________________
સામાયિક.
પ્ર. ૧૫. બંને સામાયિકમાં શું ફેરફાર છે ? ઉત્તર યાવતુકથિત સામાયિક: બે કરણ અને ત્રણ યોગથી તે સામાયિક ૪૮ મિનિટની
હોય છે. શ્રાવકની સામાયિક યાવત્ કથિત હોય છે. યાવત્નો અર્થ પર્યત. યાવજીવનની સામાયિકઃ ત્રણ કરણ અને ત્રણ યોગ મળી કુલ નવ કોટીથી કરવામાં આવતી આ સામાયિક જીવન પર્વતની હોય છે. આ સામાયિક સાધુ સાધ્વીને હોય છે.
પ્ર. ૧૬. સામાયિક કઇ જાતિના જીવો કરી શકે છે ? ઉત્તર પંચેન્દ્રિય જાતિના જીવો કરી શકે છે. પ્ર. ૧૭. સામાયિકમાં ગરમ પાણી પીવાય ? ઉત્તર ના ! શ્રાવકની સામાયિકમાં ન પીવાય. પ્ર. ૧૮. સામાયિકમાં બહાર જતાં કયો શબ્દ બોલાય છે ? ઉત્તર “આવસ્યહી' ત્રણ વાર બોલાય છે. પ્ર. ૧૯ ઉપાશ્રયમાં દાખલ થતાં ક્યો શબ્દ બોલાય ? ઉત્તર નિસ્ટિહી. પ્ર. ૨૦ સામાયિક ક્યારે થઇ શકે છે ? ઉત્તર દિવસે રાત્રે ગમે ત્યારે થઇ શકે છે. પ્ર. ૨૧ શુદ્ધ સામાયિક કોણે કરી ? તે સામાયિક કોણે વખાણી ? ઉત્તર પુણિયા શ્રાવકે. તે સામાયિકની પ્રશંસા પ્રભુ મહાવીરે કરી હતી. પ્ર. ૨૨ સામાયિકનાં અતિચાર કેટલા છે ? કયા કયા ? ઉત્તર સામાયિકના પાંચ અતિચાર છે.
૧) મણ દુપ્પણિહાણે, ૨) વય દુપ્પણિહાણે, ૩) કાયદુપ્પણિહાણે,
૪) સામાઈયસ્સઇ અકરણયાએ, ૫) સામાઈયસ્સ અણવુક્રિયસ્સ કરણયાએ. પ્ર. ૨૩ સામાયિકમાં મન આડુઅવડુ કર્યું હોય તો કયો અતિચાર લાગે ? ઉત્તર મણ દુપ્પણિહાણેનો અતિચાર લાગે.