________________
વિનય માનકષાયને તોડે છે.
કર્મસત્તાની સતામણી આ જીવે અનંતી કાળ સહી છે. મનુષ્યભવમાં ગરીબી, દાસત્વના દુઃખો સહ્યા છે. દેવગતિમાં ઇર્ષ્યા અને અતૃપ્તિના વિપાકો સહ્યા છે. નકગતિમાં પરમાધામીની વેદના સહી છે અને તિર્યંચ ગતિમાં પણ પાર વિનાની વેદના સહી છે. હવે છૂટકારો ક્યારે ? કેમ થાય ? કયુ સ્થાન ? જ્યાં જન્મ જરા મરણ આધિ-વ્યાધિ-ઉપાધિ ન હોય. તે સ્થાન છે મોક્ષ. ત્યાં જવાય કેમ ? ચારિત્ર દ્વારા અસંગ બની ૨૨ પરિષહો આદિનું પાલન કરીએ તો મોક્ષ થાય. દુઃખમય સંસારનું ભાન તે સમ્યગ્દર્શન છે. તે દર્શન જ્ઞાનથી પ્રાપ્ત થાય. જિનવચનોમાં બતાવેલું નવતત્વ, જીવના ૫૬૩ ભેદોનું સ્વરૂપ જાણીએ તો શ્રધ્ધા પ્રાપ્ત થાય. પણ જ્ઞાનને પ્રાપ્ત કેમ કરવું ? તેનો રાહ છે વિનય. અનાદિથી ઝૂકવામાં રૂકાવટ કરનાર હોય તો તે છે માનકષાય છે. માનકષાયની પોલાદી ભેખડને દૂર કરો. ઉપકારીઓનો વિનય કરો. તે અગાધસાગરથી તરવા માટે નાવ બની રહેશે.
મોક્ષ માટે ચારિત્ર, ચારિત્ર માટે દર્શન, દર્શન માટે જ્ઞાન, જ્ઞાન માટે વિનય જોઇએ. નજર સમક્ષ ગૌતમ સ્વામિનું જીવન વિચારીએ તો થાય કે અનંત ઉત્સર્પિણી અવસર્પિણીમાં આવું પાત્ર જોવા ન મળે. અભિમાનના શિખરે રહેલ ઇન્દ્રભૂતિ પ્રભુના ચરણે કેટલા નમ્ર...ખીરનું પાત્ર અક્ષય બને આવી અનંત લબ્ધિ... સૂર્યના કિરણથી અષ્ટાપદ પર્વત ચડી ગયા...જિહાં જિહાં દીજે દિખ્ખ....તિહાં તિહાં કેવલ ઉપજે ! જેમ વેપારી ખરીદીમાં ગીફટ આપે તેમ ગૌતમ સ્વામિ દીક્ષા લેનારને કેવલજ્ઞાન આપે બક્ષીસરૂપે !
પોતાની પાસે હજાર હોય અને ૯૦૦ આપે તે બને !
પોતાની પાસે ક્રોડ હોય અને ૫૦ હજાર આપે તે પણ બને પણ પોતાની પાસે ૧૦૦ હોય અને ૧૫૦ આપે તેવી લબ્ધિને ધારણ કરનાર અનંતકાળમાં કોઇ ભડવીર હોય તે તે છે....
વીરના પ્રથમ ગણધર !
ભૌતિક લબ્ધિને પ્રાપ્ત કરાવે છે તે છે પૈસો !
તેમ આત્મિક લબ્ધિને પ્રાપ્ત કરાવનાર છે વિનય !
વિનયની લબ્ધિથી અષ્ટાપદ તીર્થને વંદન કર્યા, પાત્રને અક્ષય બનાવી લીધું. નામને પ્રભાતમાં સ્મરણનું કારણ બનાવી દીધું. આવો વિનય આવે તો જ્ઞાન ચડે. આ. ગુણસાગરસૂરિજી મહારાજ ! પોતાની હયાતિમાં બે આસનથી વધારે