SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ I શુદ્ધિ : સામાયિકની આરાધના કરતી વખતે સાત પ્રકારની શુદ્ધિનો ખ્યાલ કાળજીપૂર્વક આરાધકે રાખવો જોઇએ. n દુર્લભતા : ચા૨ ગતિમાંથી મુખ્યત્વે (૧) દેવગતિ અને (૨) નરકગતિના જીવોના ભાગ્યમાં સામાયિક નથી. તિર્યંચગતિના જીવો જાતિસ્મરણાદિના કારણે કદાચ ભાવ સામયિક કરી શકે, મનુષ્યગતિના જીવો દ્રવ્ય અને ભાવથી કરી શકે છે. ઉપકરણ : પુરુષ અને સ્ત્રીઓને શોભે તેવો શુદ્ધ વસ્ત્ર ચરવાળો, મુહપત્તી, કટાસણું, સ્થાપનાજી, સાપડો, ઠવણી, નવકારવાળી, ભણવા વાંચવા માટેના ધાર્મિક પુસ્તક. 2 સ્થાન : સામાયિક કરવાનું સ્થાન સાધુ મ. ની નિશ્રામાં, ઉપાશ્રય, પૌષધશાળા, ઘર આદિ કહ્યાં છે. મુખ્યત્વે જે સ્થળે સમભાવની વૃદ્ધિ થાય એટલે સમભાવનું પોષણ કરે તેવા યોગ્ય સ્થળે સામાયિક કરવું. n · આવું આદરણીય સામાયિક કોઇ આરાધક સ્વીકારે પછી જો કર્મોદયના કારણે તરત પારી નાખે યા પારવાની ચિંતા કર્યા કરે તો શાસ્ત્રકારોએ તેવા આત્માને કંડરિકની જેમ ભવભ્રમણ વધારનાર કહ્યો છે. હકિકતમાં સામાયિક વ્રત લીધા પછી તરત ‘સ્વાધ્યાય કરું એ આદેશ અનુસાર સ્વાધ્યાય ધ્યાનમાં જીવે મગ્ન થવું જોઇએ. મોક્ષ અને સ્વર્ગના શ્રેષ્ઠ હેતુ – કારણરૂપ સામાયિકની આરાધનાની સાથે ભાવને જોડવામાં આવે તો તે આરાધના ધર્મધ્યાનની, સ્વાધ્યાયની વૃદ્ધિને કરાવે. દા.ત. સાગરચંદ્ર અને સુદર્શન વિગેરે ઉત્તમ પ્રકારે આરાધના કરવાનું છોડ્યું ન હતું. ‘બહુસો સામાઈયં કુજ્જા’ એ કથન અનુસાર શ્રાવકે શક્તિ અનુસાર ઘણા, વારંવાર સામાયિક કરવા જોઇએ. આ કથનની પાછળ મુખ્યત્વે શ્રાવકનો સમય ધર્મધ્યાનથી યુક્ત, પૂર્ણ થવો જોઇએ. એમ કરવાથી એ આત્મા મનથી અશુભ ચિંતવશે નહીં. વચનથી પાપવાળા વચન ઉચ્ચશે નહીં અને કાયાથી નિર્દોષ ભૂમિ શોધી પૂંજી પ્રમાજી સામાયિક કરવા બેસશે. જેમ તરસ લાગવી, ભૂખ લાગવી, ઊંઘ આવવી કે થાક, પરિશ્રમ લાગવો એ શરીર ક્રિયાની સાથે છૂપાવેલી પ્રવૃત્તિ છે. તેમ મારે સામાયિક ક્યારે કરવાનું ? તેનો કાળ કયો ? નક્કી કર્યા મુજબ મેં સામાયિક કર્યા કે નહીં ? તે યાદ ન કરે. કારણ ધર્મમાં અનુષ્ઠાનોનું મૂળ સ્મૃતિ છે. ખાવાથી જેમ મીઠો ઓડકાર આવે તેમ ભાવપૂર્વક સ્વભાવિક રીતે આવું કર્મક્ષયનું કાર્ય કરવું જોઇએ. બીજા ઉ૫૨ ઉ૫કા૨ કરીને ક૨વાની જો દૃષ્ટિ આવી તો સમજવું કે આ સામાયિક નિષ્ફળ છે. વેઠ રૂપ યા કરવા ખાતર કરાય છે. આત્મા જ્યારે બે ઘડીના સમય જેટલી સામાયિકની પ્રતિજ્ઞા કભિમંતે સુત્રોચ્ચાર દ્વારા સ્વીકારે છે. ત્યારે એ પ્રાયઃ શાશ્વત એવા સૂત્ર દ્વારા સામાયિકના પાલન વખતે છએ આવશ્યકનું પાલન કરવાની ભાવનાને ભાવે છે. એમ કહી શકાય. બીજી રીતે પ્રતિક્રમણાદિ કાન ૧૫૦,999, LILABLE
SR No.032475
Book TitleVrat Dharie BhavTarie
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy