________________
સામાયિક -
સામાયિક - ૬
સામાયિક - ૭
સામાયિક - ૮
સ્વાધ્યાય, ગાથા પાકી કરવી, વાંચન, મનન, ચિંતનમાં
સમય પસાર કરવો.
જાપ, ખમાસમણા, વિધિ કરવી. પડિલેહણ, દેવવંદન કરવા. ધ્યાન, કાર્યોત્સર્ગ કરવું.
સૂચના :
આ કાર્યક્રમમાં વીતરાગ પરમાત્માના ત્રિકાળ દર્શન, સ્વદ્રવ્યથી અષ્ટ પ્રકારી પૂજા, અગ્ર, ભાવપૂજા, રાઇ દેવસિ પ્રતિક્રમણ વિગેરે દૈનિક કાર્યના વિચારો લખ્યા નથી. આરાધક સ્વયં પૌષધ લઇ શકતો નથી. માટે આવી આરાધના કરવી જોઇએ.
દેશાવગાસિક શબ્દનો શાબ્દિક અર્થ કરવો હોય તો દેશ = પૂર્વ લીધેલા વ્રતોનો થોડો ભાગ. (થોડું પરિમાણ રાખવું) અવકાશ = (અવસ્થાન) તેમાં રહેવું તે - અર્થાત્ પૂર્વે જે વ્રતો લીધેલા છે. તેમાંથી થોડા ભાગ અલ્પકાળ માટે ત્યજી બાકીના ભાગને સ્વીકારવો. (તેમાં રહેવું.)
આ સંબંધમાં ચતુર વૈદ્યનું દ્રષ્ટાંત આવે છે. વૈદ્ય જેમ શરીરમાં વ્યાપેલું વિષ ક્રમશઃ શરીરમાંથી મંત્રાદિ પ્રયોગ દ્વારા બહાર કાઢે છે. તેમ ઉત્તમ શ્રાવકે જીવનમાંથી પાપપોષક કાર્યો ધીરે ધીરે ત્યજી દેવા જોઇએ.
એટલે વારંવાર ત્યજવાના ભાવનાને કેળવવી, વધારવી અથવા પુષ્ટ કરવી. સાથો સાથ આ વ્રત ભંગ ન થાય તેની કાળજી રાખવી.
જે કોઇ સંસારનો રસીયો આત્મા પછી એ શ્રાવકના હોય કે પછી સાધુના વ્રતનો સ્વીકાર કરતો નથી. અર્થાત્ સંસા૨માં અપરિમિત દ્રવ્યોને ભોગવવા ન મળે તો પણ ભોગવવાની આકાંક્ષા રાખે - તે જીવ નકાદિ, દુર્ગતિને પામે છે. માટે વારંવાર ત્યાગ ભાવનાને વધારવા માટે ઉદ્યમ કરવો જોઇએ.
પૂર્વજન્મમાં વિવિધ જાતના સાધનો ઉભા કર્યા હતા. તે બધા અધિકરણાદિનો ત્યાગ કર્યા વિના (વોસિરાવ્યા વિના) જો જીવ બીજી ગતિઓમાં જન્મ લે તો જીવને જૂના અધિકરણ નિમિત્તના પાપો અનુમોદનાની દ્રષ્ટિથી લાગે છે. તેજ રીતે વર્તમાન જન્મમાં પણ અધિકરણ કાંઇને કાંઇ પાપ બંધાવે છે. માટે ‘ભવોભવના પુદ્ગલનોને વોસિરાવી’ પાપના દ્વારોને બંધ કરવા ઉદ્યમ કરવો જોઇએ.
ભગવાન મહાવીર સ્વામીએ પ્રસંગોપાત ચંપાનગરીના કામદેવ શ્રાવકનો અધિકાર વર્ણવતા કહ્યું કે -