________________
અનાદિની ભૂલ આ ઉત્તમ ભવમાંય પુનરાવૃત થઇ રહી છે. શરીરના રાગે અભક્ષ્ય અનંતકાયનાં ભક્ષણો ચાલુ છે.જ્યારે પૈસાના કાતિલ રાગે અસંખ્ય જીવોને મોતને ઘાટ ઉતારતા કર્માદાનના ધંધાઓ પણ મોટા ભાગના જીવો મજેથી કરી રહ્યા છે.ક્યાંય દુઃખ નથી.ક્યાંય અફસોસ નથી...
નહિતર નરકગતિના National Highway જેવાં ગણાતાં અભક્ષ્ય એવાં રાત્રિભોજનનાં પાપો આટલાં બધાં મજેથી શી રીતે થાય ?
વરસો પહેલાં પાલીતાણાની યાત્રાએ જઇ રહેલા એક યાત્રિક સંઘને બહાર વટિયાઓએ રસ્તામાં આંતર્યા. બહારવટિયાના આગેવાને સંઘપતિ શેઠને કહ્યું શેઠ ! યાત્રિકો આગળ જેટલાં ઘરેણાં હોય તેટલાં ઉતારી આપો. નહિતર આ બંદૂકો કોઇની ય સગી નહિ થાય.
શેઠે સમય જોઇ લીધો..૪૦૦ જેટલા બહારવટિયાઓ હતા..પ્રતિકાર કરવામાં લાભ કરતાં નુકશાન વધુ હતું.
યાત્રિકોને શેઠે ઓર્ડર કર્યો જેની પાસે જેટલું ઘરેણું હોય તેટલું ઊતારી આપો..મારી તાકાત પહોંચશે ત્યાં સુધી ઘરે જઇને બધાયને એટલું ઘરેણું પરત કરી દઇશ.
ટપોટપ ધરેણાંઓ ઉતરવા લાગ્યાં..આ બાજુ અસ્તાચલ તરફ જઇ રહેલા સૂર્યને જોઇને શેઠે બહારવટિયાના આગેવાનને વિનંતિ કરી, ભાઇ ! રાત્રિભોજન અમારામાંનો કોઇ યાત્રિક કરતો નથી...સૂર્યાસ્ત થવાની તૈયારી છે. એટલે જો તમે થોડીવાર રાહ જોઇ શકતા હો તો અમે બધા જમી લઇએ. પછી તમને ઘરેણાં સોંપી દઇએ...
પેલાએ હા પાડી. ભયના વાતાવરણ વચ્ચે સહુ જમવા બેઠા..ભોજન પિરસાઇ ગયું. યાત્રિકો ખાવાની શરૂઆત કરતા હતા. ત્યાં શેઠે બૂમ પાડી, સબૂર ! કોઇ વાપરશો નહિ..
પછી બહારવટિયાના આગેવાન તરફ શેઠ વળ્યા, ભાઇ ! રાત્રિભોજન ન કરવાની અમારા ભગવાનની જેમ આજ્ઞા છે તેમ આંગણે આવેલા અતિથિઓને જમાડ્યા વિના ન જમવાની પણ અમારા ભગવાનની આજ્ઞા છે..માટે યાત્રિકોની સાથે તમે સહુ જમવા બેસી જાઓ પછી જ યાત્રિકો જમવાનું શરૂ કરશે.
ઘણી આનાકાની પછી પેલા જમવા બેઠા.શેઠે ખૂબ ભક્તિથી જમાડ્યા....જમીને ઉઠ્યા પછી યાત્રિકો ધરેણાં ઉતારવા લાગ્યા..
ત્યાં પેલો બહારવટિયાઓનો આગેવાન બોલ્યો, શેઠ, ધરમ તો અમારા દિલમાંય વસે છે, હોં ! જેનું અનાજ ખાધું તેનું ઘર લૂંટવાનું અમારા લોહીમાં જ નથી, ચાલો. ધરેણાં તો એકેય ન જોઇએ પરંતુ તમારો આ સંઘ હેમખેમ પાલીતાણા પહોંચી