અભિષેકને સહન શી રીતે કરી શકશે ?.... ઇન્દ્રની શંકાને દૂર કરવા પ્રભુએ એક લાખ યોજનના મેરુપર્વતને પગના જમણા અંગૂઠાથી દબાવ્યો.. મેરુપર્વત ડોલી ઉઠ્યો.. પ્રભુની બાળવયમાં આ તાકાત હતી તે પ્રભુએ છવાસ્થાવસ્થામાં હાલતાં ચાલતાં માણસો દ્વારા આવેલા કષ્ટો પણ કેવી પ્રસન્નતાથી સહ્યાં ? ખીલા ઠોકનારો ખીલા ઠોકી ગયો. તેજલેશ્યા ફેંકનારો તેજોવેશ્યા ફેંકી ગયો. ક્યાંય પ્રતિકાર નહિ.. ક્યાંય બચાવ નહિ. ક્યાંય સામનો નહિ ! કારણ... ?. કારણ એ કે શક્તિનો સદુપયોગ સહન કરવામાં છે. સામનો કરવામાં નહિ ! આ ગણિત જે દિવસે આપણા દિલમાં બેસી જશે તે દિવસથી જીવનમાં અહિંસા આવતી જશે...પ્રતિકારવૃત્તિ હિંસાના સંસ્કારો પેદા કરે છે. પેદા થયેલી કઠોરતા જીવને દુર્ગતિઓની ભેટ ધરી દે છે..
SR No.032475
Book TitleVrat Dharie BhavTarie
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy