SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ ટૂંકમાં પશુઓની દુનિયામાં એક જ ભૂખ છે પેટની ! એમની દોટ-વ્યથા મહેનત વેદના આનંદ મસ્તી એ બધાયના કેન્દ્રમાં લગભગ પેટ હોય છે. જ્યાં સફળતા તો એ મસ્ત, જ્યાં નિષ્ફળતા ત્યાં એ સુસ્ત ! જ્યારે માણસોની દુનિયામાં પેટની ભૂખ ઉપરાંત બીજી અનેકવિધ ભૂખ છે. પદની પ્રતિષ્ઠાની... પૈસાની.. જેઓના પેટ નથી ભરાયા એ માણસો પેટની ભૂખ પૂરી કરવા આવે છે. પણ જેઓના પેટ ભરાઇ ગયા છે એ માણસો પછી પદ-પ્રતિષ્ઠા અને પૈસાની ભૂખને શાંત કરવા દોડે છે. હ.. પુણ્યનો સાથ હોય તો એ ભૂખના ખાડા પૂરવામાં તેઓ સફળ બને છે. પણ એમાં સં થી મોટી તકલીફ એ છે પેટનો ખાડો પૂરાયા બાદ જેમ તૃપ્તિનો ઓડકાર આવે છે તેમ પદ પ્રતિષ્ઠા પૈસાના ખાડાની પૂર્તિમાં ક્યારેય તૃપ્તિનો ઓડકાર આવતો જ નથી. હા..! વિરલ પુણ્યાત્માઓ એવા છે કે જેઓ પેટ પદ પ્રતિષ્ઠા પૈસાની ભૂખના ખાડાને પૂરવા પાછળ આ જિંદગી પૂરી કરવાને બદલે અંતરમાં જાગેલી પરમપદની ભૂખને શાંત કરવા પ્રયત્નશીલ બનતા હોય છે. અને આમાં મઝાની વાત એ છે કે પરમપદની આ ભૂખ શાંત થતાં જ દુનિયાની સઘળીય ભૂખો શાંત થઇ જાય છે. માનવજીવન આપણે પામ્યા છીએ ! પરમપદની તીવ્ર ઝંખના.. અને અમલી બનાવવાની નક્કર સામગ્રીઓ... એમાં સો ટકા સફળ બનવાની શક્યતા... એ બધુંય માત્ર અહીંયા જ સુલભ છે. તપાસી જુઓ જીવનને... શરીર કેન્દ્રિત પેટની ભૂખને શાંત કરવાના જ આપણા પ્રયત્નો છે ? કે મન કેન્દ્રિત પદ પ્રતિષ્ઠા પૈસાની ભૂખની પૂર્તિ પાછળ જ આપણે દોડી રહ્યા છીએ ? કે પછી આત્મકેન્દ્રિત પરમપદની દુર્લભ ભૂખને શાંત કરવા આપણે પ્રયત્નશીલ છીએ ? પરમ પદની પ્રાપ્તિની ભૂખ જેને હોય તેનાં કેન્દ્રમાં ‘આત્મા' જ હોય ! - અનાદિ કાળથી સંસારમાં ભમી રહેલો આત્મા સતત કર્મ બંધનોથી બંધાઇ રહ્યો છે. એ બંધનોથી છોડાવનારૂ અને પરમપદની પ્રાપ્તિ કરાવનારું આપણને અભૂત જિનશાસન મળ્યું છે. અનંતગુણી અનંતા તારક તીર્થકર ભગવંત તો આ જગતના કલ્યાણને માટે શાસનની સ્થાપના કરે છે. અનંતકાળથી જીવના માથે ચાલી આવતી જન્મ મરણની
SR No.032475
Book TitleVrat Dharie BhavTarie
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy