________________
હાજર ! લો આ તલવાર અને ઉડાવી દો મારું ડોકું !” પણ શું કામ ?'
આપના ૯૦૦૦ કેદીઓને છોડી મૂકવા માટે મેં આપની સહીનો ઉપયોગ કર્યો છે..મારા જાનની કુરબાની પાછળ ૯૦૦૦ના જીવન જો બચી જતા હોય તો તે રસ્તો મને અપનાવવા જેવો લાગ્યો અને મેં તેનો અમલ પણ કરી દીધો. રાજન ! એક વાત કહી દેવા દો કે જે વખત મેં ૯૦૦૦ કેદીઓને એમ કહ્યું કે “પરવરદિગાર બાદશાહ હુમાહુ તમને સોને કાયમ માટે મુક્ત કરે છે તે વખતે તમારું નામ લઇને તે લોકો જે નાચ્યા છે તેનું વર્ણન મારાથી થઇ શકે તેમ નથી..!
આ સાંભળતાં હુમાયુ સ્તબ્ધ થઇ ગયો ! પોતાના મોતને હાથમાં રાખીને અન્યના જીવન બચાવવા નીકળેલા આ વણિકની ખુમારી જોતાં તેના પર આફરીન પોકારી ગયો !... સિંહાસન પરથી નીચે ઉતરીને ભેરુશાને હર્ષાશ્રુ સાથે ભેટી પડ્યો !
જિનેશ્વર ભગવંતના શાસનને પામેલો આત્મા પોતાની પાસે રહેલી સંપત્તિથી અનેક જીવોને અભયદાન આપે. પરંતુ સંપત્તિ મેળવવા તે નિર્દોષ જીવોને મોતને ઘાટ ઉતારવાનું પાપ તો તે હરગીજ ન જ કરે ! સંસાર ચલાવવા માટે ધનના માધ્યમને નજર સામે રાખીને એવો ધંધો તે પકડે કે જેમાં જીવદયાના પરિણામોની રક્ષા થવા સાથે ઓછામાં ઓછી જીવહિંસા હોય !
કર્માદાનના ધંધાના ત્યાગ પાછળના અનેક રહસ્યોમાંનું એક રહસ્ય એ છે કે આ ધંધામાં રોજની થતી ભારે જીવહિંસા ધીમે ધીમે આત્મામાં કઠોરતાના પરિણામો પેદા કરી દે અને પેદા થયેલા કઠોરતાના પરિણામો જીવને ક્યારેક નિર્દય ક્રૂર અને લંપટ પણ બનાવી દે. ભૂલશો નહિ, જે પાપો રોજનાં થઇ જાય છે તે પાપો પાછળ પશ્ચાતાપ થવો મુશ્કેલ બની જાય છે. અને પશ્ચાત્તાપ વિનાનું નાનું પણ પાપ આત્માને ક્યારેક દુર્ગતિમાં રવાના કરી દે છે...
આ તો આર્યભૂમિ છે ક્યાંક ઇતરોમાં ય આવા કર્મોદાનના ધંધાઓમાં પડેલાના મનમાં ઊંડે ઊંડે ખટકો હોવાનું જોવા મળે છે.
સૌરાષ્ટ્રના વિહારમાં એક દિવસ સવારના એક ગામથી બીજે ગામ જવા માટે સાધુઓ નીકળ્યા. ગામને છેડે જ સવારના પહોરમાં પોતાના ખેતરે જઇ રહેલો એક ખેડુત રસ્તામાં મળ્યો. એ વખતે સતત ત્રીજું વરસ દુકાળ જેવું જઇ રહ્યું હતું !
કેમ ભાઇ ! વરસ ખરાબ જતું લાગે છે કેમ ?'
“મહારાજ સાહેબ ! ખેતી કરતાં કરતાં આજ સુધીનાં જેટલાં જીવડાંઓ માર્યા છે એનો પાપે ત્રણ તો શું તેર વરહના દુકાળ પડે ને તો ય ઓછા છે.” આટલું બોલતાં