________________ યુવાનો ! યૌવનને સદાબહાર મસ્ત રાખવાનાં આ બે સૂત્રોને સદેવ સાથે જ રાખજો. કેટલાક પ્રશ્નોત્તર અો તારક દેવ ! આપના જેવો જ મારો આત્મા અવેદી બ્રહ્મ સ્વરૂપી છે. તેને ભૂલી તૃષ્ણાના તાર લંબાવી વિષય વાસનાને વશ બની અનંતળી એંઠ જેવા પુદ્ગલના ભોગવટામાં પાગલ બન્યો. ધિક્કાર છે મને.... હવે પાછો ફરું નિર્વિકાર ભાવમાં... બ્રહ્મલીન બનું, સ્વરૂપમાં જામી જાઉ એવી કરુણા કરજો. પ્ર. 1 મૈથુન વિરમણ એટલે શું ? ઉત્તર અબ્રહ્મચર્યનો ત્યાગ યથાશક્તિ બ્રહ્મચર્યનું પાલન. પ્ર. 2 બ્રહ્મચર્યના પાલનથી શું લાભ થાય છે ? ઉત્તર ઇન્દ્રિયો સતેજ બને છે. હૃદય બળવાન, શરીર નિરોગી બને છે. બુદ્ધિની તીણતા તથા ચિત્ત સ્વસ્થ રહે છે. આ બધા બાહ્ય લાભ છે. અંતરંગ લાભ આનાથી પણ મહાન છે. સંસાર પરિમિત બને છે. કેવળજ્ઞાન અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. પ્ર. 3 બહાચર્યમાં વિકારનો શિકાર બનાવનાર પ્રચલિત સાધન કયા કયા છે ? ઉત્તર અશ્લીલ સાહિત્ય, સ્ત્રીના ખુલ્લા અંગોપાંગવાળા ચિત્રો, ટી.વી., સિનેમા, નાટક, વિડીયો વગેરે જોવા. હોટલ, કલબોમાં જવું. ડીસ્કો, ગરબામાં સ્ત્રી પુરુષો સાથે રમે વગેરે. પ્ર. 4 શ્રાવક આ વ્રત કેવી રીતે ગ્રહણ કરી શકે છે ? ઉત્તર સ્વ સ્ત્રીની મર્યાદા અને પરસ્ત્રીનો ત્યાગ કરીને આ વ્રતની પાલના કરી શકાય છે. પ્ર. 5 આ વ્રત કેટલા ભાંગાથી કરવામાં આવે છે? ઉત્તર 1) દેવ-દેવી સંબંધી દુવિહં તિવિહેણ બે કરણ અને ત્રણ જોગ આ ભાંગાથી પ્રત્યાખ્યાન લેવાય છે. 2) મનુષ્ય તિર્યંચ સંબંધી એગવિહં-એગવિહેણ આ ભાંગાથી પ્રત્યાખ્યાન લેવામાં આવે છે. એક કાયાથી કરવું નહિ.