Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચાલ્પશુપથીથી
ગુજરાતી અનુવાદ સહિત
યોગનિષ્ઠ આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મ.સા.
For Private And Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આરસ્ક્રીપથીના
અનુવાદ સહ
યોગનિષ્ઠ આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજા.
For Private And Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ATM SHUDDHOPAYOG
· Yognishta Acharya Shrimad Buddhisagar Shurishwaraji Maharaj.
પ્રકાશક :શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિ જૈન સમાધિ મંદિર
વિજાપુર - ૩૮૨૮૭૦ ફોન (૦૨૭૬૩) ૨૦૨૦૯
નકલ – ૧૦૦૦ પ્રાપ્તિ સ્થાન :પ્રકાશક પાસેથી
C© કોપીરાઈટ પુનઃ પ્રકાશનના સર્વહક પ્રકાશકને સ્વાધિન
મુલ્ય રૂા. ૧૦૦-૦૦ મુદ્રણ સંવત : ૨૦૫૫
પ્રિન્ટર્સ યુનિવર્સલ પ્રીન્ટર્સ
૨૬, અગ્રવાલ એસ્ટેટ, મહેંદીકુવા સ્ટાફ કવાર્ટસ, શાહપુર, અમદાવાદ - ૪ ફોન -૫૬૨૪૦૫૯
serving jinshasan
091025 gyanmandir@kobatirth.org
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
જન્મ
દિક્ષા
આચાર્ય પદ
નિર્વાણ
યોગનિષ્ઠ આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મ.સા.
www.kobatirth.org
:
વિ.સં. ૧૯૩૦ મહા વદ ૧૪ વિજાપુર
: વિ.સં. ૧૯૫૭ માગશર સુદ ૬ પાલનપુર
વિ.સં. ૧૯૭૦ માગશર સુદ ૧૫ પેથાપુર
વિ.સં. ૧૯૮૧ જેઠ વદ ૩ વિજાપુર
:
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
• સમપામ્ ૦
સમ્યમ્ દર્શન, સમ્યગું જ્ઞાન અને સમ્ય ચારિત્ર રૂપ પરમ આરાધ્ય રત્નત્રયીની પરમ વિશુદ્ધ આત્મભાવે સુવિશુદ્ધ આરાધના કરીને,
આત્માના એક એક પ્રદેશ પ્રવર્તતી અવંતિ અનંતિ અત્યન્ત કિલષ્ટ કાલીમાને દૂર કરવા અનન્યભાવે પ્રચંડ પુરુષાર્થ કરી આત્મ-ભાવમાં સ્થિર થયેલા અને પરમ વિશુદ્ધ આત્મભાવને પામેલા....... અનંતાનંત મહાતારક, મહા ઉપકારક, મહા-મહિમવન્ત પંચ પરમેષ્ઠી ભગવંતોને
નમ્રાતિનમ્ર વિનમ્ર ભાવે
સ.મ...".....ણ....મુ....
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અદમ્ય ઉત્કંઠા
ધર્મનું રહસ્ય શું? કર્મનું રહસ્ય શું? જીવનનું રહસ્ય શું?
આ અતિ ગહન વિષય ઉપર ધર્મના રહસ્યને, કર્મના રહસ્યને અને જીવનના રહસ્યને જાણવા સમજવા માટે વિશ્વના તમામ સ્તરે રહેલા વિશ્વના સર્વધર્મ પ્રવર્તકો, મનીષિઓ અને વિદ્વમૂર્ધન્ય દર્શનકારોએ ભિન્ન ભિન્ન દૃષ્ટિકોણથી દશ્ય, અદશ્ય તમામ પદાર્થો વિષે બુધ્ધિના ખજાનાનો તલસ્પર્શી ઉપયોગ કરીને તારતમ્યરૂપે રહસ્યભૂત સારને હસ્તગત કરવા યુગોના યુગો સુધી પ્રચંડ પુરૂષાર્થ કરીને, વૈશ્વિક પ્રજાજનોના એકાન્ત હિત અને કલ્યાણ માટે પ્રયત્ન કરવામાં અંશ માત્ર પણ પીછે હઠ કરી નથી અને ક્ષતિ રાખી નથી.
દરેકે દરેક જિજ્ઞાસુને ઉત્કંઠા જાગે એ સ્વાભાવિક અને સામાન્ય છે કે ધર્મ, કર્મ, જીવન અને આત્માનું રહસ્ય શું હશે?
પંચપરમેષ્ઠીના તૃતીયપદે બીરાજમાન, પરમપૂજ્ય, અધ્યાત્મજ્ઞાન દિવાકર, યોગનિષ્ઠ ધુરંધર, આચાર્ય ભગવંત શ્રીમદ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજાએ તેમના ફક્ત ચોવીશ (૨૪) વર્ષના અતિ અલ્પ કહી શકાય એવા જીવનના અતિપ્રશસ્ય ચારિત્ર પર્યાયમાં ધ્યાન અને યોગની શક્તિના પ્રચંડ પ્રભાવે સર્વ ધર્મો અને સર્વદર્શનોનું સારભૂતતારતમ્યરૂપે ફક્તcream(કીમ) રહસ્ય કહેવાય એવા એકસો પચ્ચીસ (૧૨૫) ઉપરાંત મહામહિમવત્ત ગ્રંથોની અભૂતપૂર્વ રચના કરીને અવર્ણનીય અકલ્પનીય ઉપકાર કર્યો છે.
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ એકસો પચ્ચીસ (૧૨૫) ગ્રન્થરત્નોમાં “આત્મશુદ્ધોપયોગ” નામના ચિન્તામણિ રત્ન સમાન મહા મહિમવંત આધ્યાત્મિક સારરૂપ ગ્રન્થમાં સર્વ ધર્મો અને તમામ દર્શનોનો સાર આપ્યો છે.
તમામ ધાર્મિક અને દાર્શનિક ગ્રન્થોમાં મૂર્ધન્ય ગ્રન્થરત્ન “આત્મશુદ્ધોપયોગી ગ્રન્થનું વારંવાર સાતત્યપૂર્ણ ચિંતન, મનન સહ નિદિધ્યાસન કરીને વૈશ્વિક મહામનિષીઓ અને દાર્શનિક મૂર્ધન્યો આધ્યાત્મિક વિઘાના રહસ્યોના સારભૂત તત્વ “આત્મ-શુદ્ધોપયોગ” ભાવને આત્મસાત્ કરીને ભવભ્રમણ અને સંસારના તમામ બંધનોથી મુક્ત બને એજ મંગલમય ભાવના સહ
પરમપૂજય, યોગનિષ્ઠ ધુરંધર આચાર્ય ભગવંત શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજા તથા પરમપૂજય, પ્રશમનિધિ આચાર્ય ભગવંત શ્રીમત્ કીર્તિસાગરસૂરીશ્વરજી મહારાજાની દિવ્યકૃપાથી તથા પરમપૂજય ગચ્છાધિપતિ આચાર્ય દેવેશ શ્રી સુબોધસાગરસૂરીશ્વરજી મહારાજાના અન્તરના મંગલમય આશીર્વાદથી “આત્મશુદ્ધોપયોગ” ગ્રન્થનો દ્ધયંગમ અનુવાદ કરતાં પૂજયપાદ ગ્રન્થકારશ્રીના આશય વિરૂદ્ધ યત કિંચિત્ લખાયું હોય તો નમ્રાતિનમ્ર વિનમ્ર ભાવે મિચ્છામિ-દુક્કડ
મનોહરકીર્તિસાગરસૂરિ.
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુખનો ખજાનો....
ચતુર્દશ (૧૪) રાજલોકમાં રહેલા પ્રત્યેક સંસારી જીવની ઈચ્છા અને ભાવના, વૃત્તિ અને પ્રવૃત્તિ માત્ર સુખ માટેની જ હોય છે.
સુખી થવા માટે અને સુખ મેળવવા માટે અવિરત પ્રયત્ન કરતા અનંતો કાળ વ્યતીત થઈ ગયો, છતાં પણ સભ્ય શ્રદ્ધાના અભાવે અને મિથ્યાભાવના કારણે સુખની સાચી ઓળખ પીછાણ ન થવાથી સુખ તો ન જ મળ્યું, પરંતુ અવળી પરિણતિના કારણે પાપમય પ્રવૃત્તિ કરીને અનંતો સંસાર વધાર્યો અને જ્યાં ગયો ત્યાં દુઃખ જ મળ્યું. દુ:ખનો જ અનુભવ કર્યો.
સુખ મેળવવા માટે અને સુખી થવા માટે તો શુદ્ધોપયોગવાળા જ્ઞાની ભગવંતોએ બતાવેલા પાપમય સંસારની મિથ્યા પ્રવૃત્તિઓને તિલાંજલી આપીને શુદ્ધોપયોગકારક ભાવોમાં સમ્યફ સ્થિરતા કરવામાં આવે તો પાપમય સંસારનો અંત થવાની સાથે જ અનંતાનંત શાશ્વત સુખકારક શુદ્ધોપયોગ દ્વારા શાશ્વત પદની પ્રાપ્તિ અવશ્ય થશે.
શાશ્વત અનંત સુખની પ્રાપ્તિ માટે “આત્મશુદ્ધોપયોગી ગ્રન્થમાં કહેલા ભાવોને આત્મસાત કરીએ, એજ પરમ મંગલ કામના......
પ્રકાશક
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ સૌજન્ય અને સૂચના
૦ શ્રી સેટેલાઈટ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ ૦ સેટેલાઈટ, અમદાવાદ (૩૮૦૦૧૫)
ના જ્ઞાનનિધિમાંથી આ ગ્રન્થના પ્રકાશન કાર્યમાં સુંદર સહકાર મળ્યો છે. માટે ગૃહસ્થોએ આ ગ્રન્થની કિંમત રૂા. ૧૦૦-૦૦
ચૂકવીને માલિકી કરવી.
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેજસ્વી તણખા.
॥ ७७॥
सर्व साधनसंसाध्या, शुद्धोपयोग साध्यता ॥१३॥ आत्मशुद्धोपयोगस्तु, सर्वयोगशिरोमणिः ॥२३॥ भवोऽशुद्धोपयोगेन, मुक्तिः शुद्धोपयोगतः ॥ २८ ॥ बहिर्मुखोपयोगेन, जन्मदुःख परम्परा
॥३०॥ भोगे रोगश्च दुःख श्च, जन्म दुःखपरम्परा ॥३३॥ वपुरिन्द्रियभोगेन, सुखं तु दुःखमेव च ।।३४ ।। मुक्तिरसंख्ययोगः
॥४९॥ कृत्स्नकर्मक्षयो मोक्षः
॥५७॥ शुभः शुद्धोपयोगश्च स्वर्गदो मोक्षदः
॥५९॥ शुद्धोपयोगतो मुक्तिः , सर्वदर्शनधर्मिणाम् आत्मोपयोगसामर्थ्यादात्माऽनन्तबली भवेत्। ॥१०६ ॥ रागद्वेषनिरोधाऽऽख्यो, योगो मोक्षप्रदायकः ॥१०९ ॥ असङ्ख्या मोक्षपन्थानः, परब्रह्म प्रदायकाः ॥११६ ॥ वने निवासिनां दुःखं जायते ज्ञानमन्तरा ॥१२५ ॥ चक्रिणां न सुखावाप्ति, र्धनसत्तादिभोगतः ॥१२७॥ आत्मन्येव सुखं सत्यम्
॥१२७॥ आत्मानमन्तराऽन्यत्र मुढा भ्रमन्ति शर्मणे ॥१२८ ॥ अनादिःकर्मयुक्तोऽपि, मुक्तः स्यात् कर्मनाशतः ॥१३६ ॥ सतां सङ्गं तु मा मुञ्च, व्यकतशुद्धोपयोगिनाम् ॥१९०।। सतां सङ्गः सदा कार्य.....
॥१९१ ॥ सुखं भोगेषु नो किञ्चित्, स्वात्माऽस्ति सुखसागरः॥१९२॥ जीवनं स्वात्मभावेन, मृत्युर्हि मोहवृत्तितः ॥१९६ ॥ शुद्धोपयोगतो जाग्रद् भव
॥१९९॥
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
मा मुह्य जडभोगेसु.........
॥ २५७॥ भोगाद्रोगादि दुःखानां पारम्पर्य प्रजायते ॥२५८ ॥ भोगजन्यसुखं दुःखमेव......
॥२५९ ॥ नाऽस्ति शर्मं पुत्रायैः ......... ,
॥२६२॥ मैथने सुखं नाऽस्ति.........
॥२६३॥ बाह्यानन्दाय यद्यच्च क्रियते तत्तु दुःखकृत् ॥ २६८॥ आदेहमर्हन्तो विश्वजीवोपकारिणः
॥३०४॥ स्वोपयोगेन धर्मोऽस्ति, बन्धोऽस्ति मोहभावतः ॥३०५॥ कर्मबन्धः कषायेण, मुक्तिः साम्येन देहिनाम् ॥ ३०८ ॥ रागद्वेषपरिणाम एव संसारकारणम्
॥३०९ ॥ सम्प्रदायादिभेदस्थनृणां मुक्तिर्हि साम्यतः ।।३७०॥ बन्धो हि मोहभावेन......
॥३७६ ॥ नरा जीवति धर्मार्थं जीवाजीवसहायतः ॥३८१॥ आत्मज्ञानं विना सेवाकारिणः पापबन्धकाः ॥३९१ ॥ आत्मानन्दस्य वाञ्छा चेत् कामवृत्तिं निवारय ॥४२१ ॥ आत्मशुद्ध्यर्थं जैनधर्मं प्रसाधय
॥४३१॥ सर्वसारस्य सारोऽयमात्मा तत्त्वमसि स्वयम् ॥४५७॥ ........कालस्य कालजित्त्वहम्
॥ ४५७॥ सर्वं योगादिसारोऽस्ति संसाध्या वीतरागता ॥४५८ ॥ मनोवाक्कायपावित्र्यादात्मनः पूर्णशुद्धता ॥४६२॥ जायते न कदा मुक्तिराविर्भूतगुणै विना ॥४६५ ॥ साधय स्वात्मनः शुद्धिः वारय मोहवासनाम् ॥४८७॥ जीव शुद्धोपयोगेन म्रियस्व मोहभावतः ॥४८७॥ सम्यग्दृष्ट्या प्रविज्ञाय स्वात्मधर्मे रतिं कुरु ॥४९३॥ वैषयिकरतिं त्यक्वा शुद्धात्मनि रतिं कुरु ॥४९४ ॥ मनोवाक्कायजान् दोषान् वारय
॥४९६ ॥ शुभाशुभविपाकेषु हर्षशोकं च संत्यज ॥४९७॥ दासोऽहं सर्व साधूनां, साध्वीनां च विशेषतः ॥५०३ ।। दोषा भवाय मोक्षाय गुणाः,
॥५०६॥
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
टि संयतः
सद्गुरुभक्ति सेवाद्यैरात्मपातो न जायते ॥५१९॥ यादृग्भावो भेवद्यस्य फलं तस्याऽस्ति तादृशम् ॥५२४ ॥ आत्मोपयोग़दातृत्वे भावनाया महबलम् ॥५२९ ॥ आत्मशुद्धस्वभावेन मोक्षोऽस्ति
॥५३९ ॥ रागद्वेषविभावेन संसारोऽस्ति
॥५३९ ॥ स्वात्मन्येव सुखं सत्यं दुःखं हि जडमोहतः ॥५४३ ॥ आत्मनो रिपुरात्मैव रागद्वेषादि संयुतः ॥५४४॥ आत्मनो मित्रमात्माऽस्ति, साम्येन कर्मनाशकृत् ॥५४४ ॥ मनोनाशाद् भवेन्मृत्युर्मोहादिकर्मणां
॥५५६ ॥ मोहक्षयेन मोक्षोऽस्ति
॥५५६ ॥ सर्वदर्शनशास्त्रेषु यत्सत्यं तत्समाचर
॥५७३ ॥ रुणद्धि सत्यबोधेन सर्वविश्वकदाग्रहान् ॥५८०॥ सर्वदर्शनसद्रूपं जयताज्जैनदर्शनम्
।।५८०॥ मुक्यर्थं यो जिनैर्दिष्टो जैनधर्मः स उच्यते ॥५८२ ॥ षट्स्थानकस्य यच्चक्रं षट्चक्रं निजात्मनः ॥५९१ ॥ मोहादिसर्ववृत्तीनां लयो मोक्षः
॥५९१ ॥ सर्वगच्छेषु मोक्षोऽस्ति साम्योपयोगतो ध्रुवम् ॥६०८ ।। मुक्तिः कषायमुक्याऽस्ति साम्यात्कषायमुक्तता ॥६०९॥ श्वेताम्बरमते मुक्तिस्तथा दैगम्बरेमते
॥६११॥ उपयोगेन धर्मोऽस्ति, बन्धोऽस्ति परिणामतः ॥६१४ ।। दानाद्यैरात्मशुद्धिः स्यात् ....
॥६३५ ॥ ॐ अर्ह मन्त्र जापेन चित्तशुद्धिः प्रजायते ॥६३९ ॥ मन्त्रजापः सदा कार्य: पञ्चानां परमेष्ठिनाम् ॥६४१॥ निर्विकल्पयोगेन केवलज्ञानभास्करः
॥६६६॥ ध्यानसमाधियोगाद्याः सन्ति मोक्षस्य हेतवः ॥६७१ ॥ चित्तस्य मोहवृत्तीनां निरोधो योग उच्यते ॥६७२ ॥ अप्रशस्य कषायाणां निरोधो योग उच्यते ॥६७३ ॥ सर्वज्ञ धर्मवाञ्छात इच्छायोगः प्रवर्तते
॥६७५ ॥
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सर्वज्ञोको महाश्रद्धाः शास्त्रयोगः स उच्यते ॥६७७ ॥ दानशीलतपोभावैः सामर्थ्ययोग प्रवर्धनम् ॥६८२ ॥ बाह्य सुखस्य कामाब्धेः पारं यातो न यास्यन्ति ॥६९८ ॥ बाह्येषु निःस्पृहो भव
॥६९५ ॥ कर्मकर्ता च तद्भोक्ता हर्ता स्वात्मा स्वयं भवेत् ॥ ७९४॥ स्वकृत कर्मभोगेषु कुप्य मा तुष्य देहिषु ॥७१६ ॥ कर्म कर्ताऽस्ति कर्मैव शुद्धनिश्चयदृष्टितः ॥७१९ ॥ नाऽहं कस्याऽपि नो कोऽपि ममैवं पूर्णनिश्चयः ॥७४२ ॥ देशविरतितोऽनन्तगुणश्रेष्ठाः सुसाधवः ॥७५१॥ मेरुवत्साधवो बोध्याः सर्षपवद्गृहस्थितः ॥७६०॥ ध्यानसमाधियोगेन मुक्तिशर्मऽनुभूयते ॥७६५ ॥
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
प्रणम्य परमानन्दं महावीरं जिनेश्वरम् । आत्मशुद्धोपयोगं तं वच्मि स्याद्वादबोधतः ॥१॥
પરમાનંદ સ્વરુપ શ્રી મહાવીર જિનેશ્વરને પ્રણામ કરીને સ્યાદ્વાદના બોધ અનુસાર “આત્મશુદ્ધોપયોગ’ હું કહું છું. (૧)
शुद्धाऽऽत्मैव महावीरो व्यक्तानन्दचिदात्मकः । निजाऽऽत्मानं महावीरं जानाति वीर एव सः ॥२॥ વ્યક્ત આનંદ અને જ્ઞાનયુક્ત શુદ્ધાત્મા જ મહાવીર છે. (જ) પોતાના આત્માને મહાવીર માને છે, તે જ વીર છે. (૨)
शुभाऽशुभपरिणामादभिन्न आत्माऽस्ति वस्तुतः । पुण्यपापाद् विभिन्नोऽस्ति स्वात्मारामो वपुःस्थितः ॥३॥
દેહમાં રહેલો હોવા છતાં પણ પોતાના આત્મસ્વરુપમાં જ રમમાણ આત્મા વસ્તુતઃ શુભ અને અશુભ પરિણામથી ભિન્ન છે અને પુણ્ય - પાપથી પણ ભિન્ન છે. (૩).
अक्षयो निर्मलः शान्तः पूर्णानन्दमयो महान् । अनाद्यनन्तकालीनः सर्वोपाधिविवर्जितः ॥४॥
વળી આત્મા અક્ષય, નિર્મળ, શાંત, પૂર્ણાનંદમય, મહાન, કાળથી અનાદિ અનંત અને સર્વ ઉપાધિથી રહિત છે. (૪)
अनादिकालतः कर्मसङ्गयुक्तोऽपि सत्तया सिद्धो बुद्धो परेशान आत्मैवाऽस्ति प्रभुर्विभुः ॥५॥
અનાદિ કાળથી કર્મસંગથી યુક્ત હોવા છતાં પણ આત્મા સત્તાથી સિદ્ધ, બુદ્ધ, પરેશાન, શ્રેષ્ઠ, મહાદેવ, પ્રભુ અને વિભુ જ છે. (૫)
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सत्तातः पूर्ण आत्माऽस्ति व्यक्तितः पूर्ण एव सः। हृदि जानाति यस्त्वेवं स एव ज्ञानवान् स्वयम् ॥६॥
“આત્મા સત્તાથી પૂર્ણ છે અને તે વ્યક્તિથી પણ પૂર્ણ જ છે',मेम ४ ६६यम 1ो छ, ते ४ स्वयं शानी छ. (६)
शुद्धात्मनः स्वरूपं यः स्मरत्येव प्रतिक्षणम् । स शुद्धात्मा भवत्येव परब्रह्म जिनेश्वरः ॥७॥
શુદ્ધાત્માના સ્વરૂપનું જ જે પ્રતિક્ષણ સ્મરણ કરે છે, તે જ શુદ્ધાત્મા ५२७६ नेिश्वर थाय छे. (७)
शुद्धात्मभावनाधारी शुद्धात्मा जायते रयात् । शुभाशुभोपयोगेन विनिर्मुक्तः स्वयं भवेत् ॥८॥
શુદ્ધાત્મ – ભાવનાને ધારણ કરનાર સ્વયં શુભાશુભ ઉપયોગથી વિશેષ કરીને મુક્ત થાય છે અને શીધ્ર શુદ્ધાત્મા બને છે. ()
मनोविकल्पसंकल्पवर्जित च निरञ्जनम् । रागद्वेषविनिमुक्तं शुद्धरूपं निजाऽऽत्मनः ॥९॥
મનના સંકલ્પ - વિકલ્પથી રહિત, નિરંજન અને રાગ - દ્વેષથી સંપૂર્ણ રીતે મુક્ત એવું પોતાના આત્માનું શુદ્ધરૂપ છે. (૯)
जन्ममृत्युजरातीतमाधिव्याधिविवर्जितम्। वपुर्मनोवचोऽतीतं जडभिन्नं च निर्भयम् ॥१०॥
આત્માનું શુદ્ધરુપ જન્મ-મૃત્યુ-જરાથી અતીત, આધિ-વ્યાધિથી રહિત, શરીર, મન તથા વચનથી પર, જડથી ભિન્ન અને નિર્ભય છે. (१०)
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
वर्णातीतं निराकारं निर्विकारं निरामयम् । नामरूपविनिर्भिन्नं विशुद्धरूपमात्मनः ॥ ११ ॥
આત્માનું વિશુદ્ધ રુપ વર્ણાતીત, નિરાકાર, નિર્વિકાર, નિરામય, અને નામ – રુપથી વિભિન્ન છે. (૧૧)
समत्वेन जगत् पश्यन् जानश्च ब्रह्मसंस्थितः । शुद्धोऽसौ क्षणमात्रेण भवत्यात्मा स्ववेदकः ॥१२ ॥
સમત્વથી જગતને જોતો અને જાણતો, બ્રહ્મ સંસ્થિત અર્થાત્ પોતાના જ શુદ્ધાત્મ – સ્વરુપમાં લીન આ આત્મા ક્ષણ માત્રમાં જ શુદ્ધ થાય છે અને પોતાના સ્વરૂપને જાણનારો - અનુભવનારો બને છે. (૧૨)
शुद्धोपयोगिनां नाऽन्यत् साधनस्य प्रयोजनम् । सर्वसाधनसंसाध्या शुद्धोपयोगसाध्यता ॥१३॥
શુદ્ધોપયોગવાળાઓને બીજા સાધનનું કોઈ પ્રયોજન રહેતું નથી, કારણકે બધાં સાધનોથી સારી રીતે સિદ્ધ કરવા યોગ્ય શુદ્ધોપયોગરુપ સાધ્યતા જ છે. (૧૩)
शुद्धोपयोगसंप्राप्तौ मुक्ताऽऽत्मा जायते खलु । देहे सत्यपि वैदेहो जीवन्मुक्तदशां व्रजेत् ॥१४॥
જ્યારે શુદ્ધોપયોગની સંપ્રાપ્તિ થાય છે, ત્યારે સાધક દેહ હોવા છતાં પણ દેહ વગરનો ખરેખર મુક્તાત્મા બને છે અને જીવન્મુક્ત – દશા પ્રાપ્ત કરે છે. (૧૪)
सर्वजातीयसंकल्पविकल्पोपशमे सति । पूर्णानन्दरसास्वादः प्रत्यक्षमनुभूयते ॥१५॥
જ્યારે સર્વ પ્રકારના સંકલ્પ - વિકલ્પોનો ઉપશમ થાય છે, ત્યારે પૂર્ણાનંદરુપી રસનો આસ્વાદ પ્રત્યક્ષ અનુભવાય છે. (૧૫)
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
निर्विकल्पदशायां तु ब्रह्मशर्म समुल्लसेत् । ब्रह्मरसं समासाद्य शुद्धात्मा निःस्पृहो भवेंतू ॥ १६ ॥
નિર્વિકલ્પ- દશામાં બ્રહ્મ સુખ સારી રીતે ઉલ્લસિત થાય છે અને બ્રહ્મરસને પ્રાપ્ત કરીને શુદ્ધાત્મા નિઃસ્પૃહ બને છે. (૧૬)
शुभाशुभपरिणामो विद्यते नैव चेतने ।
समत्वं चाऽन्तरे बाह्य तदाऽऽत्मा भगवान् स्वयम् ॥१७॥
શુભાશુભ પરિણામ ચેતનમાં છે જ નહીં, તેથી જ્યારે બહાર અને અંદર સમત્વ પ્રાપ્ત થાય છે, ત્યારે આત્મા જ સ્વયં ભગવાન બને છે. (૧૭)
देहेन्द्रियपदार्थानां सम्यग्दृष्टया विलोकनम् । शुभाशुभविपाकेषु समत्वं तर्हि मुक्तता ॥ १८ ॥
દેહ, ઈન્દ્રિયો અને પદાર્થો (વિષય – વસ્તુઓ)ને સમ્યગ્દષ્ટિથી જોતાં શુભાશુભ કર્મ વિપાકોમાં સમત્વ પ્રાપ્ત થાય છે અને તે સમયે મુક્તતા અનુભવાય છે. (૧૮)
शुभाशुभपरिणामे नष्टे शुद्धोपयोगतः । आत्मशुद्धविचाराणां भवेच्छुद्धोपयोगता ॥ १९ ॥
જ્યારે શુદ્ધોપયોગથી શુભ અને અશુભ પરિણામ નષ્ટ થાય છે, ત્યારે આત્મા વિષે શુદ્ધવિચારોની શુદ્ધોપયોગતા થાય છે. (૧૯)
शुभाशुभे च नो भातो हृदि साम्यं च भासते । तदा सिद्धात्मनः शर्म स्वनुभूयते संप्रति ॥ २० ॥
જ્યારે શુભ અને અશુભ એ બંને ઉપયોગો રહેતા નથી અને હૃદયમાં સામ્ય પ્રકાશે છે, ત્યારે સિદ્ધાત્માનું સુખ અહીં જ વર્તમાનમાં સારી રીતે અનુભવાય છે. (૨૦)
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
शुद्धोपयोगकाले तु संप्रति वपुषि स्थिते । परानन्दरसास्वादो मया संवेद्यते खलु ॥ २१ ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હાલ શરીરમાં રહેવા છતાં શુદ્ધોપયોગ સમયે તો પ૨ાનંદરુપી રસનો આસ્વાદ ખરેખર મારા વડે પણ સારી રીતે અનુભવાય છે. (૨૧)
क्षायोपशमिक ध्यानकाले शुद्धोपयोगता । अन्तर्मुहूर्तमात्रं च याति नश्यत्यनेकशः ॥ २२ ॥
ક્ષાયોપશમિક ધ્યાન કાળે શુદ્ધોપયોગતા અનેક વાર અન્તર્મુહૂર્ત માત્ર આવે છે અને નાશ પામે છે. (૨૨)
आत्मशुद्धोपयोगस्तु सर्वयोगशिरोमणिः ।
यत्प्राप्तौ विद्यते नैव निमित्तानां प्रयोजनम् ॥ २३ ॥
આત્મશુદ્ધોપયોગ તો સર્વ યોગોમાં શિરોમણિ છે; જેની પ્રાપ્તિ થયે છતે નિમિત્તોનું પ્રયોજન રહેતું જ નથી. (૨૩)
शुद्धोपयोग एवाऽस्ति शुद्धोपादानकारणम् । हृदि शुद्धोपयोग श्वेदत्र मुक्तिसुखं ध्रुवम् ॥ २४ ॥
શુદ્ધોપયોગ જ શુદ્ધ ઉપાદાનનું કારણ છે. માટે હૃદયમાં જો શુદ્ધોપયોગ હોય, તો અહીં જ શાશ્વત મુક્તિસુખ અનુભવાય છે. (૨૪)
शुद्धोपयोग ऐश्वर्यं यस्याऽसौ भगवान् स्वयम् । क्षायोपशमिकध्यानी जीवन्मुक्तो ह्यपेक्षया ॥ २५ ॥
જેને શુદ્ધોપયોગ રુપી ઐશ્વર્ય પ્રાપ્ત થયું છે, તે સ્વયં ભગવાન છે અને ક્ષાયોપશમિક ધ્યાનવાળો તે અપેક્ષાએ ખરેખર જીવન્મુક્ત છે. (૨૫)
૫
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
शुद्धोपयोगवेलायामात्मनः परमात्मता ।. चिदानन्दस्वरूपेण व्यक्ताऽनुभूयते मया ॥ २६ ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુદ્ધોપયોગ સમયે આત્માની પરમાત્મતા ચિદાનંદ સ્વરુપે મારા વડે સ્પષ્ટ અનુભવાય છે. (૨૬)
शुद्धोपयोगसामर्थ्यमनन्तं कर्मनाशकृत् । अनन्तशक्तिरूपात्मा तत्समः कोऽपि नो महान् ॥ २७ ॥
કર્મોનો નાશ કરનારું શુદ્ધોપયોગનું સામર્થ્ય અનંત છે, તેથી અનંત શક્તિરુપ આત્મા સમાન મહાન કોઈ પણ નથી. (૨૭)
आत्मन आत्मनोद्धार आत्मनि क्रियते ध्रुवम् । भवोऽशुद्धोपयोगेन मुक्तिः शुद्धोपयोगतः ॥ २८ ॥
‘અશુદ્ધોપયોગથી સંસાર અને શુદ્ધોપયોગથી મુક્તિ' છે. માટે આત્મા વડે જ આત્માનો ઉદ્ધાર આત્મામાં અવશ્ય કરાય છે. (૨૮)
आत्मानमुद्धरेदात्मा स्वात्मधर्मोपयोगतः । नाऽन्यः शक्तः समुद्धर्तुं ज्ञातुमात्मानमुद्धर ॥ २९ ॥
પોતાના આત્મ ધર્મના ઉપયોગ વડે આત્માએ આત્માનો ઉદ્ધાર કરવો જોઈએ.
‘પોતાનો ઉદ્ધાર કરવા માટે બીજો કોઈ સમર્થ નથી' – એ જાણવા માટે તું પણ તારા આત્માનો ઉદ્ધાર કર.
अन्तर्मुखोपयोगेन स्वात्मारामो भवेत् प्रभुः । बहिर्मुखोपयोगेन जन्मदुःखपरम्परा ॥ ३० ॥ અન્તમુર્ખ ઉપયોગ વડે પોતાના આત્મામાં રમમાણ પ્રભુ બને છે,
જ્યારે બહિર્મુખ ઉપયોગથી જન્મ અને દુઃખની પરંપરા સર્જાય છે.
(૩૦)
દુ
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
परात्मानं हदि ध्यात्वा स्वाऽऽत्मा व्यक्तो भवेत् प्रभुः । आत्मानमन्तरा मह्यां कोऽपिनाऽस्ति प्रकाशकः॥३१॥
પરમાત્માનું દયમાં ધ્યાન કરીને પોતાનો આત્મા સ્પષ્ટ પ્રભુ બને છે. આત્મા સિવાય પૃથ્વી પર અન્ય કોઈ પણ પ્રકાશક નથી. (૩૧)
शुद्धोपयोगवेलायां पूर्णानन्दप्रकाशता । व्यक्ताभवेद्धृदि स्पष्टा प्रत्यक्षमनुभूयते ॥ ३२ ॥
શુદ્ધોપયોગ સમયે પૂર્ણાનંદની પ્રકાશતા વ્યક્ત થાય છે અને બ્દયમાં સ્પષ્ટ પ્રત્યક્ષ અનુભવાય છે. (૩૨)
जडविषयिभोगेषु सत्यानन्दो न वर्तते । भोगे रोगश्च दुःखश्च जन्ममृत्युपरम्परा ॥ ३३ ॥
જડ વિષયના ભોગોમાં સાચો આનંદ વર્તતો નથી, કારણકે ભોગમાં રોગ અને દુઃખ તથા જન્મ-મૃત્યુની પરંપરા જ હોય છે. (૩૩)
वपुरिन्द्रियभोगेन सुखं तु दुःखमेव च। स्वप्नोपमं प्रविज्ञाय योगी तत्र न मुह्यति ॥ ३४ ॥
દેહની ઈન્દ્રિયોના ભોગથી ઉત્પન્ન થતું સુખ તો દુઃખ જ છે, તેથી તેને સ્વપ્ન સમાન જાણીને યોગી તેમાં મોહ પામતો નથી. (૩૪)
लाभेऽलाभे सुखे दुःखे मानेऽमाने शुभाशुभम् । कल्पितं मोहबुद्ध्या यत् तत्र ज्ञानी न मुह्यति ॥ ३५ ॥
લાભમાં અને અલાભમાં, સુખમાં અને દુઃખમાં, માનમાં અને અપમાનમાં મોહ-બુદ્ધિથી શુભ અને અશુભની જે કલ્પના કરવામાં આવી છે, તેમાં જ્ઞાની મોહ પામતો નથી. (૩૫)
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
निन्दायां नैव शोकोऽस्ति स्तुतौ गर्वो न जायते । मोहो न नामरूपेषु ज्ञानी मुक्तस्तदा भवेत् ॥ ३६॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્યારે નિંદામાં શોક થતો જ નથી અને સ્તુતિમાં ગર્વ થતો નથી તથા નામ અને રુપમાં મોહ થતો નથી, ત્યારે જ્ઞાની મુક્ત બને છે. (૩૬)
शुद्धोपयोगिनः शुद्धिः कृतेषु सर्वकर्मसु ।
स्पृशन् खादंश्च पश्यन्सः कुत्राऽपि नैव मुह्यति ॥ ३७ ॥
સર્વકાર્યો કરવા છતાં પણ શુદ્ધોપયોગવાળાની શુદ્ધિ કાયમ રહે છે, કારણ કે સ્પર્શ કરતાં, ખાતાં અને જોતાં તેં ક્યાંય પણ મોહ પામતો જ નથી. (૩૭)
आत्मरसं समासाद्य पश्चाद् भोगे न मुह्यति । ज्ञानी भोगेषु निर्भीगी निर्मोहवृत्तियोगतः ॥ ३८ ॥
જ્ઞાની આત્મરસને પ્રાપ્ત કર્યા પછી ભોગમાં મોહ પામતો નથી. નિર્મોહવૃત્તિના યોગે ભોગમાં પણ નિર્ભાગી રહે છે. (૩૮)
यथाऽब्धौ सरितो मान्ति सर्वयोगास्तथाऽऽत्मनि । शुद्धोपयोगसंप्राप्तौ नाऽन्ययोगप्रयोजनम् ॥ ३९ ॥
જેમ સમુદ્રમાં નદીઓ સમાય જાય છે, તેમ બધા યોગો આત્મામાં સમાય જાય છે. તેથી શુદ્ધોપયોગની પ્રાપ્તિ થતાં અન્ય યોગોનું પ્રયોજન રહેતું નથી. (૩૯)
तपो ध्यानं समाधिश्च मान्ति शुद्धात्मसंस्मृतौ । वैषयिकरसाः सर्वे निवर्तन्ते स्वभावतः ॥ ४० ॥
શુદ્ધાત્માની સંસ્કૃતિમાં તપ, ધ્યાન અને સમાધિ સમાય જાય છે. તેથી બધા વૈયિક-રસો સ્વાભાવિક રીતે જ નિવર્તન પામે છે - ટળી જાય છે કે પાછા ફરી જાય છે. (૪૦)
.
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
यत्र तत्र समाधिर्हि शुद्धोपयोगयोगिनाम् । शुद्धोपयोग एवाऽस्ति राजयोगः सतां सदा ॥ ४१ ॥
શુદ્ધોપયોગવાળા લોગીઓને સર્વત્ર સમાધિ જ હોય છે, કારણ કે સપુરૂષોને સદા શુદ્ધોપયોગ રુપ રાજયોગ જ હોય છે. (૪૧)
शुद्धोपयोगतः सिद्धिः स्वात्मना स्वनुभूयते । शीघ्रं मनोजयः स्वेन क्रियते नैव संशयः ॥ ४२ ॥
પોતાના આત્મા વડે શુદ્ધોપયોગ દ્વારા સિદ્ધિ સારી રીતે અનુભવાય છે, તેથી પોતાના આત્માથી મનોજ્ય શીધ્ર કરી શકાય છે, તેમાં સંશય નથી. (૪૨)
आद्यः शुद्धोपयोगस्तु सविकल्पः प्रजायते । निर्विकल्पस्ततो भूयाद् घातिकर्मविनाशकृत् ॥४३॥
શરૂઆતનો શુદ્ધોપયોગ તો સવિકલ્પ હોય છે અને પછી તે નિર્વિકલ્પ બને છે. જે ઘાતકર્મોનો વિનાશ કરનાર છે. (૪૩)
सम्यग्दृष्टिमनुष्याणां मुक्तरिच्छा प्रजायते । मुक्यर्थिनां क्रियाः सर्वा भवन्ति मोक्षहेतवे ॥४४॥
સમ્યગ્દષ્ટિ મનુષ્યોને મુક્તિની ઈચ્છા થાય છે અને મુક્તિના અર્થીઓની બધી ક્રિયાઓ મોક્ષના આશયથી જ થાય છે. (૪૪)
शुद्धोपयोगसंप्राप्तिर्मुक्यर्थिनां भवेत् खलु । परिणाम: शुभस्तेषां शुद्धोपयोगसम्मुखः ॥ ४५ ॥
મુક્તિના અર્થીઓને જ ખરેખર શુદ્ધોપયોગની સંપ્રાપ્તિ થાય છે અને તેઓના શુભ પરિણામ શુદ્ધોપયોગ સંમુખ થાય છે. (૪૫)
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
आत्मज्ञानी भवत्येव शुद्धोपयोगवान् जनः । स्वाधिकारेण कर्माणि कुर्वन्नपि स निष्क्रियः ॥ ४६ ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ
શુદ્ધોપયોગવાળો મનુષ્ય આત્મજ્ઞાની બને જ છે અને પોતાના અધિકાર પ્રમાણે કર્મો કરતો હોવા છતાં પણ તે નિષ્ક્રિય રહે છે. (૪૬)
पूजादिधर्मकार्येषु भक्त्यादिपरिणामतः ।
बाह्यतो हिंसकोऽपि स्यात् स निर्हिंसकभाववान् ॥ ४७॥
પૂજાદિ ધર્મકાર્યોમાં બહારથી હિંસક દેખાતો હોવા છતાં પણ ભક્તિ વગેરેના પરિણામથી તે વસ્તુતઃ નિહિઁસક (અહિંસક) ભાવવાળો હોય તે છે. (૪૭)
व्यक्ते स्वात्मोपयोगे तु सक्रियो वाऽपि निष्क्रियः । गृही त्यागी जनः कोऽपि मुक्ताऽऽत्मा जायते जिनः ॥ ४८ ॥
જ્યારે સ્વાત્મોપયોગ વ્યક્ત થાય છે, ત્યારે સક્રિય અથવા તો નિષ્ક્રિય, ગૃહસ્થ કે ત્યાગી કોઈ પણ મનુષ્ય મુક્તાત્મા-જિન બને છે. (૪૮)
मुक्तिरसंख्ययोगैः स्याज्जिनेन्द्रैः परिभाषिता । असंख्यदृष्टियोगानां सापेक्षी स्वात्मयोगिराट् ॥ ४९ ॥
શ્રીજિનેન્દ્રોએ કહેલી મુક્તિ અસંખ્ય યોગથી પ્રાપ્ત થાય છે. માટે અસંખ્ય દર્શનો અને યોગોનો સાપેક્ષ રીતે વિચાર કરનાર પોતાનો આત્મા જ યોગીરાજ છે. (૪૯)
अत आत्मोपयोगेन ज्ञानी शुद्धोपयोगवान् । सर्वत्र सर्वथा कर्मनिर्जराकृदबन्धकः ॥ ५० ॥
એથી શુદ્ધોપયોગવાળો જ્ઞાની આત્મોપયોગ વડે બધે જ સંચિત કર્મોની નિર્જરા કરનારો અને સર્વથા નવીન કર્મોનો બંધ નહીં કરનારો થાય છે. (૫૦)
૧૦
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
आत्मोन्नतिक्रमैर्युक्तः सम्यग्दृष्टिर्यदा तदा। यत्र तत्र स्थितः कर्म कुर्वन्मुक्तो भवेद्रयात् ॥५१॥
જ્યારે સમ્યગ્દષ્ટિ જીવ આત્મોન્નતિના ક્રમથી યુક્ત હોય છે, ત્યારે તે જ્યાં રહેલો હોય, ત્યાં કર્મ કરતો હોવા છતાં વેગથી મુક્ત થાય છે. (૫૧)
यादृक् तादृगवस्थायामात्मज्ञानी स्वभावतः । बाह्यत उच्चनीचोऽपि मुक्तः स्यात् कर्मभोगवान् ॥५२॥
બાહ્યદૃષ્ટિએ ઉચ્ચ કે નીચ હોય તો પણ ગમે તે અવસ્થામાં સ્વાભાવિક રીતે કર્મોને ભોગવનારો આત્મજ્ઞાની મુક્ત થાય છે. (૫૨)
कर्मोपाधिकृता भावास्तद्भिन्नो निश्चयात् स्मृतः । सोऽहं तत्त्वमसि प्रोक्त आत्माऽसंख्यप्रदेशकः ॥५३ ॥
સોડદં, “તત્ત્વત્તિ' ઈત્યાદિ મહાવાક્યો દ્વારા કહેવાયેલો આત્મા નિશ્ચયથી કર્મોપાધિજન્ય ભાવોથી ભિન્ન અને અસંખ્ય પ્રદેશવાળો મનાયો છે. (૫૩)
अनन्तदर्शनज्ञानचारित्रवीर्यवान् स्वयम् । अनन्तगुणपर्यायैरुत्पादव्ययधारकः ॥५४॥
આત્મા સ્વયં અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત ચારિત્ર અને અનંત વીર્યવાળો તથા અનંત ગુણો અને અનન્ત પર્યાયોથી ઉત્પાદ અને વ્યયને ધારણ કરનારો છે. (૫૪)
आत्मना सत्तया ध्रौव्यमेकत्वं च प्रवर्तते । अनित्यत्वं स्वपर्यायगुणैरात्मसु वर्तते ।।५५ ।।
સત્તાથી આત્મા દ્વારા ધ્રૌવ્ય અને એકપણે પ્રવર્તે છે અને આત્માઓમાં પોતાના પર્યાયો અને ગુણો વડે અનિત્યત્વ વર્તે છે. (૫૫)
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
नित्योऽनित्यः स्वभावेन सदसनिळयो व्ययः । अनक्षरोऽक्षरोव्याप्यो व्यापकोऽस्ति ह्यपेक्षया ॥५६॥
આત્મા અપેક્ષાએ ખરેખર સ્વભાવથી નિત્ય-અનિત્ય, સત્અસતુ, વ્યય-નિર્ભય, અક્ષર-અનક્ષત્ર અને વ્યાપક-અવ્યાપક છે. (પદ)
सर्वदर्शनधर्माणां दृष्टियुक्तो नयैर्मतः । नयभङ्गविकल्पेभ्यो भिन्नोऽस्ति निर्विकल्पकः॥५७ ॥
સર્વ દર્શન અને ધર્મોની દૃષ્ટિથી આત્મા ભિન્ન-ભિન્ન નયોવડે યુક્ત મનાયો છે, તથાપિ તે નયભંગના વિકલ્પોથી ભિન્ન નિર્વિકલ્પક છે. (૫૭)
कृत्स्नकर्मक्षयो मोक्ष एव लक्ष्यस्य धारकः । मोक्षलक्ष्योऽस्ति यश्चित्ते सम्यग्दृष्टिः स धर्मवान् ॥५८॥
‘સર્વ કર્મોનો ક્ષય એ જ મોક્ષ' - એવા લક્ષ્યને ધારણ કરનાર, જે ચિત્તમાં મોક્ષના લક્ષ્યવાળો છે, તે સમ્યગ્દષ્ટિ ધર્મ છે. (૫૮)
शुभः शुद्धोपयोगश्च स्वर्गदो मोक्षदः क्रमात् । सम्यग्दृष्टिमनुष्याणां द्वयोः प्राप्तिरनुक्रमात् ॥५९ ॥
શુભોપયોગ અને શુદ્ધોપયોગ ક્રમશઃ સ્વર્ગ આપનાર અને મોક્ષ આપનાર છે. સમ્યગ્દષ્ટિ મનુષ્યોને તે બંનેની પ્રાપ્તિ અનુક્રમે થાય છે (૫૯)
लक्ष्यीकृत्य स्वमुक्तिं ये स्वाधिकारप्रवर्तकाः । आत्मशुद्धिक्रमं याताः कुर्वन्ति कर्मनिर्जराम् ॥६० ॥
પોતાની મુક્તિનું લક્ષ્ય રાખીને પોતાના અધિકાર પ્રમાણે પ્રવૃત્ત થનારા જેઓ આત્મશુદ્ધિના ક્રમને પામ્યા છે, તેઓ કર્મ નિર્જરા કરે છે. (૬૦)
૧ ર
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
जीवाऽजीवादितत्त्वानां ज्ञानविश्वासकारिणाम् । हेयोपादेयबुद्धीनां सम्यग्दृष्टिः प्रजायते ॥६१॥
જીવ, અજીવ વગેરે તત્ત્વોને જાણનારા, જ્ઞાનમાં વિશ્વાસ કરનારા અને હેય તથા ઉપાદેયની બુદ્ધિવાળાઓને સમ્યગ્દષ્ટિ પ્રાપ્ત થાય છે.
(૬૧)
सम्यग्दृष्टिमतां नृणां दूरासन्नादिभेदतः । नूनं मोक्षो भवत्येव मिथ्यात्वगामिनामपि ॥६२ ॥
સમ્યગ્દષ્ટિવાળા મનુષ્યોનો કદાચ તેઓ મિથ્યાત્વમાં ચાલ્યા જાય, તો પણ દૂર કે આસન્ન આદિ ભેદથી નક્કી મોક્ષ થાય જ છે. (૬૨)
एकशोऽपि यदा यस्य सम्यग्दृष्टिः प्रजायते । तदाऽऽत्मनो ध्रुवं मोक्षो जायते घोरकर्मिणः ॥६३ ॥
જ્યારે એકવાર પણ જેને સમ્યગ્દષ્ટિ પ્રાપ્ત થાય છે, ત્યારે ઘોર કર્મોવાળા તે આત્માનો પણ અવશ્ય મોક્ષ થાય છે. (૬૩)
आत्मशुद्धोपयोगेन त्वनन्तभवकर्मणाम् । क्षयः क्षणाद्भवत्येव तत्र किञ्चिन्न संशयः ॥६४ ॥
આત્મશુદ્ધોપયોગથી તો અનંત ભવોમાં સંચિત કરેલાં કર્મોનો ક્ષણવારમાં ક્ષય થઈ જાય છે. તેમાં લેશ પણ સંશય નથી. (૬૪)
स्वाधिकारेण कर्माणि कुर्वतां सर्वदेहिनाम् । आत्मशुद्धोपयोगऽस्ति समर्थो मोक्षदायकः ॥६५॥
પોતાના અધિકાર પ્રમાણે કર્મો કરતાં સર્વ દેહધારીઓને મોક્ષ આપનાર સમર્થ એવો એક આત્મશુદ્ધોપયોગ જ છે. (૬૫)
૧૩
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
सच्चिदानन्दरूपोऽस्ति चाऽऽत्मोपयोग आन्तरः । आत्मोपयोगिनामग्रे किञ्चिन्न कर्मणो बलम् ॥ ६६ ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આન્તર આત્મોપયોગ સચ્ચિદાનંદ રૂપ છે અને આત્મોપયોગીઓની સામે કર્મોનું બળ સહેજ પણ ચાલતું નથી. (૬૬)
जानाति ह्येकमाऽऽत्मानं सर्वं जानाति सो नरः । सर्वं जानात्यसौ एकमाऽऽत्मानं वेत्ति वस्तुतः ॥ ६७ ॥
જે મનુષ્ય ખરેખર એક આત્માને જાણે છે, તે બધું જ જાણે છે અને જે બધું જાણે છે, તે વસ્તુતઃ એક આત્માને જ જાણે છે. (૬૭)
आत्मनि परितो ज्ञाते नयनिक्षेपभङ्गतः ।
सर्वं ज्ञातं श्रुतज्ञानं सविकल्पसमाधिकृत् ॥ ६८ ॥
જ્યારે નય, નિક્ષેપ અને ભંગથી આત્માને પરિપૂર્ણ રીતે જાણવામાં આવે છે, ત્યારે સવિકલ્પ સમાધિ ઉત્પન્ન કરનાર બધું શ્રુતજ્ઞાન જણાય જાય છે. (૬૮)
आत्मनि परितो ज्ञाते स्याद्वादश्रुतबोधतः । सविकल्पशुभध्यानं निर्विकल्पं समुद्भवेत् ॥ ६९ ॥
જ્યારે સ્યાદ્વાદ યુક્ત શ્રુતજ્ઞાનથી આત્માને પરિપૂર્ણ રીતે જાણવામાં આવે છે, ત્યારે પહેલાં સવિકલ્પ શુભ ધ્યાન અને પછી નિર્વિકલ્પ ધ્યાન ઉત્પન્ન થાય છે. (૬૯)
आत्मोपयोगरूपाऽस्ति ध्यानवृत्तिर्मनीषिणाम् । आत्मशुद्धोपयोगेऽन्तर्भावं यान्ति समाधयः ॥ ७० ॥
બુદ્ધિમાન લોકોની ધ્યાનવૃત્તિ આત્મોપયોગરુપ હોય છે, કારણકે આત્મશુદ્ધોપયોગમાં બધી સમાધિઓનો સમાવેશ થઈ જાય છે. (૭)
૧૪
For Private And Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
कषायोपशमे जाते चित्तवृत्तिसमाधयः । प्रादुर्भवन्ति शान्तानां योगिनामुपयोगतः ।।७१ ॥
જ્યારે કષાયોનો ઉપશમ થાય છે, ત્યારે શાન્ત થયેલા યોગીઓને ઉપયોગથી ચિત્તવૃત્તિ નિરોધક સમાધિઓ ઉત્પન્ન થાય છે. (૭૧)
आत्मोपयोग एवाऽस्ति समाधि ज्ञानिनां सदा । सर्वकार्यं प्रकुर्वन् सन् ज्ञानी सत्यसमाधिमान् ॥७२॥
જ્ઞાનીઓને સદા આત્મોપયોગ એ જ સમાધિ છે, તેથી સર્વ કાર્ય કરતો હોવા છતાં પણ જ્ઞાની સાચી સમાધિવાળો છે. (૭૨)
हठादनन्तशिष्टोऽस्ति शुद्धोपयोग आत्मनः । हठयोगो बहिर्हेतुः शुद्धोपयोग आन्तरः ॥७३॥
આત્માનો શુદ્ધોપયોગહઠયોગ કરતાં અનંત ગણો શ્રેષ્ઠ છે, કારણકે હઠયોગ બહિહેતુ છે, જ્યારે શુદ્ધોપયોગ એ આન્સર હેતુ છે. (૭૩)
स्मारं स्मारं चिदाऽऽत्मानमुपयोगी भवेत् प्रभुः। देहस्थोऽपि स निर्देही सर्वविश्वं प्रकाशयेत् ॥७४॥
ચિદાત્માનું વારંવાર સ્મરણ કરતાં ઉપયોગવાળો પ્રભુ બને છે. અને તે દેહમાં રહેલો હોવા છતાં પણ નિર્દેહી અર્થાત્ દેહ વગરનો છે. સર્વ વિશ્વને પ્રકાશે છે. (૭૪)
अनन्तपुण्ययोगाच्च सतां भक्तिप्रतापतः । सुद्गुरोराशिषो व्यक्तः स्यादुपयोग आत्मनि ॥७५ ॥
અનંત પુણ્યના યોગે અને સત્પરૂષોની ભક્તિના પ્રતાપે અને સદ્ગુરુના આશીર્વાદથી આત્મામાં ઉપયોગ વ્યક્ત થાય છે. (૭૫)
૧૫
For Private And Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
कोटिकोटितपोयज्ञतीर्थयात्रादिकर्मतः । अनन्त उत्तमः श्रेष्ठः शुद्धोपयोग आत्मनः ॥ ७६ ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્માનો શુદ્ધોપયોગ કોટિ કોટિ તપ, યજ્ઞ, તીર્થયાત્રા આદિ કર્મ કરતાં અનંત ગણો ઉત્તમ અને શ્રેષ્ઠ છે. (૭૬)
शुद्धोपयोगतो मुक्तिः सर्वदर्शनधर्मिणाम् । समत्वमुपयोगोऽस्ति ह्येकता लीनता तथा ॥ ७७ ॥
બધાં દર્શનવાળાધર્મીઓની મુક્તિ શુદ્ધોપયોગથી થાય છે. ખરેખર સમત્વ, એકતા તથા લીનતા એ જ શુદ્ધોપયોગ છે (૭૭)
व्यक्ते साम्योपयोगे हि केवलज्ञानभास्करः । हृदि प्रादुर्भवत्येव लोकालोकप्रकाशकः ॥ ७८ ॥
જ્યારે સામ્યોપયોગ પ્રગટે છે, ત્યારે લોક અને અલોકને પ્રકાશિત કરનાર કેવળજ્ઞાનરુપી સૂર્ય હૃદયમાં પ્રાદુર્ભાવ પામે જ છે. (૭૮)
साम्योपयोगिनां मुक्तिः सर्वधर्मस्थदेहिनाम् । अनार्याणां तथाऽऽर्याणां नारीणां च नृणां भवेत् ॥७९॥
સમતામાં ઉપયોગવાળા સર્વધર્મોમાં રહેલા દેહધારી આર્યોની તથા અનાર્યોની, સ્ત્રીઓની અને પુરૂષોની મુક્તિ અવશ્ય થાય છે. (૭૯)
शुद्धात्मन: स्मृतिं धृत्वा हृदि शुद्धात्मधारणम् । कुर्वन्नाऽऽत्मनि मग्नो यः स शुद्धात्मा भवेद्रयात् ॥ ८० ॥
જે શુદ્ધાત્માનું સ્મરણ કરીને હ્દયમાં શુદ્ધાત્માને ધારણ કરતો આત્મામાં મગ્ન થાય છે, તે શીઘ્ર શુદ્ધાત્મા બને છે. (૮૦)
૧૬
For Private And Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
शुद्धोपयोगिनो धर्म्यकर्म कुर्वन्ति भावतः । दानपूजादयायैस्ते कुर्वन्ति कर्मनिर्जराम् ॥८१ ॥
શુદ્ધોપયોગવાળાઓ ધર્મકાર્ય ભાવથી કરે છે અને દાન, પૂજા, દયા વગેરેથી કર્મોની નિર્જરા કરે છે. (૮૧)
धर्म्ययुद्धादिकर्माणि कुर्वन्त उपयोगतः। आत्मशुद्धिं प्रकुर्वन्ति मोहासक्तिविवर्जकाः ॥ ८२ ॥
ઉપયોગપૂર્વક ધર્મયુદ્ધ વગેરે કાર્યો કરતાં મોહ અને આસક્તિ वरना तेसो भात्मशुद्धि ४३ छे. (८२)
क्षेत्रकालानुसारेण कर्तव्यमुपयोगतः । कुर्वन्तो मानवा मुक्ति यान्ति सर्वाश्रमस्थिताः ।।८३ ॥
ક્ષેત્ર અને કાળ પ્રમાણે ઉપયોગ પૂર્વક કર્તવ્ય કરનારા સર્વ माश्रमोमा हेदा मनुष्यो भुस्ति पामे छ. (८३)
जैनधर्मस्य सारोऽस्ति शुद्धोपयोग आत्मनः । शुद्धोपयोगलाभेन नाऽन्यधर्मप्रयोजनम् ॥८४ ॥
આત્માનો શુદ્ધોપયોગ એ જૈનધર્મનો સાર છે. શુદ્ધોપયોગનો લાભ थत अन्य धर्भानु प्रयो४न रतुं नथी. (८४)
आत्मशुद्धोपयोगेन संक्षयो द्वेषरागयोः । आत्मैवशुद्धसिद्धात्मा स्यात् षट्कारकवान्प्रभुः ।।८५॥
આત્મશુદ્ધોપયોગથી રાગ અને દ્વેષનો સંક્ષય થાય છે અને ષકારકમય આત્મા જ શુદ્ધ એવો સિદ્ધાત્મા - પ્રભુ જ છે. (૮૫)
For Private And Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सिद्धाःसिद्ध्यन्ति सेत्स्यन्ति नग्नाश्चोपधिधारिणः ।
आत्मशुद्धोपयोगेन त्यागिनश्च गृहस्थिताः ॥८६॥ દિગંબરો અને ઉપધિ ધારણ કરનારા શ્વેતાંબરો તેમ જ ત્યાગીઓ અને ગૃહસ્થો આત્મશુદ્ધોપયોગ વડે જ સિદ્ધ થયા છે, સિદ્ધ થઈ રહ્યા છે અને સિદ્ધ થશે. (૮૬)
पूर्णानन्दसमुल्लास आत्मनि संप्रकाशते । आत्मानुभव एवाऽत्र साक्षादाऽऽत्मनि वेद्यते ॥ ८७ ॥
પૂર્ણાનંદનો ઉલ્લાસ આત્મામાં સારી રીતે પ્રકાશે છે અને અહીં જ આત્માનો અનુભવ આત્મામાં સાક્ષાત્ અનુભવાય છે. (૮૭)
शुद्धब्रह्मरसास्वादं कृत्वा शुद्धोपयोगिनः । बाह्योपाधिं परित्यज्य भवन्ति ध्यानतत्पराः ॥८८ ॥
શુદ્ધબ્રહ્મનો રસાસ્વાદ કરીને શુદ્ધોપયોગવાળાઓ બાહ્ય ઉપાધિનો પરિત્યાગ કરીને ધ્યાનમાં તત્પર થાય છે. (૮૮).
शुद्धोपयोग एवाऽस्ति स्वात्मानुभव आत्मनि । आत्मानुभविभिर्वेद्य आत्मैवाऽनुभवः प्रभुः ॥८९ ॥
આત્મામાં જ પોતાના આત્માનો અનુભવ એજ શુદ્ધોપયોગ છે. આત્માનુભવીઓ દ્વારા અનુભવ સ્વરુપ પ્રભુ એવો આત્મા જ અનુભવવા યોગ્ય છે. (૮૯)
ज्ञानवैराग्ययोगैस्तु ब्रह्मणि लीनता भवेत् । ब्रह्मणि पूर्णमग्नानां सर्वैश्वर्यं प्रकाशते ॥९० ॥
જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય યુક્ત યોગોથી બ્રહ્મમાં લીનતા થાય છે અને બ્રહ્મમાં પૂર્ણ રીતે મગ્ન થયેલાઓને આત્માનું બધું ઐશ્વર્ય પ્રકાશે છે. (૯૦)
૧૮
For Private And Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
आदेयत्यागवृत्तिस्तु नाऽस्ति बाह्येषु योगिनाम् । शुद्धोपयोगिनां त्याज्यं ग्राह्यं च नैव मोहतः ॥९१॥
યોગીઓને બાહા વ્યાપારોમાં આદેય ત્યાગવૃત્તિ અર્થાત્ હેયોપાદેયવૃત્તિતો હોતી જ નથી. કારણકે શુદ્ધોપયોગવાળાઓને મોહથી કોઈપણ વસ્તુ ત્યાજ્ય અને ગ્રાહ્ય છે જ નહીં. (૯૧).
प्रारब्धाद् ग्रहणं त्यागो मनोवाक्कायतो भवेत् । कायादीनां प्रवृत्तिषु साक्षी शुद्धोपयोगवान् ॥९२ ॥
મન-વચન-કાયાથી પ્રારબ્ધને લીધે ગ્રહણ અને ત્યાગ થાય છે. વસ્તુતઃ શુદ્ધોપયોગવાળો કાયાદિની પ્રવૃત્તિઓમાં સાક્ષી જ હોય છે. (૯૨)
दृश्यादृश्यपदार्थेषु साक्षिण उपयोगिनः । मनोवाक्कायचेष्टासु प्रारब्धेष्वपि साक्षिणः ॥ ९३ ॥
શુદ્ધોપયોગવાળાઓ દશ્ય અને અદશ્ય પદાર્થોમાં સાક્ષીરુપ રહે છે. તથા મન, વચન, અને કાયાની ચેષ્ટાઓમાં અને પ્રારબ્ધ કર્મના ઉદયમાં પણ સાક્ષીરુપ રહે છે. (૯૩)
विश्वं प्रभुमयं भाव्यं परब्रह्मानुभूतये। अनुभूय पराऽऽत्मानं स्वाऽऽत्मानं भावयेत् प्रभुम् ॥९४॥
પર બ્રહ્મની અનુભૂતિ કરવા માટે વિશ્વ પ્રભુમય છે, એમ ભાવન કરવું જોઈએ અને પરાત્માનો અનુભવ કરીને પોતાના આત્માને પ્રભુરુપ ભાવવો જોઈએ. (૯૪).
विश्वेन सार्धमात्मैक्यमनुभूय प्रभुर्भवेत् । आत्मशुद्धोपयोगन विश्वैक्यानुभवो भवेत् ॥९५ ॥
આત્મશુદ્ધોપયોગથી વિશ્વની સાથે એકતાનો અનુભવ થાય છે. અને વિશ્વની સાથે પોતાના આત્માનું ઐક્ય અનુભવીને શુદ્ધોપયોગવાળો પ્રભુ થાય છે. (૯૫)
૧૯
For Private And Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
शुद्धात्मनि मनो दत्त्वा नाऽन्यत् किञ्चिद्विचिन्तयेत् । यदा स्थिरोपयोगी स्यात्तदाऽऽत्मेश्वरतां व्रजेत् ॥९६ ॥
“શુદ્ધાત્મામાં મનને સ્થાપીને બીજું કાંઈ પણ વિચારે નહીં-' આ પ્રમાણે જયારે સ્થિર ઉપયોગવાળો થાય છે, ત્યારે આત્મા જ ઈશ્વરપણું પામે છે. (૯૬)
आत्मानमन्तरा मह्यां किञ्चित् सारो न भासते। तदा ब्रह्मानुभूत्यर्थं योग्यो भवति मानवः ॥ ९७ ॥
જ્યારે પૃથ્વી પર આત્મા સિવાય બીજું કાંઈ પણ સાર રુપ ન જણાય, ત્યારે જ મનુષ્ય બ્રહ્મની અનુભૂતિ માટે યોગ્ય બને છે. (૯૭)
यदा ब्रह्मानुभूयते पूर्णानन्दरसोदधिः । तदा प्रसन्नताव्यक्तः शुद्धात्मा भवति स्वयम् ॥ ९८ ॥
જ્યારે બ્રહ્મ અનુભવાય છે, ત્યારે પૂર્ણાનંદરુપી રસનો સમુદ્ર એવો શુદ્ધાત્મા સ્વયં પ્રસન્નતાથી વ્યક્ત થાય છે. (૯૮)
यदा ब्रह्मरसो व्यकतः स्यात्तदाऽऽत्मा स्वयं प्रभुः । नेच्छति जडभोगान् स जडानन्दविनिस्पृहः ॥९९ ॥
જ્યારે બ્રહ્મરસ વ્યક્ત થાય છે, ત્યારે આત્મા પોતાની મેળે પ્રભુ બને છે અને જડ પદાર્થોથી ઉત્પન્ન થતા આનંદની સ્પૃહા વગરનો તે જડપદાર્થોના ભોગોને ઈચ્છતો નથી. (૯૯).
आत्मन्येव रतिं प्राप्य स्वात्मन्येव स्थिरो भवेत् । नामरूपेषु निर्मोह आयुर्योगेन जीवति ॥१०० ॥
નામ અને રુપમાં મોહરહિત આત્મામાં જ રતિ પ્રાપ્ત કરીને પોતાના આત્મામાં જ સ્થિર થાય છે અને આયુષ્ય-કર્મના યોગે જીવે છે. (૧૦૦)
૨૦
For Private And Personal Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
प्रारब्धकर्मतो दुःखं सुखं च वेदयन् स्वयम् । आत्मोपयोगतः साक्षी भूत्वा जीवति भूतले ॥१०१ ॥
પ્રારબ્ધ કર્મથી સુખ અને દુઃખને વેદતો સ્વયં આત્મોપયોગથી સાક્ષી થઈને ભૂતળ પર જીવે છે. (૧૦૧)
दुर्गुणव्यसनत्यागो ग्राह्यं सात्त्विकभोजनम् । सतां सङ्गाच्च चित्तस्य शुद्ध्या ब्रह्म प्रकाशते ॥१०२॥
દુર્ગુણો અને વ્યસનોનો ત્યાગ કરવો જોઈએ તથા સાત્ત્વિક ભોજન પ્રહણ કરવું જોઈએ. પુરુષોના સંગથી અને ચિત્તની શુદ્ધિથી બ્રહ્મ પ્રકાશે છે. (૧૦)
रागद्वेषविमुक्तात्मा शुद्धब्रह्म स्वयं भवेत् । देशजात्यादिनिर्मोही व्यक्तब्रह्म महाप्रभुः ॥१०३ ॥
રાગ અને દ્વેષથી મુક્ત થયેલો આત્મા સ્વયં શુદ્ધ બ્રહ્મ થાય છે. દેશ, જાતિ આદિના મોહ વગરનો તે જ વ્યક્તબ્રહ્મ મહાપ્રભુ છે. (૧૦૩)
देहाध्यासादिनिर्मुक्तो जीवनमुक्तो भवेज्जनः। समः सर्वत्र भूतेषु सर्वधर्मेषु च प्रभुः ॥१०४ ।।
દેહાધ્યાસ આદિથી મુક્ત થયેલો માણસ જીવન્મુક્ત બને છે. સર્વત્ર પ્રાણીઓ પ્રત્યે સમભાવવાળો છે અને તે બધા ધર્મોમાં પ્રભુ છે. (૧૦૪)
व्यक्तः प्रभुर्निजाऽऽत्मैव साम्यं प्राप्य प्रजायते । વીતરી સ્વયંવૃદ્ધ : પરમેશ્વર ૨૦ળ્યું છે
સમભાવને પ્રાપ્ત કરીને પોતાનો આત્મા જ સ્પષ્ટપ્રભુ, વીતરાગ, સ્વયંબુદ્ધ, શંકર અને પરમેશ્વર છે. (૧૦૫)
૨૧
For Private And Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
आत्मोपयोगसामर्थ्यादात्माऽनन्तबली भवेत् । अनेकलब्धिसम्पन्नो भवत्येव न संशयः ॥ १०६ ॥
આત્મોપયોગના સામર્થ્યથી આત્મા અનંત બળવાળો અર્થાત્ અનંત શક્તિમાન થાય છે. અને તે અનેક લબ્ધિઓથી યુક્ત થાય જ છે, એમાં કોઈ સંશય નથી. (૧૦૬)
मन्त्रयन्त्रमहातन्त्रबलमाध्यात्मिकं महत् ।
आत्मन एव बोद्धव्यमत आत्मैव शक्तिमान् ॥ १०७ ॥
મન્ત્ર બળ, યન્ત્ર બળ અને મહા તન્ત્રનું બળ અને મહાન આધ્યાત્મિક બળ વસ્તુતઃ તો આત્માનું જ બળ જાણવું. તેથી આત્મા જ શક્તિમાન છે. (૧૦૭)
स्थिरोपयोगतः स्थेयमात्मन्येवाऽऽत्मना स्वयम् । प्रतिक्षणं निजध्यानं कर्तव्यं स्थिरदीपवत् ॥ १०८ ॥
સ્થિર ઉપયોગ વડે સ્વયં આત્માથી આત્મામાં જ રહેવું જોઈએ અને પ્રતિક્ષણ સ્થિર દીપકની જેમ પોતાનું અર્થાત્ સ્વશુદ્ધાત્મતત્ત્વનું જ ધ્યાન કરવું જોઈએ. (૧૦૮)
रागद्वेषनिरोधाख्यो योगो मोक्षप्रदायकः । मनोवाक्काययोगानां व्यापारो योग एव सः ॥ १०९ ॥
‘રાગ દ્વેષ નિરોધ’ નામનો યોગ મોક્ષ આપનાર છે. તેમજ મન, વચન અને કાયાના યોગોનો વ્યાપાર અર્થાત્ ક્રિયા કે પ્રવૃત્તિ તે પણ યોગ જ છે. (૧૦૯)
यमानां नियमानां वै योगत्वमासनस्य च । प्राणायामस्य योगत्वं ज्ञेयं निमित्तहेतुतः ॥ ११० ॥
ખરેખર યમોનું, નિયમોનું અને આસનનું યોગપણું તથા પ્રાણાયામનું યોગપણું નિમિત્તના હેતુથી જાણવું જોઈએ. (૧૧૦)
૨૨
For Private And Personal Use Only
Page #37
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
प्रत्याहारस्य योगत्वं धारणायाश्च सम्मतम् । ध्यानान्तरसमाधेश्च योगत्वमुपयोगिनाम् ॥ १११ ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રત્યાહાર અને ધારણાનું યોગપણું અને ધ્યાન પછી સમાધિનું યોગપણું ઉપયોગવાળાઓને માન્ય છે. (૧૧૧)
सम्यग्दृष्टिमनुष्याणं योगा मोक्षस्य हेतवः । मिथ्यादृष्टि मनुष्याणां स्वर्गादिभवहेतवः ॥ ११२ ॥
સમ્યગ્દષ્ટિ મનુષ્યોના યોગો મોક્ષના હેતુઓ છે અને મિથ્યાર્દષ્ટિ મનુષ્યોના યોગો સ્વર્ગ વગેરે ભવના હેતુઓ છે. (૧૧૨)
दर्शनज्ञानचारित्रतपोयोगो विवेकिनाम् । उपादाननिमित्तास्ते योगाः सम्यग्दृशां शुभाः ॥ ११३ ॥
દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપરુપ યોગ વિવેકીઓને હોય છે અને ઉપાદાનમાં નિમિત્ત એવા તે સમ્યગ્દષ્ટિવાળાઓના શુભ યોગો છે. (૧૧૩)
त्यागिनां च गृहस्थानां व्रतादीनां सुयोगता । स्वाधिकारेण धर्मस्य साधका ह्युपयोगिनः ॥ ११४ ॥
ત્યાગીઓનાં અને ગૃહસ્થોનાં વ્રતો વગેરેની સુયોગતા ખરેખર ઉપયોગવાળાના પોતાના અધિકાર પ્રમાણે ધર્મની સિદ્ધિ કરનારા છે. (૧૧૪)
अन्तरबाह्ययोगा ये विचाराचारभेदतः ।
सम्यग्दृशां च मोक्षार्थं सन्ति सापेक्षबुद्धितः ॥ ११५ ॥
વિચાર અને આચારના ભેદથી જે આંતરિક અને બાહ્ય યોગો છે, તે સમ્યગ્દષ્ટિવાળાઓને સાપેક્ષ બુદ્ધિથી મોક્ષ માટે થાય છે. (૧૧૫)
૨૩
For Private And Personal Use Only
Page #38
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
असंख्या मोक्षपन्थानः परब्रह्मप्रदायकाः। सम्भूय सर्वयोगास्ते साम्ययोगे मिलन्ति हि ॥११६ ॥
પરબ્રહ્મ પદ આપનારા મોક્ષમાર્ગો અસંખ્ય છે. તે બધા યોગો એકત્ર થઈને ખરેખર સામ્યયોગમાં મળે છે. (૧૧૬)
शुद्धोपयोगसंप्राप्तौ नाऽन्ययोगप्रसाधनम् । आत्मस्मृतिप्रवाहेण वृत्तिरन्तर्मुखी सदा ॥११७॥
જ્યારે શુદ્ધોપયોગની પ્રાપ્તિ થાય છે, ત્યારે બીજા યોગોની સાધના કરવાની રહેતી નથી. આત્મ-સ્મૃતિના પ્રવાહથી વૃત્તિ સદા અન્તર્મુખ રહે છે. (૧૧૭)
शुद्धात्मसंस्मृतिश्चैव शुद्धोपयोग उच्यते। . औदयिकमनोवृत्तिनिरोधस्तु ततो भवेत् ॥ ११८ ॥
શુદ્ધાત્માની સંસ્કૃતિ જ શુદ્ધોપયોગ છે અને તેનાથી ઔદયિક ભાવની મનોવૃત્તિઓનો નિરોધ થાય છે. (૧૧૮)
आर्तध्यानविचाराणां संरोध उपयोगतः । रौद्रध्यानविचाराणां रोधः शुद्धोपयोगतः ॥११९ ॥
આર્ત ધ્યાનના વિચારોનો સંરોધ ઉપયોગથી થાય છે અને રૌદ્ર ધ્યાનના વિચારોનો રોધ શુદ્ધોપયોગથી થાય છે. (૧૧૯)
धर्मध्यानविचाराणां प्राकट्यमुपयोगतः । शुक्लध्यानसमुत्पादः श्रुतज्ञानोपयोगतः ॥१२० ॥
ધર્મધ્યાનના વિચારોનું પ્રાકટ્ય ઉપયોગથી થાય છે અને શુક્લધ્યાનની ઉત્પત્તિ શ્રુતજ્ઞાનના ઉપયોગથી થાય છે. (૧૨)
૨૪
For Private And Personal Use Only
Page #39
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
पिण्डस्थं च पदस्थं सद्ध्यानं शुद्धोपयोगतः। रूपातीतं च रूपस्थं ध्यानं शुद्धोपयोगता ॥१२१ ॥ પિંડસ્થ અને પદસ્થ દૂધ્યાન શુદ્ધોપયોગથી થાય છે. રુપસ્થ અને પાતીત ધ્યાન શુદ્ધોપયોગતા જ છે. (૧૨૧)
शुद्धात्मनो विचाराणां मता शुद्धोपयोगता । आत्मशुद्धिकराः सर्वे विचारा योगरूपिणः ॥१२२ ॥
શુદ્ધાત્માના વિચારોની શુદ્ધોપયોગતા મનાય છે તેથી આત્માની શુદ્ધિ કરનારા બધા વિચારો યોગરુપ છે. (૧૨૨)
सात्त्विकाहारबुद्धीनां सात्त्विककर्मणां तथा। सात्त्विकज्ञानभक्तीनां हेतुता स्वाऽऽत्मशुद्धये ॥१२३ ॥
પોતાના આત્માની શુદ્ધિ માટે સાત્ત્વિક આહાર અને બુદ્ધિ તથા સાત્ત્વિક કર્મો અને સાત્ત્વિક જ્ઞાન અને ભક્તિની હેતુતા જાણવી (૧૨૩)
आत्मशुद्धोपयोगेन सर्वं सम्यग्विमुक्तये। जायते कर्महेतूनां मध्येऽपि वासिनां ध्रुवम् ॥१२४ ॥
કર્મના હેતુઓની વચ્ચે વસનારાઓને પણ તે સર્વ આત્માના શુદ્ધોપયોગ વડે અવશ્ય સારી રીતે મુક્તિને માટે થાય છે. (૧૨૪)
वने निवासिनां दुःखं जायते ज्ञानमन्तरा । बाह्यतस्त्यागिनां मोहो भवेद्विज्ञानमन्तरा ॥ १२५ ॥
જ્ઞાન વિના વનમાં નિવાસ કરનારાઓને દુઃખ જ છે અને વિજ્ઞાન અર્થાત બ્રહ્મ જ્ઞાન વિના બહારથી જ દેખાતા ત્યાગીઓને તે સર્વ મોહનું જ કારણ છે. (૧૨૫).
ર૫
For Private And Personal Use Only
Page #40
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
इन्द्रस्थाने वने गेहे शुद्धोपयोगमन्तरा । आत्मानन्दो भवेन्नैव दुःखं सर्वत्र मोहतः ॥ १२६ ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વર્ગમાં, વનમાં કે ઘરમાં શુદ્ધોપયોગ વિના આત્માનો આનંદ હોતો જ નથી. મોહથી સર્વ સ્થળે દુઃખનું જ કારણ થાય છે. (૧૨૬)
चक्रिणां न सुखावाप्ति धनसत्तादिभोगतः । आत्मन्येव सुखं सत्यं नाऽन्यत्राऽस्ति जगत्त्रये ॥ १२७ ॥
ધન, સત્તા ઈત્યાદિના ભોગથી ચક્રવર્તીઓને સુખની પ્રાપ્તિ થતી નથી. સત્ય સુખ આત્મામાં જ છે, પણ ત્રણે જગતમાં બીજે ક્યાયં નથી. (૧૨૭)
आत्मानमन्तराऽन्यत्र मूढा भ्रमन्ति शर्मणे ।
पूर्णानन्दमयः स्वात्मा तत्राऽऽनन्दं प्रशोधय ॥ १२८ ॥
મૂઢ લોકો સુખ માટે આત્મા સિવાય બીજે ઠેકાણે ભમે છે. પોતાનો આત્મા પૂરેપૂરો આનંદમય છે. ત્યાં જ તું આનંદને શોધ. (૧૨૮)
देहेन्द्रियसुखभ्रान्त्या भोगेषु भ्रमणं भृशम् । केवलं दुःखभोगार्थं ज्ञात्वाऽऽत्मनि स्थिरो भव ॥१२९॥
દેહ અને ઈન્દ્રિયોનાં સુખની ભ્રાન્તિથી ભોગોમાં ખૂબ ભ્રમણ માત્ર દુઃખ ભોગવવા માટે થાય છે.-એમ જાણીને તું આત્મામાં સ્થિર થા. (૧૨૯)
भोगतृष्णोदधेः पारं यातः कोऽपि न यास्यति । ज्ञात्वा शुद्धोपयोगेन भोगबुद्धिं निवारय ॥ १३० ॥
ભોગ અને તૃષ્ણાના સમુદ્રનો પાર કોઈ પામ્યો નથી અને પામશે પણ નહી. - એમ જાણીને તું શુદ્ધોપયોગ વડે ભોગબુદ્ધિને દૂર કર. (૧૩૦)
૨૬
For Private And Personal Use Only
Page #41
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
सच्चिदानन्दपूर्णोऽयमात्मा स्वान्यप्रकाशकः । शुद्धोपयोगतो ज्ञाता कर्मनाशकरो भवेत् ॥ १३१ ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ આત્મા સચ્ચિદાનંદથી પૂર્ણ સ્વ-પર પ્રકાશક છે- એમ જાણનારો શુદ્ધોપયોગથી કર્મોનો નાશ કરનાર થાય છે. (૧૩૧)
औदयिकेषु भावेषु साक्षिसमो यदा भवेत् ।
आत्मा तदा स्वरूपस्य स्यादनुभववान् स्वयम् ॥ १३२ ॥ આત્મા જ્યારે ઔયિક ભાવોમાં સાક્ષી સમાન થાય છે, ત્યારે પોતાની મેળે સ્વસ્વરુપના અનુભવવાળો બને છે. (૧૩૨)
षड्द्रव्यात्मकलोकोऽस्ति द्रव्यरूपेण शाश्वतः । अनाद्यनन्तकालीनः पुरुषाकारसंस्थितः ॥ १३३॥
છ દ્રવ્યોવાળો લોક દ્રવ્યરુપે શાશ્વત છે. તે કાળથી અનાદિ અનંત छे भने पुरुषना खाडारे रहेलो छे (133)
पर्यायेण ह्यनित्यः स नित्यो द्रव्यस्वरूपतः । अनाद्यनन्तकालीनषड्द्रव्यात्मकसम्मतः ॥ १३४ ॥
તે લોક ખરેખર પર્યાયથી અનિત્ય અને દ્રવ્ય સ્વરુપથી નિત્ય છે. તે અનાદિ અનંત કાલીન છ દ્રવ્યોવાળો મનાયેલ છે. (૧૩૪)
आत्मद्रव्याणि सन्त्यत्र ह्यनन्तानि निबोधत । अनादिकर्मयुक्तानि ज्ञानेन कर्मणः क्षयः ॥ १३५ ॥
આ લોકમાં ખરેખર અનાદિ કર્મોથી યુક્ત એવા આત્મદ્રવ્યો અનંત छे. ज्ञानथी ऽर्मनो क्षय थाय छे, खेम भएगो (134)
२७
For Private And Personal Use Only
Page #42
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनादिकर्मयुक्तोऽपि मुक्तः स्यात् कर्मनाशतः । सुद्गुरुदेवधर्माणां श्रद्धया ज्ञानमुद्भवेत् ॥१३६ ॥
અનાદિ કર્મોથી યુક્ત હોવા છતાં પણ આત્મા કર્મોના નાશથી મુક્ત થાય છે. સુદેવ, સુગુરુ અને સુધર્મની શ્રદ્ધાથી સમ્યજ્ઞાન ઉત્પન્ન થાય છે. (૧૩૬)
देवे गुरौ च धर्मे च श्रद्धाभक्तिप्रतापतः ॥ सम्यग्दर्शनसंप्राप्तिर्भव्यानां जायते शुभा ॥१३७ ॥
દેવમાં, ગુરુમાં અને ધર્મમાં શ્રદ્ધા અને ભક્તિના પ્રતાપે ભવ્યજીવોને શુભ એવી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. (૧૩૭)
सम्यग्दर्शनसामर्थ्याच्चारित्रमोहनाशतः । आत्मा परात्मतां याति शुद्धज्ञानादिसद्गुणैः ॥१३८ ॥
સમ્યગ્દર્શનના સામર્થ્યથી ચારિત્ર મોહનો નાશ થતાં શુદ્ધજ્ઞાન વગેરે સગુણો વડે આત્મા જ પરમાત્મપણાને પ્રાપ્ત કરે છે. (૧૩૮)
आत्मा स्वान्यं यदा सम्यग् जानाति चेत्तदा स्वयम् । तिरोभूतगुणानां स आविर्भावं करोति वै ॥१३९ ॥
જ્યારે આત્મા સ્વ અને પરને બરાબર જાણે છે, ત્યારે તે સ્વયં ઢંકાયેલા ગુણોનો આવિર્ભાવ કરે જ છે. (૧૩૯)
तिरोभूतगुणानां यत् प्राकट्यं सर्वथा भवेत् । मोक्ष एव परिज्ञेय आत्मनि तत्त्ववेदिभिः ॥१४० ।।
આત્મામાં ઢંકાયેલા ગુણોનું જે સર્વથા પ્રાકટ્ય થાય, તેને તત્ત્વના જાણકારોએ મોક્ષ જાણવો. (૧૪૦)
૨૮
For Private And Personal Use Only
Page #43
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
शुद्धोपयोगतो मोक्ष आत्मन आत्मनि स्थितः । तज्ज्ञाता सिद्धिमाप्नोति शुद्धाऽऽत्मरसवेदवान् ॥१४१॥
આત્મામાં રહેલા શુદ્ધોપયોગથી આત્માનો મોક્ષ થાય છે. તે જાણનાર શુદ્ધાત્મરસના જ્ઞાનવાળો સિદ્ધિ પ્રાપ્ત કરે છે. (૧૪૧)
कामोदयस्य सङ्कल्पान् निरोधयति बोधतः । शब्दरूपरसस्पर्शान् नेच्छति सुखबुद्धितः ॥१४२॥
આત્મજ્ઞાની કામોદયના સંકલ્પોનો જ્ઞાનથી નિરોધ કરે છે અને તે શબ્દ, ૫, રસ અને સ્પર્શને સુખની બુદ્ધિથી ઈચ્છતો નથી. (૧૨)
सर्वोपाधिषु निःसङ्गः लोकसङ्गविवर्जितः। हृदि साक्षात्करोत्येव स्वात्मानं स्वात्मरङ्गवान् ।।१४३ ॥
લોકોના સંગને તજી દેનાર અને બધી ઉપાધિઓમાં નિઃ સંગ રહેનાર પોતાના આત્માની મસ્તીવાળો પોતાના આત્માને હૃયમાં સાક્ષાત્ કરે જ છે. (૧૪૩)
शुद्धात्मचित्तलग्नस्य योग्याहारविहारिणः । साक्षिभावोपयोगस्य हदि ब्रह्म प्रकाशते ॥१४४॥
શુદ્ધાત્મામાં જેનું ચિત્ત લાગેલું છે, એવા યોગ્ય આહાર - વિહારવાળા અને સાક્ષીભાવરુપ ઉપયોગવાળાના સ્ટયમાં બ્રહ્મ પ્રકાશ છે. (૧૪૪)
मनोवाक्कायगुप्तस्य पञ्चसमितिधारिण:। शुद्धाऽऽत्मप्रेममग्नस्य शुद्धब्रह्म प्रकाशते ॥१४५ ॥
મન-વચન અને કાયાની ગુપ્તિઓથી યુક્ત તથા પાંચ સમિતિઓને ધારણ કરનારા અને શુદ્ધાત્માના પ્રેમમાં મગ્ન રહેનારને શુદ્ધબ્રહ્મ પ્રકાશે છે. (૧૫)
૨૯
For Private And Personal Use Only
Page #44
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
कषायोत्पादकस्त्याज्यो नृणां सङ्गो विवेकिभिः । गीतार्थसद्गुरोः सङ्गः कर्तव्यो मोक्षकाङ्क्षिभिः ॥१४६॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મોક્ષની ઈચ્છાવાળા વિવેકી જનોએ કષાયોને ઉત્પન્ન કરનારો લોકોનો સંગ છોડવો જોઈએ અને ગીતાર્થ સદ્ગુરુનો સંગ કરવો જોઈએ. (૧૪૬)
शुद्धप्रेम दया सत्यं क्षमा निर्लोभता तथा । संयमश्च दमो दानमात्मानन्दोऽस्ति मुक्तये ॥ १४७ ॥
શુદ્ધ પ્રેમ, દયા, સત્ય, ક્ષમા, નિર્લોભતા તથા સંયમ, દમ, દાન અને આત્માનંદ મુક્તિને માટે થાય છે. (૧૪૭)
अविद्यामोहवृत्तीनां क्षयेण स्वात्मशुद्धता । आत्मनः पूर्णशुद्धिः सा मुक्तिरेव सतां मता ॥ १४८ ॥
અવિદ્યાથી જન્મેલી મોહવૃત્તિઓના ક્ષયથી પોતાના આત્માની શુદ્ધતા થાય છે. આત્માની પૂર્ણશુદ્ધિ, તે સત્પુરુષોએ મુક્તિ જ કહી છે. (૧૪૮)
विश्वेन सार्धमेकत्वमात्मनो ब्रह्मसत्तया । भावयन् व्यापको ह्यात्मा भवेद् बाह्यान्तरो विभुः ॥ १४९ ॥
બ્રહ્મ સત્તા વડે આત્માનું વિશ્વ સાથે એકત્વ ભાવતાં આત્મા ખરેખર બહા૨ અને અંદર વ્યાપક એવો વિભુ બને છે. (૧૪૯)
सर्वविषयकामेच्छामन्तरा सर्वदेहिनाम् ।
सार्धं शुद्धात्मनः प्रीत्या वर्तनं तत्तु मुक्तये ।। १५० ।।
બધા વિષયો અને કામની ઈચ્છા સિવાય સર્વ દેહધારીઓના શુદ્ધાત્માની સાથે પ્રેમથી વર્તવું, તે મુક્તિને માટે થાય છે. (૧૫૬)
૩૦
For Private And Personal Use Only
Page #45
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
रागद्वेषौ विना सर्वजीवैः सह प्रवर्तनम् । भवेच्छुद्धोपयोगेन मुक्तानां देहवर्तिनाम् ॥ १५१ ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેહમાં રહેલા મુક્તોનું અર્થાત્ જીવન્મુક્ત આત્માઓનું બધા જીવો સાથે રાગ – દ્વેષ વિના પ્રવર્તન શુદ્ધોપયોગથી જ થાય છે. (૧૫૧)
प्रारब्धकर्मभोगेऽपि साक्षीभूय प्रवर्तिनाम् । शुद्धोपयोगिनां मोहो नोद्भवेत् कर्मकारिणाम् ॥ १५२ ॥
પ્રારબ્ધ કર્મના ભોગમાં પણ સાક્ષી થઈને પ્રવર્તન કરનારા અને કર્મ કરનારા શુદ્ધોપયોગવાળાઓને ક્યારેય પણ મોહ ઉત્પન્ન થતો નથી. (૧૫૨)
कर्मविपाकरोधार्थं ज्ञानवैराग्यवीर्यतः । कृतप्रयत्ननैष्फल्यं प्रारब्धं कर्म तन्मतम् ॥ १५३ ।।
જ્ઞાન ગર્ભિત વૈરાગ્યની શક્તિથી અથવા જ્ઞાન, વૈરાગ્ય અને કર્મના વિપાકને વીર્યથી રોકવા માટે કરેલા પ્રયત્નોની નિષ્ફળતા, તે પ્રારબ્ધ કર્મ કહેવાય છે. (૧૫૩)
तद्भोगावलिकर्माऽस्ति सर्वोपायैर्न नश्यति ।
बद्धं निकाचितं कर्म ददाति स्वविपाकताम् ॥ १५४ ॥
જે બધા ઉપાયો કરવા છતાં નાશ ન પામે, તે ભોગાવલિ કર્મ છે. બાંધેલુ નિકાચિત કર્મ પોતાનું ફળ આપે જ છે. (૧૫૪)
ય:
प्राप्तकर्मविपाको यः शुभो वाऽप्यशुभो भवेत् । वेदयन्तं सुखं दुःखं ज्ञानी तत्र न मुह्यति ॥ १५५ ॥
ઉદયમાં આવેલા શુભ કર્મ અથવા અશુભ કર્મથી પ્રાપ્ત થયેલા સુખ અથવા દુ:ખને અનુભવતો જ્ઞાની મોહ પામતો નથી, મુંઝાતો નથી. (૧૫૫)
૩૧
For Private And Personal Use Only
Page #46
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ज्ञानानन्देन जीवन् सन् बद्धकर्मोदये सति । पुनः कर्म न बध्नाति शुद्धात्मसाम्यदर्शकः ॥ १५६ ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાનાનંદમાં જીવતો, સામ્યભાવમાં વર્તતો શુદ્ધાત્મા પ્રારબ્ધ કર્મને ભોગવતો છતા ફરીથી નવા કર્મને બાંધતો નથી. (૧૫૬)
जन्मनि मरणे ज्ञानी समभावेन वर्तयन् । ज्ञानाऽऽनन्दसमुल्लासादान्तरं जीवनं वहेत् ॥ १५७ ॥
જન્મમાં અને મરણમાં સમભાવથી વર્તતો જ્ઞાની જ્ઞાનાનંદના સમુલ્લાસથી આંતર જીવન વહન કરે છે. (૧૫૭)
घातिकर्मविनाशेन चाऽघातिकर्म वेदयन् । सयोगी केवलज्ञानी जीवन्मुक्तो भवेज्जिनः ॥ १५८ ॥
ઘાતિકર્મોના વિનાશથી અને અધાતિ કર્મોને વેદતાં સયોગી કેવળજ્ઞાની જિન જીવનમુક્ત થાય છે. (૧૫૮)
अघातिकर्म संभुज्य कृत्स्नकर्मक्षयात् प्रभुः । सिद्धो बुद्धो भवेन्मुक्तः शुद्धोऽरूपी निरज्जनः ॥१५९॥
પછી તે અઘાતિ કર્મોને ભોગવીને સંપૂર્ણ કર્મોના ક્ષયથી પ્રભુ, सिद्ध, बुद्ध, मुक्त, शुद्ध, अरुची अने निरं४न थाय छे. (१५८)
पूर्णोऽसंख्यप्रदेशाऽऽत्मा पूर्णज्ञानप्रकाशवान् । पूर्णानन्दमयो नित्यः सोऽहंध्येयो मुहुर्मुहुः ॥ १६० ॥
અસંખ્ય પ્રદેશોવાળો આત્મા પૂર્ણ, પૂર્ણજ્ઞાનના પ્રકાશવાળો, पूर्णानंदृमय, नित्य अने 'सोऽहं' मन्त्र' द्वारा वारंवार ध्यान उरवा योग्य छे. (१६०)
૩ર
For Private And Personal Use Only
Page #47
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
अनन्तवीर्य आत्माऽहमनन्तज्योतिषः प्रभुः । देहस्थोऽपि न देहोऽहं बहिरन्तः प्रकाशकः ॥ १६१ ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનંત વીર્યવાળો એવો હું અનંત જ્યોતિનો સ્વામી તેમજ બહાર અને અંદર પ્રકાશ કરનાર આત્મા છું. દેહમાં રહેલો હોવા છતાં હું દેહ નથી. (૧૯૬૧)
सर्वधर्मास्तु सद्रूपा आत्माऽऽधार प्रजीवकाः । ध्रौव्योत्पादव्ययीरूप आत्माऽहं द्रव्यपर्यवैः ॥ १६२ ॥
આત્માના આધારરુપ ઉત્કૃષ્ટ જીવનને કરનારા સર્વધર્મો તો સટ્રૂપ છે. દ્રવ્ય અને પર્યાયોથી હું ધ્રૌવ્ય, ઉત્પાદ અને વ્યયરુપ આત્મા છું. (૧૬૨)
पर्यायैः सदसद्रूपैः सर्वविश्वमयो विभुः ।
आत्माऽस्मि सत्तया चैको व्यष्टि समष्टिमान् स्वयम् ॥ १६३॥
સદ્ અને અસદ્રૂપ પર્યાયો વડે સર્વ વિશ્વમય વિભુ સત્તાથી એક એવો હું પોતે વ્યષ્ટિ અને સમષ્ટિવાળો આત્મા છું. (૧૬૩)
संसारिविश्वजीवानां संघो वै राट् प्रभुर्महान् । षड्द्रव्यात्मकलोकस्य जगत्त्वं च समष्टिता ॥ १६४ ॥
સંસારી સર્વ જીવોનો સંઘ જ રાજા તથા મહાન પ્રભુ છે અને છ દ્રવ્યવાળા લોકોનું જગતપણું તે સમષ્ટિતા છે. (૧૬૪)
आत्मैवाऽस्ति महाब्रह्मा केवलज्ञानतः स्वयम् । आत्मैवाऽस्ति महाविष्णुः शुद्धचारित्रयोगतः ॥ १६५ ॥
આત્મા પોતે જ કેવળજ્ઞાનથી મહા બ્રહ્મા છે. આત્મા પોતે જ શુદ્ધ ચારિત્રના યોગથી મહાવિષ્ણુ છે. (૧૬૫)
૩૩’
For Private And Personal Use Only
Page #48
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
शुद्धाऽऽत्मैव महादेवः कर्मसृष्टिविनाशनात् । आत्मैवाऽस्ति महारुद्रो मोहशत्रुविनाशनात् ॥१६६ ॥
શુદ્ધાત્મા જ કર્મ સૃષ્ટિનો વિનાશ કરવાથી મહાદેવ છે. આત્મા જ भोडशत्रुनो विना २थी महारुद्र छे. (१६६)
रागद्वेषहरादात्मा हरः क्षायिकलब्धिमान् । दुष्टमोहो हतो येन स आत्मा हरिरुच्यते ॥१६७ ॥
રાગ અને દ્વેષને હરવાથી ક્ષાયિક લબ્ધિવાળો આત્મા હર છે. દુષ્ટ भोड ४ो यो छे, ते मामा रिडेवाय छे. (१६७)
आत्मैव शङ्करः प्रोक्तः शुद्धशक्तिस्तु पार्वती। आत्माऽऽनन्दो वृषो ज्ञेयः स्वयंभूर्भगवान् हरः ॥१६८
આત્માને જ શંકર કહેલ છે. શુદ્ધશક્તિ તો પાર્વતી છે. આત્માનંદ वृषम पो. स्वयंभू भगवान ४२ छे. (१६८)
आत्मैव श्रीहरिर्बोद्धव्यो राधा तु शुद्धचेतना। राम आत्मैव सीताऽस्ति शुद्धवृत्तिश्चिदात्मिका ॥१६९॥
આત્મા જ શ્રીહરિ જાણવો અને શુદ્ધચેતના તો રાધા છે. આત્મા જ રામ અને ચિદાત્મિકા શુદ્ધવૃત્તિ સીતા છે. (૧૬૯)
अल्ला खुदाऽस्ति सद्ब्रह्म निराकारं निरञ्जनम् । करीम रहीम् चिदानन्दवीर्यात्मा सर्वशक्तिमान् ॥१७॥
નિરાકાર, નિરંજન, સબ્રહ્મ, અલ્લા, ખુદા અને સર્વશક્તિમાન ચિદાનંદવીર્યવાળો આત્મા જ કરીમ રહીમ છે. (૧૭૦)
३४
For Private And Personal Use Only
Page #49
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
आत्मनः शक्तयः सर्वा एव देव्यः सदाऽऽन्तराः । बाह्यतः प्रकृतेर्देव्यो सन्त्यौदयिकशक्तितः ॥१७१ ॥
આત્માની સર્વ શક્તિઓ જ સદા આંતરિક દેવીઓ છે. ઔદયિક શક્તિથી બાહ્યપણે પ્રકૃતિની દેવીઓ છે. (૧૭૧)
रजोगुणसमष्टयाऽस्ति बाह्यब्रह्मांऽगिनां गणः । बाह्यो हरोऽस्ति जीवानां संघस्तमःसमष्टितः ॥१७२ ॥
રજોગુણની સમષ્ટિથી જીવોનો સમૂહ બાહ્ય બ્રહ્મ છે. તમો ગુણની સમષ્ટિથી જીવોનો સંઘ બાહ્ય હર છે. (૧૭૨)
सर्वसात्त्विकजीवानां संघो विष्णुर्हि बाह्यतः । सर्वविश्वस्थजीवानां त्रिदेवत्वं हि कल्पनात् ॥१७३ ॥
ખરેખર બધા સાત્ત્વિક જીવોનો સંઘ બાહ્ય રીતે વિષ્ણુ છે. આમ ખરેખર આખા વિશ્વમાં રહેલા જીવોનું ત્રિદેવત્વ કલ્પનાથી છે. (૧૭૩)
बौद्धा बुद्धमिति प्राहुः शिवं शैवाश्च वैष्णवाः ॥ हरिं प्राहुस्तथा राममात्मानं भिन्नलक्षणैः ॥१७४ ॥
આત્માને ભિન્ન લક્ષણો વડે બૌદ્ધો “બુદ્ધ કહે છે. શૈવો “શિવ અને વૈષ્ણવો “હરિ' તથા “રામ' કહે છે. (૧૭૪)
आत्मना ज्ञायते देवो ह्यसंख्यनामपर्यवैः । अन्यः कोऽपिन जानाति स्वाऽऽत्मानमन्तरा प्रभुम् ॥१७॥
ખરેખર અસંખ્ય નામો અને પર્યાયોથી આત્મા વડે દેવ જણાય છે. પોતાના આત્મા સિવાય બીજો કોઈ પણ પ્રભુને જાણી શકતો નથી. (૧૭૫)
૩૫
For Private And Personal Use Only
Page #50
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सत्याऽऽत्मनि जगत्सर्वं भासते नाऽन्यथा कदा | यज्ज्ञानं तन्निजाऽऽत्मैव ज्ञानाऽऽत्मा भाषितः श्रुते ॥ १७६ ॥
જ્યારે આત્મા હોય, ત્યારે આખું જગત ભાસે છે, અન્યથા કોઈ સમયે નહીં. જે જ્ઞાન છે, તે પોતાનો આત્મા જ છે, માટે શ્રુતમાં તેને જ્ઞાનાત્મા કહ્યો છે. (૧૭૬)
दर्शनज्ञानचारित्रमनन्तशक्तिसंयुतम् ।
देहस्थं नित्यमाऽऽत्मानं मूढा जानन्ति नो स्वयम् ॥ १७७॥
દર્શન, જ્ઞાન અને ચારિત્રવાળા તથા અનંત શક્તિથી સંયુક્ત, દેહમાં રહેલા નિત્ય એવા આત્માને મૂઢ લોકો સ્વયં જાણતા નથી. (૧૭૭)
स्वाऽन्य प्रकाशकं ज्ञानं प्रत्यक्षं वेद्यते हृदि । तद्विज्ञानमयः स्वाऽऽत्मा स्वेनाऽनुभूयते स्वयम् ॥१७८॥
સ્વ અને પરને પ્રકાશિત કરનારું જ્ઞાન હૃદયમાં પ્રત્યક્ષ વેદાય છે. તેથી વિજ્ઞાનમય પોતાનો આત્મા જ સ્વયં પોતાના વડે અનુભવાય છે. (૧૭૮)
नयभङ्गप्रमाणैश्च यदाऽऽत्मा ज्ञायते हृदि ।
तदा प्रकाशते ज्ञानं सम्यक्छ्रद्धानपूर्वकम् ॥ १७९ ॥
જ્યારે નય, ભંગ અને પ્રમાણો વડે આત્મા હૃદયમાં જણાય છે, ત્યારે સમ્યગ્દર્શન પૂર્વક જ્ઞાન પ્રકાશે છે. (૧૭૯)
सर्वधर्मादिशास्त्राणां नयैः सापेक्षवेदिनाम् । सम्यग्दृष्टिमनुष्याणां ज्ञानं सम्यक्तया भवेत् ॥ १८० ॥
સર્વ ધર્મો વગેરેના શાસ્ત્રોને નયોથી સાપેક્ષ રીતે જાણનારા સમ્યગ્દષ્ટિ મનુષ્યોને સમ્યક્ષણાથી જ્ઞાન પ્રાપ્ત થાય છે. (૧૮૦)
૩૬
For Private And Personal Use Only
Page #51
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सम्यग्दृष्टिजुषां सर्वं मिथ्याशास्त्रमपि स्वतः । सम्यज्ज्ञानतया भाति सम्यग्दृष्टि प्रतापतः ॥१८१ ।।
સમ્યગ્દષ્ટિવાળાઓને બધાં મિથ્યાશાસ્ત્રો પણ સમ્યગ્દષ્ટિના પ્રતાપે આપોઆપ સમ્યજ્ઞાનરુપ જણાય છે. (૧૮૧)
मिथ्यादृष्टिजुषां सम्यक्छास्त्रं त_पि मोहतः । मिथ्यारूपतया भाति मिथ्यादृष्टिप्रतापतः ॥१८२॥
મિથ્યાદષ્ટિવાળાઓને સમ્યકુશાસ્ત્ર પણ મિથ્યાષ્ટિના પ્રતાપે અજ્ઞાનને લીધે મિથ્યાત્વરુપ ભાસે છે. (૧૨)
देहादिवासनां मिथ्याशास्त्रादिमोहवासनाम् । त्यजन्ति ज्ञानिनश्चैवं दर्शनमोहवासनाम् ॥१८३ ।।
આ રીતે વિચારીને જ્ઞાનીઓ દેહ વગેરેની વાસનાને, મિથ્યાશાસ્ત્ર આદિથી ઉત્પન્ન થયેલી મોહવાસનાને અને દર્શનમોહની વાસનાને છોડી દે છે. (૧૮૩)
सात्त्विकज्ञानचारित्रगुणेभ्य आत्मसद्गुणाः । भिन्ना आत्मविशुद्ध्यर्थं हेतुभूताश्च धर्मिणाम् ॥१८४ ॥
ધર્મિષ્ઠોના આત્માની વિશુદ્ધિ માટે હેતુભૂત આત્મસગુણો સાત્ત્વિક જ્ઞાન અને ચારિત્રરુપ ગુણોથી ભિન્ન છે. (૧૮૪).
ज्ञानदर्शनचारित्रवीर्याद्या आत्मसद्गुणाः । भक्तिदानदयाद्यायेज्ञातव्याःसात्विका गुणाः ॥१८५॥
જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય ઈત્યાદિ આત્માના સદ્ગુણો છે અને જે ભક્તિ, દાન, દયા આદિ છે, તે સાત્વિક ગુણો જાણવા. (૧૮૫)
For Private And Personal Use Only
Page #52
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सात्त्विकाचारधर्मेषु सात्त्विक सद्गुणेष्वपि । आत्मबुद्धिं न संध्याज्ज्ञानी शुद्धोपयोगवान् ॥१८६ ॥
શુદ્ધોપયોગવાળા જ્ઞાનીએ સાત્ત્વિક આચારયુક્ત ધર્મોમાં તેમજ સાત્ત્વિક સદ્ગણોમાં પણ આત્મબુદ્ધિ ધારણ કરવી ન જોઈએ. (૧૮૬)
सत्त्वरजस्तमोवृत्त्या भिन्न आत्माऽस्ति वस्तुतः । ज्ञात्वैवमाऽऽत्मनः शुद्धिं कुर्वन्ति [पयोगिनः ॥१८७॥
સત્ત્વ, રજસ તથા તમોવૃત્તિથી આત્મા વસ્તુતઃ ભિન્ન છે – એમ જાણીને ખરેખર શુદ્ધ સ્વાત્મામાં જ ઉપયોગવાળા આત્માની શુદ્ધિ કરે છે. (૧૮૭)
गीतार्थगुरुनिश्रां ये कृत्वा ब्रह्मोपयोगिनः । स्वाधिकारेण वर्तन्ते स्युर्मुकताः स्वभावतः ॥१८८ ॥
ગીતાર્થ ગુરુની નિશ્રા ધારણ કરીને બ્રહ્મમાં ઉપયોગવાળા જેઓ પોતાના અધિકાર પ્રમાણે વર્તે છે, તેઓ સ્વભાવથી મુક્ત છે. (૧૮૮)
स्वाऽऽत्मायत्तं मनः कृत्वा शुद्धाऽऽत्मानं स्मर स्वयम् । आत्मन्येव स्थिरीभूय शुद्धब्रह्म भविष्यसि ॥१८९॥
મનને સ્વાત્માધીન કરીને તું સ્વયં શુદ્ધાત્માનું સ્મરણ કર, જેથી આત્મામાં જ સ્થિર થઈને તું શુદ્ધબ્રહ્મ થઈશ. (૧૮૯)
सतां सङ्गं तु मा मुञ्च व्यक्तशुद्धोपयोगिनाम् । सतां सङ्गात् प्रभुळक्तो दीपाद्दीपो भवेद्यथा ॥१९० ।।
તું પ્રકટ શુદ્ધોપયોગવાળા સપુરુષોના સંગને તો છોડતો નહીં, કારણ કે જેમ દીપકથી દીપક પ્રગટે છે, તેમ સત્પષોના સંગથી પ્રભુ વ્યક્ત થાય છે. (૧૯૦)
૩૮
For Private And Personal Use Only
Page #53
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
एकं क्षणं भवेत् प्रीत्या यदा चेत् साधुसङ्गतिः । अनन्तभवपापानि नश्यन्ति ब्रह्मबोधतः ॥ १९१ ॥
જયારે પ્રીતિથી સાધુની સંગતિ જો એક ક્ષણ પણ થાય, તો બ્રહ્મબોધથી અનંત ભવોનાં પાપો નાશ પામે છે. (૧૯૧).
सतां सङ्गः सदा कार्यः सन्तः सेव्या विवेकतः । सेवा कार्या सतां प्रीत्या तेभ्य आत्मा प्रकाशते ॥१९२।।
સપુરુષોનો સંગ સદા કરવો જોઈએ. વિવેકથી સંતોને સેવવા જોઈએ. પ્રીતિપૂર્વક સપુરુષોની સેવા કરવી જોઈએ, કારણ કે તેઓથી આત્મા પ્રકાશે છે. (૧૨)
साधवो बहुधा सन्ति नानाऽऽचारविचारिणः । तेषां सङ्गो विवेकेन कर्तव्य आत्मशुद्धये ॥१९३ ॥ | વિવિધ પ્રકારના આચાર અને વિચારવાળા સાધુઓ અનેક પ્રકારના હોય છે. આત્માની શુદ્ધિને માટે વિવેકથી તેઓનો સંગ કરવો જોઈએ. (૧૯૩)
सुखं भोगेषु नो किञ्चित् स्वात्माऽस्ति सुखसागरः । स्वाऽऽत्मन्येव स्थिरीभूय सुखास्वादं करिष्यसि ॥१९४ ।।
ભોગોમાં સહેજ પણ સુખ નથી. પોતાનો આત્મા જ સુખનો સાગર છે. પોતાના આત્મામાં જ સ્થિર થઈને તું સુખનો આસ્વાદ કરીશ. (૧૯૪)
सर्वदर्शनशास्त्रेभ्यः सत्यं गृहाण बुद्धितः । गृहाण सत्यं धर्मेभ्यो निन्दा मा कुरु धर्मिणाम् ॥१९५ ॥
તું સર્વ દર્શન શાસ્ત્રોમાંથી બુદ્ધિ પૂર્વક સત્યને ગ્રહણ કર. બધા ધર્મોમાંથી પણ સત્યને ગ્રહણ કર અને ધર્મીઓની નિંદા કર મા. (૧૯૫)
૩૯
For Private And Personal Use Only
Page #54
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
आत्मोपयोगतो जीव मा जीव मोहवृत्तितः। सुखाद्यर्थं जेडषु त्वं ग्राह्यत्याज्यमति त्यज ॥१९६ ॥
આત્મોપયોગથી જીવન જીવ. મોહવૃત્તિથી ન જીવ. સુખ વગેરે માટે તું જડ પદાર્થોમાં ગ્રાહ્ય અને ત્યાજ્યની બુદ્ધિને છોડી દે. (૧૯૬)
जीवनं स्वाऽऽत्मभावेन मृत्युर्हि मोहभावतः। मोहमृत्यु परित्यज्य नित्यं जीव निजाऽऽत्मनि ॥१९७॥
ખરેખર પોતાના આત્મભાવથી જીવન છે અને મોહભાવથી જ મૃત્યુ પ્રાપ્ત થાય છે. માટે મોહમયે મૃત્યુનો પરિત્યાગ કરીને હમેશાં પોતાના આત્મામાં રહીને જ જવું. (૧૯૭).
मोहभ्रान्त्या चिदाऽऽत्मानं स्वाऽऽत्मानं नैव विस्मर। स्वयं स्वाऽऽत्मनि विज्ञाय स्वस्य स्मर्ता स्वयं भव ॥१९८॥
મોહથી ઉત્પન્ન થયેલી ભ્રાંતિ વડે ચિદાત્મા એવા પોતાના આત્માને જ ભૂલ મા. પોતાના આત્મામાં પોતાને જાણીને તું પોતે પોતાનું સ્મરણ કરનાર થા. (૧૯૮).
शुद्धोपयोगतो जाग्रद् भव त्वं हि प्रतिक्षणम् । ज्ञाते सर्वजडे किं स्यादात्मानं विद्धि बुद्धितः॥१९९ ॥
તું ખરેખર પ્રતિક્ષણ શુદ્ધોપયોગથી જાગ્રત થા. બધા જડ પદાર્થોને જાણવાથી શું થાય? તું બુદ્ધિથી આત્માને જાણ. (૧૯૯).
ग्राह्यत्याज्यमनोवृत्तिर्यावन्मोहात् प्रवर्तते । तावदात्मनि चाञ्चल्यं पूर्णस्थैर्यं न जायते ॥२०० ॥
જ્યાં સુધી મોહથી ગ્રહણ કરવાની અને ત્યાગ કરવાની મનોવૃત્તિ પ્રવર્તે છે, ત્યાં સુધી આત્મામાં ચંચલતા રહે છે અને પૂર્ણ સ્થિરતા થતી નથી. (૨૦૦)
૪૦ For Private And Personal Use Only
Page #55
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ग्राह्यत्याज्यप्रवृत्तिस्तु यदा प्रारब्धकर्मतः। स्यात्तदा स्वात्मनो मुक्तिीवन्मुक्तमहात्मनाम्॥२०१॥
જ્યારે ગ્રહણ કરવાની કે ત્યાગ કરવાની પ્રવૃત્તિ તો પ્રારબ્ધકર્મથી થાય, ત્યારે જીવનમુક્ત મહાત્માઓને પોતાના આત્માની મુક્તિ થાય છે. (૨૦૦૧)
प्रारब्धादन्तरा मोहं शाताशाताप्रवृत्तयः । सुखं दुःखं च जायेत योग्यकर्मव्यवस्थितिः ॥२०२॥
પ્રારબ્ધ વિના મોહ, શાતા અને અશાતાની પ્રવૃત્તિઓ તેમ જ સુખ અને દુઃખ ઉત્પન્ન થાય છે, કારણકે તેને યોગ્ય કર્મની વ્યવસ્થા છે. (૨૦૨)
समीभूय प्रवर्तस्व प्रारब्धसर्वकर्मसु । शुद्धोपयोगतः साक्षीभूय कर्म समाचार ॥२०३ ॥
પ્રારબ્ધ સર્વ કર્મોમાં તું સમભાવવાળો થઈને પ્રવૃત્તિ કર અને શુદ્ધોપયોગથી સાક્ષી બનીને કર્મ કર. (૨૦૩)
कोटिकोटिमहोपायैर्भोगात् सुखं न लप्स्यसे । आत्मन्येव सुखं पूर्ण ज्ञात्वा तत्र स्थिरो भव ॥२०४॥
કરોડો કરોડો મહાન ઉપાયો વડે પણ ભોગથી સુખ પ્રાપ્ત થશે નહીં. આત્મામાં જ પૂર્ણ સુખ છે – એમ જાણીને તું આત્મામાં સ્થિર થા. (૨૦૪)
क्षायोपशमिक प्रज्ञाध्यानचारित्रयोगतः। अनुभूतं परब्रह्म ज्ञानानन्दं मया मयि ॥२०५॥
ક્ષાયોપથમિક પ્રજ્ઞા, ધ્યાન અને ચારિત્રના યોગથી મારા વડે મારામાં જ્ઞાનાનંદરુપ પરબ્રહ્મ અનુભવાયેલ છે. (૨૦૫)
૪૧
For Private And Personal Use Only
Page #56
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
निजाऽऽत्मैव परब्रह्म विज्ञाय स्वात्मसंस्थितः । शुद्धोपयोगतः सत्यां भावय ब्रह्मभावनाम् ॥ २०६ ॥
પોતાનો આત્મા જ પરબ્રહ્મ છે - એમ જાણીને પોતાના આત્મામાં રહેલો એવો તું શુદ્ધોપયોગથી સાચી બ્રહ્મભાવના ભાવ. (૨૦૬)
Acharya Shri Kailassagarsuri Gyanmandir
स्थिरदीपकवद्ध्यानमात्मनः स्याद्यदा तदा । आत्मा प्रकाशते साक्षात् स्वस्मिन् स्वानुभवः स्वतः ॥२०७॥ જ્યારે સ્થિર દીપક જેવું આત્માનું ધ્યાન થાય, ત્યારે આત્મા સાક્ષાત્ પ્રકાશે છે અને પોતાનામાં પોતાની મેળે પોતાનો અનુભવ થાય છે. (૨૦૭)
बाह्यतः कर्म कुर्वन् सन्नात्मानं हृदि चिन्तय । स्वयं स्वस्मिन् परिणामी भव शुद्धात्मभावतः ॥२०८॥ બહારથી કર્મ કરતો છતાં તું હ્દયમાં આત્માનું ચિન્તન કર તથા શુદ્ધ આત્મભાવથી પોતે પોતામાં પરિણમનાર થા. (૨૦૮)
बाह्यदृश्येषु नैवाऽस्ति किञ्चिदपि निजात्मनः । अतो बाह्येषु नो कुर्या मत्तद्वृत्तिं तु मोहतः ॥ २०९ ॥
બાહ્ય દશ્ય પદાર્થોમાં પોતાના આત્માનું કાંઈ પણ નથી, તેથી તું મોહથી ‘મારું, તારૂં’ એવી વૃત્તિ બાહ્ય પદાર્થોમાં ન કર. (૨૦૯)
जडपदार्थविज्ञानं कृत्वा स्वात्मोपयोगिनीम् । प्रवृत्तिमाचर त्वं तामात्मप्रगतिहेतवे ॥ २१० ॥
જડ પદાર્થોનું વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત કરીને પોતાના આત્માને ઉપયોગી એવી તે પ્રવૃત્તિનું તું આત્માની પ્રગતિ માટે આચરણ કર. (૨૧૦)
૪૨
For Private And Personal Use Only
Page #57
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
प्रतिबन्धो न सर्वत्र सर्वकर्मसु धर्मिणाम्। प्रवृत्तिषु निषेधेषु निर्बन्धाः साधवः सदा ॥ २११ ॥
ધર્મીઓને બધાં કર્મોમાં દરેક સ્થળે પ્રતિબંધ નથી. પ્રવૃત્તિઓમાં અને નિવૃત્તિઓમાં સાધુઓ હંમેશાં બંધન વગરના હોય છે. (૨૧૧)
शुद्धोपयोगतः सन्तो मुक्ता धार्मिकबन्धनैः । तथापि बन्धनाचारैर्वर्तन्ते ते यथातथम् ॥२१२ ॥
શુદ્ધોપયોગને લીધે સપુરુષો ધાર્મિક બંધનોથી મુક્ત હોય છે, તો પણ તેઓ યથા યોગ્ય બંધનના આચારો વડે વર્તે છે. (૧૨)
व्रताचारेषु नैयत्यं नो गुणानां निजात्मनः । वेषव्रतक्रियायैस्तु भिन्ना आत्मगुणाः सदा ॥ २१३ ॥
વ્રતાચારોમાં પોતાના આત્માના ગુણોનું ચોક્કસપણું નથી. વેપ, વ્રત, ક્રિયા વગેરેથી આત્માના ગુણો સદા ભિન્ન છે. (૧૩)
एकान्तेन निमित्तत्त्वं नैव वेषक्रियादिषु । आत्मनः शुद्धये ज्ञेयाश्चैकान्तात् सात्त्विका गुणाः ॥२१४॥
વેષ, ક્રિયા વગેરેમાં એકાત્તથી નિમિત્તપણું નથી જ. સાત્ત્વિક ગુણો એકાન્તથી આત્માની શુદ્ધિ માટે જાણવા. (ર૧૪)
सर्वनिमित्तहेतूनां निमित्तत्वमपेक्षया । सम्यग्दृशां भवत्येव द्रव्यं भावस्य कारणम् ॥ २१५ ।।
સર્વ નિમિત્ત હેતુઓનું નિમિત્તપણે અપેક્ષાએ છે. સમ્યગ્દષ્ટિઓને દ્રવ્ય ભાવનું કારણ બને જ છે. (૨૧૫)
४३
For Private And Personal Use Only
Page #58
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
शुद्धोपयोगिनां नृणां सर्वनिमित्त हेतवः । ग्राह्यास्त्याज्याश्च सापेक्षोपयोगत्वविवेकतः ॥२१६ ॥
શુદ્ધોપયોગવાળા મનુષ્યોને બધા નિમિત્ત હેતુઓ સાપેક્ષ ઉપયોગ પણાના વિવેકથી ગ્રાહ્ય અને ત્યાજ્ય થાય છે. (૨૧૬)
ग्राह्यास्तेऽपि च हेयाः स्युहेयाः स्युाह्यरूपिणः । देशकालदशाद्यैश्च निमित्तानां च हेतुता ॥२१७॥
ગ્રાહ્ય હોય તે પણ હય રૂપ થાય છે અને હેય હોય તે ગ્રાહ્યરુપ થાય છે. દેશ, કાલ, દશા વગેરેથી નિમિત્તોનું હેતુપણું નક્કી થાય છે. (૨૧૭)
अतः स्याद्वादबोधेन धर्मकर्मप्रवृत्तिषु । शुद्धोपयोगिनो लोका वर्तन्ते च यथातथम् ॥ २१८ ॥
તેથી શુદ્ધોપયોગવાળા લોકો સ્યાદ્વાદના જ્ઞાનથી યોગ્ય રીતે ધર્મકાર્યમાં વર્તે છે. (૨૧૮)
शुद्धप्रेमदयादानभक्तिसेवाप्रवृत्तिभिः । सात्त्विकैः सद्गुणैः सन्तो वर्तन्ते च यथातथम् ॥२१९॥
શુદ્ધ પ્રેમ, દયા, દાન, ભક્તિ તથા સેવાની પ્રવૃત્તિઓથી અને સાત્ત્વિક સગુણો વડે પુરુષો જેમ યોગ્ય હોય તેમ વર્તે છે. (૨૧૯)
असंख्यातनिमित्तानां हेतुता स्वोपयोगिनाम् । एकैक योगतो जीवा अनन्ता मुक्तिसंश्रिताः ॥ २२० ॥
પોતાના આત્મામાં ઉપયોગવાળાઓને અસંખ્યાત નિમિત્તોનું હેતુપણું હોય છે. એક એક યોગથી અનંતા જીવો મુક્તિ પામ્યા છે. (૨૨)
४४
For Private And Personal Use Only
Page #59
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
शुद्धोपयोगिनां सर्वं विश्वमात्मविशुद्धये । अस्त्रवा अपि मुक्यर्थं परिणमन्ति भावतः ॥ २२१ ॥
શુદ્ધોપયોગવાળાઓને આખું વિશ્વ આત્માની વિશુદ્ધિને માટે થાય છે. તેઓને આગ્નવો પણ ભાવથી મુક્તિને માટે પરિણમે છે. (૨૨૧)
उत्तरोत्तरहेतूनां हेयोपादेयता भवेत् । नृणां नानाप्रभेदत्वं हेतूनां च परस्परम् ॥ २२२ ॥
મનુષ્યોના અને હેતુઓના પરસ્પર વિવિધ પ્રકારો હોવાથી ઉત્તરોત્તર હેતુઓની હેયતા તેમજ ઉપાદેયતા થાય છે. (૨૨૨)
शुद्धोपयोगिनां यत्तत् कर्तुं युज्येत वा न तद् । अयोग्यं यच्च योग्यं तज्जानन्ति ते विवेकतः ॥२२३ ॥
શુદ્ધોપયોગવાળાઓને જે કરવું ઘટે છે કે નહીં તે અને જે અયોગ્ય કે યોગ્ય છે, તે તેઓ વિવેકથી જાણે છે. (૨૨૩)
शुद्धोपयोगिनां सर्वं स्वान्योपकृतिहेतवे। स्वल्पदोषमहाधर्महेतवे च यथातथम् ॥२२४ ॥
શુદ્ધોપયોગવાળાઓનું બધું સ્વ-પરના ઉપકારને માટે હોય છે અને તે સાચી રીતે સ્વલ્પ દોષ અને મહાધર્મને માટે થાય છે. (૨૨૪)
ज्ञानानन्दमयं पूर्णमात्मानं हदि चिन्तय । स्वाभाविकविवेकस्तु ततः संजायते स्वयम् ॥ २२५ ॥
જ્ઞાનાનંદથી યુક્ત એવા પૂર્ણ આત્માનું તું દ્ધયમાં ચિંતન કર. ત્યારપછી સ્વાભાવિક વિવેક તો આપોઆપ ઉત્પન્ન થાય છે. (૨૨૫)
૪૫.
For Private And Personal Use Only
Page #60
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
भावनाया: प्रवाहस्य सन्तत्या बलमात्मनः । प्रादुर्भवति नूनं तत्पूर्णमैश्वर्यकारकम् ॥ २२६ ॥
ભાવનાના પ્રવાહની સંતતિથી આત્માનું બળ પ્રગટે છે. તે ખરેખર पू[ भैश्चय ४४२४ छ. (२२६)
औपशमिकभावेन क्षायोपशमिकत्वतः । क्षायिकभावसंजन्या ज्ञानाद्या आत्मनो गुणाः ॥२२७॥
ઔપથમિકભાવથી, ક્ષાયોપથમિકપણાથી અને ક્ષાયિકભાવથી ઉત્પન્ન થયેલા જ્ઞાન વગેરે આત્માના ગુણો છે. (૨૨૭)
क्षायोपशमिकत्वेन सात्त्विकाश्चाऽऽत्मसद्गुणाः । .. प्रादुर्भवन्ति गीतार्था जानन्ति सूत्रबोधतः ।। २२८ ॥
લાયોપથમિકપણાથી સાત્ત્વિક એવા આત્મસગુણો પ્રગટે છે. तार्थो ते गुयाने सूत्रोना नथी से छे. (२२८)
क्षयोपशमभावीयज्ञानानन्दादिसद्गुणाः । आत्मन्येव समुद्भूता अनुभूताश्च सात्त्विकाः ॥ २२९ ॥
આત્મામાં જ ઉત્પન્ન થયેલા અને સાત્ત્વિક એવા ક્ષયોપશમભાવના જ્ઞાનાનંદ વગેરે સગુણો મારા વડે અનુભવાયા છે. (૨૨)
क्षयोपशमभावस्य स्थिरत्वं न सदा भवेत् । क्षायिकभावमासाद्य स्थिरा आत्मगुणाः सदा ॥२३० ॥
ક્ષયોપશમભાવની સ્થિરતા સદા હોતી નથી, ક્ષાયિકભાવને પ્રાપ્ત કરીને આત્માના ગુણો સદા સ્થિર રહે છે. (૨૩૦)
४६
For Private And Personal Use Only
Page #61
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
मया क्षायिकभावेन प्राप्ता नो स्वात्मसद्गुणाः । अनुभवोऽद्यपर्यन्तमेवं शास्त्रादितस्तथा ।। २३१ ॥
મારા વડેક્ષાવિકભાવથી પોતાના આત્માના સદ્ગુણો પ્રાપ્ત કરાયા નથી. આજ સુધી અનુભવ એવો છે અને શાસ્ત્ર વગેરેથી પણ તેમ જ છે. (૨૩૧)
तथापि स्वात्मशुद्ध्यर्थं क्षयोपशमभावतः । ज्ञानसंयमयोगानामभ्यासः क्रियतेऽधुना ॥ २३२॥
તો પણ પોતાના આત્માની શુદ્ધિને માટે ક્ષયોપશમભાવથી જ્ઞાન અને સંયમના યોગોનો અભ્યાસ હમણાં મારા વડે કરાય છે. (૨૩૨)
शुद्धात्मरमणाभ्यासाज्ज्ञानध्यानोपयोगतः। . क्षायिककेवलज्ञानं प्राप्स्येऽहं भावि जन्मनि ॥२३३ ॥
શુદ્ધાત્મામાં રમણ કરવાના અભ્યાસથી તથા જ્ઞાન અને ધ્યાનમાં ઉપયોગ રાખવાથી ભાવિ જન્મમાં હું ક્ષાયિક કેવલજ્ઞાન પ્રાપ્ત કરીશ. (૨૩૩)
क्षयोपशमजन्या ये गुणास्ते क्षायिकान्प्रति । आन्तरा हेतवो नूनं वीर्योत्साहप्रवाहत : ॥२३४ ॥
જે ગુણો ક્ષયોપયોગથી ઉત્પન્ન થયેલા છે, તે ખરેખર વીર્ય અને ઉત્સાહના પ્રવાહથી ક્ષાયિક ગુણો પ્રત્યે આંતરિક હેતુઓ છે. (૨૩૪)
क्षयोपशम भावस्य स्युर्ये निमित्तहेतवः । आलम्ब्या हेतवस्तेभ्यो जायन्ते स्वात्मसद्गुणाः ॥२३५॥
ક્ષયોપશમભાવના જે નિમિત્ત હેતુઓ અર્થાત્ કારણો છે, તે હેતુઓ આલંબન લેવા યોગ્ય છે. તેનાથી પોતાના આત્માના સગુણો પ્રગટ થાય છે. (૨૩૫)
४७
For Private And Personal Use Only
Page #62
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
शुद्धात्मजीवनं लक्ष्यं कृत्वा जीवन्ति पुद्गलैः। आत्मजीवनलाभार्थं जीवन्ति ते वपुःस्थिताः ॥२३६ ॥
જેઓ શુદ્ધાત્મ જીવનને લક્ષ્ય કરીને પુગલો વડે જીવે છે, તેઓ શરીરમાં રહેલા હોવા છતાં પણ આત્મ જીવનના લાભને માટે જીવે છે. (૨૩૬)
शुद्धाऽऽत्मजीवनं लक्ष्यं नाऽस्ति येषां हृदि स्फुटम् । जीवन्तोऽपि न जीवन्ति पुद्गलैानमन्तरा ॥२३७ ॥
જેઓનાં Æયમાં શુદ્ધાત્મ જીવનનું સ્પષ્ટ લક્ષ્ય નથી, તેઓ જ્ઞાન વિના પુદ્ગલો વડે જીવતાં હોવા છતાં પણ જીવતાં નથી. (૨૩૭)
जीवन्तोऽपि मृतास्ते स्युर्ब्रह्मजीवनमन्तरा । शुद्धात्मप्रेमबोधाद्यैः प्राणनाशेऽपि जीविनः ॥ २३८ ॥
બ્રહ્મમય જીવન વિના તેઓ જીવતાં હોવા છતાં પણ મરેલાં છે, અને બ્રહ્મમય જીવનવાળા પ્રાણોનો નાશ થવા છતાં પણ શુદ્ધાત્માનાં પ્રેમ, જ્ઞાન વગેરેથી જીવનારા છે. (૨૩૮)
सङ्कीर्णदृष्टिमन्तो ये देशकालाधुपाधिभिः । परब्रह्म न संयान्ति जडव्यामोहधारकाः ॥२३९ ॥
જેઓ દેશ, કાલ ઈત્યાદિની ઉપાધિઓથી સંકીર્ણ દૃષ્ટિવાળા છે અને જડની આસક્તિને ધારણ કરનારા છે, તેઓ પરબ્રહ્મને પ્રાપ્ત કરતા નથી. (૨૩૯)
मत्तबुद्धिं विना सन्तो मत्तद्भावोपचारिणः । व्यवहारात्प्रवर्तन्ते यथायोग्यस्वकर्मसु ॥२४० ॥
મારું અને તારૂં' - એવી બુદ્ધિ વિના મારું અને તારૂં' - એવા ભાવનો ઉપચાર કરનારા સત્પરુષો યથા યોગ્ય રીતે પોતાનાં કાર્યોમાં પ્રવર્તે છે. (૨૪૦)
४८
For Private And Personal Use Only
Page #63
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
कषायाणां निमित्तेभ्यो येषां मोहो न जायते । तेषां मोहनिमित्तानां सङ्गेऽपि नैव दोषता ॥२४१॥
કષાયોનાં નિમિત્તોથી જેઓને મોહ થતો નથી, તેઓને મોહનાં નિમિત્તોનો સંગ હોવા છતાં પણ દોષપણું હોતું જ નથી. (૨૪૧)
मोहनिमित्तसंस्थोऽपि निर्मोही चोपयोगतः। ईदृज्ज्ञानी भवेन्मुक्तो भोग्यपि भोगवर्जितः ॥२४२॥
મોહનાં નિમિત્તોની વચ્ચે રહેલો હોવા છતાં પણ જે આત્માના ઉપયોગથી નિર્મોહી છે, તે ભોગી હોવા છતાં પણ ભોગવતિ છે અને આવો જ્ઞાની મુક્ત થાય છે. (૨૪૨)
स्थूलभद्रादिकल्पानामात्मशुद्धोपयोगिनाम् । सर्वदा सर्वथा बह्म पूर्ण हृदि प्रकाशते ॥२४३ ॥
સ્થૂલભદ્રાદિ જેવા આત્મશુદ્ધોપયોગવાળાઓનાં દયમાં સર્વ પ્રકારે હંમેશાં પૂર્ણ બ્રહ્મ પ્રકાશે છે. (૨૪૩).
कामरसो न भोगेषु यस्य ब्रह्मरसोद्भवः। कामोत्पादकसङ्गोऽपि तस्य निष्कामकारणम् ॥२४४ ॥
જેને ભોગોમાં કામરસ નથી અને બ્રહ્મરસ ઉત્પન્ન થયેલો છે, તેને કામ ઉત્પન્ન કરે એવો સંગ પણ નિષ્કામનું અર્થાત્ કામ મુક્ત થવાનું કારણ થાય છે. (૨૪૪)
अनुभूय निजाऽऽत्मानं पूर्णानन्दमयं प्रभुम् । बहिरन्तश्च सर्वत्र पूर्णानन्दमयो भव ॥२४५ ॥
પૂર્ણ આનંદમય પ્રભુ એવા પોતાના આત્માને અનુભવીને તું બહાર અને અંદર સર્વત્ર પૂર્ણ આનંદમય થા. (૨૪૫)
૪૯ For Private And Personal Use Only
Page #64
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
शब्दरूपरसस्पर्शगन्धेषु साम्यभावतः । प्रारब्धेन प्रवृत्तिः स्यात्तदा ब्रह्मरसोद्भवः ॥ २४६ ॥
જ્યારે સામ્યભાવથી શબ્દ, રુપ, રસ, સ્પર્શ અને ગંધમાં પ્રારબ્ધથી પ્રવૃત્તિ થાય, ત્યારે બ્રહ્મરસનો ઉદ્ભવ થાય છે. (૨૪૬)
क्षयोपशमभावे तु स्वात्मानन्दः प्रजायते । वेदनीयविपाकेन सुखं दुःखं च वर्तते ॥ २४७ ॥
ક્ષયોપશમભાવમાં તો પોતાના આત્માનો આનંદ ઉત્પન્ન થાય છે અને વેદનીય કર્મના વિપાકથી સુખ તથા દુઃખ થાય છે. (૨૪૭)
केवलिनां सुखं दुःखं वेदनीयविपाकतः । पूर्णानन्दे समुत्पन्ने सति तर्ह्यपि जायते ॥ २४८ ॥ પૂર્ણ આનંદ ઉત્પન્ન થયે છતે પણ કેવલજ્ઞાનીઓને તે સમયે વેદનીય કર્મના વિપાકથી સુખ દુઃખ ઊપજે છે. (૨૪૮)
क्षयोपशमभावीयज्ञानध्यानोपयोगतः ।
आत्मानन्दस्तथा दुःखं सुखं च वेद्यते मया ॥ २४९ ॥ ક્ષયોપશમભાવનાં જ્ઞાન-ધ્યાનના ઉપયોગથી મારા વડે આત્માનો આનંદ તથા સુખ અને દુઃખ વેદાય છે. (૨૪૯)
सातासातोदयाच्छर्म दुःखं चाऽऽत्मोपयोगिनाम् । आत्मानन्दरसास्वादश्चैवं स्वानुभवो हृदि ॥ २५० ॥
આત્મોપયોગવાળાઓને શાતા અને અશાતાના ઉદયથી સુખ અને દુઃખ તથા આત્માના આનંદનો રસાસ્વાદ પ્રાપ્ત થાય છે. હૃદયમાં એવો પોતાનો અનુભવ છે. (૨૫૮)
૫૦
For Private And Personal Use Only
Page #65
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सातोदये समुत्पन्ने सुखे चाऽऽत्मोपयोगिनाम् । बाह्यसुखे न रागः स्याद् ब्रह्मानन्दस्य भोगतः ॥ २५१ ॥
આત્મોપયોગવાળાઓને જયારે શાતાના ઉદયથી સુખ ઉત્પન્ન થાય છે, ત્યારે બ્રહ્માનંદના ભોગથી બાહ્ય સુખમાં રાગ થતો નથી. (૨૫૧)
पूर्णब्रह्मनिमग्नोऽस्मि पूर्णब्रह्मस्वरूपतः । पुद्गलैः पुद्गलास्तृप्तिं यान्ति स्वात्मा निजात्मना ।। २५२॥
પૂર્ણબ્રહ્મ સ્વ૫થી હું પૂર્ણબ્રહ્મમાં નિમગ્ન છું. પુદ્ગલો પુગલોથી તૃપ્તિને પામે છે. પોતાનો આત્મા પોતાના આત્મા વડે તૃપ્તિ પામે છે. (૨૫૨)
आत्मनः सत्यतृप्तिस्तु स्वात्मानन्देन जायते । आत्मानन्दरसावाप्तेः पुद्गलेच्छा विनश्यति ॥२५३ ॥
આત્માની સાચી તૃપ્તિ તો પોતાના આત્માના આનંદથી ઉત્પન્ન થાય છે. આત્માનંદરુપી રસની પ્રાપ્તિથી પુગલની ઈચ્છા નાશ પામે છે. (૨૫૩)
क्षयोपशमभावीयज्ञानचारित्रयोगतः।। आत्मन्येव सुखाम्भोधिः स्वयं स्वेनाऽनुभूयते ॥ २५४ ॥
ક્ષયોપશમભાવનાં જ્ઞાન અને ચારિત્રના યોગથી આત્મામાં જ સ્વયં સુખનો સમુદ્ર પોતાના વડે અનુભવાય છે. (૨૫૪)
क्षणिकं हृदि विज्ञाय सर्वं वैषयिकं सुखम् ।
आत्मानन्दस्य भोगार्थमात्मन्येव स्थिरोभव ॥ २५५ ॥ વિષય સંબંધી સર્વ સુખને હૃયમાં ક્ષણિક જાણીને આત્માનંદના ભોગને માટે તું આત્મામાં જ સ્થિર થા. (૫૫)
૫ ૧
For Private And Personal Use Only
Page #66
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनन्तगुणपर्यायशक्तिरूपं सनातनम् । देहस्थं तं विजानिया देहाध्यासं भृशं त्यज ॥ २५६ ॥
દેહમાં રહેલા અનંત ગુણ અને પર્યાયવાળા શક્તિરુપ સનાતન એવા આત્માને જાણ. દેહાધ્યાસને અત્યન્ત તજી દે. (૨૫૬)
मा मुह्य जडभोगेषु किञ्चिच्चाऽपि ततः सुखम् । न स्यात्परन्तु दुःखनां प्राप्तिः पश्चात्समुद्भवेत् ॥ २५७ ॥
તું જડ પદાર્થોના ભોગમાં મોહ કર મા. તેનાથી કંઈ પણ સુખ થતું નથી, પરન્તુ પાછળથી દુઃખોની પ્રાપ્તિ ઉદ્ભવે છે. (૨૫૭)
भोगाद्रोगादिदुःखानां पारम्पर्यं प्रजायते ।
भोगे रोगभयोत्पादो देहनाशोऽल्पसौख्यता ॥ २५८ ॥
ભોગથી રોગ વગેરે દુઃખોની પરંપરા જન્મે છે. ભોગમાં રોગના ભયનો ઉત્પાદ છે, દેહનો નાશ છે અને અલ્પ સુખપણું છે. (૨૫૮)
जायते च महादुःखं विश्रान्तिरपि नोद्भवेत् । भोगजन्यसुखं दुःखमेव जानीहि निश्चयात् ॥ २५९ ॥
ભોગથી મહાન દુ:ખ જન્મે છે અને વિશ્રાંતિ પણ ઉત્પન્ન થતી નથી. ભોગથી જન્મેલું સુખ દુઃખ જ છે – એમ તું નિશ્ચયથી જાણ. (૨૫૯)
भुक्ता अनादितो भोगाः प्रत्युत दुःखदाः सदा । ज्ञात्वैवं कामभोगाँस्त्वं त्यजाऽऽत्मसुखनिश्चयात् ॥ २६० ॥
ભોગો અનાદિથી ભોગવ્યા પરંતુ તે ઊલટા હંમેશાં દુ:ખદાયક થયા – એમ જાણીને તું આત્માના સુખના નિશ્ચયથી કામ ભોગોને ત્યજી દે. (૨૬૦)
પર
For Private And Personal Use Only
Page #67
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
जन्ममृत्युजरादुःखं व्याधिदुःखं पुनर्भृशम् । आधिजं सर्वसम्बन्धजन्यं दुःखमुपाधिकम् ॥२६१ ॥
સંસારમાં જન્મ, મૃત્યુ અને જરાનું દુઃખ છે. વળી વ્યાધિનું દુઃખ ઘણું છે. આધિથી ઉત્પન્ન થયેલું દુઃખ છે અને સર્વસંબંધોથી જન્મેલું ઉપાધિ જન્ય દુઃખ પણ છે. (૨૬૧)
नाऽस्ति शर्म च पुत्राद्यैर्लक्ष्मीदारादिभिर्न च । यशोविद्यादिभिर्नाऽस्ति किञ्चिन्न बाह्यवस्तुभिः ॥२६२॥
પુત્ર વગેરેથી સુખ નથી. લક્ષ્મી, સ્ત્રી ઈત્યાદિ થકી પણ સુખ નથી. યશ, વિદ્યા વગેરેથી તથા બાહ્યવસ્તુઓથી સહેજ પણ સુખ નથી. (૨૬૨)
मैथुनेन सुखं नाऽस्ति प्रत्युत दुःखकृद्भवेत् । मनोवाक्काययोगेन ब्रह्माराधनतः सुखम् ॥२६३ ॥
મૈથુનથી સુખ નથી, ઊલટું તે દુઃખકર થાય છે. મન, વચન અને કાયાના યોગથી બ્રહ્મની આરાધના કરવાથી સુખ પ્રાપ્ત થાય છે. (૨૬૩)
भ्रमतां बाह्यसौख्यार्थं सर्वत्र चक्रवर्तिनाम्। - मिलिता सत्यशान्ति! सत्यशान्तिर्निजात्मनि ॥२६४ ॥
બાહ્ય સુખને માટે સર્વત્ર ભમતા ચક્રવર્તીઓને સાચી શાંતિ મળી નથી. સાચી શાંતિ પોતાના આત્મામાં છે. (૨૬૪)
वैषयिकस्य शर्माशासागरोऽस्ति भयङ्करः । तत्पारंकोऽपि न प्राप्तः पारंयास्यसि नो ध्रुवम् ॥२६५॥
વિષય સંબંધી સુખની આશાનો સાગર ભયંકર છે. તેનો પાર કોઈપણ પામ્યો નથી. નિશ્ચિત તું પણ તેનો પાર પામીશ નહી. (૨૬૫)
૫૩
For Private And Personal Use Only
Page #68
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
जडानन्दाप्तये यद्यत् कल्प्यते तत्तु दुःखकृत् । जायतेऽनुभवं प्राप्य तत्र किं परिमुह्यसि ॥ २६६ ॥
જડ પદાર્થોમાંથી આનંદની પ્રાપ્તિ માટે જે જે કરાય છે, તે તે દુઃખ કરનાર થાય છે, એવો અનુભવ પ્રાપ્ત કરીને તું શા માટે તેમાં મોહ પામે છે? (૨૬૬)
यशः सन्मानकीर्त्यर्थं नामरूपप्रमोहतः । कृतं यत्तन्न शान्त्यर्थं स्यात्प्रत्युत च दुःखकृत् ॥ २६७ ॥
નામ અને રુપના મોહથી યશ, સન્માન અને કીર્તિને માટે જે કર્યું, તે શાંતિને માટે થતું નથી અને ઊલટું તે દુઃખકર થાય છે. (૨૬૭)
बाह्यानन्दाय यद्यच्च क्रियते तत्तु दुःखकृत् । जायते मोहिनां नृणां न च ब्रह्मसुखैषिणाम् ।। २६८ ॥
બાહ્ય આનંદને માટે જે જે કરાય છે, તે તે મોહવાળા મનુષ્યોને દુઃખકર થાય છે અને બ્રહ્મસુખના ઈચ્છનારાઓને તેમ થતું નથી. (૨૬૮)
कोटिकोटीमहोपायैर्नित्यानन्दो न बाह्यतः । आत्मन्येव सुखं सत्यं बाह्ये त्वं मा परिभ्रमः ॥२६९ ॥
કોટિ કોટિ મહાન ઉપાયોથી પણ નિત્યાનંદ બહારથી પ્રાપ્ત થતો નથી. આત્મામાં જ સાચું સુખ છે, માટે તું બહાર પરિભ્રમણ કરમા. (૨૬૯)
विद्यया न सुखं सत्यं न च शान्तिरविद्यया । शास्त्रेभ्यो न सुखं शान्तिर्विवादाच्च न जायते ॥२७० ॥
સાચું સુખ લૌકિક વિદ્યાથી નથી. અવિદ્યાથી પણ શાંતિ નથી. શાસ્ત્રોથી સુખ નથી અને વિવાદથી શાંતિ થતી નથી. (૨૭૦)
૫૪
For Private And Personal Use Only
Page #69
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
सत्त्वरजस्तमेोजन्यं सुखं तु नैव तात्त्विकम् । सत्त्वादिप्रकृतेर्भिन्नमात्मसुखं प्रवेदय । २७१ ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સત્ત્વ, રજસ અને તમસથી ઉત્પન્ન થયેલું સુખ તો તાત્ત્વિક નથી જ, માટે સત્ત્વ વગેરે પ્રકૃત્તિથી ભિન્ન એવા આત્મસુખને તું સારી રીતે (૨૭૧)
જાણ.
शुभाशुभमनोवृत्तिलयेनैव प्रकाश्यते ।
निर्विकल्पं सुखं सत्यमात्मनः स्वनुभूयते ॥ २७२ ॥
શુભ અને અશુભ મનોવૃત્તિના લયથી જ આત્માનું નિર્વિકલ્પ સાચું સુખ પ્રકાશિત કરાય છે અને તે સારી રીતે અનુભવાય છે. (૨૭૨)
अन्तर्बहिश्च सर्वत्र सुखमात्मोपयोगिनाम् ।
सर्वथा सर्वदा नित्यमस्ति भोगाप्तिमन्तरा ॥ २७३ ॥
આત્મોપયોગવાળાઓને ભોગોની પ્રાપ્તિ વિના પણ અંદર અને બહાર સર્વત્ર, સર્વથા, સર્વદા નિત્ય સુખ હોય છે. (૨૭૩)
कामभोगादितो जातं सुखं स्वप्नोपमं मतम् । तत्र न मुह्यति ज्ञानी शुद्धोपयोगशक्तितः ॥ २७४ ॥ કામભોગ વગેરેથી ઉત્પન્ન થયેલું સુખ સ્વપ્ન જેવું મનાયું છે. જ્ઞાની શુદ્ધોપયોગની શક્તિથી તેમાં મોહ પામતો નથી. (૨૭૪)
काम्यस्पर्शेषु मा मुह्य स्त्र्यादिरूपेषु मुह्य मा । जडत्वं स्पर्शरूपेषु तेभ्यः शर्म न जायते ॥ २७५ ॥
તું ઈચ્છા કરવા યોગ્ય સ્પર્શોમાં મોહ પામ નહીં. સ્ત્રી વગેરેનાં રુપોમાં મોહ પામ નહીં. સ્પર્શો અને રુપોમાં જડપણું છે. તેમનાથી સુખ પેદા થતું નથી. (૨૭૫)
૫૫
For Private And Personal Use Only
Page #70
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सुखत्वं न जडेष्वेव तेभ्यः शर्म कथं भवेत् । आत्मोपयोगतो ज्ञात्वा ज्ञानी तत्र न मुह्यति ॥ २७६ ॥
સુખપણે જડ પદાર્થોમાં નથી જ. તેમનાથી સુખ કેમ થાય? એ પ્રમાણે આત્મોપયોગથી જાણીને જ્ઞાની જડ પદાર્થોમાં મોહ પામતો નથી. (૨૭૬)
आत्मायत्तं मनः स्याच्चेदिन्द्रियाणि तथाऽऽत्मनः । वश्यानि तर्हि साधूनामत्रैव मुक्तिसिद्धयः ॥ २७७ ॥
જિોઆત્માને અધીન મન થાય તથા ઈન્દ્રિયો આત્માને વશ હોય, તો તે સમયે સાધુઓને અહીં જ મુક્તિની સિદ્ધિઓ અનુભવાય છે. (૨૭૭)
रागद्वेषविनिर्मुक्तं सर्वसंकल्पवर्जितम्। आत्मायत्तं मनः स्याच्चेन्मुक्तिरत्रानुभूयते ॥२७८ ॥
રાગ અને દ્વેષથી વિશેષ કરીને મુક્ત અને સર્વ સંકલ્પો વિનાનું મન જો આત્માને અધીન થાય તો મુક્તિ અહીં અનુભવાય છે. (ર૭૮)
अहं त्वं तद्विनिर्मुक्तं लिङ्गाध्यासविवर्जितम् । मनः शुद्धोपयोगेन भवेत् तत्र न संशयः ॥२७९ ॥
મન શુદ્ધોપયોગથી ‘હું, “તું', અને તેથી વિશેષે કરીને મુક્ત થાય છે અને લિંગના અધ્યાસ વિનાનું બને છે તેમાં સંશય નથી. (૨૭૯)
लोकसंज्ञादिभिर्मुक्ता अवधूताः सुखैषिणः। उन्मत्ता इव संसारे वर्तन्ते ब्रह्मदर्शिनः ॥२८० ॥
લોક સંજ્ઞા વગેરેથી મુક્ત, બ્રહ્મ સુખને ઈચ્છનારા તથા બ્રહ્મને જાણનારા અવધૂતો સંસારમાં ઉન્મત્તાની જેમ વર્તે છે. (૨૮૦)
૫૬
For Private And Personal Use Only
Page #71
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
आत्मशर्मनिमग्नानां वेषाचारमतादिषु । बन्धनं नैव चोन्मत्त इव सर्वत्र वर्तनम् ॥ २८१ ।।
આત્માના સુખમાં મગ્ન થયેલાઓને વેષ, આચાર, મત વગેરેનું બંધન હોતું જ નથી અને તેઓનું વર્તન સર્વત્ર ઉન્મત્ત જેવું હોય છે. (૨૮૧)
केषांचित्तु भवेदेवं नानाशुद्धोपयोगिनाम् ।
जानाति ज्ञानिनं ज्ञानी गुप्तं व्यक्तस्वबोधतः ॥२८२ ॥ - કેટલાક વિવિધ પ્રકારના શુદ્ધોપયોગવાળાઓને એ પ્રમાણે થાય છે કે, જ્ઞાની સ્પષ્ટ એવા પોતાના જ્ઞાનથી ગુપ્ત જ્ઞાનીને જાણે છે પણ સામાન્ય લોકો તેને ઓળખી શકતા નથી. (૨૮૨)
लोकाचारविचारेण विरुद्धा इव वर्तिनः । ब्रह्ममग्ना महासन्तो ज्ञायन्ते ब्रह्मदर्शिभिः ॥ २८३ ॥
લોકોના આચાર અને વિચારથી વિરુદ્ધોની જેમ વર્તન કરનારા બ્રહ્મમગ્ન મહાસંતો બ્રહ્મને જાણનારાઓ વડે ઓળખી શકાય છે. (૨૮૩)
बाह्यवेषादिभिः सन्तो ज्ञायन्ते न कदाचन । उन्मत्ता आत्ममग्नास्ते ज्ञायन्ते च स्वबोधतः ॥ २८४ ॥
સંતો ક્યારેય બાહ્ય વેષ વગેરેથી ઓળખાતા નથી. ઉન્મત્ત અને આત્મામાં મગ્ન એવા તેઓ પોતાના જ્ઞાનથી ઓળખાય છે. (૨૮૪)
आत्मोन्मत्तावधूतानां हृदि शुद्धेश्वरो महान् । आविर्भूतोऽस्ति विज्ञाय तेषां भक्तो रतो भव ॥२८५ ॥
આત્મોન્મત્ત એવા અવધૂતોના હૃદયમાં મહાન શુદ્ધ ઈશ્વર આવિર્ભાવ પામેલો હોય છે, એમ જાણીને તું તેઓની ભક્તિમાં રત થા. (૨૮૫)
૫૭
For Private And Personal Use Only
Page #72
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
द्वेषरागादिभिर्मुक्ताः शुद्धात्मानो महर्षयः । वीतरागा जिनाः शुद्धा ईश्वरा देहसंस्थिताः ॥ २८६ ॥
રાગ-દ્વેષ વગેરેથી મુક્ત થયેલા શુદ્ધાત્મ મહર્ષિઓ દેહસ્થ વીતરાગ, જિન અને શુદ્ધ ઈશ્વરો છે. (૨૮૬)
सत्त्वप्रकृतिसंयुक्ता ईश्वरा ब्रह्मरूपिणः । एतैः प्रबोधितो धर्मो जैनधर्मोऽस्ति शाश्वतः ॥ २८७ ॥
સત્ત્વ પ્રકૃતિથી સંયુક્ત ઈશ્વરો બ્રહ્મરુપવાળા છે. એમનાથી પ્રબોધિત ધર્મ જૈનધર્મ છે, જે શાશ્વત સદા કાલ ટકનારો છે. (૨૮૭)
सर्वज्ञा वीतरागा ये तैर्हि विश्वस्थदेहिनाम् । मुक्यर्थं स्थापितो धर्मो जैनधर्मः स उच्यते ॥ २८८ ॥
જેઓ ખરેખર સર્વજ્ઞ વીતરાગ છે, તેઓ વડે સંસારમાં રહેલા દહેધારી જીવોની મુક્તિને માટે સ્થપાયેલો ધર્મ, તે જૈનધર્મ કહેવાય છે. (ર૮૮)
त्यागिनां च गृहस्थानां स्वाधिकाराद् द्विधा शुभः । गृहस्थैस्त्यागिभिः सेव्यो जैनधर्मः स्वमुक्तये ॥ २८९ ॥
ત્યાગીઓના અને ગૃહસ્થોના પોતાના અધિકારથી બે પ્રકારનો શુભ જૈનધર્મ પોતાની મુક્તિને માટે ત્યાગીઓ વડે અને ગૃહસ્થો વડે સેવવા યોગ્ય છે. (૨૮૯)
अन्यधर्मेषु सत्यं यत् सापेक्षनयबोधतः। तत् सापेक्षतया ग्राह्यं गीतार्थगुरुनिश्रया ॥२९० ॥
અન્ય ધર્મોમાં જે સત્ય છે, તે સાપેક્ષ નયના જ્ઞાન વડે ગીતાર્થ ગુરુની નિશ્રાથી સાપેક્ષ રીતે ગ્રહણ કરવા યોગ્ય છે. (૨૯૦)
૫૮
For Private And Personal Use Only
Page #73
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
शुद्धोपयोगिनां सर्वं जगत् सम्यग्दृशां सदा । आत्मानन्दस्य हेत्वर्थं सर्वं सम्यक्तया स्थितम् ॥ २९१ ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુદ્ધોપયોગવાળા સમ્યગ્દષ્ટિઓને આખું જગત સદા આત્માનંદના હેતુ માટે છે. કારણકે સઘળું તેમને માટે સમ્યપણે રહેલું છે. (૨૯૧)
निश्चयाद् व्यवहाराद्यो जैनधर्मो द्विधा सदा । व्यवहारो न मोक्तव्यो निश्चयदृष्टिधारिभिः ॥ २९२ ॥
જૈનધર્મ, જે હંમેશાં નિશ્ચયથી અને વ્યવહારથી એમ બે પ્રકારનો છે. તેથી નિશ્ચયદૃષ્ટિને ધારણ કરનારાઓએ વ્યવહાર છોડવા યોગ્ય નથી. (૨૯૨)
व्यवहारनयोच्छेदाज्जैनधर्मक्षयो भवेत् ।
संघतीर्थक्षयश्चेति सर्वार्हद्भिः प्रभाषितम् ॥ २९३ ॥
વ્યવહાર નયના ઉચ્છેદથી જૈનધર્મનો ક્ષય થાય છે. સંઘ અને તીર્થનો ક્ષય થાય છે – એમ સર્વ અરિહંતોએ કહ્યું છે. (૨૯૩)
शुद्धोपयोगलाभार्थं व्यवहारस्य हेतुता ।
आत्मनो निश्चयो धर्मः शुद्धोपयोग आत्मनि ॥ २९४ ॥
શુદ્ધોપયોગના લાભને માટે વ્યવહારનું હેતુપણું છે. આત્માનો નિશ્ચય ધર્મ શુદ્ધોપયોગ આત્મામાં છે. (૨૯૪)
आत्मन्येवाऽऽत्मनो धर्मः शुद्धोपयोग इष्यते । शुद्धोपयोगिनां सर्वं विश्वमानन्दहेतवे ॥ २९५ ॥
આત્મામાં જ રહેલા આત્માનો ધર્મ શુદ્ધોપયોગ કહેવાય છે.. શુદ્ધોપયોગવાળાઓને આખું વિશ્વ આનંદના હેતુ માટે થાય છે. (૨૯૫)
૫૯
For Private And Personal Use Only
Page #74
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
आत्मानन्दोपयोगार्थं निमित्तं च जगद्भवेत् । ज्ञाने ज्ञेयं जगत्सर्वं सुखाय स्वोपयोगिनाम् ॥ २९६ ॥
આત્માનંદમાં ઉપયોગને માટે જગત નિમિત્ત થાય છે. પોતાના આત્મામાં ઉપયોગવાળાઓને જ્ઞાનમાં શેય એવું આખું જગત સુખને માટે થાય છે. (૨૯૬)
बाह्यह्यां सुखं नास्ति तर्ह्यपि शर्महेतवे ।
ज्ञाने ज्ञेयतया भाति ज्ञानात्सुखं निजात्मनि ॥ २९७ ॥
બાહ્ય પૃથ્વીમાં સુખ નથી, તો પણ સુખના હેતુ માટે જ્ઞાનમાં શેયપણાથી તે ભાસે છે. વસ્તુતઃ જ્ઞાનથી સુખ પોતાના આત્મામાં જ છે. (૨૯૭)
बाह्यान्तरं जगत्सर्वं शुद्धब्रह्मोपयोगिनाम् । बह्मानन्दप्रदं भूयान्मूढानां दुःखहेतवे ॥ २९८ ॥
શુદ્ધબ્રહ્મમાં ઉપયોગવાળાઓને બાહ્ય અને આંતર સર્વ જગત બ્રહ્મના આનંદને આપનારું થાય છે. મૂઢ લોકોને બાહ્ય અને આંતર સર્વ જગત દુઃખના હેતુ માટે થાય છે. (૨૯૮)
सर्वविश्वस्थलोकानां भक्तिरन्नादिदानतः ।
कर्तव्या सर्वसाधूनां यथाशक्ति यदा तदा ॥ २९९ ॥
સર્વ વિશ્વના લોકોની અને સર્વ સાધુઓની ભક્તિ હંમેશા યથાશક્તિ અન્ન વગેરેના દાનથી કરવી જોઈએ. (૨૯૯)
आत्मशुद्धोपयोगार्थं सेवाभक्तिप्रसाधनम् । दयादानादिभिः सेवा कर्तव्या देहिनां सदा ॥ ३०० ॥
ત્ય શુદ્ધોપયોગ માટે સેવા-ભક્તિ મુખ્ય સાધન છે, માટે હંમેશાં દયા, દાન વગેરેથી દેહધારીઓની સેવા કરવી જોઈએ. (૩૦૦)
૬૦
For Private And Personal Use Only
Page #75
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
आत्मोपयोगिनां किञ्चित् कर्तव्यं नाऽवतिष्ठते । मुक्त्यर्थं च तथा कर्म कुर्वन्ति व्यवहारतः ॥३०१ ।।
આત્મોપયોગવાળાઓને મુક્તિ માટે કંઈ કરવાનું બાકી રહેતું નથી અને તેમ છતાં વ્યવહારથી તેઓ કર્મ કરે છે. (૩૦૧)
मनोवाक्काययोगानामुपयोगं सुयोगिनः । उपकाराय कुर्वन्ति शुद्धोपयोगजीविनः ॥३०२॥
શુદ્ધોપયોગથી જીવનારા સારા યોગીઓ મન, વચન અને કાયાના યોગોનો ઉપયોગ બીજાનું ભલું કરવા માટે કરે છે. (૩૦૨)
उपग्रहोऽस्ति सर्वत्र जीवानां च परस्परम् । उपग्रहप्रवृत्तिस्तु जीवन्मुक्तसयोगिनाम् ॥ ३०३ ॥
સર્વત્ર જીવોનો પરસ્પર ઉપગ્રહ – ઉપકાર પ્રવૃત્તિ હોય છે અને જીવન્મુક્ત સયોગીઓને તો ઉપગ્રહની પ્રવૃત્તિ હોય છે. (૩૦૩)
सत्कर्म देहपर्यन्तं कुर्वन्ति वीतरागिणः। अत आदेहमर्हन्तो विश्वजीवोपकारिणः ॥३०४ ॥
વીતરાગીઓ દેહ હોય ત્યાં સુધી સત્કર્મ કરે છે. માટે શ્રી અરિહંતદેવો દેહ હોય ત્યાં સુધી સર્વ જીવો પર ઉપકાર કરનારા છે. (૩૦૪)
अर्हतां मार्गमालम्ब्य संप्रति ज्ञानयोगिनः । यद्योग्यं तत्प्रकुर्वन्ति कर्म स्वपरशर्मदम् ॥३०५ ॥
અરિહંતોના માર્ગનું આલંબન લઈને હાલમાં જ્ઞાનયોગીઓ સ્વ અને પરને સુખ આપનારું જે યોગ્ય હોય, તે કર્મ કરે છે. (૩૦૫)
૬૧
For Private And Personal Use Only
Page #76
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
धर्मजातिक्रियावर्णदेशभेदाद्युपाधितः । निर्मोहत्वं समाश्रित्य प्रवर्तन्ते मुनीश्वराः ॥ ३०६ ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મ, જાતિ, ક્રિયા, વર્ણ અને દેશના ભેદ વગેરેની ઉપાધિથી નિર્મોહીપણાનો આશ્રય કરીને મુનીશ્વરો પ્રવર્તે છે. (૩૦૬)
अन्धश्रद्धात्वयातानां विरूद्धभिन्नधर्मिणाम् । उपकाराय वर्तन्ते जैनाः शुद्धोपयोगिनः ॥ ३०७ ॥
શુદ્ધોપયોગવાળા જૈનો અંધશ્રદ્ધા પામેલા વિરુદ્ધ અને ભિન્ન ધર્મવાળાઓના ઉપકારને માટે વર્તે છે. (૩૦૭)
स्वोपयोगेन धर्मोऽस्ति बन्धोऽस्ति मोहभावतः । कर्मबन्धः कषायेण मुक्तिः साम्येन देहिनाम् ॥ ३०८ ॥
પોતાના આત્મામાં ઉપયોગથી ધર્મ થાય છે. મોહભાવથી બંધ થાય છે. દેહધારીઓને કષાયથી કર્મબંધ અને સામ્યથી મુક્તિ પ્રાપ્ત થાય છે. (૩૦૮)
रागद्वेषपरीणाम एव संसारकारणम् ।
रागद्वेषारिहन्तृणां मोक्ष एव करस्थितः ॥ ३०९ ॥
રાગ અને દ્વેષના પરિણામ જ સંસારનું કારણ છે. રાગ અને દ્વેષ રુપી શત્રુઓને હણનારાઓના જ હાથમાં મોક્ષ રહેલો છે. (૩૦૯)
आत्मशुद्धिर्भवेन्नैव रागद्वेषक्षयं विना ।
ईश्वरः स परब्रह्म रागद्वेषक्षयङ्करः ॥ ३१० ॥
રાગ અને દ્વેષના ક્ષય વિના આત્માની શુદ્ધિ થતી જ નથી. રાગ અને દ્વેષનો ક્ષય કરનાર તે ઈશ્વર છે, પરબ્રહ્મ છે. (૩૧૦)
૬૨
For Private And Personal Use Only
Page #77
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
आत्मशुद्धोपयोगेन रागद्वेषारिसंक्षयः । जीवः स्वयंस शुद्धात्मा वीतरागो जिनः शिवः ॥३११॥
આત્મશુદ્ધોપયોગથી રાગ અને દ્વેષરુપી શત્રુનો ક્ષય થાય છે. પછી તે શુદ્ધાત્મા જીવ સ્વયં વીતરાગ, જિન અને શિવ બને છે. (૩૧૧)
सर्वविश्वस्वरूपोऽस्ति स्वात्मा स्वपरपर्यवैः। पूर्णानन्दमयं ब्रह्म स्वात्मानं प्रेमतः स्मर ।। ३१२ ॥
પોતાનો આત્મા સ્વ અને પર પર્યાયોથી સર્વ વિશ્વ સ્વરુપ છે. પૂર્ણાનંદમય બ્રહ્મ એવા પોતાના આત્માને તું પ્રેમથી યાદ કર. (૩૧૨)
आत्मनो दर्शनेनैव सर्वतीर्थादिदर्शनम् । जायते सर्वतीर्थानां यात्रा च धर्मकर्म वै ॥३१३ ॥
આત્માના દર્શનથી જ બધાં તીર્થો વગેરેનાં દર્શન થાય છે અને ખરેખર બધાં તીર્થોની યાત્રા તથા ધર્મકાર્ય થાય છે. (૩૧૩)
आत्माऽहं व्यापको भिन्नः सर्वपुद्गलपर्यवैः । मनोऽसंख्यविचारेभ्यः पृथक् शुद्धात्मब्रह्मराट् ॥ ३१४ ॥
હું સર્વ પુદ્ગલ પર્યાયોથી ભિન્ન અને વ્યાપક એવો આત્મા છું. મનના અસંખ્ય વિચારોથી ભિન્ન શુદ્ધાત્મરુપ બ્રહ્મરાજ છું. (૩૧૪)
मनोमतोद्भवैर्धमैर्योद्धव्यं न जनैः सह् ।। मनोमतोद्भवद्धर्माधीना मोहमनीषिणः ॥ ३१५ ॥
મનના મતોથી ઉદ્ભવેલા ધર્મોથી લોકો સાથે લડવું ન જોઈએ. મોહવાળા વિદ્વાનો મનના મતોથી ઉદ્ભવેલા ધર્મોને અધીન હોય છે. (૩૧૫)
૬૩
For Private And Personal Use Only
Page #78
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
रागद्वेषमयैः सर्वैर्मनोवृत्त्युद्भवैर्मतैः । व्याप्तं जगदतो ज्ञानी सापेक्षदृष्टिधारकः ॥३१६ ॥
રાગ અને દ્રષવાળી મનોવૃત્તિથી ઉદ્ભવેલા બધા મતોથી જગત વ્યાપ્ત છે. તેથી જ્ઞાની સાપેક્ષ દૃષ્ટિને ધારણ કરનારો હોય છે. (૩૧૬)
मनोमतैर्विभिन्नाः स्युरात्मशुद्धोपयोगिनः ।
आत्मज्ञाननयैः सर्वैर्मनोमतविचारिणः ॥३१७ ॥ - આત્મશુદ્ધોપયોગવાળાઓ મનના સર્વ મતોથી વિભિન્ન હોય છે, છતાં પણ તેઓ આત્મજ્ઞાનના સર્વ નયો વડે મનના ભિન્ન ભિન્ન મતોનો વિચાર કરનારા હોય છે. (૩૧૭)
मनोमतोद्भवाः सर्वे धर्माः स्युरात्मवेदिनाम् । सापेक्षदृष्टितः सत्यधर्माय साम्ययोगिनाम् ॥ ३१८ ॥
આત્માને જાણનારાઓના મનના મતોથી ઉત્પન્ન થયેલા બધા ધર્મો સામ્યયોગીઓને સાપેક્ષ દૃષ્ટિથી સાચા ધર્મને માટે થાય છે. (૩૧૮)
मनोमतविभिन्नानां नृणामसंख्यधर्मिणाम् । आत्मधर्मस्य लाभार्थं देयं स्याद्वादशिक्षणम् ॥ ३१९ ॥
મનના મતોથી ભિન્ન ભિન્ન એવા અસંખ્ય ધર્મોવાળા મનુષ્યોને આત્મધર્મના લાભને માટે સ્યાદ્વાદનું શિક્ષણ આપવું જોઈએ. (૩૧૯)
रागद्वेषक्षयेनैव शुद्धज्ञानं प्रकाशते । शुद्धात्मज्ञानतः सम्यक् सत्यतत्त्वं प्रकाशते ॥ ३२० ॥
રાગ અને દ્વેષના ક્ષયથી જ શુદ્ધ જ્ઞાન પ્રકાશે છે અને શુદ્ધ એવા આત્મજ્ઞાનથી જ સાચું તત્ત્વ બરાબર પ્રકાશે છે. (૩૨)
૬૪
For Private And Personal Use Only
Page #79
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अध्यात्मपरिभाषायां रागद्वेषमयं मनः।। कथ्यतेऽध्यात्मसामान्यज्ञानिभिर्व्यवहारतः ॥३२१ ॥
અધ્યાત્મના સામાન્ય જ્ઞાનીઓ વડે અધ્યાત્મની પરિભાષામાં મન વ્યવહારથી રાગદ્વેષમય કહેવાય છે. (૩૨૧)
सर्वज्ञैर्द्रव्यभावाभ्यां प्रज्ञप्तं द्विविधं मनः । पौद्गलिकं मनो द्रव्यं संज्ञिनां वर्तते ध्रुवम् ॥ ३२२ ॥
સર્વજ્ઞોએ દ્રવ્ય અને ભાવથી મન બે પ્રકારનું કહ્યું છે. દ્રવ્ય મન પૌગલિક છે. તે સંજ્ઞી જીવોને અવશ્ય હોય છે. (૩૨૨)
मतिश्रुतविचाराणां मनस्त्वं भावतः स्मृतम् । द्विविधं तु मनो ज्ञेयं तत्त्वज्ञानविवेकतः ॥३२३ ॥
મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનના વિચારોનું મનપણું ભાવથી માન્યું છે. આ રીતે તત્ત્વજ્ઞાનના વિવેકથી તો મન બે પ્રકારનું જાણવું જોઈએ. (૩૨૩)
शुद्धप्रेमपरीणामसाम्यज्ञानसुभक्तितः। सर्वदर्शनलोकानां मुक्तिरात्मनि निश्चिता ॥३२४ ॥
શુદ્ધ પ્રેમના પરિણામ, સામ્યજ્ઞાન અને સારી ભક્તિથી સર્વ દર્શનના લોકોની મુક્તિ આત્મામાં નિશ્ચિત છે. (૩૨૪)
सर्वदेहस्थजीवानामात्मवदर्शनं यदा । वर्तनं च भवेत्सत्यं तदा मुक्तिस्तनो स्थिते ॥ ३२५ ॥
દેહમાં રહેલા બધા જીવોનું જ્યારે આત્મવત્ દર્શન થાય છે અને તેઓ પ્રત્યે આત્મવત્ વર્તન થાય છે, ત્યારે શરીરમાં રહેવા છતાં મુક્તિ પ્રાપ્ત થાય છે. (૩૨૫).
૬૫
For Private And Personal Use Only
Page #80
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
शुद्धप्रेममयी भक्तिर्यदा संजायते हृदि । तदाऽऽत्मा हि परब्रह्म स्वात्मना दृश्यते स्वयम् ॥३२६ ॥
જયારે શુદ્ધ પ્રેમવાળી ભક્તિ દ્ધયમાં ઉત્પન્ન થાય છે, ત્યારે પોતાના આત્મા વડે આત્મા જ પરબ્રહ્મ સ્વરુપ આપોઆપ દેખાય છે. (૩૨૬)
आत्मनो व्यापकप्रेम यदा संजायते तदा। सर्वविश्वस्य सेवा स्यादात्मवदर्शनं भवेत् ॥ ३२७॥
જ્યારે આત્માનો વ્યાપક પ્રેમ ઉત્પન્ન થાય છે, ત્યારે સમસ્ત વિશ્વની સેવા થાય છે અને બધા જીવોનું આત્મવત્ દર્શન થાય છે. (૩૨૭)
लज्जाभेदश्च खेदश्च लोकसंज्ञादिवृत्तयः । भेदोन विद्यते भक्तौ सेवायां च सदात्मनाम् ॥३२८॥
સારા આત્માઓને અર્થાત્ સપુરુષોને સેવા અને ભક્તિમાં લજ્જા, मेह, हमने दोऽसंवा वगैरे वृत्तिमोनो मेडोती नथी. (३२८)
ऐक्यरूपं जगत्सर्वमहत्वंभेद निर्गतम् । शुद्धप्रेम्णा प्रकाशते पराभक्तिजुषां सदा ॥ ३२९ ॥
પરાભક્તિવાળાઓને શુદ્ધ પ્રેમથી હું અને તેના ભેદ વિનાનું माj ४ स६ सैन्यरु५ प्राशे छ: (3२८)
शुद्धोपयोगिनः सन्तो व्यापकाः सर्वदेशिनः । असंख्यधर्मभेदानां सापेक्षज्ञानधारकाः ॥३३० ॥
અસંખ્ય ધર્મોના ભેદોનું સાપેક્ષ જ્ઞાન ધરાવનારા શુદ્ધોપયોગવાળા सन्तो व्या५ भने सर्व शिना होय छे. (330)
For Private And Personal Use Only
Page #81
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
पराभक्त्या प्रकाशते स्वात्मन्येव प्रभुः स्वयम् । पराभक्तिमयाः सन्तः सर्वविश्वोपकारिणः ॥३३१ ॥
પરાભક્તિથી પોતાના આત્મામાં જ પ્રભુ સ્વયં પ્રકાશે છે. પરાભક્તિવાળા સન્તો સમસ્ત વિશ્વ પર ઉપકાર કરનારા હોય છે. (૩૩૧)
सेवाभक्यादयः सर्वे योगाः शुद्धोपयोगिनाम् । विश्वपरोपकाराय सम्भवन्ति स्वभावतः ॥ ३३२ ॥
શુદ્ધોપયોગવાળાઓના સેવા-ભકિત વગેરે બધા યોગો સ્વભાવથી વિશ્વ પર પરોપકારને માટે થાય છે. (૩૩૨) .
समत्वेन प्रभोः प्राप्तिः सर्वदर्शनधर्मिणाम् । स्याद्वादज्ञानतः प्राप्यः समयोगो महात्मभिः ॥३३३॥
બધાં દર્શન અને ધર્મોવાળાઓને સમત્વથી પ્રભુની પ્રાપ્તિ થાય છે. તેથી મહાત્માઓએ સ્યાદ્વાદના જ્ઞાનથી સમતયોગ પ્રાપ્ત કરવો જોઈએ. (૩૩૩)
मुक्तिः साम्यं विना नैव सर्वदर्शनधर्मिणाम् । साम्यं विना प्रभोः प्राप्तिर्नाऽस्ति शुद्धात्मनः खलु ॥३३४॥
બધાં દર્શન અને ધર્મોવાળાઓની મુક્તિ સામ્ય વિના થતી જ નથી. ખરેખર સામ્ય વિના શુદ્ધાત્મરુપ પ્રભુની પ્રાપ્તિ થતી નથી. (૩૩૪)
साम्यमेव सतां धर्मः सात्त्विकप्रकृतेः परः । साम्योपयोगतो मुक्तिर्जीवन्मुक्तमहात्मनाम् ॥ ३३५ ॥
સામ્ય એ જ સપુરુષોની સાત્ત્વિક પ્રકૃત્તિનો શ્રેષ્ઠ ધર્મ છે. તેથી જીવન્મુક્ત મહાત્માઓની મુક્તિ સામ્યોપયોગથી થાય છે. (૩૩૫)
७
For Private And Personal Use Only
Page #82
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
साम्योपयोगमालम्ब्य याता यास्यन्ति यान्ति च । अनन्तदेहिनो मुक्तिं तत्र कश्चिन्न संशयः ॥ ३३६ ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સામ્યોપયોગનું આલંબન લઈને અનંત દેહધારીઓ મુક્તિ પામ્યા છે, પામે છે અને પામશે - તેમાં કોઈ સંશય નથી. (૩૩૬)
सेवाभक्त्यादियोगेभ्यः श्रेष्ठोऽनन्तगुणो महान् । समो योगः स्वभावेन समासेव्यो महात्मभिः ॥ ३३७ ॥
સેવા - ભક્તિ વગેરે યોગોથી અનંતગણો શ્રેષ્ઠ અને મહાન સમયોગ અર્થાત્ સામ્યયોગ સ્વભાવથી મહાત્માઓએ સારી રીતે સેવવા યોગ્ય છે. (૩૩૭)
समो यः सर्वभूतेषु सर्वजातीयधर्मेषु ।
समो यः शत्रुमित्रेषु शुभाशुभेषु कर्मसु ॥ ३३८ ॥
જે સર્વ જીવો પ્રત્યે સમ છે. સર્વ જાતીય ધર્મો પ્રત્યે સમ છે. જે શત્રુઓ અને મિત્રો પ્રત્યે સમ છે તથા જે શુભ અને અશુભ કર્મોમાં સમ છે. (૩૩૮)
शुभाशुभविपाकेषु यः समः साक्षितभाववान् । क्षणमात्रमपि व्यक्तः स्यात् सः शुद्धोपयोगवान् ॥ ३३९॥
જે શુભ અને અશુભ વિપાકમાં સમ છે, તે સાક્ષીભાવવાળો ક્ષણમાત્ર પણ વ્યક્ત શુદ્ધોપયોગવાળો થાય છે. (૩૩૯)
एकक्षणिकशुद्धो य उपयोगो यदा भवेत् । तदाऽनन्तभवैर्बद्धं कर्म नश्यति तत्क्षणात् ॥ ३४० ॥
જે ઉપયોગ એક ક્ષણવાર જ્યારે શુદ્ધ થાય છે, ત્યારે અનંત ભવો વડે બાંધેલું કર્મ તત્ક્ષણ નાશ પામે છે. (૩૪૦)
૬૮
For Private And Personal Use Only
Page #83
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
अन्तर्मुहूर्तकालीनशुद्धोपयोगशक्तितः । जायते केवलज्ञानमात्मनि सत्यनिश्चयः ॥ ३४१ ॥
અન્ત મુહૂર્તકાળના શુદ્ધોપયોગની શક્તિથી આત્મામાં કેવલજ્ઞાન ઉત્પન્ન થાય છે, એ સત્ય નિશ્ચય છે. (૩૪૧)
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समः सर्वत उत्कृष्टः शुद्धोपयोग इष्यते । बहिरन्तः परब्रह्म भासते ब्रह्मयोगिनाम् ॥ ३४२ ॥
સર્વ પ્રકારે ઉત્કૃષ્ટ સમભાવ એ શુદ્ધોપયોગ કહેવાય છે. તેનાથી બ્રહ્મયોગીઓને બહાર અને અંદર પરબ્રહ્મ ભાસે છે. (૩૪૨)
'
मनोवाक्काययोगानां व्यापारकारकाश्च ते । प्रारब्धाघातिकर्माणः सर्वत्र समसाक्षिणः ॥ ३४३ ॥
પ્રારબ્ધ અધાતિકર્મોવાળા અને મન-વચન-કાયાના યોગોની પ્રવૃત્તિ કરનારા તેઓ સર્વત્ર સમભાવવાળા અને સાક્ષીભાવવાળા હોય છે. (૩૪૩)
असंख्यभेदतो ज्ञेयः क्षयोपशमभाववान् । शुद्धोपयोग आत्मैव भव्यजीवेषु सम्प्रति ॥ ३४४ ॥
હાલમાં ભવ્યજીવોમાં ક્ષયોપશમભાવવાળો જ આત્મા હોવાથી શુદ્ધોપયોગ અસંખ્ય ભેદથી જાણવો. (૩૪૪)
ज्ञानदर्शनचारित्रपरीणाममयः शुभः ।
क्षायोपशमिको व्यक्तः शुद्धयोगोऽप्रमादिनाम् ॥ ३४५ ॥
જ્ઞાન, દર્શન અને ચારિત્રના પરિણામવાળો કલ્યાણકારી તથા સાયોપશમિકભાવવાળો સ્પષ્ટ શુદ્ધયોગ અપ્રમાદીઓને અર્થાત્ અપ્રમત્ત વિરતિ ધારણ કરનારા સાધુઓને હોય છે. (૩૪૫)
૬૯
For Private And Personal Use Only
Page #84
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
औत्सर्गिकापवादाभ्यां क्रियमाणेषु कर्मसु । प्रभोः स्मृतिप्रवाहो य उपयोगः स इष्यते ॥ ३४६ ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉત્સર્ગ અને અપવાદથી કરાતાં કર્મોમાં પ્રભુની સ્મૃતિનો જે પ્રવાહ તે ઉપયોગ કહેવાય છે. (૩૪૬)
शुद्धात्मसंस्मृतेर्धारा वर्तते या प्रतिक्षणम् । शुद्धोपयोग इष्यः स आत्मशुद्धिप्रदो महान् ॥ ३४७ ॥
શુદ્ધાત્માની સંસ્કૃતિની ધારા જે પ્રતિક્ષણ વર્તે છે, તે શુદ્ધોપયોગ ઈચ્છવા યોગ્ય છે. તે મહાન છે અને આત્માની શુદ્ધિને આપનારો છે. (૩૪૭)
सर्वकर्मविनाशार्थं पूर्णशुद्धात्मसंस्मृतिः ।
धार्या प्रतिक्षणं कर्मकुर्वद्भिः कर्मयोगिभिः ॥ ३४८ ॥
શુભ કાર્ય કરતા કર્મયોગીઓએ સર્વ કર્મોના વિનાશને માટે પૂર્ણ શુદ્ધ આત્માની સંસ્કૃતિ પ્રતિક્ષણે ધારણ કરવી જોઈએ. (૩૪૮)
शुद्धात्म श्रीमहावीरस्मृतिर्भृशं सुरागतः ।
उपयोगः प्रविज्ञेयो हृदि धार्यो विवेकिभिः ॥ ३४९ ॥
અત્યંત સારા રાગથી કરાતી શુદ્ધાત્મ શ્રીમહાવીરની સ્મૃતિ તે ઉપયોગ જાણવો. વિવેકીઓ વડે હ્દયમાં ધારણ કરવા યોગ્ય છે. (૩૪૯)
आत्माऽहं सच्चिदानन्दो गुणपर्यायभाजनम् ।
इत्येवं या स्मृतिः सैव शुद्धोपयोग इष्यते ॥ ३५० ॥
‘હું સચ્ચિદાનંદરુપ અને ગુણ તથા પર્યાયના ભાજનરુપ આત્મા છું.’ એવી સ્મૃતિ તે જ શુદ્ધોપયોગ કહેવાય છે. (૩૫૦)
90
For Private And Personal Use Only
Page #85
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
क्रियमाणेषु कार्येषु प्रतिक्षणं प्रभोः स्मृतिः । सोपयोगोऽस्ति विज्ञेयस्ततो मोहो न जायते ॥ ३५१॥
કરાતાં કાર્યોમાં પ્રતિક્ષણે પ્રભુની સ્મૃતિ, તે ઉપયોગ છે. જે જાણવા યોગ્ય છે. તેથી મોહ ઉત્પન્ન થતો નથી. (૩૫૧)
धर्म्ययुद्धादिकार्येषु प्रवृत्ताः स्वाधिकारतः । शुद्धोपयोगिनो भव्याः कुर्वन्ति कर्मनिर्जराम् ॥ ३५२ ॥
ધર્મયુદ્ધો વગેરે કાર્યોમાં પોતાના અધિકારથી પ્રવૃત્ત થયેલા શુદ્ધોપયોગવાળા ભવ્યજીવો કર્મોની નિર્જરા કરે છે. (૩૫૨)
त्यागिनश्च गृहस्था ये स्वाधिकारप्रवर्तकाः । शुद्धोपयोगतो मुक्तिं यान्ति तत्र न संशयः ॥३५३ ॥
ત્યાગીઓ અને ગૃહસ્થો જેઓ પોતાના અધિકાર પ્રમાણે પ્રવૃત્તિ કરનારા છે, તેઓ શુદ્ધોપયોગથી મુક્તિ પામે છે – તેમાં સંશય નથી. (૩૫૩)
क्षणमात्रमपि प्राप्त उपयोगं य एकशः। मुक्तिमवश्यं सो याति सम्यग्दृष्टिः स्वभावतः ॥३५४ ॥
જે એક વાર ક્ષણ માત્ર પણ ઉપયોગ પામેલો છે, તે સમ્યગ્દષ્ટિ સ્વભાવથી અવશ્ય મુક્તિ પામે છે. (૩૫૪)
परस्परविरुद्धानां वेषाचारादिकर्मणाम् । सापेक्षया निमित्तत्वमात्मोपयोगिनां भवेत् ॥ ३५५ ॥
પરસ્પર વિરુદ્ધ એવા વેષ, આચાર વગેરે કર્મોનું આત્મોપયોગીઓને અપેક્ષાએ નિમિત્તપણે થાય છે. (૩૫૫)
•૭૧
For Private And Personal Use Only
Page #86
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
परस्परविरुद्धत्वं धर्मनिमित्तकर्मसु । मिथ्यादृशां भवेदेव मिथ्यात्वमोहवर्धकम् ॥ ३५६ ॥
ધર્મમાં નિમિત્ત એવાં કાર્યોમાં પરસ્પર વિરુદ્ધપણું મિથ્યાષ્ટિઓને મિથ્યાત્વમોહ વધારનાર થાય છે. (૩૫૬)
असंख्यधर्महेतूनां भिन्नानां स्वाधिकारतः ।
ત્યોપયોગહેતુત્વજ્ઞાતે જ્ઞાનમઃ સલા રૂપ૭ જ્ઞાનીઓ વડે સદા પોતાના અધિકારથી ભિન્ન એવા અસંખ્ય ધર્મહતુઓનું આત્મોપયોગ માટે હેતુપણું જણાય છે. (૩૫૭)
अनुलक्ष्य निजात्मानं वर्तन्ते योग्यहेतुभिः । अविरोधो विरुद्धेषु हेतुषु ब्रह्मवेदिनाम् ॥ ३५८ ॥
જેઓ પોતાના આત્માને અનુલક્ષીને યોગ્ય હેતુઓ વડે વર્તે છે એવા બ્રહ્મને જાણનારાઓનો વિરુદ્ધ હેતુઓમાં પણ અવિરોધ હોય છે. (૩૫૮)
परस्परविभिन्नेषु बाह्येषु धर्महेतुषु । व्रतक्रियाणां सापेक्षहेतुत्वमुपयोगिनाम् ॥३५९ ॥
ઉપયોગવાળાઓને વ્રતક્રિયાઓના પરસ્પર વિભિન્ન એવા બાહ્ય ધર્મહતુઓમાં સાપેક્ષ હેતુત્વ હોય છે. (૩૫૯).
मनोवाक्कायसंशुद्ध्या सात्त्विकान्नादिना तथा। सात्त्विकबुद्धियोगेन शुद्धब्रह्म प्रकाशते ॥३६०॥
મન, વચન અને કાયાની સંશુદ્ધિથી, સાત્ત્વિક અન્ન વગેરેથી તથા સાત્ત્વિક બુદ્ધિના યોગથી શુદ્ધબ્રહ્મ પ્રકાશે છે. (૩૬)
For Private And Personal Use Only
Page #87
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
उपादाननिमित्ता ये शुद्धोपयोगहेतवः । स्वाधिकारेण संसेव्या गीतारर्थगुरुनिश्रया ॥३६१ ॥
ઉપાદનનિમિત્તો જે શુદ્ધોપયોગના હેતુઓ છે, તે ગીતાર્થ ગુરુની નિશ્રાએ પોતાના અધિકાર પ્રમાણે સારી રીતે સેવવા જોઈએ. (૩૬૧)
श्रीचतुर्थगुणस्थानमारभ्य स्वोपयोगताम् । आप्नुवन्ति जना ब्रह्मशक्तीश्चाऽऽत्मोन्नतिक्रमात् ॥३६२॥
આત્મોન્નતિના ક્રમથી મનુષ્યો ચોથા ગુણસ્થાનકથી શરૂ કરીને પોતાના ઉપયોગ પણાને તથા બ્રહ્મશક્તિઓને પ્રાપ્ત કરે છે. (૩૬૨)
कर्माणां निर्जरा बह्वयश्चाऽल्पबन्धः प्रजायते। सम्यग्दृष्टिमनुष्याणामास्त्रवारम्भकारिणाम् ॥ ३६३ ॥
આગ્નવોનો આરંભ કરનારા સમ્યગ્દષ્ટિ મનુષ્યોને કર્મોની નિર્જરા घा भने सल्य५ थाय छे. (363)
आत्मोपयोगिनां नृणामहिंसा आन्तरा यतः । हिंसाभावं विना नैव हिंसातः कर्मबन्धता ॥३६४ ॥
આત્મોપયોગવાળા મનુષ્યોની અહિંસા આંતરિક હોય છે, જેથી હિંસાના ભાવ વિના હિંસાથી કર્મ બાંધતા નથી જ. (૩૬૪)
आत्मोपयोगिनां दोषा नश्यन्ति पूर्णवेगतः । आत्मशुद्धिर्भवेत्तूर्णं तत्र किञ्चिन्न संशयः ॥३६५ ॥
આત્મોપયોગવાળાઓના દોષો પૂર્ણવેગથી નાશ પામે છે અને શીધ્ર આત્મશુદ્ધિ થાય છે - તેમાં સહેજ પણ સંશય નથી. (૩૬૫)
७3
For Private And Personal Use Only
Page #88
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
आत्मोपयोगिनः सन्तो गृहस्थाश्च विवेकतः । बहिरन्तः प्रवर्तन्ते मोक्षार्थं तत्प्रवृत्तयः ॥ २६६ ॥
આત્મોપયોગવાળા સંતો અને ગૃહસ્થો બહાર અને અંદર વિવેકપૂર્વક પ્રવર્તે છે. તેઓની પ્રવૃત્તિઓ મોક્ષ માટે હોય છે. (૩૬૬)
गच्छादिमतभेदा ये क्रियादिभेदवृत्तयः । तत्रोपयोगिनः सन्तो मुह्यन्ति न कदाग्रहात् ॥३६७॥
જે ગચ્છ વગેરેના મતભેદો અને ક્રિયા વગેરેની ભેદવૃત્તિઓ છે, તેમાં ઉપયોગવાળા સંતો કદાગ્રહથી મોહ પામતા નથી. (૩૬૭)
सर्वगच्छस्थिताः सन्तो गृहस्थाश्चोपयोगिनः । स्वस्वगच्छक्रियावन्तः समत्वान्मुक्तिगामिनः ॥३६८ ॥
પોત પોતાના ગચ્છની ક્રિયાવાળા બધા ગચ્છોમાં રહેલા ઉપયોગવાળા સાધુઓ અને ગૃહસ્થો સમત્વથી મુક્તિમાં જનારા છે. (૩૬ ૮)
सर्वगच्छक्रियादीनां तात्पर्यमात्मशुद्धये। क्रियादिमतभेदेषु क्लिश्यन्ति न समत्वतः ॥३६९ ॥
બધા ગચ્છોની ક્રિયા વગેરેનું તાત્પર્ય આત્મશુદ્ધિને માટે છે. તેથી ક્રિયા વગેરેના મતભેદોમાં સમત્વથી ઉપયોગવાળાઓ કલેશ પામતા નથી. (૩૬૯)
सम्प्रदायादिभेदस्थनृणां मुक्तिर्हि साम्यतः । गच्छक्रियादिनिर्मोहा याता यास्यन्ति सद्गतिम् ॥३७० ॥
સંપ્રદાય વગેરેના ભેદોમાં રહેલા મનુષ્યોની મુક્તિ ખરેખર સામ્યથી થાય છે. ગચ્છ, ક્રિયા વગેરેમાં મોહ વિનાના સદ્ગતિ પામ્યા છે અને પામશે. (૩૭૦).
७४
For Private And Personal Use Only
Page #89
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
आत्मोपयोगिनः सर्वं कुर्वन्ति व्यवहारतः । संलक्ष्य शुद्धमात्मानं वर्तन्ते स्वाधिकारतः ॥ ३७१ ॥
આત્મોપયોગવાળાઓ વ્યવહારથી બધું કરે છે અને શુદ્ધાત્માને સારી રીતે લક્ષમાં રાખીને પોતાના અધિકાર પ્રમાણે વર્તે છે. (૩૭૧)
सर्वधर्मीयशास्त्राणां मतानां चाऽवलोकिनः । असंख्यनयसापेक्षसत्यार्थिनस्तु मुक्तये ॥३७२ ॥
બધા ધર્મોનાં શાસ્ત્રોનું અને મતોનું અવલોકન કરનારા એવા અસંખ્યનો વડે સાપેક્ષ સત્યના અર્થીઓ મોક્ષને માટે થાય છે અર્થાત મોક્ષને યોગ્ય બને છે. (૩૭૨)
असंख्यनयसापेक्षसत्यज्ञानस्य सागराः । महावीरस्य देवस्यभक्ता जैना हि मुक्तिगाः ॥३७३ ॥
અસંખ્ય નય વડે સાપેક્ષ સત્યજ્ઞાનના સાગરો એવા મહાવીરદેવના ભક્ત જૈનો ખરેખર મુક્તિ પામનારા છે. (૩૭૩)
शुद्धात्मैव स्वगच्छोऽस्ति सम्प्रदायो निजात्मनि । सर्वदर्शनरूपात्मा जानाति योऽस्ति साम्यवान् ॥ ३७४ ॥
શદ્ધાત્મા જ પોતાનો ગચ્છ છે અને સંપ્રદાય પણ પોતાના આત્મામાં જ છે – એમ જે સર્વદર્શનરુપ આત્મા જાણે છે, તે સામ્યભાવવાળો હોય છે. (૩૭૪)
आत्मनः स्वांशरूपास्ता दृष्टयः सर्वधर्मिणाम् । अनुभूतो मया स्वात्मा नयैरेवमपेक्षया ॥ ३७५ ॥
સર્વધર્મીઓની તે દષ્ટિઓ આત્માના પોતાના અંશરુપ છે. આ રીતે નયોની અપેક્ષાએ મારા વડે પોતાનો આત્મા અનુભવાયો છે. (૩૭૫)
૭પ
For Private And Personal Use Only
Page #90
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
बन्धोऽस्ति मोहभावेन बाह्यतो निष्क्रियावताम् । मोहं विना तु निर्बन्धा बाह्यतः कर्मकारिणः ॥३७६ ॥
બહારથી ક્રિયા વિનાના લોકોને મોહભાવથી બંધ છે, જ્યારે મોહ વિના કર્મ કરનારાઓ તો નિબંધ રહે છે. (૩૭૬)
परस्परोपकाराय जीवाजीवाश्च सर्वदा । विश्वस्थसर्वजीवानां परस्परमुपग्रहः ॥ ३७७ ॥
જીવો અને અજીવો હંમેશા પરસ્પર ઉપકારને માટે થાય છે. વિશ્વમાં રહેલા બધા જીવોનો પરસ્પર ઉપગ્રહ અર્થાત ઉપકાર છે. (૩૭૭)
जीवाजीवसहायेन जीवा जीवन्ति भूतले। मनुष्याणां विशेषेण जीवाजीवसहायता ॥३७८ ॥
જીવ અને અજીવની સહાયથી પૃથ્વીના તલ પર જીવો જીવે છે. મનુષ્યોને વિશેષ કરીને જીવ અને અજીવની સહાયતા હોય છે. (૩૭૮)
महीचन्द्रार्कसहाय्याज्जीवानां जीवनं भवेत् । मातुः पितुश्च वृद्धानां निमित्तैरस्ति जीवनम् ॥ ३९९ ॥
પૃથ્વી, ચંદ્ર અને સૂર્યની સહાયથી જીવોનું જીવન ટકે છે. માતા, પિતા અને વૃદ્ધોનાં નિમિત્તોથી જીવન છે. (૩૭૯)
अन्नपानाद्युपायैस्तु लोकानामस्ति जीवनम् । जीवाजीवादितः सर्वमन्नादिकं मिलेद्यतः ॥३८० ॥
અન્ન, પાન વગેરે ઉપાયોથી તો લોકોનું જીવન છે. જીવ અને 2004 माहिथी अन्न वगैरे मधु भणे छे. (3८०)
For Private And Personal Use Only
Page #91
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
नरा जीवन्ति धर्मार्थं जीवाजीवसहायतः। पारम्पर्येण मोक्षार्थं जीवाद्या उपकारकाः ॥३८१ ॥
મનુષ્યો જીવ અને અજીવની સહાયથી ધર્મને માટે જીવે છે. તેથી જીવ વગેરે પરંપરાએ મોક્ષને માટે ઉપકારક થાય છે. (૩૮૧)
अतो जीवादिरक्षार्थं मनुष्यैः सर्वयत्नतः । यतितव्यं स्वभावेन विश्वोपग्रहहेतवे ॥३८२ ॥
તેથી વિશ્વ પર ઉપગ્રહ (અર્થાત્ ઉપકાર) કરવા માટે મનુષ્યોએ સર્વયત્નથી જીવ વગેરેની રક્ષાને માટે સ્વભાવથી પ્રયત્ન કરવો જોઈએ. (૩૮૨)
पशुपक्षिमनुष्याणां रक्षणं स्वीयशक्तितः । वृक्षाणां रक्षणं कार्यं विवेकेन यथातथम् ॥ ३८३ ॥
પોતાની શક્તિથી પશુ, પક્ષી અને મનુષ્યોનું રક્ષણ તથા વિવેકથી વૃક્ષોનું સાચી રીતે રક્ષણ કરવું જોઈએ. (૩૮૩)
मातुः पितुश्च वृद्धानां सद्गुरूणां सुभकाये। निष्कामबुद्धितो नित्यं यतितव्यं स्वशक्तिः ॥ ३८४ ॥
માતા, પિતા, વૃદ્ધો અને સદ્ગુરુઓની સારી ભક્તિને માટે નિષ્કામ બુદ્ધિથી નિત્ય પોતાની શક્તિ પ્રમાણે યત્ન કરવો જોઈએ. (૩૮૪)
आत्मोपयोगिभिर्भक्तैः स्वान्योपकारिणः प्रति । वर्तितव्यं सुसेवामिः सेवाधर्मोऽस्ति धर्मिणाम् ॥ ३८५ ॥
આત્મોપયોગવાળા ભક્તોએ પોતાના અને અન્યના ઉપકારીઓ પ્રત્યે સારી સેવાઓ વડે વર્તવું જોઈએ. કારણકે સેવાધર્મ ધર્મીઓનો મુખ્ય ધર્મ છે. (૩૮૫)
For Private And Personal Use Only
Page #92
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
स्वार्पणेन सदा सेव्यः सम्यक्त्वज्ञानदायकः । आत्मोपयोगलाभार्थं सन्तः सेव्याः सुभावतः ॥ ३८६ ॥
સમ્યક્ત્વ અને જ્ઞાન આપનાર સ્વાર્પણ વડે અર્થાત્ સ્વ એટલે ધન અથવા પોતાની જાત કે પોતાનો આત્મા અર્પણ કરીને સદા સેવવા યોગ્ય છે. તથા આત્મોપયોગના લાભને માટે સત્પુરુષો સારા ભાવથી સેવવા યોગ્ય છે. (૩૮૬)
Acharya Shri Kailassagarsuri Gyanmandir
परोपकारिणां नृणां कार्या सेवा सुभावतः ।
सेवाधर्मसमो धर्मो नैव भूतो भविष्यति ॥ ३८७ ॥
પરોપકારી મનુષ્યોની સેવા સારા ભાવથી કરવી જોઈએ. સેવાધર્મ સમાન ધર્મ થયો જ નથી અને થશે પણ નહીં. (૩૮૭)
स्वोत्पन्नैः सद्गुणैः सेवा कार्या विश्वस्थदेहिनाम् । प्रतिफलं न चाऽऽकांक्ष्यं सन्तो निष्कामकर्मिणः ॥ ३८८ ॥
વિશ્વમાં રહેલા દેહધારીઓની પોતાનામાં ઉત્પન્ન થયેલા સદ્ગુણો વડે સેવા કરવી જોઈએ અને તેના બદલામાં ફળની આકાંક્ષા રાખવી ન જોઈએ. કારણકે સત્પુરુષો નિષ્કામ કર્મ કરનારા હોય છે. (૩૮૮)
सात्त्विकसद्गुणैः सेवाभक्तिकर्मादिभिर्जनैः । आत्मशुद्धिः प्रकर्तव्या साध्यं सिद्ध्यति साधनात् ॥ ३८९ ॥
સેવા, ભક્તિ અને કર્મ વગેરે સાત્ત્વિક સદ્ગુણો વડે લોકોએ આત્મશુદ્ધિ કરવી જોઈએ. કારણકે સાધનથી સાધ્ય સિદ્ધ થાય છે. (૩૮૯)
विश्वसेवा सदा कार्या प्राप्तशुद्धोपयोगिभिः । शुद्धोपयोगिनः सन्तः सेवायामधिकारिणः ॥ ३९० ॥
||
જેઓને શુદ્ધોપયોગ પ્રાપ્ત થયો છે, તેઓએ વિશ્વની સેવા સદા કરવી જોઈએ. શુદ્ધોપયોગવાળા સત્પુરુષો સેવા કરવાના અધિકારી છે. (૩૯૦)
૭૮
For Private And Personal Use Only
Page #93
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
आत्मज्ञानं विना सेवाकारिणः पापबन्धकाः । निष्पापा ज्ञानिनो ज्ञेया यतस्ते स्वोपयोगिनः ॥ ३९९ ॥
આત્મજ્ઞાન વિના સેવા કરનારા પાપને બાંધનારા છે. જ્ઞાની નિષ્પાપ જાણવા, કારણ કે તેઓ સ્વમાં અર્થાત્ પોતાના આત્મામાં જ ઉપયોગવાળા હોય છે. (૩૯૧)
क्षयोपशमभावेन प्राप्तशुद्धोपयोगिनाम् ।
सतां सेवा भृशं कार्या उपायैरपि कोटिभिः ॥ ३९२ ॥ ક્ષયોપશમભાવથી પ્રાપ્ત થયેલા શુદ્ધોપયોગવાળા સત્પુરુષોની પણ કરોડો ઉપાયો વડે ખૂબ સેવા કરવી જોઈએ. (૩૯૨)
शुद्धात्मप्रभुलीनानां देहाध्यासविवर्जिताम् । आत्मोन्मत्तमनुष्याणां हृदि व्यक्तो प्रभुर्महान् ॥ ३९३ ॥
શુદ્ધાત્મરુપ પ્રભુમાં લીન થયેલા, દેહાધ્યાસ વિનાના અને આત્માથી ઉન્મત્ત થયેલા મનુષ્યોના હૃદયમાં મહાન પ્રભુ વ્યક્ત થાય છે. (૩૯૩)
शुद्धब्रह्मरसास्वादप्राप्तमाधुर्यजीवनात् ।
जीवन्ति ते यतः सन्तः प्रभोर्जीवनजीविनः ॥ ३९४ ॥
સત્પુરુષો પ્રભુનું જીવન જીવનારા હોય છે, કારણકે તેઓ શુદ્ધ બ્રહ્મના રસાસ્વાદથી પ્રાપ્ત થયેલી મધુરતાવાળા જીવનથી જીવે છે. (૩૯૪)
आन्तरं जीवनं ज्ञानमनन्तमुपयोगिनाम् ।
अनन्तवीर्यसम्पन्नं जीवनं निर्मलं शुभम् ॥ ३९५ ॥
ઉપયોગવાળાઓનું આંતરિક જીવન અનંત જ્ઞાન તથા અનંત વીર્ય સંપન્ન નિર્મળ અને શુભ જીવન હોય છે. (૩૯૫)
૭૯
For Private And Personal Use Only
Page #94
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
बाह्यजीवनजीवन्त आन्तरं जीवनं विना । जीवन्तास्ते मृता ज्ञेया मोहजीवनजीविनः ॥३९६ ॥
આંતરિક જીવન વિના બાહ્ય જીવન જીવનારા જીવતા હોવા છતાં મરેલા જેવા જ જાણવા, કારણકે તેઓ મોહ યુક્ત જીવન જીવનારા હોય છે. (૩૯૬)
बाह्यजीवननाशोऽस्ति चाऽनन्तं ब्रह्मजीवनम् । ब्रह्मजीवनजीवन्तो वैदेहात्मस्वरूपिणः ॥३९७ ॥
બાહ્ય જીવનનો નાશ છે અને બ્રહ્મ જીવન અનંત છે. દેહ ભાવ વિનાના આત્માસ્વરુપવાળા બ્રહ્મજીવન જીવનારા હોય છે. (૩૯૭)
आत्माधीनं मनः कायो वचश्च यस्य वर्तते । मनोवाक्कायपावित्र्यात्तस्य स्वातन्त्र्यजीवनम् ॥ ३९८ ॥
જેનાં મન, તન અને વચન આત્માને વશ વર્તે છે, તેનું મન – વચન-કાયાની પવિત્રતાથી સ્વાતત્યયુક્ત જીવન હોય છે. (૩૯૮)
सद्बुद्धया वर्तनं यस्य दुर्बुद्धया नैव वर्तनम् । इन्द्रियाणां न दासाऽस्ति स्वतन्त्रश्चोपयोगवान् ॥३९९ ॥
જેનું વર્તન સદ્બુદ્ધિથી થાય છે અને દુર્બુદ્ધિથી વર્તન થતું જ નથી અને જે ઈન્દ્રિયોનો દાસ નથી, તે ઉપયોગવાળી વસ્તુતઃ સ્વતંત્ર છે. (૩૯૯)
आत्मजीवनजीवन्तो बाह्यजीवनजीवकाः । अन्तर्बहिः स्वतन्त्रास्ते प्रतिबन्धविवर्जकाः ॥ ४०० ॥
આત્મ જીવન જીવતાં છતાં બાહ્ય જીવન જીવનારા પ્રતિબંધોને છોડી દેનારા તેઓ બહાર અને અંદર સ્વતંત્ર છે. (૪OO)
૮
)
For Private And Personal Use Only
Page #95
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
मनोवाक्कायगुप्तीनां धारका दोषवारकाः । समितिवाहकाः सन्तः स्वतन्त्रा धर्मचक्रिणः ॥ ४०१ ॥
મનોગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિને ધારણ કરનારા, દોષોને દૂર કરનારા તથા સમિતિઓનું પાલન કરનારા સત્પુરુષો સ્વતન્ત્ર ધર્મચક્રવર્તીઓ છે. (૪૦૧)
योग्याचारेण जीवन्तो योग्याहारविहारिणः ।
आत्माधीनाश्च सर्वत्र स्वात्मोपयोगजीविनः ॥ ४०२ ॥
યોગ્ય આચારથી જીવતાં, યોગ્ય આહાર-વિહારવાળા અને આત્માને અધીન એવા પુરુષો સર્વત્ર પોતાના આત્મોપયોગ વડે જીવનારા હોય છે. (૪૦૨)
विवेकेन प्रवृत्ता ये आजीविकादिकर्मसु । बाह्यजीवनसापेक्षसर्वाचारविचारिणः ॥ ४०३ ॥
જેઓ આજીવિકા વગેરે કાર્યોમાં વિવેકપૂર્વક પ્રવૃત્ત થયેલા છે, તેઓ બાહ્ય જીવન સાપેક્ષ બધા આચાર તથા વિચારવાળા હોય છે. (૪૦૩)
मैत्रीभावेन वर्तन्ते माध्यस्थभावधारकाः । प्रमोदभावसम्पन्नाः कारुण्यभाववाहकाः ॥ ४०४ ॥
તેઓ મૈત્રીભાવથી વર્તે છે, પ્રમોદભાવથી સંપન્ન છે, કારુણ્યભાવને વહન કરનારા છે તથા માધ્યસ્થભાવને ધારણ કરનારા હોય છે. (૪૦૪)
सूपयोगं प्रकुर्वन्तो मनोवाक्कायकर्मणाम् । आत्मानन्दरसोन्मत्ताः प्रभोर्जीवनजीविनः ॥ ४०५ ॥
મન,વચન અને કાયાનાં કર્મોનો સારો ઉપયોગ કરનારા તથા આત્માનંદરૂપી રસથી મત્ત બનેલા પ્રભુ જીવન જીવનારા છે. (૪૦૫)
૮૧
For Private And Personal Use Only
Page #96
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
बाह्यजीवननिर्बन्धा बाह्यतो जीविनोऽपि ते । साक्षिभावेन सर्वत्र ब्रह्मजीवनजीविनः ॥ ४०६ ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાહ્ય જીવનનાં બંધનોથી રહિત બહારથી જીવનારા હોવા છતાં તેઓ સર્વત્ર સાક્ષીભાવથી બ્રહ્મ જીવન જીવનારા છે. (૪૦૬)
प्रवृत्तिषु निवृत्तिषु वर्त्तनं वा निवर्त्तनम् । तत्र स्वतन्त्रबुद्ध्या ते वर्तिनश्च निवर्तिनः ॥ ४०७ ॥
પ્રવૃત્તિઓમાં વર્તન અથવા નિવૃત્તિઓના નિવર્તનમાં તેઓ સ્વતન્ત્રબુદ્ધિથી વર્તનારા અને નિવર્તનારા હોય છે. (૪૦૭)
आत्मोपयोगिनां सर्वं जगदात्मिकशुद्धये । आत्मोन्नतिक्रमार्थञ्च स्यादन्तस्त उपाधिषु ॥ ४०८ ॥
આત્મોપયોગવાળાઓને બધું જગત આત્મિક શુદ્ધિને માટે થાય છે અને આત્મોન્નતિના ક્રમને માટે તેઓ ઉપાધિઓમાં અંતમુર્ખ છે.(૪૦૮)
अशातायां च शातायां वने गृहे च सागरे ।
आत्मनः परिणामाय सर्वं स्यादुपयोगिनाम् ॥ ४०९ ॥ ઉપયોગવાળાઓને અશાતામાં અને શાતામાં, વનમાં, ઘરમાં અને સાગરમાં બધું આત્માના પરિણામ માટે થાય છે. (૪૯)
सात्त्विकाचारवृत्तौ च सात्त्विकसद्गुणेष्वपि । नाऽभिमानश्च यच्चित्ते प्रवृत्तौ चोपयोगवान् ॥ ४१० ॥
સાત્ત્વિક આચાર વૃત્તિમાં અને સાત્ત્વિક સદ્ગુણોમાં પણ જેનાં ચિત્તમાં અને પ્રવૃત્તિમાં અભિમાન નથી, તે ઉપયોગવાળો છે. (૪૧૦)
૮૨
For Private And Personal Use Only
Page #97
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सधनो निर्धनो वा स्याद् भोगी रोगी च राज्यवान् । आरण्यो वा गृही त्यागी मुक्तः शुद्धोपयोगतः ॥ ४११ ॥
ધનવાન કેનિધન, ભોગી કે રોગી, રાજ્યવાળો કે વનવાસી અથવા ગૃહસ્થ કે ત્યાગી શુદ્ધોપયોગથી મુક્ત થાય છે. (૪૧૧)
नपुंसको नरो नारी यः कोऽपि स्वोपयोगवान् । यादृक्तादृगवस्थायां मुक्तः स्यान्नैव संशयः॥४१२॥
નપુંસક, પુરુષ કે સ્ત્રી જે કોઈ પણ પોતાના આત્મામાં ઉપયોગવાળો હોય છે, તે ગમે તે અવસ્થામાં મુક્ત થાય જ છે, એમાં સંશય નથી. (૪૧૨).
ब्राह्मणाः क्षत्रिया वैश्याः शूद्राश्च स्वोपयोगतः। म्लेच्छा मुक्तिपदं यान्ति नानालिङ्गादि धारिणः ॥ ४१३
વિવિધ વેષ વગેરેને ધારણ કરનારા બ્રાહ્મણો, ક્ષત્રિયો, વૈશ્યો, શૂદ્રો અને પ્લેચ્છો પોતાના આત્મામાં ઉપયોગથી મુક્તિપદ પામે છે. (૪૩૧)
नाऽहं बालो युवा वृद्धो न वा नारी पुमानहम् । नाऽहं देहश्च देही वा पुद्गलस्थो न पुद्गली ॥ ४१४ ॥
હું બાળક, યુવાન કે વૃદ્ધ નથી. હું સ્ત્રી કે પુરુષ નથી. હું દેહ કે દેહી નથી અને હું પુદ્ગલોમાં રહેલો હોવા છતાં પુદ્ગલવાળો નથી. (૪૧૪)
सर्वपुद्गलपर्यायादहं भिन्नोऽस्मि निश्चयात् । पुद्गलेषु सुखं नाऽस्ति सुखं ब्रह्मणि शाश्वतम् ॥ ४१५॥
નિશ્ચયથી હું સર્વ પુદ્ગલ પર્યાયથી ભિન્ન છું. પુદ્ગલોમાં સુખ નથી પણ બ્રહ્મમાં અર્થાત શુદ્ધ આત્મામાં શાશ્વત સુખ છે. (૪૧૫)
૮૩
For Private And Personal Use Only
Page #98
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
निरञ्जनो निराकारो रूपस्थोऽपि न रूप्यहम् । विभावपरिणामस्थो वस्तुतोऽहं स्वभाववान् ॥ ४१६ ॥
નિરંજન, નિરાકાર એવો હું રુપસ્થ હોવા છતાં પણ રુપી નથી. વિભાવ પરિણામમાં રહેલો હું વસ્તુતઃ સ્વભાવવાળો છું. (૪૧૬)
रागद्वेषपरीणामो वैभाविकः स उच्यते । ततो भिन्नो निजात्माऽस्ति राग द्वेषं च मा कुरु ॥४१७ ॥
રાગ અને દ્વેષ યુક્ત પરિણામ, તે સ્વભાવિક (અર્થાત્ વિભાવનો પરિણામ) કહેવાય છે. તેનાથી ભિન્ન એવો પોતાનો આત્મા છે. માટે તું રાગ અને દ્વેષ કર મા. (૪૧૭)
सर्वपुद्गलतो भिन्नो रागः शुद्धात्मनः शुभः । आत्मरागेण शुद्धात्मज्ञानी ब्रह्मरसी भवेत् ॥ ४१८ ॥
સર્વ પુદ્ગલોથી ભિન્ન એવો શુદ્ધાત્માનો રાગ એ શુભ છે. આત્મરાગથી શુદ્ધાત્મજ્ઞાની બ્રહ્મરસવાળો થાય છે. (૪૧૮)
आत्मपुद्गलसंयोगादनादिकालतोऽशुभः । वैभाविकपरीणामो वर्तते सर्वदेहिनाम् ॥ ४१९॥
અનાદિ કાલથી આત્મા અને પુગલના સંયોગને લીધે બધા દેહધારીઓને અશુભ વૈભાવિક પરિણામ વર્તે છે. (૪૧૯)
वैभाविकपरीणामनाश आत्मोपयोगतः। आत्मोपयोगिनां शुद्धः परीणाम: प्रजायते ॥४२०॥
વેભાવિક પરિણામનો નાશ આત્મોપયોગથી થાય છે. તેથી આત્મોપયોગવાળાઓને શુદ્ધ પરિણામ ઉત્પન્ન થાય છે. (૪૨૦)
८४
For Private And Personal Use Only
Page #99
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
आत्मानन्दस्य वाञ्छा चेत् कामवृत्तिं निवारय । यत्र कामो न तत्राऽस्ति स्वात्मारामो प्रवेदय ॥ ४२१ ॥
જો આત્માના આનંદની ઈચ્છા હોય તો કામવૃત્તિને દૂર કર. જ્યાં કામ હોય, ત્યાં સ્વાત્મારામ હોતો નથી, એમ તું જાણ. (૪૨૧)
यावत्कामविकाराणां पूर्णक्षयो न जायते । तावत् स्त्रीस्पर्शरूपेभ्यो दूरस्थेयं सुयोगिभिः ॥४२२॥
જયાં સુધી કામવિકારોનો પૂર્ણ ક્ષય ન થાય, ત્યાં સુધી સારા યોગીઓએ સ્ત્રીનાં સ્પર્શ અને રુપથી દૂર રહેવું જોઈએ. (૪૨૨)
पौद्गलानन्दवन्तः स्युर्गृहस्था मुख्यभावतः । आत्मानन्दस्य लाभार्थं सम्यग्दृष्ट्या प्रवर्तकाः ॥ ४२३ ॥
ગૃહસ્થો મુખ્યત્વે પુદ્ગલોમાં આનંદ માનનારા હોય છે. આત્માના આનંદના લાભ માટે તેઓ સમ્યગ્દષ્ટિવડે પ્રવર્તનારા હોય છે. (૪૨૩)
अविरता गृहस्थाः स्युः सम्यग्दृष्टिप्रधारकाः। व्रताद्यैर्विरता जैनाः शुद्धसम्यक्त्वशालिनः ॥ ४२४ ॥
વિરતિ વિનાના ગૃહસ્થો સમ્યગ્દષ્ટિ ધારણ કરનારા હોય છે અને શુદ્ધ સમ્યકત્વવાળા વ્રત વગેરેથી દેશ વિરતિવાળા જૈનો હોય છે. (૪૨૪)
सर्वकर्मक्षयार्थं ते गृहस्थधर्मपालकाः। पौद्गलानन्दभोक्तारो हृदि ब्रह्मसुखार्थिनः ॥ ४२५ ॥
તેઓ સર્વકર્મોનો ક્ષય કરવા માટે ગૃહસ્થ ધર્મનું પાલન કરનારા, પુદ્ગલોના આનંદને ભોગવનારા અને દયમાં બ્રહ્મસુખના અર્થી હોય છે. (૪૨૫).
૮૫
For Private And Personal Use Only
Page #100
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
पौद्गलानन्दतोऽनन्तं सुखं नित्यं निजात्मनि । तत्सुखावाप्तये दृष्टि र्गृहस्थानां प्रवर्तते ॥ ४२६ ॥
પુદ્ગલોના આનંદ કરતા અનંતગણું નિત્ય સુખ પોતાના આત્મામાં છે. તે સુખની પ્રાપ્તિને માટે ગૃહસ્થોની દષ્ટિ પ્રવર્તે છે. (૪૨૬)
पौद्गलानन्दभोगार्थमुद्यताश्च गृहस्थिताः। आत्मानन्दाप्तये ते स्युर्देशविरतिधारिणः ॥ ४२७ ॥
પુદ્ગલોના આનંદના ભોગને માટે ઉદ્યત થયેલા તે ગૃહસ્થો આત્માના આનંદની પ્રાપ્તિને માટે દેશવિરતિ ધારણ કરનારા થાય છે. (૪૨૭)
शाताशाताप्रभोक्तार आत्मशुद्ध्यर्थमुद्यताः । सन्त आत्मोपयोगेन प्रवर्तन्ते व्रतस्थिताः ॥४२८ ॥
શાતા અને અશાતાને ભોગવનારા, આત્મશુદ્ધિને માટે ઉદ્યત થયેલા, વ્રતોમાં રહેલા પુરુષો આત્મોપયોગથી પ્રવર્તે છે. (૪૨૮) -
आत्मशुद्धोपयोगेन व्रताव्रतेषु साम्यवान् । जीवन्मुक्तो भवेज्ज्ञानी मुच्यते धर्मसाधनैः ॥ ४२९ ॥
આત્મશુદ્ધોપયોગથી વ્રતો અને અવ્રતોમાં સામ્યવાળો જ્ઞાની ધર્મસાધનોથી કર્મ મુક્ત થાય છે અને જીવન્મુક્ત બને છે. (૪૨૯)
असंख्यजातिविद्यानां ग्रन्थकोटिस्तु भूतले। तत्पारमात्मबोधेन पार्यते स्वोपयोगिभिः ॥४३० ॥
ભૂતલમાં અસંખ્ય પ્રકારની વિદ્યાઓના કરોડો ગ્રંથો છે, તેનો પાર પોતાના આત્મામાં ઉપયોગવાળાઓ દ્વારા આત્મબોધથી પમાય છે. (૪૩૦)
૮૬
For Private And Personal Use Only
Page #101
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
दर्शनधर्ममार्गाणां सर्वसत्यं निजात्मनि । विज्ञाय चाऽऽत्मशुद्ध्यर्थं जैनधर्मं प्रसाध्य ॥ ४३१॥
દર્શનો અને ધર્મ માર્ગોના સર્વ સત્યને પોતાના આત્મામાં જાણીને આત્માની શુદ્ધિને માટે તું જૈનધર્મની સાધના કર. (૪૩૧)
षड्द्रव्यनवतत्त्वानां नयनिक्षेपभङ्गतः। श्रद्धानपूर्वकं ज्ञानं सम्यग्दर्शनमुच्यते ।। ४३२ ॥
છ દ્રવ્યો તથા નવ તત્ત્વોનું નય, નિક્ષેપ અને ભંગથી શ્રદ્ધાપૂર્વકનું જ્ઞાન, એ સમ્યગ્દર્શન કહેવાય છે. (૪૩૨)
सम्यग्दर्शनलाभेन सत्फला धर्मसाधना । निष्फलं धर्मकृत्यं स्यात् सम्यग्दर्शनमन्तरा ॥४३३ ॥
સમ્યગ્દર્શનના લાભથી ધર્મસાધના સારા ફળવાળી બને છે. સમ્યગ્દર્શન વિના ધર્મકાર્ય નિષ્ફળ છે. (૪૩૩)
सम्यग्दर्शनमेवाऽस्ति शुद्धोपयोग आत्मनः । सम्यक्चारित्रमेवाऽस्ति शुद्धोपयोग आन्तरः ॥ ४३४ ॥
સમ્યગ્દર્શન એજ આત્માનો શુદ્ધોપયોગ છે અને સમ્યફચારિત્ર જ આંતરિક શુદ્ધોપયોગ છે. અથવા આત્માનો શુદ્ધોપયોગ જ સમ્યગ્દર્શન છે અને આંતરિક શુદ્ધોપયોગ જ સમ્યફચારિત્ર છે. (૪૩૪)
शुद्धोपयोगिनां सर्वं वाणीकायादिवर्तनम् । स्वर्गाय मुकाये वा स्यात्तत्र किञ्चिन्न संशयः ॥४३५ ।।
શુદ્ધોપયોગવાળાઓનું બધું પાણી અને કાયા વગેરેનું વર્તન સ્વર્ગને માટે અથવા મોક્ષને માટે થાય છે. તેમાં સહેજ પણ સંશય નથી. (૪૩૫)
૮૭
For Private And Personal Use Only
Page #102
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
दया सत्यं दानमस्तेयं चाऽपरिग्रहः । आत्मदृष्टिश्च सत्सेवा शद्धोपयोगहेतवः ॥४३६ ॥
દયા, સત્ય, તપ, દાન, અસ્તેય અને અપરિગ્રહ તથા આત્મદષ્ટિ અને પુરુષોની સેવા- વગેરે શુદ્ધોપયોગના હેતુઓ છે. (૪૩૬)
भक्तानां भावतः सेवा प्रमाणिकप्रवर्तनम् । पारतन्त्र्यं न भोगानां रोगादौ न च दीनता ॥ ४३७ ॥
ભક્તોની ભાવપૂર્વક સેવા, પ્રામાણિક વર્તન, ભોગોની પરતંત્રતા ન હોવી અને રોગ વગેરેમાં દીનતા ન હોવી, એ શુદ્ધોપયોગના હેતુઓ છે. (૪૩૭)
साहाय्यं दुःखभोक्तृणामनीतिवर्जनं सदा । सत्यांशेषु महारागः शुद्धोपयोगहेतवः ॥ ४३८ ॥
દુ:ખ ભોગવનારાઓને મદદ, સદા અનીતિનો ત્યાગ અને સત્યાંશોમાં મહારાગ, એ શુદ્ધોપયોગના હેતુઓ છે. (૪૩૮)
सर्वविश्वस्थजीवानामुपकारप्रवृत्तयः ।। सर्वथा मदिरात्यागो मांसस्य परिवर्जनम् ॥ ४३९ ॥
સમસ્ત વિશ્વમાં રહેલા જીવોના ઉપકારની પ્રવૃત્તિઓ, સર્વથા મદિરાનો ત્યાગ, માંસનું પરિવર્જન ઈત્યાદિ સદ્ગુણો વડે વિશ્વમાં રહેલા દેહધારીઓનો મોક્ષ થાય છે. (૪૩૯)
व्यभिचारस्य संत्यागो दुष्टव्यसनवर्जनम् । पशुपक्षिमनुष्याणां हिंसात्यागो विवेकिता ॥ ४४०॥
વ્યભિચારનો ત્યાગ, દુષ્ટ વ્યસનોનું વર્જન, પશુ, પક્ષી અને મનુષ્યોની હિંસાનો ત્યાગ, વિવેકીપણું ઈત્યાદિ સદ્ગુણો વડે વિશ્વમાં રહેલા દેહધારીઓનો મોક્ષ થાય છે. (૪૪૦)
For Private And Personal Use Only
Page #103
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
चारित्रिणां महाभक्तिः स्थिरप्रज्ञाक्षमार्जवाः । इत्यादिसद्गुणैर्मोक्षो विश्वस्थदेहिनां भवेत् ॥ ४४१ ॥
ચારિત્રવાળાઓની મહાભક્તિ, સ્થિર પ્રજ્ઞા, ક્ષમા અને આર્જવ અર્થાત્ સરળંતા ઈત્યાદિ સદ્ગુણો વડે વિશ્વમાં રહેલા દેહધારીઓનો મોક્ષ થાય છે. (૪૪૧).
मुक्तिः स्वर्गश्च नारीणां शूद्राणां म्लेच्छदेहिनाम् । पापकर्मपरित्यागात् सद्गुणाचारतश्च वै ॥ ४४२ ॥
ખરેખર પાપકર્મોના પરિત્યાગથી અને સદ્ગણોના આચરણથી સ્ત્રીઓને, શૂદ્રોને તથા મ્યુચ્છ વગેરે દેહધારીઓને પણ સ્વર્ગ અને મોક્ષ પ્રાપ્ત થાય છે. (૪૪૨).
पापाचारविचाराणां पश्चात्तापो भृशं भवेत् । ईश्वरप्रार्थनायोगात् पवित्रात्मा स्वयं भवेत् ॥४४३ ॥
ઈશ્વરની પ્રાર્થના યોગથી પાપાચારના વિચારોનો ખૂબ પશ્ચાતાપ થાય છે અને સાધક સ્વયં પવિત્રાત્મા બને છે. (૪૪૩).
पूर्वोक्तसद्गुणाचारैजैनधर्मो जगत्त्रये । सर्वजातीयलोकानां मुक्तिदोऽस्ति स्वभावतः ॥ ४४४ ॥
પૂર્વોક્ત સદ્ગુણોના આચરણથી જૈનધર્મસ્વભાવથી ત્રણે જગતમાં સર્વ જાતિના લોકોને મુક્તિ આપનારો છે. (૪૪૪)
पापाद् दुःखं सुखं धर्मात् सर्वत्र विश्वदेहिनाम् । इति विज्ञाय धर्मार्थं जीव वारय दुर्गुणान् ॥४४५ ॥
સર્વત્ર સમસ્ત દેહધારીઓને પાપથી દુઃખ અને ધર્મથી સુખ થાય છે – એમ જાણીને હે જીવ! તું ધર્મને માટે જીવ અને દુર્ગુણોને તું દૂર કર. (૪૪૫)
૮૯
For Private And Personal Use Only
Page #104
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
दुष्टव्यसनदासा ये दुर्गुणैर्ये च जीवकाः। दुष्टप्रवृत्तिदासा ये मुक्तिं यान्ति न हिंसकाः ॥ ४४६ ॥
જેઓ દુષ્ટ વ્યસનોના દાસ છે અને જેઓ દુર્ગુણોથી જીવનારા છે તથા જેઓ દુષ્ટ પ્રવૃતિઓના દાસ છે અને હિંસા કરનારા છે, તેઓ મુક્તિ પામતા નથી. (૪૪૬).
विनेयस्तत्त्वजिज्ञासुरार्हतः सत्यपालकः । शुद्धोपयोगयोग्यः स मृतः सन् यश्च जीवति ॥ ४४७ ॥
જે વિનયવાન છે, આહત છે, તત્વનો જિજ્ઞાસુ છે, સત્યનું પાલન કરનારો છે અને શુદ્ધોપયોગને યોગ્ય છે, તે મૃત્યુ પછી પણ સગુણોની સુવાસથી જીવે છે. (૪૪૭)
सद्गुणैर्ये च जीवन्तो मृता ये दुष्टवृत्तिभिः । ये च जीवन्ति मोक्षार्थं शुद्धात्मानो भवन्ति ते ॥ ४४८ ॥
જેઓ સગુણોથી જીવતાં છે અને જેઓ દુષ્ટવૃતિઓથી મરેલાં છે અને જેઓ મોક્ષને માટે જીવે છે, તેઓ શુદ્ધાત્માઓ બને છે. (૪૪૮)
अनन्तमात्मसामर्थ्य प्रादुर्भवति चेतने। आत्मोपयोगतः पूर्णं परब्रह्म प्रकाशते ॥ ४४९ ॥
આત્મપયોગથી ચેતનમાં અનંત આત્મસામર્થ્યપ્રગટ થાય છે અને પૂર્ણ પરબ્રહ્મ પ્રકાશે છે. (૪૪૯)
वैभाविकपरीणामाद् भिन्नो निजात्मनि स्फुटम्। स्वाभाविकपरीणामः शुद्धोपयोग उच्यते ॥ ४५० ॥
પોતાના આત્મામાં વૈભાવિક પરિણામથી સ્પષ્ટ ભિન્ન એવો સ્વાભાવિક પરિણામ શુદ્ધોપયોગ કહેવાય છે. (૪૫૦)
For Private And Personal Use Only
Page #105
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
वैभाविकपरीणामाद् भिन्नं स्वाभाविकात्मनि । उपयोगपरीणामं कुरुष्व भव्यचेतन ॥ ४५१ ।।
હે ભવ્ય ચેતન ! તું વૈભાવિક પરિણામથી ભિન્ન એવા ઉપયોગ પરિણામને સ્વાભાવિકપણે આત્મામાં કર. (૪૫૧)
सर्वविश्वसमाजानां कल्याणाय कलौ महान् । शुद्धोपयोग एवाऽस्ति सर्वथा मोक्षदायकः ॥ ४५२ ॥
કલિયુગમાં સર્વવિશ્વના સમાજોના કલ્યાણ માટે સર્વથા મોક્ષદાયક મહાન શુદ્ધોપયોગ જ છે. (૪પર)
सर्वदोषविनाशाय सर्वसद्गुणहेतवे। कृत्स्नकर्मक्षयार्थं च शुद्धोपयोगमाचर ।। ४५३ ।।
સર્વદોષોના વિનાશને માટે, સર્વ. સગુણોને પ્રાપ્ત કરવા માટે અને સર્વકર્મોનો ક્ષય કરવા માટે તું શુદ્ધોપયોગનું આચરણ કર. (૪૫૩)
रोगादिजन्यदुःखेऽपि ब्रह्मतत्त्वविचारिणाम्।
आत्मोपयोगिनां नित्यमानन्दोल्लास आत्मनि ॥ ४५४ ॥ રોગ વગેરેથી ઉત્પન્ન થયેલા દુઃખમાં પણ બ્રહ્મતત્ત્વનો વિચાર કરનારા આત્મોપયોગીઓના આત્મામાં નિત્ય આનંદોલ્લાસ હોય છે. (૪૫૪)
उपयोगेन वेत्तारं स्मारं स्मारं विचिन्तय । विस्मृत्य बाह्यभावं त्वं लीनो भव निजात्मनि ॥ ४५५ ॥
ઉપયોગ વડે જાણનારને અર્થાત્ આત્માને યાદ કરી કરીને તું ચિંતન કર અને બાહ્યભાવને ભૂલી જઈને તું પોતાના આત્મામાં લીન થા. (૪૫૫)
૯૧
For Private And Personal Use Only
Page #106
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
दूरीकृत्य प्रमादाँस्त्वं शुद्धात्मानं स्मर द्रुतम् । एकमात्मा जगत्सारः सत्यं हदि प्रधारय ।। ४५६ ॥
પ્રમાદોને દૂર કરીને તું શીધ્ર શુદ્ધાત્માનું સ્મરણ કર અને આત્મા જ જગતનો સાર છે, એ એક સત્યને Æયમાં ધારણ કર. (૪૫૬)
सर्वसारस्य सारोऽयमात्मा तत्त्वमसि स्वयम् । सोऽहंप्रज्ञानमात्माऽस्मि कालस्य कालजित्त्वहम् ॥ ४५७॥
આ આત્મા જ સર્વ સારનો સાર છે અને તે તું પોતે છે. હું આત્મા छु, में 'सोऽहं'नु शुद्ध लाई शान छे. हुं तो ना आणने तना२ छु. (४५७)
वादाँश्च प्रतिवादाँश्च कुर्वन्तः सर्वपण्डिताः । आत्मसुखं न संयान्ति शुद्धोपयोगमन्तरा ॥ ४५८ ॥
વાદો અને પ્રતિવાદોને કરતા બધા પંડિતો શુદ્ધોપયોગ વિના मात्मसुमने पामता नथी. (४५८)
दर्शनधर्मशास्त्राणां मोहाल्लोकाः परस्परम् । युद्धयन्ति कर्म बध्नन्ति यान्ति जन्मपरम्पराम् ॥ ४५९ ॥
દર્શન અને ધર્મશાસ્ત્રોના મોહથી લોકો પરસ્પર યુદ્ધ કરે છે, કર્મ मांधे छ भने ४न्म ५२५२॥ पामे छे. (४५८)
सर्वदर्शनधर्माणां सारं सत्यं वदाम्यहम् । रागद्वेषक्षयः कार्यः कर्तव्या स्वात्मशुद्धता ॥ ४६० ॥
હું બધાં દર્શનો અને ધર્મોનો સાચો સાર કહું છું. રાગ અને દ્વેષનો ક્ષય કરવો જોઈએ તથા પોતાના આત્માની શુદ્ધતા કરવી જોઈએ. (૪૬૦)
૯ર
For Private And Personal Use Only
Page #107
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
सर्वयोगादिसारोऽस्ति संसाध्या वीतरागता आत्मोपयोगता साध्येत्येवं ब्रुवन्ति पण्डिताः ॥ ४६१ ॥
સર્વ યોગો વગેરેનો સાર છે કે વીતરાગતા સમ્યગ્ રીતે સાધવી જોઈએ. તે માટે આત્મોપયોગતા સાધવી જોઈએ, એમ પંડિતો કહે છે. (૪૬૧)
Acharya Shri Kailassagarsuri Gyanmandir
मनोवाक्कायपावित्र्यादात्मनः पूर्णशुद्धता ।
कर्तव्या सा सतां प्राप्या सत्यमेवं वदाम्यहम् ॥ ४६२ ॥
મન, વચન અને કાયાની પવિત્રતાથી આત્માની પૂર્ણ શુદ્ધતા કરવી જોઈએ અને તે સત્પુરુષોને મળે એવી છે, એમ હું સત્ય કહું છું. (૪૬૨)
आर्याः स्युः सद्गुणैः सर्वे सदाचारैर्भुवस्तले । मनोवाक्कायशुद्ध्या ये स्वात्मशुद्धिविधायिनः ॥ ४६३ ॥
પૃથ્વી પર સદ્ગુણો અને સદાચારોથી બધા આર્યો છે. જેઓ મન, વચન અને કાયાની શુદ્ધિથી પોતાના આત્માની શુદ્ધિને કરનારા છે. (૪૬૩)
आत्मशुद्धिं विना देवदेवीभिर्भक्तदेहिनाम् । मुक्तिः प्रदीयते नैव स्वात्मना निजमुद्धरेत् ॥ ४६४ ॥
આત્માની શુદ્ધિ વિના દેવ-દેવીઓ વડે ભક્ત દેહધારીઓને મુક્તિ અપાતી જ નથી, તેથી પોતાના આત્મા વડે પોતાનો ઉદ્ધાર કરવો જોઈએ. (૪૬૪)
जायते न कदा मुक्तिराविर्भूतगुणैर्विना ।
ईश्वरेणाऽपि नो देया सत्यमेतद्विचारय ॥ ४६५ ॥
આવિર્ભાવ પામેલા ગુણો વિના મુક્તિ કયારે પણ થતી નથી અને ઈશ્વર દ્વારા પણ તે આપી શકાય એવી નથી, એ સત્યનો તું વિચાર કર. (૪૬૫)
૯૩
For Private And Personal Use Only
Page #108
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
देवस्य सद्गुरोर्भक्त्या स्वात्मशुद्धिः प्रजायते । सेवा भक्तिपरीणामाद् भवन्ति सात्त्विका गुणाः ॥ ४६६॥
દેવની અને ગુરુની ભક્તિથી પોતાના આત્માની શુદ્ધિ થાય છે. સેવા અને ભક્તિના પરિણામથી સાત્ત્વિક ગુણો પ્રગટ થાય છે. (૪૬૬)
सेवाभक्तिपरीणामो जायेताऽऽत्मन आत्मनि । आत्मना जायते चित्ते सात्त्विकमोहमिश्रकः ॥ ४६७ ॥
આત્માનો સેવા ભક્તિ પરિણામ આત્મામાં જન્મે છે. જ્યારે સાત્ત્વિક મોહ મિશ્રિત પરિણામ આત્મા વડે ચિત્તમાં ઉત્પન્ન થાય છે. (૪૬૭)
सेवाभक्तिपरीणामः प्रशस्यमोहसंयुतः । केवलज्ञानतः पूर्वं वर्तते सर्वधर्मिणाम् ॥ ४६८ ॥
પ્રશસ્ય અર્થાત્ વખાણવા લાયક એવા મોહથી સમન્વિત સેવા ભક્તિના પરિણામ બધા ધર્મીઓને કેવલજ્ઞાન પહેલા વર્તે છે. (૪૬૮)
शुद्धात्मरूपदीपाग्रे स्फटिकाच्छादनं यथा। तथा सात्त्विकमोहीयमिश्रस्वात्मिकसद्गुणाः ॥ ४६९ ॥
જેમ શુદ્ધાત્મરુપ દીપકની આગળ સ્ફટિકનું આચ્છાદન હોય, તેમ સાત્ત્વિક મોહથી મિશ્ર પોતાના આત્મિક સદ્ગણો હોય છે. (૪૬૯)
स्फटिकेन यथा दीपो नाऽऽवृतो हि भवेत्तथा । सात्त्विकेभ्यो निजात्मीयगुणाः स्युर्नावृताः खलु ॥४७०॥
જેમ સ્ફટિકથી દીપક ઢંકાતો જ નથી, તેમ સાત્ત્વિક-સગુણોથી પોતાના આત્માના ગુણો ખરેખર ઢંકાતા નથી. (૪૭૦)
८४
For Private And Personal Use Only
Page #109
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
आत्मशुद्धोपयोगेन सेवाभक्त्यादिकारिणाम् । सात्त्विका नैव बन्धाय प्रत्युत मुक्तिहेतवे ॥ ४७१ ॥
આત્માના શુદ્ધોપયોગ વડે સેવાભક્તિ વગેરે કરનારાઓના સાત્ત્વિક સગુણો બંધને માટે થતા જ નથી, ઊલટા મુક્તિના હેતુ માટે થાય છે. (૪૭૧)
मुक्तिं प्रति समादेया अतः सात्त्विकसद्गुणाः । सात्त्विकसद्गुणाद्भिन्ना ज्ञानाद्या आत्मसद्गुणाः ॥४७२॥
તેથી મુક્તિ પ્રત્યે સાત્ત્વિક સગુણો સારી રીતે સ્વીકાર્ય છે. સાત્ત્વિક સગુણોથી ભિન્ન એવા જ્ઞાન વગેરે આત્માના સગુણો છે. (૪૭૨)
सात्त्विकगुणकर्मभ्यो भिन्नोऽहं ज्ञानदर्शनी। तथाऽपि स्वान्यशुद्ध्यर्थं यतेऽहं तत्प्रसाधनैः ॥ ४७३ ॥
જ્ઞાન અને સમ્ય દર્શનવાળો હું સાત્ત્વિક ગુણવાળા કર્મોથી ભિન્ન છું, તો પણ પોતાની અને પરની શુદ્ધિને માટે તે સાધનો વડે યત્ન કરું છું. (૪૭૩).
सात्त्विकगुणकर्माणि साधनानि निबोधत । आत्मोपयोगतस्तानि व्यापृणीहि यथातथम् ॥ ४७४ ॥
સાત્ત્વિક ગુણવાળાં કાર્યોને સાધનો સમજો. તું આત્મોપયોગપૂર્વક તેનો યથાર્થ ઉપયોગ કર. (૪૭૪)
सात्त्विकगुणकार्येषु सम्यक्साधनबुद्धितः। प्रवर्तस्वोपयोगेन स्वान्योपग्रहहेतवे ॥ ४७५ ॥
સાત્ત્વિક ગુણવાળાં કાર્યોમાં સમ્યફ સાધનની બુદ્ધિથી સ્વ અને પરના ઉપકાર માટે તું ઉપયોગ પૂર્વક પ્રવૃત્તિ કર. (૪૭૫)
૯૫
For Private And Personal Use Only
Page #110
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सात्त्विकगुणकर्माणि पुद्गलॉश्च विशेषतः । स्वान्योपकारहेत्वर्थं व्यापृणीहि विवेकतः ॥ ४७६ ॥
સાત્ત્વિક ગુણવાળાં કાર્યો અને વિશેષ કરીને પુદ્ગલોનો સ્વ અને પરના ઉપકારને માટે તું વિવેકથી ઉપયોગ કર. (૪૭૬)
आत्मोपयोगिनो लोकाः साधनसाध्यवेदिनः । यथायोगं प्रवर्तन्ते सम्यगविश्वावलोकिनः ॥ ४७७ ॥
સારી રીતે વિશ્વનું અવલોકન કરનારા, સાધન અને સાધ્યને જાણનારા, આત્મોપયોગવાળા લોકો યથા યોગ અર્થાત્ અવસર કે સમય પ્રમાણે પ્રવર્તે છે. (૪૭૭)
सम्यक्छूद्धानसम्यक्वलाभात्पश्चात्प्रकाशते । अल्पकाले चिरंकाले चारित्रं चाऽऽत्मनः स्फुटम् ॥ ४७८॥
સમ્યમ્ શ્રદ્ધારૂપ સમ્યક્ત્ત્વનો લાભ થયા પછી અલ્પકાલે કે ચિરકાલે આત્માનું ચારિત્ર સ્પષ્ટ રીતે પ્રકાશે છે. (૪૭૮)
स्वात्मानं स्वं परिज्ञाय शीघ्रमुत्तिष्ठ जागृहि। स्वपर्यायगुणानां त्वमाविर्भावं कुरु द्रुतम् ॥ ४७९ ॥
પોતાને એટલે કે પોતાના આત્માને પૂર્ણ રીતે જાણીને તું શીઘ પરાક્રમવાળો. જાગ્રત થા અને પોતાના પર્યાય અને ગુણોનો તું શીધ્ર આવિર્ભાવ કર. (૪૭૯)
आत्मनः पूर्णशुद्धिर्या सैव साध्या जिनोदिता। साध्यलक्ष्योपयोगेन स्वात्मशुद्धिं कुरु द्रुतम् ॥ ४८० ॥
જિનોએ કહેલી આત્માની જે પૂર્ણ શુદ્ધિ છે, તે જ સાધવા યોગ્ય છે. માટે સાધ્ય લક્ષ્યના ઉપયોગ વડે તું શીધ્ર પોતાના આત્માની શુદ્ધિ કર. (૪૮૦)
For Private And Personal Use Only
Page #111
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
साध्यलक्ष्यं हदि ध्यात्वा कर्तव्यकार्यमाचर। आत्मोत्साहेन वर्तस्व प्रमादाँश्च निवारय ॥ ४८१ ॥
સાધ્યલક્ષ્યનું દયમાં ધ્યાન કરીને તું કર્તવ્ય કાર્યનું આચરણ કર. પ્રમાદોને દૂર કર. આત્માના ઉત્સાહથી વર્તન કર. (૪૮૧)
प्रतिक्षणं परब्रह्मशुद्धरूपं विचारय । भूया: शुद्धात्ममग्नस्त्वं विस्मृत्य मोहभावनाम् ॥ ४८२॥
પ્રતિક્ષણ શુદ્ધસ્વરુપવાળા પરબ્રહ્મનો તું વિચાર કર. મોહભાવનાને ભૂલીને તું શુદ્ધાત્મામાં મગ્ન થા. (૪૮૨)
निर्ममो भव सर्वत्र दृश्यादृश्येषु वस्तुषु । नाऽहंकारी भव व्यक्तदृश्यादृश्येषु सर्वथा ॥ ४८३ ॥
તું દશ્ય અને અદશ્ય વસ્તુઓમાં સર્વત્ર મમત્વ વિનાનો થા અને વ્યક્ત એવી દશ્ય અને અદશ્ય વસ્તુઓમાં તું સર્વથા અહંકારી ન થા. (૪૮૩)
साक्षिभावेन सर्वत्र वर्तस्व स्वोपयोगतः । औपचारिककार्येषु निर्लेपो भव बोधतः॥४८४ ॥
સ્વોપયોગથી તું સર્વત્ર સાક્ષીભાવ વડે વર્તન કર અને ઔપચારિક કાર્યોમાં જ્ઞાનથી નિર્લેપ થા. (૪૮૪).
मृत्युतो निर्भयीभूय स्वात्मनि निर्भयं चर। जातस्य वपुषो नाशः स्वयं त्वमविनाशवान् ॥ ४८५ ॥
તું મૃત્યુથી નિર્ભય થઈને પોતાના આત્મામાં નિર્ભયપણે રમણતા કર. જન્મેલા શરીરનો નાશ થાય છે. તું પોતે અવિનાશી છે. (૪૮૫)
For Private And Personal Use Only
Page #112
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
जातानां हि विनाशोऽस्ति तेषां शोकं निवारय । आत्माऽसि सच्चिदानन्दः स्वस्वरूपं विचारय ॥ ४८६ ॥
જન્મેલાઓનો અવશ્ય વિનાશ છે, માટે તેઓનો શોક તું દૂર કર. તું સચ્ચિદાનંદ આત્મા છે, તેથી પોતાના સ્વરૂપનો વિચાર કર. (૪૮૬)
साधय स्वात्मनः शुद्धिं वारय मोहवासनाम् । जनान् स्मारय सद्ब्रह्म धारय स्वोपयोगिताम् ॥ ४८७॥
તું મોહવાસનાને દૂર કરે અને પોતાના આત્માની શુદ્ધિ સાધ અર્થાત્ સિદ્ધ કર. લોકોને સબ્રહ્મનું સ્મરણ કરાવ અને સ્વોપયોગતાને તું ધારણ કર. (૪૮૭).
जीव शुद्धोपयोगेन प्रियस्व मोहभावतः । विस्मर मोहभावॉस्त्वमात्मरूपं च संस्मर ॥ ४८८ ॥
તું શુદ્ધોપયોગથી જીવ. મોહભાવનો નાશ કર. મોહભાવોને ભૂલી જા અને આત્મસ્વરૂપનું સારી રીતે સ્મરણ કર. (૪૮૮)
असंख्यमार्गा मोक्षस्य सन्ति स्वात्मोपयोगिनाम् । तेषामेकमपि प्राप्य सिद्धाः सेत्स्यन्ति देहिनः ॥ ४८९ ॥
સ્વાત્મોપયોગવાળાઓને મોક્ષના અસંખ્ય માર્ગો છે. તેમાંથી એકને પણ પ્રાપ્ત કરીને દેહધારીઓ સિદ્ધ થયા છે અને સિદ્ધ થશે. (૪૮૯)
सम्यक्त्वदर्शनं व्यक्तमात्मोपयोग इष्यते । आत्मोपयोगिनां सर्वे मार्गा मोक्षाय भाषिताः ॥४९०॥
વ્યક્ત સમ્યકત્વદર્શન આત્મોપયોગ કહેવાય છે. આત્મોપયોગવાળાઓને બધા માર્ગો મોક્ષને માટે કહ્યા છે. (૪૯૦)
૯૮
For Private And Personal Use Only
Page #113
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
મોઃ ।
सम्यक्त्वदर्शनं प्राप्य मा प्रमादं कुरुष्व
आत्मन् शुद्धस्वरूपं ते चिन्तयस्व स्थिरो भव ॥ ४९१ ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હે આત્મન્ ! સમ્યક્ત્વદર્શનને પ્રાપ્ત કરીને તું પ્રમાદ કર મા. તું તારા શુદ્ધસ્વરુપનું ચિંતન કર અને શુદ્ધસ્વરૂપમાં સ્થિર થા. (૪૯૧)
सत्यासत्यं च विज्ञाय मा मुह्य मोहकर्मणि । असत्ये वर्तमानोऽपि तत्र सत्यं न वेदय ॥ ४९२ ॥
સત્ય અને અસત્યને જાણીને તું મોહકર્મમાં આસક્ત થા મા. અસત્યનું આચરણ કરતો હોવા છતાં પણ તું તેમાં સત્ય જાણ નહીં. (૪૯૨)
सम्यग्दृष्ट्या प्रविज्ञाय स्वात्मधर्मे रतिं कुरु । प्रारब्धकर्मभोगेषु रतिं मा कुरु चेतन ! ॥ ४९३ ॥
હે ચેતન ! સમ્યગ્દષ્ટિથી સ્વ આત્મધર્મને જાણીને તું પોતાના આત્મધર્મમાં રતિ કર અને પ્રારબ્ધકર્મોના ભોગોમાં રતિ ક૨ મા. (૪૯૩)
वैषयिकरतिं त्यक्त्वा शुद्धात्मनि रतिं कुरु ।
पवित्रात्मा भव स्पष्टं परब्रह्ममयो भव ॥ ४९४ ॥
વૈયિક રતિને તજીને તું શુદ્ધાત્મામાં રતિ કર. તું સ્પષ્ટ રીતે પવિત્રાત્મા થા અને પરબ્રહ્મમય બન. (૪૯૪)
सम्मील्य सागरे बिन्दुर्यथाऽब्धिरूपतां भजेत् ।
तथा परात्मतां प्राप्य स्वात्मा सिद्धो भवेत्स्वयम् ॥ ४९५ ॥
જેવી રીતે બિન્દુ સિન્ધુમાં સારી રીતે મળીને સિન્ધુપણાને પામે છે, તેવી રીતે પોતાનો આત્મા પરમાત્મપણાને પામીને સ્વયં સિદ્ધ થાય છે. (૪૯૫)
2)
For Private And Personal Use Only
Page #114
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
मनोवाक्कायजान् दोषान् वारय निजशक्तितः । धारय सद्गुणान् सर्वान् जीव स्वाभाविकैर्गुणैः ॥ ४९६ ॥
મન, વચન અને કાયાના દોષોને તું પોતાની શક્તિથી દૂર કર અને સર્વ સદ્ગુણોને ધારણ કર તથા સ્વાભાવિક ગુણો વડે જીવ. (૪૯૬)
सन्त्यज्य दुर्मतिं दुष्टां सन्मतिं भज भावतः । शुभाशुभविपाकेषु हर्षशोकं च संत्यज ॥ ४९७ ॥
તું દુષ્ટ દુર્મતિને સારી રીતે ત્યજીને ભાવથી સન્મતિને ભજ અને શુભ અને અશુભ કર્મોના વિપાકોમાં હર્ષ અને શોકને સારી રીતે તજી દે. (૪૯૭)
कर्माधीना जगज्जीवा मित्राणि शत्रवो न ते । आत्मोपयोगभावेन सर्वजीवान् क्षमापय ॥ ४९८ ॥
જગતના જીવો કર્માધીન છે. તેઓ તારા મિત્રો કે શત્રુઓ નથી. માટે આત્મોપયોગભાવથી તું સર્વ જીવોને ક્ષમા કર. (૪૯૮)
रागद्वेषौ न मे सर्वविश्वस्मिन् देहिनः प्रति । उत्थितोऽहं स्वमुक्त्यर्थं समोऽहं सर्वदेहिषु ॥ ४९९ ॥
સર્વ વિશ્વમાં દેહધારીઓ પ્રત્યે મને રાગ અને દ્વેષ નથી. પોતાની મુક્તિને માટે હું ઉત્થિત થયો છું તથા સર્વદેહધારીઓ પ્રત્યે હું સમભાવવાળો છું. (૪૯૯)
परब्रह्मपदावाप्त्यै मनोवाक्कायसाधनैः ।
उत्थितोऽहं परप्रीत्या सद्गुरुकृपया भृशम् ॥ ५०० ॥
પરબ્રહ્મપદની પ્રાપ્તિને માટે મન, વચન અને કાયાનાં સાધનોથી તથા સદ્ગુરુની ખૂબ કૃપા વડે હું શ્રેષ્ઠ પ્રીતિથી ઉત્થિત થયો છું. (૫૦૦)
૧૦૦
For Private And Personal Use Only
Page #115
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
परब्रह्ममहावीरकृपां याचे स्वमुक्तये। सतां कृपाकटाक्षेण मदुद्धारो भवेद् ध्रुवम् ॥५०१॥
હું પોતાની મુક્તિને માટે પરબ્રહ્મ મહાવીરની કૃપા યાચું છું. સપુરુષોના કૃપાકટાક્ષથી મારો ઉદ્ધાર અવશ્ય થશે. (૫૦૧)
पश्चात्तापोऽस्ति दोषाणां गुणानामनुमोदना। सर्वसङ्घस्य दासानुदासोऽहमुपयोगवान् ॥५०२ ॥
દોષોનો પશ્ચાત્તાપ કરૂં છે. ગુણોની અનુમોદના કરૂં છે. ઉપયોગવાળો હું સર્વ સંઘનો દાસાનુદાસ છું. (૫૦૨)
दासोऽहं सर्वसाधूनां साध्वीनां च विशेषतः । तत्कृपया मदुद्धारो भूयात्तत्प्रार्थयाम्यहम् ॥५०३ ॥
હું સર્વ સાધુઓનો દાસ છું અને વિશેષ કરીને સાધ્વીઓનો દાસ છું. તેઓની કૃપાથી મારો ઉદ્ધાર થાઓ, એવી હું પ્રાર્થના કરું છું. (૫૦૩)
सर्वसङ्घस्य सेवायां स्वार्पणभाववानहम् । आत्मशुद्धोपयोगार्थं यते निष्कामभक्तितः ॥५०४॥
સર્વ સંઘની સેવામાં સ્વાર્પણની ભાવનાવાળો હું આત્મશુદ્ધોપયોગ માટે નિષ્કામ ભક્તિથી યત્ન કરું છું. (૫૦૪).
आत्मनो गुणदोषाणां कर्तव्यं च निरीक्षणम् । पश्चात्तापादियोगेन कर्तव्या चाऽऽत्मशुद्धता ॥५०५ ।।
પોતાના ગુણ તથા દોષોનું નિરીક્ષણ કરવું જોઈએ અને પશ્ચાત્તાપ વગેરેના યોગથી આત્માની શુદ્ધતા કરવી જોઈએ. (૫૦૫)
૧૦૧
For Private And Personal Use Only
Page #116
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
गुप्ता व्यक्ताश्च ये दोषा हर्तव्या पूर्णयत्नतः । दोषा भवाय मोक्षाय गुणा ज्ञेया विवेकतः ॥ ५०६ ॥
ગુપ્ત અને વ્યક્ત જે દોષો હોય, તે પૂર્ણ યત્નથી દૂર કરવા જોઈએ. દોષો ભવને માટે થાય છે અને ગુણો મોક્ષને માટે થાય છે. એમ તું વિવેકથી (૫૦૬)
જાણ.
गुणा निजात्मनो रूपं मोहरूपं तु दुर्गुणाः । दोषवृन्दविनाशेन स्वात्मशुद्धिं कुरु द्रुतम् ॥ ५०७ ॥
ગુણો પોતાના આત્માનું સ્વરુપ છે અને દુર્ગુણો તો મોહનું રુપ છે. માટે દોષોના સમૂહના વિનાશથી તું શીઘ્ર પોતાના આત્માની શુદ્ધિ કર. (૫૦૭)
मुक्तिः कदापि न स्याद्धि रागद्वेषक्षयं विना । अतो रागादिदोषाणां नाशाय त्वं यतस्व भोः ॥ ५०८ ॥
રાગ અને દ્વેષના ક્ષય વિના ક્યારેય મુક્તિ થતી જ નથી. તેથી હે ચેતન ! રાગાદિદોષોના નાશને માટે તું યત્ન કર. (૫૦૮)
दोषप्रमादनाशार्थमात्मरूपं विचारय ।
गुणान् व्यक्तान् कुरुष्व त्वं प्रमादं मा कुरु क्षणम् ॥ ५०९ ॥
દોષો અને પ્રમાદના નાશ માટે તું આત્માનું સ્વરુપ વિચાર. તું ગુણોને વ્યક્ત કર અને ક્ષણનો પણ પ્રમાદ કર મા. (૫૦૯)
गारुडिको यथा सर्पविषमुत्तारयेद् द्रुतम् । जाङ्गुलीमन्त्रयोगेन ज्ञानी मोहविषं तथा ॥ ५१० ॥
જેમ ગારુડી જાંગુલી મંત્રના યોગથી સર્પના વિષને ઝડપથી ઉતારે છે, તેમ જ્ઞાની મોહના વિષને ઝડપથી ઉતારે છે. (૫૧૦)
૧૦૨
For Private And Personal Use Only
Page #117
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
शुद्धोपयोगमन्त्रेण मोहाहेर्विषमुत्तरेत् । ब्रह्मविद् भवति ब्रह्म निर्भयो ब्रह्मविज्जनः ॥ ५११ ॥
શુદ્ધોપયોગરુપ મંત્રથી મોહરૂપી સર્પનું વિષ ઉતરે છે. બ્રહ્મને જાણનારો બ્રહ્મ બને છે. તેથી બ્રહ્મને જાણનાર મનુષ્ય નિર્ભય છે. (૫૧૧)
अग्निरूपा भवेन्नूनमग्नियोगेन वर्तिका । शुद्धात्मभावनालीनः शुद्धात्मा जायते तथा ॥ ५१२ ॥
જેમ અગ્નિના યોગથી વર્તિકા અર્થાત્ દિવેટ અગ્નિના રુપવાળી થાય છે, તેમ શુદ્ધાત્મભાવનામાં લીન આત્મા શુદ્ધાત્મા બને છે. (૫૧૨)
यथाऽऽत्मकथनं तद्वद् वर्तनं शक्तितो भवेत् ।
तदा निजात्मनः शुद्धिस्तथा मुक्तिश्च जायते ॥ ५१३ ॥
જેવું પોતાનું કથન હોય, તેવું જ્યારે શક્તિથી વર્તન થાય, ત્યારે પોતાના આત્માની શુદ્ધિ થાય છે અને તેવી જ રીતે મુક્તિ થાય છે. (૫૧૩)
पालनं च प्रतिज्ञायाः पूर्णशुद्धात्मसंस्मृतिः । चतुर्विधमहासङ्घसङ्गसेवाप्रवर्तनम् ॥ ५१४ ॥
પ્રતિજ્ઞાનું પાલન કરવું જોઈએ અને પૂર્ણ શુદ્ધાત્માનું સંસ્મરણ કરવું જોઈએ તથા ચતુર્વિધ મહાસંઘનો સંગ કરવો જોઈએ અને તેની સેવામાં પ્રવર્તન કરવું જોઈએ. (૫૧૪)
निरुपाधिदशाप्राप्तेर्हेतूनामवलम्बनम् ।
बाह्यसङ्गेषु निःसङ्गवर्तनमान्तरं कुरु ॥ ५१५ ॥
તું નિરુપાધિદશાની પ્રાપ્તિના હેતુઓનું અવલંબન ક૨ અને બાહ્ય સંગોમાં નિઃસંગ એવું આંતરિક વર્તન કર. (૫૧૫)
૧૦૩
For Private And Personal Use Only
Page #118
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
आत्मपक्वदशाप्राप्त्यै मोहकृत्सङ्गवर्जनम् । यथायोग्यं प्रकर्तव्यं यत्र तत्र यदा तदा ॥५१६ ॥
આત્માની પક્વદશા પ્રાપ્ત કરવા માટે મોહ ઉત્પન્ન થાય તેવા સંગનો ત્યાગ કરવો જોઈએ અને જે સમયે જે યોગ્ય હોય, તે સમયે તે પ્રમાણે કરવું જોઈએ. (૫૧૬).
शुद्धात्मभावनावेगादाविर्भावो निजात्मनि । आत्मानन्दसमुद्रस्य जायतेऽनुभवो हदि ॥५१७ ॥
શુદ્ધાત્મભાવના આવેગથી પોતાના આત્મામાં આત્માનંદ રૂપ સાગરનો આવિર્ભાવ થાય છે – અને દયમાં એનો એવો અનુભવ થાય છે. (૫૧૭)
प्रतिक्षणं हदि व्यक्ता कर्तव्या ब्रह्मभावना। यत्र तत्र सदा भाव्यः शुद्धात्मा ध्यानयोगतः ॥५१८ ॥
પ્રતિક્ષણ હૃદયમાં બ્રહ્મ ભાવના વ્યક્ત કરવી જોઈએ અને હંમેશા સર્વ સ્થળે ધ્યાનયોગથી શુદ્ધ આત્માને ભાવવો જોઈએ. (૫૧૮)
सद्गुरुभक्तिसेवाद्यैरात्मपातो न जायते।. निपातोऽपिन भक्तानां गुर्वादिभक्तिकारिणाम् ॥५१९॥
સદ્દગુરુની ભક્તિ, સેવા વગેરેથી આત્માનું પતન થતું નથી, તેથી ગુરુ વગેરેની ભક્તિ કરનારા ભક્તોનો નિપાત પણ થતો નથી. (૫૧૯)
दोषान्मुक्वा निजात्मानं प्रति क्रमणयोगतः । आत्मशुद्धिर्भवेत्तूर्णं तत्र मग्नो भव स्वयम् ॥५२० ॥
દોષોને છોડીને પોતાના આત્માની તરફ ગતિ કરવાના યોગથી આત્મશુદ્ધિ શીધ્ર થાય છે. તું સ્વયં આત્મશુદ્ધિમાં મગ્ન થા. (પ૨૦)
૧૦૪
For Private And Personal Use Only
Page #119
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सद्गुणानां प्रकाशाय दोषाणां नाशहेतवे । यद्योग्यं तत्प्रकर्तव्यं योग्योपायैर्यथातथम् ॥५२१ ।।
સદ્ગણોની પ્રાપ્તિ માટે અને દોષોનો નાશ કરવા માટે યોગ્ય ઉપાયો વડે યથાર્થ રીતે જે યોગ્ય હોય તે કરવું જોઈએ. (૨૧)
आत्मनि भव मग्नस्त्वं पूर्णप्रीत्या भृशं स्वयम् । आत्मानुभवसंप्राप्त्या निर्विकल्पो भविष्यसि ।।५२२ ।।
તું સ્વયં પૂર્ણ પ્રીતિથી આત્મામાં અત્યન્ત મગ્ન થા. આત્માના અનુભવની સમ્ય પ્રાપ્તિથી તું નિર્વિકલ્પ થઈશ. (પ૨ ૨)
शुद्धात्मानं विना ह्यन्यान् सङ्कल्पॉस्त्वं भृशं त्यज । सर्वथाऽऽत्मोपरि प्रेम धारयोत्साहवीर्यतः ॥५२३ ॥
શુદ્ધાત્મા સિવાય અન્ય સંકલ્પોનો તું અત્યન્ત ત્યાગ કર તથા ઉત્સાહ અને વીર્યથી સર્વથા આત્મા ઉપર પ્રેમને ધારણ કર. (પ૨૩)
यादृग् भावो भवेद्यस्य फलं तस्याऽस्ति तादृशम् । आत्मशुद्धोपयोगेन फलं मुक्तिर्निजात्मनः ॥५२४ ॥
જેનો જેવો ભાવ હોય છે, તેને તેવું ફળ પ્રાપ્ત થાય છે. આત્માના શુદ્ધોપયોગથી પ્રાપ્ત થતું ફળ પોતાના આત્માની મુક્તિ છે. (૫૨૪)
आत्मभावेन मोक्षोऽस्ति भव्यानां भावनावताम् । भरताद्या गता मुक्तिमाऽऽत्मनो भावनाबलात् ॥५२५ ॥
આત્મભાવથી ભાવનાવાળા ભવ્ય જીવોનો મોક્ષ થાય છે. આત્મભાવના બળથી ભરત ચક્રવર્તી વગેરે મુક્તિ પામ્યા. (પ૨૫)
૧૦૫
For Private And Personal Use Only
Page #120
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
इलापुत्रो गतो मुक्तिमाऽऽत्मनो भावनाबलात् । आत्मशुद्धोपयोगेन आषाढः केवली प्रभुः ॥ ५२६ ।।
ઈલાપુત્ર આત્માની ભાવનાના બલથી મોક્ષે ગયા અને આત્માના શુદ્ધોપયોગથી આષાઢભૂતિ કેવલી પ્રભુ થયા. (૫૨૬)
आत्मभावनया मुक्तिमनन्ताः खलु लेभिरे । भावनारूढजीवानां शुद्धोपयोग आन्तरः ॥ ५२७ ।।
ખરેખર આત્મભાવનાથી અનંતજીવોએ મુક્તિ મેળવી છે. ભાવનામાં આરુઢ થયેલા જીવોને આંતરિક શુદ્ધોપયોગ હોય છે. (૫૨૭)
दानादिधर्मकार्याणि न फलन्ति च तां विना । शुभाच्छुद्धा प्रजायेत भावना मुक्तिदायिनी ॥ ५२८ ॥
દાન વગેરે ધર્મકાર્યો તેના વિના અર્થાત્ ભાવના વિના ફળતાં નથી. શુભ ભાવનાથી મુક્તિ આપનારી શુદ્ધ ભાવના ઉત્પન્ન થાય છે. (૫૨૮)
आत्मोपयोगदातृत्वे भावनाया महद्बलम् ।
बाह्यक्रियां विना भावाद् यथायोगं फलं भवेत् ॥ ५२९ ॥
આત્મોપયોગ આપવામાં ભાવનાનું મહાન બલ છે. પણ ભાવથી બ્રાહ્ય ક્રિયા વિના યોગ અનુસાર અર્થાત્ પ્રસંગ પ્રમાણે ફલ મળે છે. (૫૨૯)
आत्मनः शुद्धपर्यायाः सिद्धात्मादिप्रभेदतः । ज्ञातव्या उपयोगेन सद्गुरुबोधयुक्तिभिः ॥ ५३० ॥
સદ્ગુરુઓના બોધની યુક્તિઓથી ઉપયોગ વડે સિદ્ધાત્મા વગેરે પ્રભેદોથી આત્માના શુદ્ધ પર્યાયો જાણવા જોઈએ. (૫૩૦)
૧૦૬
For Private And Personal Use Only
Page #121
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अर्हन्नस्ति निजात्मैव सिद्ध आत्मैव शाश्वतः । आचार्योऽस्ति निजात्मैव स्वात्मैव वाचकप्रभुः ॥५३१॥
પોતાનો આત્મા જ અરિહંત છે. આત્મા જ શાશ્વત સિદ્ધ છે. પોતાનો આત્મા જ આચાર્ય છે. પોતાનો આત્મા જ વાચકપ્રભુ અર્થાત્ ઉપાધ્યાય છે. (પ૩૧)
साधुरस्ति निजात्मैव स्वात्मैव परमेष्ठिराट् । शुद्धदर्शनमात्मैव ज्ञानमात्मैव सर्वथा ॥५३२॥
પોતાનો આત્મા જ સાધુ છે. પોતાનો આત્મા જ પરમેષ્ઠિરાજ છે. આત્મા જ શુદ્ધદર્શન છે. આત્મા જ સર્વથા જ્ઞાન છે. (૫૩૨)
स्वान्यप्रकाशकं ज्ञानं ज्ञानेनाऽऽत्मा प्रलक्ष्यते । स्वभाव आत्मनो मुख्यो ज्ञानं ब्रह्मैव सर्वदा ॥५३३ ॥
જ્ઞાન સ્વપર પ્રકાશક છે. જ્ઞાનથી આત્મા જણાય છે. આત્માનો મુખ્ય સ્વભાવ જ્ઞાન જ સર્વદા બ્રહ્મ છે. (૫૩૩)
निजात्मैवाऽस्ति चारित्रं रमणं स्थैर्यमात्मनि । शुद्धोपयोग एवाऽस्ति चारित्रं कर्मनाशकम् ॥५३४ ॥
પોતાનો આત્મા જ ચારિત્ર છે. આત્મામાં સ્થિરતા એ જ રમણતા છે. તેથી શુદ્ધોપયોગ જ કર્મોનો નાશ કરનારું ચારિત્ર છે. (૫૩૪)
आत्मवीर्यं निजात्मैव वर्तते तन्निजात्मनि । आत्मासंख्यप्रदेशेषु पर्यायगुणशक्तिदम् ॥५३५ ।।
પોતાનો આત્મા જ આત્મવીર્ય છે. જે આત્માના અસંખ્ય પ્રદેશોમાં પર્યાય અને ગુણની શક્તિને આપનારું છે. તે આત્મવીર્ય પોતાના આત્મામાં રહેલું છે. (૫૩૫)
૧૦૭
For Private And Personal Use Only
Page #122
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
निजात्मैव तपो बोध्यं सर्वेच्छारोधकं महद् । कर्मणां निर्जरा येन भवेन्मुक्तिप्रदायकम् ॥ ५३६ ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પોતાનો આત્મા જ સર્વ ઈચ્છાઓનો રોધ કરનારુ મહાન તપ છે, એમ જાણવું જોઈએ, જેના વડે કર્મોની નિર્જરા થાય છે અને જે મુક્તિ આપનારું છે. (૫૩૬)
गुणाश्च सर्वपर्याया अनन्ता आत्मसंस्थिताः । स्यादात्माऽभेदतस्तेषामैक्यं जानन्ति पण्डिताः ॥ ५३७ ॥
આત્મામાં રહેલા અનંત ગુણો અને સર્વપર્યાયો અભેદથી આત્મા છે. તેઓનું ઐક્ય પંડિતો જાણે છે. (૫૩૭)
आत्मनः सद्गुणाः सर्वे स्वात्मरूपा अनादितः । सत्तातो विद्यमानास्ते भवन्ति व्यक्तरूपिणः ॥ ५३८ ॥
આત્માના બધા સદ્ગુણો અનાદિકાલથી પોતાના આત્મરુપ છે. સત્તાથી રહેલા તે ગુણો વ્યક્ત રુપવાળા એટલેકે પ્રગટ થાય છે. (૫૩૮)
आत्मशुद्धस्वभावेन मोक्षोऽस्तीति विनिश्चितम् । रागद्वेषविभावेन संसारोऽस्तीति निश्चितम् ॥ ५३९ ॥
આત્માના શુદ્ધ સ્વભાવથી મોક્ષ થાય છે, એ નિશ્ચિત છે અને રાગદ્વેષરુપ વિભાવથી સંસાર છે, એ (પણ) નિશ્ચિત છે. (૫૩૯)
जीवनं स्वात्मभावेन मृत्युर्मोहेन निश्चितम् । जीवनं मरणं ज्ञात्वा प्रमादं मा कुरुष्व भोः ॥ ५४० ॥
પોતાના આત્મભાવથી જીવન છે અને મોહથી મૃત્યુ છે, એ નિશ્ચિત છે. હે આત્મન્ ! આ પ્રમાણે જીવન અને મરણને જાણીને પ્રમાદ કર મા. (૫૪૦)
૧૦૮
For Private And Personal Use Only
Page #123
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
मुक्तिरात्मनि विज्ञेया माऽन्यत्र त्वं परिभ्रम । आत्मन्येव निजं राज्यं बाह्यराज्येषु मा मुहः ॥५४१॥
મુક્તિ આત્મામાં જાણવી જોઈએ. તું બીજે પરિભ્રમણ કર મા. આત્મામાં જ પોતાનું રાજય છે. બાહ્ય રાજયોમાં તું મોહન પામ. (૫૪૧)
स्वाश्रयेणैव जीव त्वं मा जीव त्वं पराश्रयात् । पारतन्त्र्यं महामृत्युः स्वातन्त्र्यमात्मजीवनम् ॥५४२ ॥
તું સ્વાશ્રયથી જ જીવ. પરાશ્રયથી તું જીવ મા. પરતંત્રતા એ મહામૃત્યુ છે અને સ્વતંત્રતા એ જ આત્માનું જીવન છે. (૫૪૨)
स्वात्मन्येव सुखं सत्यं दुःखं हि जडमोहतः । आत्मानमन्तरा कोऽपि कदाचिन्नाऽस्ति शर्मवान् ॥५४३॥
સાચું સુખ પોતાના આત્મામાં જ છે. જડના મોહથી ખરેખર દુઃખ પ્રાપ્ત થાય છે. આત્મા સિવાય કોઈપણ ક્યારેય સુખી નથી. (૫૪૩)
आत्मनो रिपुरात्मैव रागद्वेषादिसंयुतः। आत्मनो मित्रमात्माऽस्ति साम्येन कर्मनाशकृत् ॥५४४॥
રાગ-દ્વેષ વગેરેથી દુર્ગુણોવાળો આત્મા જ આત્માનો શત્રુ છે અને સામ્ય વડે કર્મોનો નાશ કરનાર આત્મા જ આત્માનો મિત્ર છે. (૫૪૪)
आत्मनो बन्धुरात्माऽस्ति मैत्र्यादिभावसंयुतः। आत्मन ईश्वरः स्वात्मा ज्ञानचारित्रसंयुतः ॥५४५ ॥
મૈત્રી વગેરે ભાવવાળો આત્મા આત્માનો બંધુ છે તથા જ્ઞાન અને ચારિત્રથી સંયુક્ત પોતાનો આત્મા આત્માનો ઈશ્વર અર્થાત્ સ્વામી છે. (૫૪૫)
૧૦૯
For Private And Personal Use Only
Page #124
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
आत्मनः सूर्य आत्माऽस्ति शुद्धब्रह्मप्रकाशवान्। आत्मनश्चन्द्र आत्माऽस्ति शमसंवेगसंयुतः ॥५४६ ॥
શુદ્ધબ્રહ્મના પ્રકાશવાળો આત્મા જ આત્માનો સૂર્ય છે અને શમ, સંવેગ વગેરે ગુણોથી સંયુક્ત આત્મા જ આત્માનો ચંદ્ર છે. (૫૪૬)
कर्मकर्ता निजात्माऽस्ति कर्मभोक्ता तथाऽऽत्मराट् । कर्महर्ता निजात्माऽस्ति बद्धो मुक्तोऽस्त्यपेक्षया ॥५४७॥
કર્મોનો કર્તા પોતાનો આત્મા જ છે તથા કર્મોનો ભોક્તા આત્મરાજ છે. કર્મોનો હર્તા પોતાનો આત્મા જ છે એટલે અપેક્ષાએ જ આત્મા બદ્ધ અને મુક્ત છે. (૫૪૭)
अनन्तशक्तिमान् ह्यात्मा निजात्मशक्तियोगतः । अनन्तशक्तिमत्कर्म पौद्गलिकक्रियाबलात् ॥५४८ ॥
પોતાની આત્મશક્તિના યોગથી સ્વ-આત્મગુણોને પ્રગટ કરનાર ખરેખર આત્મા જ અનંત શક્તિવાળો છે અને પૌલિક ક્રિયાના બલથી કર્મ પણ અનંત શક્તિવાળું છે. (૫૪૮).
कुत्राऽपि बलवत्कर्म कुत्राऽप्यात्मा बली भवेत् । ज्ञानसाम्यबलोपेत आत्मा कर्मारिनाशकृत् ॥५४९ ॥
ક્યાંક કર્મ બલવાન થાય છે, તો ક્યાંક આત્મા બલવાન થાય છે. જ્ઞાન અને સામ્યના બલથી યુક્ત આત્મા જ કર્મરુપી શત્રુઓનો નાશ કરનાર થાય છે. (૫૪૯)
अनादिकालसंयोग आत्मनः कर्मणो द्वयोः । आत्मा निजात्मभावेन कर्महन्ता स्वयं भवेत् ॥५५० ॥
આત્મા અને કર્મ એ બન્નેનો અનાદિકાલનો સંયોગ છે. આત્મા પોતાના આત્મભાવથી સ્વયં કર્મોને હણનાર થાય છે. (૫૫૦)
૧૧૦
For Private And Personal Use Only
Page #125
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सर्वशक्तिमयः स्वात्मा दैन्यं किञ्चिन्न धारय । सर्वशक्तिप्रकाशार्थं यतस्व पुरुषार्थतः ॥५५१॥
પોતાનો આત્મા જ સર્વશક્તિમય છે. તું સહેજ પણ દિનતા ન કર. તું પુરુષાર્થથી સર્વ શક્તિના પ્રાર્ય માટે યત્ન કર. (પપ૧)
आत्मोल्लाससमुत्साहाज्जीव शुद्धात्मनि स्वयम् । आत्मानन्दरसास्वादं कुरुष्व स्वात्मभावतः ॥५५२ ॥
તું આત્મોલ્લાસના સારા ઉત્સાહથી પોતાની મેળે શુદ્ધાત્મામાં જીવ અને પોતાના શુદ્ધ આત્મભાવથી આત્માના આનંદરુપી રસનો આસ્વાદ કર. (૫૫૨)
आत्मानन्दामृतं पीत्वा भव मग्नो निजात्मनि । सर्वसाधनतः साध्यमात्मानन्दस्य जीवनम् ॥५५३ ॥
આત્માનંદરુપી અમૃતનું પાન કરીને તે પોતાના આત્મામાં મગ્ન થા. સર્વસાધનથી આત્માના આનંદનું જીવન સાધવું જોઈએ. (૫૫૩)
स्वलक्ष्ये निश्चितं ध्येयं पूर्णानन्दरसोदधेः । कर्तव्यं सर्वथा पानं त्यक्वा मोहविषं द्रुतम् ॥५५४ ॥
પોતાના લક્ષ્યમાં ધ્યેય નક્કી કરવું જોઈએ અને મોહરુપી વિષને શીધ્ર ત્યજીને પૂર્ણાનંદરુપી રસના સમુદ્રનું સર્વથા પાન કરવું જોઈએ. (૫૫૪)
मनः स्वर्गो मनः श्वभ्रं संसारो मन एव च । मोहरूपं मनो जित्वा मुक्तो भवति चेतनः ॥५५५ ॥
મન સ્વર્ગ છે, મન નરક છે અને મન જ સંસાર છે. મોહરૂપ મનને જીતીને ચેતન મુક્ત થાય છે. (૫૫૫).
૧૧૧
For Private And Personal Use Only
Page #126
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
मनोनाशाद् भवेन्मृत्युर्मोहादिकर्मणां द्रुतम् । मोहक्षयेन मोक्षोऽस्ति मोक्षेऽनन्तं सुखं सदा ॥५५६ ॥
મનના નાશથી મોહ વગેરે કર્મોનું તરત મૃત્યુ થાય છે. મોહના ક્ષયથી મોક્ષ થાય છે. મોક્ષમાં સદા અનંત સુખ છે. (૫૫૬)
पर्यायाणां गुणानाञ्च व्यक्तभावोऽस्ति सिद्धता । सन्तस्ते व्यक्तिरूपेण भवन्ति गुणपर्ययाः ॥५५७ ॥
પર્યાયોનો અને ગુણોનો વ્યક્તભાવ એ સિદ્ધપણું છે. તેમાં સત્તામાં રહેલા તે ગુણો અને પર્યાયો વ્યક્તિપે પ્રાદુર્ભાવ પામે છે (૫૫૭)
व्यक्ती भवन्ति नाऽसन्तः सन्तो व्यक्ता भवन्ति ते । नाऽसतो जायते सत्त्वं सतोऽसत्त्वं न जायते ॥५५८ ॥
જે “અસત હોય છે, તે વ્યક્ત થતા નથી અને જે “સત હોય છે, તે વ્યક્ત થાય છે. કારણકે “અસત્ થી “સતપણું જન્મતું નથી અને સતુથી “અસત્પણું થતું નથી (૫૫૮)
गुणा अनन्तपर्याया आत्मनि सन्ति सत्तया। सद्भ्यः सामर्थ्यपर्याया अनन्ता व्यक्तभावतः ॥ ५५९
=
અનન્ત ગુણો અને અનંત પર્યાયો આત્મામાં સત્તાથી છે. વ્યક્તભાવથી અનંત સામર્થ્યપર્યાયો “સતમાંથી પ્રકટ થાય છે. (૫૫૯)
आत्मा सामर्थ्यपर्यायव्यक्तीभावाद् भवेत्प्रभुः। सिद्धो बुद्धो जिनेशात्मास्वयम्भूर्भगवान् विभुः ॥५६०॥
સામર્થ્યપર્યાયના પ્રકટીપણાથી આત્મા પ્રભુ થાય છે. તે સિદ્ધ, બુદ્ધ, જિનેશઆત્મા, સ્વયંભૂ, ભગવાન અને વિભુ બને છે. (પ૬૦)
૧૧ ૨
For Private And Personal Use Only
Page #127
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
अव्यक्तः सत्तया स्वात्मा व्यक्तो व्यक्तगुणादिभिः । अव्यक्ताः सन्ति सद्व्यक्ताः पर्यायाश्च गुणा निजे ॥ ५६१ ।
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પોતાનો આત્મા સત્તાથી અવ્યક્ત છે અને વ્યક્ત ગુણો વગેરેથી વ્યક્ત છે. પોતાનામાં અવ્યક્ત ગુણો અને પર્યાયો સારી રીતે વ્યક્ત થાય છે. (૫૬૧)
आत्मनोऽनन्तसामर्थ्यमात्मन्येव स्फुटं भवेत् । कायादिमिश्रवीर्यात्स्वं भिन्नं शुद्धं महद्बलम् ॥ ५६२ ॥ આત્માનું અનંત સામર્થ્ય આત્મામાં જ પ્રગટ થાય છે. કાયા વગેરેના મિશ્રવીર્યથી પોતાનું શુદ્ધ મહાન બલ ભિન્ન છે. (૫૬૨)
आत्मवीर्येण देहस्य सन्ति कम्पादिकाः क्रियाः । आत्मानमन्तरा देहो मृतो भवति निश्चलः ॥ ५६३ ॥
આત્માના વીર્યથી દેહની કંપન વગેરે ક્રિયાઓ થાય છે. સિવાય નિષ્પ્રાણ દેહ નિશ્ચલ થાય છે. (૫૬૩)
आत्मानमन्तरा देहे ज्ञाता कोऽपि न विद्यते । देहस्थोऽपि न देहोऽसौ देहो मे ज्ञानवाँश्च सः ॥ ५६४ ॥
આત્મા
આત્માવિના દેહમાં કોઈપણ જ્ઞાતા વિદ્યમાન નથી. દેહમાં રહેલો હોવા છતાં પણ આ આત્મા દેહ નથી અને દેહ મારો નથી, એવા જ્ઞાનવાળો તે આત્મા છે. (૫૬૪)
स्थूल कृशश्च मे देहो भिन्नोऽस्ति देहतः स्वयम् । गृहाद् गृही यथा भिन्नस्तथाऽऽत्मा देहसंस्थितः ॥ ५६५ ॥
૧૧૩
મારો દેહ સ્થૂલ છે અને કૃશ છે, એમ જાણનારો આત્મા દેહથી ભિન્ન છે. જેમ ઘ૨માં રહેનારો ઘરથી ભિન્ન છે, તેમ દેહમાં રહેલો આત્મા દેહથી ભિન્ન છે. (૫૬૫)
For Private And Personal Use Only
Page #128
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
देहयोगेन यो देही नष्टे देहे न नश्यति । आत्माऽस्ति दर्शनज्ञानचारित्रगुणवान् स्वयम् ॥ ५६६ ॥ દેહના યોગથી જે દેહી છે, તે દેહ જ્યારે નાશ પામે છે, ત્યારે દેહી-આત્મા નાશ પામતો નથી. આત્મા પોતે દર્શન, જ્ઞાન અને ચારિત્ર ગુણવાળો છે. (૫૬૬)
आत्मानः सङ्ख्ययाऽनन्ता भिन्नाः प्रतिशरीरिणः । अनादिकालतः कर्मसङ्गिनः शाश्वताव्ययाः ॥ ५६७ ॥
દરેક શરીરવાળા આત્માઓ ભિન્ન ભિન્ન છે અને સંખ્યાથી અનંતા છે. અનાદિ કાલથી કર્મના સંગવાળા તેઓ શાશ્વત અને અવ્યય છે. (૫૬૭)
सर्वकर्मविनाशाद्यो जीवो मुक्तो भवेत्प्रभुः ।
आत्मा परात्मतां याति सिद्धो बुद्धो भवेद्विभुः ॥ ५६८ ॥
સર્વ કર્મોના વિનાશથી જે જીવ મુક્ત થયો છે, તે જીવ પ્રભુ બને છે. તે આત્મા પરાત્મતા અર્થાત્ પરમાત્મપણું પામે છે. સિદ્ધ, બુદ્ધ અને વિભુ બને છે. (૫૬૮)
स्वर्गार्थं न शुभं कर्म कामये व्यवहारतः ।
सर्वं जीवोपकाराय करोमि स्वाधिकारतः ॥ ५६९ ।।
હું વ્યવહારથી સ્વર્ગને માટે શુભ કર્મ ઈચ્છતો નથી પરંતુ પોતાના અધિકાર પ્રમાણે હું બધું જીવોના ઉપકારને માટે કરું છું. (૫૬૯)
सर्ववेदादिशास्त्राणां सारोऽस्ति तं वदाम्यहम् । आत्मशुद्धिः प्रकर्तव्या रागद्वेषविनाशतः ॥ ५७० ॥
સર્વ વેદ વગેરે શાસ્ત્રોનો જે સાર છે, તે હું કહું છું. રાગ અને દ્વેષના વિનાશથી આત્મશુદ્ધિ કરવી જોઈએ. (૫૭૦)
૧૧૪
For Private And Personal Use Only
Page #129
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सर्वविश्वस्थधर्माणां शास्त्राणां मर्म वेम्यहम् । पुण्यं स्वर्गाय मुक्यर्थं पापं स्यानरकाय च ॥५७१ ॥
સમસ્ત વિશ્વમાં રહેલા ધર્મોનાં શાસ્ત્રોનો મર્મ હું જાણું છું. પુણ્ય સ્વર્ગ તથા મોક્ષને માટે છે અને પાપ નરકને માટે થાય છે. (પ૭૧).
सर्वदर्शनसारोऽस्ति मनोवाक्कायशुद्धितः । आत्मशुद्धिः प्रकर्तव्या वदामीति सुनिश्चयात् ॥५७२ ॥
મન, વચન અને કાયાની શુદ્ધિથી આત્મશુદ્ધિ કરવી જોઈએ. એ બધાં દર્શનોનો સાર છે - એમ હું નિશ્ચયપૂર્વક કહું છું. (૫૭૨)
सर्वदर्शनशास्त्रेषु यत्सत्यं तत्समाचार । स्याद्वाददृष्टितः सर्वसत्यांशान् यान्ति योगिनः ॥५७३ ॥
બધાં દર્શનોનાં શાસ્ત્રોમાં જે સત્ય છે, તેનું તું સારી રીતે આચરણ કર. યોગીઓ સ્યાદ્વાદ દૃષ્ટિથી સર્વ સત્યાંશોને પામે છે. (૫૭૩)
सम्यग्दर्शनलब्धारः सर्वदर्शनधर्मतः । सत्यं गृह्णन्ति सापेक्षदृष्ट्या जैनाः शिवार्थिनः ॥५७४ ॥
સમ્યગ્દર્શનને પામેલા મોક્ષાર્થી જેનો બધાં દર્શન અને ધર્મોમાંથી સાપેક્ષ દૃષ્ટિએ સત્યને ગ્રહણ કરે છે, (૫૭૪)
सम्यग्दृष्टिं हृदि प्राप्य पश्चाद् भूत्वोपयोगिनः । स्वान्यलिङ्गेषु सिद्धा ये सेत्स्यन्ति ते च सर्वथा ॥५७५ ॥
જેઓ સ્વલિંગમાં અને અન્યલિંગમાં સિદ્ધ થયા છે અને સિદ્ધ થશે, તેઓ સર્વથા સ્ટયમાં સમ્યગ્દષ્ટિને પ્રાપ્ત કરીને પછી ઉપયોગવાળા થઈને જ સિદ્ધ થયા છે અને સિદ્ધ થશે. (૫૭૫)
૧૧૫
For Private And Personal Use Only
Page #130
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
सम्यग्दर्शनसम्प्राप्त्या प्रादुर्भवति चेतने । शुद्धोपयोगसामर्थ्यं सर्वकर्मविनाशकम् ॥ ५७६ ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચેતનમાં સમ્યગ્દર્શનની સંપ્રાપ્તિથી સર્વકર્મોનો વિનાશ કરનારું શુદ્ધોપયોગનું સામર્થ્ય પ્રકટ થાય છે. (૫૭૬)
अनेकान्तमताम्भोधिः सम्यग्दृष्टिजनोऽस्ति यः । सर्वधर्मस्य मर्माणि जानाति साध्यलक्ष्यवान् ॥ ५७७ ॥
અનેકાન્તમતનો સમુદ્ર એવો સમ્યગ્દષ્ટિ મનુષ્ય સાધ્યના લક્ષવાળો અને સર્વધર્મનાં રહસ્યોને જાણે છે. (૫૭૭)
स्याद्वादनयसापेक्षाज्जिनाङ्गे सर्वदर्शनम् ।
माति मया परिज्ञातं स्याद्वादनयबोधतः ॥ ५७८ ॥
સ્યાદ્વાદ અને નયોની અપેક્ષાએ શ્રીજિનના અંગમાં સર્વદર્શન સમાય જાય છે, એમ મેં સ્યાદ્વાદ અને નયોના જ્ઞાનથી જાણ્યું છે. (૫૭૮)
सर्वदर्शनसत्यांशदर्शकं जैनदर्शनम् ।
सर्वकदाग्रहान्मुक्तं शुद्धोपयोगदर्शकम् ॥ ५७९ ॥
બધાં દર્શનનોના સત્યાંશોને બતાવનારું જૈનદર્શન સર્વ કદાગ્રહોથી મુક્ત અને શુદ્ધોપયોગ દર્શક છે. (૫૭૯)
रुणद्धि सत्यबोधेन सर्वविश्वकदाग्रहान् । सर्वदर्शनसद्रूपं जयताज्जैनदर्शनम् ॥ ५८० ॥
તું સમસ્ત વિશ્વના કદાગ્રહોનો સત્યના બોધથી ૨ોધ કર. સર્વદર્શનોનું સટ્રૂપ જૈનદર્શન જય પામો અર્થાત્ જયવંત વર્તો (૫૮૦)
૧૧૬
For Private And Personal Use Only
Page #131
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
जैनदर्शनमात्माऽस्ति स्वात्माऽहं जैनदर्शनी । जिनश्च जैनरूपोऽहं साध्यसाधनभावतः ॥ ५८१ ॥
જૈન દર્શન એ આત્મા છે. હું - પોતાનો આત્મા જૈન દર્શની છું. સાધ્ય અને સાધનભાવથી હું જિન અને જૈનરુપ છું. (૫૮૧)
Acharya Shri Kailassagarsuri Gyanmandir
मुक्त्यर्थं यो जिनैर्दिष्टो जैनधर्मः स उच्यते । आदर्शध्येयरूपोऽस्ति पूर्णात्मशुद्धिकारकः ॥ ५८२ ॥
મુક્તિને માટે જે જિનોએ ઉપદેશ્યો છે, તે જૈનધર્મ કહેવાય છે. પૂર્ણ આત્મશુદ્ધિ કરનારો તે આદર્શ ધ્યેયરુપ છે. (૫૮૨)
आत्मनः पूर्णशुद्धयर्थं जैनधर्मोऽस्ति साधनम् । द्रव्यभावारिजेतारो जैना जिनानुयायिनः ॥ ५८३ ॥
આત્માની પૂર્ણશુદ્ધિને માટે જૈનધર્મ સાધન છે. જિનના અનુયાયી જૈનો દ્રવ્યશત્રુઓ અને ભાવશત્રુઓને જીતનારા છે. (૫૮૩)
जैनास्तु साधकात्मानो मोहनाशनतत्पराः । रागद्वेषविजेतारो केवलज्ञानिनो जिनाः ॥ ५८४ ॥
જૈનો તો મોહનો નાશ કરવામાં તત્પર સાધક આત્માઓ છે. રાગ અને દ્વેષને વિશેષે કરીને જીતનારા અને કેવલજ્ઞાનવાળા જિનો છે. (૫૮૪)
जैनधर्मो जिनो जैन आत्मैव चाऽऽत्मपर्यवाः । आत्मनः शुद्धपर्यायसिद्धरूपमुपास्महे ।। ५८५ ॥
જૈનધર્મ, જિન, જૈન અને આત્મા એ જ આત્માના પર્યાયો છે. આત્માના શુદ્ધ પર્યાયરૂપ સિદ્ધ સ્વરુપની અમે ઉપાસના કરીએ છીએ. (૫૮૫)
૧૧૭
For Private And Personal Use Only
Page #132
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सर्वदर्शनरूपात्मा दर्शनान्यात्मनः स्फुटम् । श्रुतज्ञानस्य पर्याया मिथ्यासम्यकस्वरूपिणः ॥५८६ ॥
સર્વદર્શનરુપ આત્મા છે; તેથી દર્શનો સ્પષ્ટ રીતે આત્માના શ્રુતજ્ઞાનના મિથ્યા અને સમ્યફ સ્વરુપવાળા પર્યાયો છે. (૫૮૬)
साधिते जैनधर्म स्युः सर्वधर्माः प्रसाधिताः । सर्व धर्माः प्रगच्छन्ति जैनधर्मं प्रति ध्रुवम् ॥५८७ ।।
જ્યારે જૈનધર્મ સાધવામાં આવે છે, ત્યારે બધા ધર્મો સધાય જાય છે. બધા ધર્મો નિશ્ચિત જૈનધર્મ તરફ જાય છે અર્થાત જૈનધર્મને મળે છે. (૫૮૭)
सर्वदर्शनपर्यायाः संस्पृष्टास्त्याजिताश्च ये। केवलज्ञानलाभेन प्रजायन्ते न ते पुनः ।। ५८८ ।।
સર્વદર્શનના પર્યાયો જે સ્પર્શાવેલા અને ત્યજાયેલા છે, તે કેવલજ્ઞાનના લાભથી ફરીથી ઉત્પન્ન થતા નથી અર્થાત્ પ્રકટ થતા નથી. (૫૮૮)
आत्मनः क्षायिकाद् भावात् केवलज्ञानदर्शनम्। प्राप्तेरनन्तरं स्वात्मा परमात्मा ध्रुवं भवेत् ।। ५८९ ।।
આત્માના ક્ષાયિક ભાવના કેવલજ્ઞાન અને કેવલદર્શનની પ્રાપ્તિની સાથે જ પોતાનો આત્મા અવશ્ય પરમાત્મા થયા છે. (૫૮૯)
शुद्धप्रज्ञा सुषुम्णैव भक्तिरिडैव सात्त्विकी। पिङ्गलैव स्थिरप्रज्ञा मेरुदण्डोऽस्ति धीरता ॥५९० ॥
શુદ્ધપ્રજ્ઞા જ સુષુમ્યા છે. સાત્ત્વિક ભક્તિ જ ઈડા છે. સ્થિરપ્રજ્ઞા જ પિંગલા છે અને ધીરતા જ મેરુદંડ છે. (૫૯૦)
૧૧૮
For Private And Personal Use Only
Page #133
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
षट्स्थानकस्य यच्चक्रं षट्चक्रं तन्निजात्मनः । सम्यक्चारित्रमेवाऽस्ति ब्रह्मरन्ध्र निजात्मनि ॥५९१ ॥
જસ્થાનકનું જે ચક્ર છે, તે પોતાના આત્માનું પચ્ચક્ર છે અને સમ્યફચારિત્ર એ જ પોતાના આત્મામાં બ્રહ્મપ્ર છે. (૫૯૧)
अन्तरात्मा निजाधारचक्रमध्यात्मभावतः । स्वाधिष्ठानं स्थिरज्ञानं ज्ञेयमात्मोपयोगतः ॥५९२ ।।
અધ્યાત્મભાવથી અંતરાત્મા પોતાનું આધારચક્ર છે. તથા આત્મોપયોગથી સ્થિરજ્ઞાનને સ્વાધિષ્ઠાનચક્ર જાણવું જોઈએ. (૫૯૨)
मणिपूरकचकं स्यात् सम्यग्ज्ञानं प्रतिष्ठितम् । धर्मध्यानं तु हच्चक्रं कण्ठचक्रं श्रुतं महद् ॥५९३ ॥
પ્રતિષ્ઠિત સમ્યજ્ઞાન મણિપૂરક ચક્ર છે. ધર્મધ્યાન તો હ્મયચક્ર છે અને મહાન શ્રુતજ્ઞાન એ કંઠચક્ર છે. (પ૯૩)
दर्शनज्ञानचारित्रमेवाऽस्ति त्रिपुटी शुभा। निर्विकल्पोपयोगोऽस्ति ब्रह्मरन्ध्रस्थितं महः ॥५९४ ॥
દર્શન, જ્ઞાન અને ચારિત્ર જશુભ ત્રિપુટી છે અને નિર્વિકલ્પોપયોગ प्रघमा ते ४ . (५८४)
प्राणायामस्तु बोध्यः स मार्गानुसारिसद्गुणाः । नेतिश्चित्तस्य संशुद्धिोतिः सेवैव सात्त्विकी ॥५९५ ॥
માર્ગાનુસારીના સગુણોને પ્રાણાયામ જાણવો જોઈએ અને ચિત્તની સંશુદ્ધિ એ નેતિ છે અને સાત્ત્વિક સંશુદ્ધિ જ તે ધોતિ છે. (૫૯૫)
૧૧૯
For Private And Personal Use Only
Page #134
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
बस्तिरेव गुरोर्बोधो नौलिकर्मैव सक्रिया। षट्चक्रदेवदेव्यस्तु स्वान्तरा आत्मवृत्तयः ॥५९६ ॥
ગુરુનો બોધ એ બસ્તિ છે અને સક્રિયા એ નૌલિકર્મ છે. પોતાની આંતરિક આત્મવૃત્તિઓ તે ષટ્યકનાં દેવ-દેવીઓ છે. (૫૯૬)
ज्ञानयोगी विजानाति षट्धास्थानकमात्मनः । आत्मोपयोगतः षड्धास्थानकचक्रमात्मनि ॥५९७ ।।
જ્ઞાનયોગી આત્માના છ પ્રકારનાં સ્થાનકોને વિશેષે કરીને જાણે છે. આત્મોપયોગથી છ પ્રકારનાં સ્થાનકોનું ચક્ર આત્મામાં છે. (૫૯૭)
ज्ञातं येन स मुक्तः स्यात् सम्यग्दर्शननिश्चयात् । आत्मोपयोगलीनत्वं प्राप्यते ज्ञानयोगिभिः ॥५९८ ॥
સમ્યગ્દર્શનના નિશ્ચયથી જેણે આત્માનાં ષસ્થાનકોનું ચક્ર જાણ્યું છે, તે મુક્ત થાય છે. કારણકે જ્ઞાનયોગીઓ વડે આત્મોપયોગમાં લીનતા પ્રાપ્ત કરાય છે. (૫૯૮).
मोहादिसर्ववृत्तीनां लयो मोक्षो भवेत् खलु । महावीरस्य नाम्ना त्वं वीरे लीनो भव द्रुतम् ॥५९९ ॥
ખરેખર મોહ વગેરે સર્વવૃત્તિઓનો લય એ જ મોક્ષ છે. તેથી મહાવીર પ્રભુના નામથી તું આત્મવીરમાં શીઘ લીન થા. (૫૯૯)
स्वयं भव महावीरो वीराद्वीरः प्रकाशते । सत्तयाऽऽत्ममहावीरो व्यक्तः स भवति ध्रुवम् ॥६०० ॥
તું પોતે આત્મ મહાવીર થા. વીરથી આત્મ વીર પ્રકાશે છે. જે સત્તાથી આત્મ મહાવીર છે, તે નક્કી વ્યક્ત થાય છે. (૬૨૦)
૧૨૦
For Private And Personal Use Only
Page #135
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
सत्त्वरजस्तमोवृत्तिर्मोहप्रकृतिरेव सा । प्रकृतेर्भिन्नमात्मानं पुरुषमेव बोधत ॥ ६०१ ॥ સત્ત્વવૃત્તિ, રજવૃત્તિ અને તમોવૃત્તિએ મોહ પ્રકૃતિ જ છે. પ્રકૃતિથી ભિન્ન આત્માને જ પુરુષ જાણો (૬૦૧)
Acharya Shri Kailassagarsuri Gyanmandir
आत्मनोऽसङ्ख्यनामानि तैरात्मानं विचारय ।
त्वत्तः प्रकाशते विश्वं स्वात्मानं विद्धि सत्प्रभुम् ॥ ६०२ ॥ આત્માના અસંખ્ય નામો છે, તેના વડે તું આત્માનો વિચાર કર. તારાથી વિશ્વ પ્રકાશે છે. તું પોતાના આત્માને સત્પ્રભુ જાણ. (૬૦૨)
मां नय तमसो ज्योतिः परब्रह्मजिनेश्वर ।
आत्मा ब्रूते निजात्मानमलक्ष्यो नैव लक्ष्यते ।। ६०३ ॥
હે પરબ્રહ્મ જિનેશ્વર ! તું મને અંધકારમાંથી પરું જ્યોતિ તરફ લઈ જા – એમ આત્મા પોતાના આત્માને જ કહે છે. કારણકે અલક્ષ્ય એવો આત્મા જોઈ શકાતો જ નથી. (૬૦૩)
आत्मोपयोगतो लक्ष्योऽलक्ष्य आत्मा निजात्मना । अनुभवी विजानाति स्ववेद्यो ऽहं चिदात्मना ॥ ६०४॥
આત્મોપયોગથી અલક્ષ્ય આત્મા પોતાના આત્મા વડે લક્ષ્ય બને છે અર્થાત્ જાણી શકાય છે. ચિદાત્મા વડે હું સ્વવેદ્ય અર્થાત્ પોતાના વડે જ જાણવા યોગ્ય છું, એમ અનુભવી વિશેષે કરીને જાણે છે. (૬૦૪)
आनन्दज्ञानरूपोऽस्ति सर्वजीवास्तथाऽऽत्मनः ।
ज्ञाता आत्मोपयोगेन शुद्धनिश्चयबोधतः ॥ ६०५ ॥
બધા જીવો આનંદ અને જ્ઞાનરુપ છે તથા શુદ્ધ નિશ્ચય નયના બોધથી આત્મોપયોગ વડે આત્માના જ્ઞાતા છે. (૬૦૫)
૧૨૧
For Private And Personal Use Only
Page #136
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
एकात्मा संग्रहेण स्याच्चित्सत्तातः प्रवेदकः । आत्मसत्तोपयोगेन सद्ब्रह्मैक्यं प्रवेम्यहम् ॥६०६ ॥
સંગ્રહ નયથી આત્મા એક છે, એમ આત્મા ચિત્સત્તાથી જાણનાર છે. આત્મ સત્તામાં ઉપયોગ કરવા વડે હું સબ્રહ્મની સાથે ઐક્ય જાણું છું અર્થાત્ ઐક્ય અનુભવું છું. (૬૦૬) सिद्धदेवसमाः पूर्णा आत्मानः सन्ति सत्तया।
आत्मोपयोगतः सिद्धो भविष्यामि न संशयः ॥६०७॥
સત્તાથી બધા આત્માઓ સિદ્ધદેવ જેવા પૂર્ણ છે. આત્મોપયોગથી હું સિદ્ધ થઈશ, એમાં સંશય નથી. (૬૦૭)
गच्छादिसम्प्रदायानां चर्चासु न पतेत् सुधीः । सर्वगच्छेषु मोक्षोऽस्ति साम्योपयोगतो ध्रुवम् ॥६०८ ॥
બુદ્ધિશાળી જ્ઞાનીએ ગચ્છ વગેરે અને સંપ્રદાયોની ચર્ચામાં પડવું ન જોઈએ. મોક્ષ સામ્યોપયોગથી બધા ગચ્છોમાં અવશ્ય થાય છે. (૬૦૮)
गच्छादिमतभेदानां मोहान्मुक्तिर्न जायते । मुक्तिः कषायमुक्याऽस्ति साम्यात्कषायमुक्तता ॥६०९॥
ગચ્છ વગેરેના મતભેદોના મોહથી મુક્તિ થતી નથી. કષાય મુક્તિથી જ મોક્ષ થાય છે અને સામ્યભાવથી કષાય મુક્તતા થાય છે. (૬૦૯)
स्वगच्छे व्यवहारेण वर्तिनां समभावतः। कषायमुक्तितो मुक्तिर्भवेत्तत्र न संशयः ॥६१०॥
પોતાના ગચ્છમાં વ્યવહારથી સમભાવપૂર્વક વર્તનારાઓની મુક્તિ કષાયમુક્તિથી થાય છે, તેમાં સંશય નથી. (૧૦)
૧ ૨ ૨
For Private And Personal Use Only
Page #137
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्वेताम्बरमते मुक्तिस्तथा दैगम्बरे मते । सर्वकषायमुकतानां समशुद्धोपयोगिनाम् ॥६११ ॥
સર્વ કષાયોથી મુક્ત થયેલા સમભાવ અને શુદ્ધોપયોગવાળાઓની મુકિત શ્વેતામ્બર મતમાં તથા દિગમ્બરોના મતમાં થાય છે. (૧૧)
वैष्णवानाञ्च शैवानां बौद्धानां रवीस्तिधर्मिणाम् । महंमदीयलोकानां भवेन्मोक्षः समत्वतः ॥६१२ ॥
વૈષ્ણવો, શૈવો, બોદ્ધો, ખ્રિસ્તી ધર્મવાળાઓ અને મહંમદને मानना२॥ सोडीनो मोक्ष समभावथा थाय छे. (६१२)
रागद्वेषपरिणामकषायत्यागमन्तरा। सर्वधर्ममनुष्याणां मोक्षः कदापि नो भवेत् ॥६१३ ॥
સર્વધર્મોના મનુષ્યોનો મોક્ષ રાગ-દ્વેષના પરિણામ અને કષાયોના त्या सिवाय पि थतो नथी. (६१3)
उपयोगेन धर्मोऽस्ति बन्धोऽस्ति परिणामतः । अधर्मोऽनुपयोगेन क्रियातः कर्मबन्धनम् ॥६१४ ॥
ઉપયોગથી ધર્મ થાય છે. પરિણામથી બંધ થાય છે. અનુપયોગથી અધર્મ થાય છે અને ક્રિયાથી કર્મબંધન થાય છે. (૬૧૪)
कर्मबन्धनकी स्याद् रागद्वेषयुता क्रिया। कर्मबन्धनमुक्यर्थं क्रिया स्वात्मोपयोगिनी ॥६१५ ॥
રાગદ્વેષ યુક્ત ક્રિયા કર્મબંધન કરનારી થાય છે. જ્યારે સ્વાત્મોપયોગવાળી ક્રિયા કર્મબંધનથી મુક્તિને માટે થાય છે. (૧૫)
१२२
For Private And Personal Use Only
Page #138
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सम्यग्दर्शनयुक्तानां प्रशस्यपरिणामतः । अल्पोऽस्ति कर्मणां बन्धो जायते निर्जरा भृशम् ॥६१६ ॥
સમ્યગ્દર્શનવાળાઓને પ્રશસ્ય અર્થાત્ શુભ અને શુદ્ધ પરિણામથી કર્મોનો બંધ અલ્પ થાય છે અને ઘણી કર્મ નિર્જરા થાય છે. (૬૧૬)
स्वल्पदोषमहाधर्मं विज्ञाय सर्वकर्मसु । सम्यग्दर्शनीजैनानां वर्तनञ्च भवेत् सदा ॥६१७ ॥
સદા સ્વલ્પ દોષ અને મહાન ધર્મ જાણીને સમ્યગ્દર્શનવાળા જૈનોની સર્વકાર્યોમાં પ્રવૃત્તિ થાય છે. (૬૧૭)
त्यागिनाञ्च गृहस्थानां सम्यग्दर्शनधारिणाम् । आत्मोपयोगिनां सर्वाः प्रवृत्तयश्च मुक्तये ॥६१८ ॥
સમ્યગ્દર્શનને ધારણ કરનારા અને આત્મોપયોગવાળા ત્યાગી અને ગૃહસ્થોની સર્વ પ્રવૃત્તિઓ મુક્તિને માટે થાય છે. (....સમીતિની સહુ કરણી, મોક્ષ મહેલની નિસરણી....) (૬૧૮)
सम्यग्दर्शनयुक्तानां पारम्पर्येण मुक्तये। गार्हस्थ्ययोग्यकर्माणि भवन्त्यात्मोपयोगिनाम्॥६१९ ।।
સમ્યગ્દર્શન યુક્ત આત્મોપયોગવાળાઓનાં ગૃહસ્થપણાને યોગ્ય કાર્યો પણ પરંપરાએ મુક્તિને માટે થાય છે. (૬૧૯).
पञ्चवर्णीयमृद्धोक्ता शङ्खः स्वपरिणामतः । स्वयं श्वेतो भवेन्नूनं तथा सम्यक्ववान् जनः ॥६२० ॥
પાંચ રંગવાળી માટીને ખાનાર શંખ ખરેખર પોતાના પરિણામથી સ્વયં શ્વેત થાય છે, તેવી જ રીતે સમ્યત્વવાળો મનુષ્ય પાંચ ઈન્દ્રિયોના ભોગ ભોગવવા છતાં પણ પોતાના આત્મ પરિણામથી શુદ્ધ થાય છે. (૬૨૦)
૧ ૨૪
For Private And Personal Use Only
Page #139
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सविषोऽस्ति यथा सर्पो लोकानां प्राणनाशकः ।
तथा मिथ्यात्वयुक्तोऽस्ति जीवः स्वान्यविनाशकः ॥ ૬૨૨ા.
જેમ ઝેરવાળો સર્પ લોકોના પ્રાણનો નાશ કરનાર થાય છે, તેમ મિથ્યાત્વયુક્ત જીવ પોતાનો અને પરનો વિનાશ કરનાર થાય છે. (૬૨૧)
निर्विषोऽस्ति यथा सर्पो दंशन् नाऽन्यविनाशकः । सम्यग्दर्शनवान् जीवस्तथा स्वान्याविनाशकः ॥६२२॥
જેમ નિર્વિષ સર્પ દંશ દેતાં છતા અન્યનો વિનાશ કરનાર થતો નથી, તેમ સમ્યગ્દર્શનવાળો જીવ પોતાનો અને પરનો વિનાશ કરનાર થતો નથી. (૬૨૨)
पञ्चेन्द्रियैर्भवेद्भोगी सम्यग्दर्शनवान् जनः । आत्मशुद्धोपयोगेन स्वाल्पबन्धश्च मुक्तये ॥६२३॥
પાંચ ઈન્દ્રિયો વડે ભોગ ભોગવનાર સમ્યગ્દર્શનવાળો મનુષ્ય આત્મશુદ્ધોપયોગથી સ્વલ્પબંધવાળો અને મુક્તિને માટે યોગ્ય બને છે. (૬૨૩)
पशूनां रक्षणं कार्यं पक्षिणाञ्च विशेषतः । यतना सर्वकार्येषु कार्यं स्ववीर्यरक्षणम् ॥६२४ ॥
વિશેષ કરીને પશુઓનું અને પક્ષીઓનું રક્ષણ કરવું જોઈએ. સર્વકાર્યોમાં યતના રાખવી જોઈએ અને પોતાના વીર્યનું રક્ષણ કરવું જોઈએ. (૬૨૪).
अन्नं जलञ्च वस्त्रञ्च देयं तदर्थिने शुभम् । यत्काले यच्च योग्यं स्यात्तदेयं मुक्तिकामिभिः ॥६२५॥
શુભ અન્ન, જલ અને વસ્ત્ર તેના અર્થીને આપવાં જોઈએ અને મુક્તિની ઈચ્છાવાળાઓએ જે કાલે જે યોગ્ય હોય, તે આપવું જોઈએ. (૬૨૫)
૧ ૨૫.
For Private And Personal Use Only
Page #140
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
मनोवाक्काययोगानां बलवृद्धिश्च रक्षणम् । आरोग्यं हि सदा रक्ष्यं नारीभिश्च नरैर्बुवम् ॥६२६ ॥
મન, વચન અને કાયાના યોગોની બલવૃદ્ધિ અને રક્ષણ કરીને ખરેખર નરોએ અને નારીઓએ સદા આરોગ્યનું અવશ્ય રક્ષણ કરવું જોઈએ. (૬૨૬)
आत्मशुद्धोपयोगाय आन्तरा बाह्यशक्तयः । प्राप्तव्याः सर्वथोपायैर्वृद्धयुवकबालकैः ॥६२७ ॥
વૃદ્ધ, યુવક અને બાળકોએ સર્વથા સર્વ ઉપાયો વડે આત્મશદ્ધોપયોગને માટે આંતર અને બાહ્ય શક્તિઓ પ્રાપ્ત કરવી જોઈએ. (૬૨૭)
आजीविकादिसद्यनैर्बाह्यदेहादिजीवनम् । धार्यं सर्वजनैः सम्यक्छुद्धोपयोगहेतवे ॥६२८ ॥
સમ્યફ શુદ્ધોપયોગ માટે આજીવિકા વગેરેના સદ્ યત્નો વડે સર્વ જનોએ બાહ્ય દેહ વગેરેનું જીવન ધારણ કરવું જોઈએ. (૬૨૮)
देहादिजीवनोपायै व्यं स्वाश्रयिभावतः । स्वतन्त्रं जीवनं धार्यं निर्दोषमात्मशुद्धिकृत् ॥६२९ ॥
દેહ વગેરેના જીવનના ઉપાયો વડે સ્વાશ્રયી ભાવથી જીવવું જોઈએ. અને આત્મશુદ્ધિ કરનારું નિર્દોષ સ્વતંત્ર જીવન ધારણ કરવું જોઈએ. (૬૨૦)
क्षात्रकर्म च सद्विद्या कृषिापारकर्म च । सेवा चेतैर्गृहस्थैर्हि जीव्यमात्मोन्नतेः कृते ॥६३०॥
ખરેખર ગૃહસ્થોએ આત્મોન્નતિને માટે વ્યવહારથી ક્ષાત્રકર્મ, સવિદ્યા, કૃષિ, વ્યાપાર કર્મ અને સેવા વડે જીવવું જોઈએ. (૬૩૦)
૧ ૨૬
For Private And Personal Use Only
Page #141
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
आन्तरं जीवनं पोष्यं प्रामाण्यस्वोद्यमादिकैः । आत्मोपयोगशुद्धयर्थं सत्त्वजीवनकारणम् ॥ ६३१ ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મોપયોગની શુદ્ધિને માટે સત્ત્વગુણવાળું જીવન કારણ છે, તેથી પ્રમાણભૂત અર્થાત્ માન્ય હોય એવા પોતાના ઉદ્યમ વગેરેથી આંતરિક જીવન પોષવું જોઈએ. (૬૩૧)
रोगभ्य औषधादीनां दानं शक्त्यनुसारतः । विद्यादानञ्च बालेभ्यो देयमात्मोपयोगिभिः ॥ ६३२ ॥
આત્મોપયોગવાળાઓઐ શક્તિ અનુસાર રોગીઓને ઔષધ વગેરેનું દાન અને બાળકોને વિદ્યાદાન દેવું જોઈએ. (૬૩૨)
गृहागतस्य सत्कारः कर्तव्यो भोजनादिभिः । आपत्काले च दुर्भिक्षे कर्तव्यं लोकपालनम् ॥ ६३३ ॥
ઘરે આવેલાને ભોજન વગેરેથી સત્કાર કરવો જોઈએ તથા આપત્તિના સમયે અને દુષ્કાળમાં લોકોનું પાલન કરવું જોઈએ. (૬૩૩)
सूरिवाचकसाधूनां वैयावृत्यं सुभावतः ।
कर्तव्यञ्च तथा सेवाभक्तिरात्मोपयोगिभिः ॥ ६३४ ॥
આત્મોપયોગવાળાઓએ સારા ભાવથી આચાર્ય, ઉપાધ્યાય અને સાધુઓનું વૈયાવૃત્ય કરવું જોઈએ તથા સેવા અને ભક્તિ કરવી જોઈએ. (૬૩૪)
दानाद्यैरात्मशुद्धिः स्यात्तथा सद्गुरुसङ्गतः । प्रादुर्भवति मोक्षार्थमात्मोपयोग आन्तरः ॥ ६३५ ॥
દાન વગેરેથી આત્મશુદ્ધિ થાય છે તથા સદ્ગુરુના સંગથી મોક્ષને માટે આંતરિક આત્મોપયોગ પ્રકટે છે. (૯૩૫)
૧૨૭
For Private And Personal Use Only
Page #142
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
जातेर्लिङ्गस्य लक्ष्याश्च देशस्य मोहवृत्तिभिः । धर्माभिमानवृत्त्या च मोक्षो नृणां न जायते ॥६३६ ॥
જાતિ, લિંગ, લક્ષ્મી અને દેશની મોહવૃત્તિઓથી અને ધર્માભિમાનની વૃત્તિથી મનુષ્યોને મોક્ષ થતો નથી. (૬૩૬)
आत्मनि गुणपर्यायाः सत्तातः सन्त्यनादितः । सन्तो ये कर्मणो नाशादाविर्भूता भवन्ति ते॥६३७॥
સત્તાથી અનાદિ કાળથી આત્મામાં જે ગુણો અને પર્યાયો છે, તે આત્મગુણો અને પર્યાયો કર્મના નાશથી આવિર્ભત અર્થાત્ પ્રકટ થાય छ. (६३७)
आत्मनो गुणपर्यायव्यक्तये हेतवश्च ये। तेषां सदुपयोगेन स्वात्मा सिद्धो भवेत्स्वयम् ॥६३८ ॥
આત્માના ગુણો અને પર્યાયોને વ્યક્ત કરવાને માટે જે હેતુઓ છે, તેઓના સદુપયોગથી પોતાનો આત્મા સ્વયં સિદ્ધ થાય છે. (૬૩૮)
स्थावरतीर्थयात्राभिरात्मशुद्धिः प्रजायते। जङ्गमतीर्थयात्राभिरात्मशुद्धिर्भवेद् द्रुतम् ॥६३९ ।।
સ્થાવર તીર્થોની યાત્રાઓથી આત્મશુદ્ધિ થાય છે અને જંગમ તીર્થોની યાત્રાઓથી આત્મશુદ્ધિ શીધ્ર થાય છે. (૯૩૯)
ॐ अर्हमन्त्रजापेन चित्तशुद्धिर्भवेत्खलु। ॐ ही अर्ह महावीरजापात् कर्मक्षयो भवेत् ॥६४० ॥
ॐ अहँ भन्जन 14थी ५३५२ यित्तशुद्धि थायछे तथा ॐ ह्रीं अहँ महावीर ॥ 14थी भक्षय थाय छे. (६४०)
૧૨૮
For Private And Personal Use Only
Page #143
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
आत्मोपयोगसिद्ध्यर्थं भव्यैश्च विधिपूर्वकम् । मन्त्रजापः सदा कार्य: पञ्चानां परमेष्ठिनाम् ॥६४१॥
આત્મોપયોગની સિદ્ધિને માટે ભવ્યોએ વિધિપૂર્વક પંચ પરમેષ્ઠીઓના મંત્રનો જાપ સદા કરવો જોઈએ. (૬૪૧)
सर्वयज्ञोत्तमो जापो यज्ञः सेव्यो मुहुर्मुहुः । मानसिकमहाजापान्मोहवृत्तिलयो भवेत् ॥६४२ ॥
સર્વયજ્ઞોમાં ઉત્તમ એવો જપયજ્ઞ વારંવાર સેવવો જોઈએ, કારણકે માનસિક મહાજાપથી મોહવૃત્તિઓનો લય થાય છે. (૬૪૨).
मन्त्रयोगेन शक्तीनां प्रादुर्भावो भवेद्धृदि । शुद्धोपयोगहेतूनां मन्त्राणां जाप इष्यते ॥६४३ ॥
મંત્રયોગથી શક્તિઓનો લ્દયમાં પ્રાદુર્ભાવ થાય છે, માટે શુદ્ધોપયોગના કારણભૂત મંત્રોનો જાપ ઈચ્છવા યોગ્ય છે. (૬૪૩)
परब्रह्मोपयोगार्थं स्मारकश्चाऽऽत्मतेजसाम् । जाप्याऽहँ श्रीमहावीरः पूर्णतेजोमयः प्रभुः ॥६४४ ॥
પરબ્રહ્મોપયોગને માટે આત્મતેજને યાદ કરાવનાર श्रीमहावीरः पूर्णतेजोमयः प्रभुः प्य अर्थात् ४५वा योग्यछे. (६४४)
आत्मोपयोगतोऽनन्ततेजोरूपश्चिदात्मकः । प्रकाशते दि व्यक्त आत्मारामः सनातनः ॥६४५ ॥
આત્મોપયોગથી અનંતજોરુપ ચિદાત્મક સનાતન આત્મારામ ६४यमा स्पष्ट पाशे छ. (६४५)
૧૨૯
For Private And Personal Use Only
Page #144
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
चित्तैकाग्यं यदा ध्येये परब्रह्मणि जायते । तदाऽऽत्मानुभवः स्पष्टो हृद्येवं वेदितो मया ॥६४६ ॥
જ્યારે ધ્યેયરૂપ પરબ્રહ્મમાં ચિત્તની એકાગ્રતા થાય છે, ત્યારે દૃયમાં સ્પષ્ટ આત્માનુભવ મારા વડે આ રીતે વેદાયો અર્થાત જણાયો છે. (૬૪૬)
दृष्टिं संस्थाप्य नाभौ ये हृत्पद्येच स्थिरात्मना । ध्यायन्ते ब्रह्मभूतास्ते भवन्ति ब्रह्मदर्शनात् ॥६४७ ॥
જેઓ નાભિમાં દૃષ્ટિને સારી રીતે સ્થાપીને સ્થિર આત્મા વડે સ્ક્રય કમલમાં ધ્યાન કરે છે, તેઓ બ્રહ્મદર્શનથી બ્રહ્મભૂત અર્થાત્ બ્રહ્મ સાથે એક થયેલા બ્રહ્મરુપ કે બ્રહ્મમય થઈ જાય છે. (૬૪૭)
साक्षात्कारः परायां स्यानाभौ त्राटकयोगतः । आत्मपारंन संयाति वैखरी शब्दशक्तितः ॥६४८॥
નાભિમાં ત્રાટક્યોગથી પરામાં સાક્ષાત્કાર થાય છે. વૈખરી શબ્દશક્તિથી આત્માનો પાર પામી શકાતો નથી. (૬૪૮)
सर्ववाचो निवर्तन्ते ब्रह्मणोऽनुभवे स्फुटम् । अनुभवः परायां स्याद् ब्रह्मलीनमहर्षिणाम् ॥६४९ ॥
બ્રહ્મનો અનુભવ થતાં સ્પષ્ટ રીતે બધી વાણીઓ પાછી ફરી જાય છે. બ્રહ્મમાં લીન મહર્ષિઓને પરાવાણીમાં બ્રહ્મનો અનુભવ થાય છે. (૬૪૯)
आत्मोत्थिता पराभाषा स्वात्मज्ञानावगाहिनी। सत्यं प्रकाशते ब्रह्म वैखर्या नैव वर्ण्यते ॥६५०॥
આત્માથી ઉસ્થિત થતી પરાભાષા પોતાના આત્મજ્ઞાનને અવગાહન કરે છે. જે સત્ય બ્રહ્મ પ્રકાશે છે, તેનું વૈખરી વાણીથી વર્ણન કરી શકાતું જ નથી. (૬૫૦).
૧૩૦
For Private And Personal Use Only
Page #145
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
नाभौ संयमकर्तारो ब्रह्मरूपं विजानते । हृदि संयमकर्तारः पश्यन्तीपारगामिनः ॥६५१॥
નાભિમાં સંયમ અર્થાત્ નિગ્રહ કે નિરોધ કરનારાઓ બહ્મરુપને જાણે છે. Æયમાં સંયમ કરનારાઓ પશ્યન્તીના પારગામીઓ બને છે. (૬૫૧)
कण्ठे संयमकर्तारो मध्यमापारगामिनः । योगानुभविनः सन्तो भवन्ति ब्रह्मरूपिणः ॥६५२॥
કંઠમાં સંયમ કરનારાઓ મધ્યમાના પારગામીઓ થાય છે. યોગના અનુભવી સજ્જનો બ્રહ્મરૂપવાળા થાય છે. (૬૫૨)
स्वाधिष्ठाने तथाऽऽधारे चक्रे च मणिपूरके। चक्षुषो सिकाग्रे च देया दृष्टिर्निजात्मनः ॥६५३ ॥
સ્વાધિષ્ઠાનચક્રમાં તથા આધારચક્રમાં અને મણિપૂરક ચક્રમાં, બન્ને ચક્ષુઓ નાસિકાના અગ્રભાગે પોતાના આત્માની દષ્ટિદેવી જોઈએ અર્થાત એકાગ્રતા પૂર્વક સ્થિર કરવી જોઈએ. (૬૫૩)
दृष्टिं धृत्वा भ्रुवोर्मध्ये ब्रह्मज्योतिः प्रलोकनम् । त्राटकदृष्टितो ध्येयं ब्रह्मज्योतिः प्रकाशते ॥ ६५४ ॥
બન્ને ભૂકુટિઓની વચ્ચે દષ્ટિને ધારણ કરીને ત્રાટક દૃષ્ટિથી ધ્યેયરૂપ બ્રહ્મ જયોતિને જોવાથી બ્રહ્મજ્યોતિ પ્રકાશે છે. (૬૫૪)
ब्रह्मरन्ध्रे मनो धृत्वा तत्राऽऽत्मनः प्रधारणम् । कर्तव्यं सविकल्पेन पश्चात्स्यानिर्विकल्पता ॥६५५ ॥
બ્રહ્મરંધ્રમાં મનને ધારણ કરીને ત્યાં આત્માની સવિકલ્પ ધ્યાન વડે ધારણા કરવી જોઈએ, પછી નિર્વિકલ્પતા થાય છે. (૬૫૫)
૧૨૧
For Private And Personal Use Only
Page #146
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
पिण्डस्थेन पदस्थेन रूपस्थेन निजात्मनः । ध्यानेन सत्परंज्योतिर्ब्रह्म पश्यन्ति योगिनः ॥ ६५६ ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પિંડસ્થ, પદસ્થ, રુપસ્થ અને પોતાના આત્માના રુપાતીત ધ્યાનથી યોગીઓ સત્ અને પરંજયોતિરુપ બ્રહ્મને અનુભવે છે. (૬૫૬)
निर्विकल्पं परब्रह्म ब्रह्मरन्ध्रे विचिन्तयेत् । अन्यन्त्र चिन्तयेत् किञ्चिन्निर्विकल्पो भवेत् ततः ॥ ६५७॥
બ્રહ્મરંધ્રમાં નિર્વિકલ્પ પરબ્રહ્મનું ચિંતન કરવું જોઈએ. બીજું સહેજ पयिंत न भेजे. तेथी साधड निर्विल्प थाय छे. (५७).
निर्विकल्पदशाकाले ब्रह्मानन्दः समुल्लसेत् ।
ततः पश्चादुपादेयं शुद्धब्रह्मैव केवलम् ॥ ६५८ ॥
નિર્વિકલ્પદશાના સમયે બ્રહ્માનંદ સારી રીતે ઉલ્લસે છે. ત્યારબાદ ફક્ત શુદ્ધબ્રહ્મ જ ઉપાદેય રહે છે. (૬૫૮)
नाऽन्यत् किञ्चिदुपादेयं भवेदात्मोपयोगिनाम् । शुद्धोपयोग आदेयः स्वाभावेन भवेत् स्वयम् ॥ ६५९ ॥
આત્મોપયોગવાળાઓને બીજું કંઈ ઉપાદેય હોતું નથી. સ્વભાવથી સ્વયં શુદ્ધોપયોગ જ આદેય થાય છે. (૯૫૯)
शुभोपयोग एवास्ति सविकल्पसमाधयः । शुद्धोपयोग एवाऽस्ति निर्विकल्पसमाधयः ॥ ६६० ॥
શુભોપયોગ જ સવિકલ્પ સમાધિઓ છે અને શુદ્ધોપયોગ જ નિર્વિકલ્પ સમાધિઓ છે. (૬૬૦)
૧૩૨
For Private And Personal Use Only
Page #147
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
प्रशस्यरागयोगेन सविकल्पत्वमिष्यते। रागद्वेषौ न यत्र स्तस्तद्ध्यानं निर्विकल्पकम् ॥६६१ ॥
પ્રશસ્ય એવા શુભ રાગના યોગથી સવિકલ્પધ્યાન કહેવાય છે. જયાં રાગ અને દ્વેષ ન હોય, તે નિર્વિકલ્પ ધ્યાન છે. (૬૬૧)
शस्यरागविकल्पानामुपयोगेऽस्ति सम्भवः । शुभोपयोग इष्यः सः शुद्धो विकल्पमन्तरा ॥६६२ ॥
ઉપયોગમાં શુભ રાગના વિકલ્પોનો સંભવ છે, તે શુભોપયોગમાં ઈચ્છવા યોગ્ય છે અને શુધ્ધ ઉપયોગ વિકલ્પ વિનાનો જાણવો. (૬૬૨)
रागद्वेषादिसङ्गल्पविकल्पानां समुद्भवः। नाऽस्ति यत्र स बोद्धव्यः शुद्धोपयोग इष्टदः ॥६६३ ॥
જ્યાં રાગ-દ્વેષ વગેરે સંકલ્પ-વિકલ્પોનો સમુદ્ભવ નથી, તે શુદ્ધોપયોગ ઈષ્ટને આપનાર જાણવો જોઈએ. (૬૬૩)
मनोवाक्कायगुप्त्या च निर्विकल्पोपयोगतः। प्रादुर्भवन्ति वेगेन स्वात्मनो लब्धिसिद्धयः ॥६५४ ॥
મન-વચન-કાયાની ગુપ્તિથી અને નિર્વિકલ્પ એવા ઉપયોગથી પોતાના આત્માની લબ્ધિઓ અને સિદ્ધિઓ વેગથી પ્રાદુર્ભાવ પામે છે. (૬૬૪)
प्रथमः सविकल्पोऽस्ति स्वोपयोगः शुभङ्करः । विकल्पध्यानतः पश्चानिर्विकल्पं प्रकाशते ॥६६५ ॥
પ્રથમ શુભ કરનારો સ્વોપયોગ સવિકલ્પ હોય છે. પછી સવિકલ્પ ધ્યાનથી નિર્વિકલ્પ ધ્યાન પ્રકાશે છે. (૬૬૫)
૧૩૩
For Private And Personal Use Only
Page #148
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
निर्विकल्पयोगेन केवलज्ञानभास्करः । प्रादुर्भवति सः सत्यलोकालोकप्रकाशकः ॥ ६६६ ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિર્વિકલ્પધ્યાનના યોગથી કેવલજ્ઞાનરુપી સૂર્ય પ્રાદુર્ભાવ પામે છે. તે સત્ય એવા લોક અને અલોકને પ્રકાશિત કરનાર છે. (૬૬૬)
आत्म धर्मपरीणामः शुभः शुद्धश्च हार्दिकः । समाधिरेव बोद्धव्यः सम्यग्दृष्टिमनीषिभिः ॥ ६६७ ॥
શુભ, શુદ્ધ અને હાર્દિક અર્થાત્ આન્તરિક આત્મધર્મના પરિણામ એ જ સમ્યગ્દષ્ટિવાળા બુદ્ધિમાનોએ સમાધિ જાણવી જોઈએ. (૬૬૭)
मनोवाक्काययोगानामारोग्यं च प्रवर्तनम् । समितिगुप्तिसत्कर्म समाधियोग उच्यते ॥ ६६८ ॥
મન-વચન-કાયાના યોગોનું આરોગ્ય અને પ્રવર્તન તથા સમિતિ, ગુપ્તિ અને સત્કર્મ સમાધિયોગ કહેવાય છે. (૯૬૮)
मनोवाक्काययोगानां धर्ममार्गप्रवर्तनम् ।
बाह्य आभ्यन्तरो योगो द्रव्यतो भावतस्तथा ॥ ६६९ ॥
મન-વચન-કાયાના શુભ યોગોનું ધર્મમાર્ગમાં પ્રવર્તન, એ બાહ્ય અને આવ્યંતર તથા દ્રવ્યથી અને ભાવથી યોગ છે. (૬૬૯)
षट्चक्रेषु मनः स्थैर्यं कृत्वा ब्रह्मविचारणा । कर्तव्यो स्वोपयोगेन सर्वशक्त्युद्भवस्ततः ॥ ६७० ॥
છ ચક્રોમાં મનની સ્થિરતા કરીને સ્વોપયોગ વડે બ્રહ્મ વિચારણા કરવી જોઈએ. તેથી સર્વશક્તિઓનો ઉદ્ભવ થાય છે. (૯૭૦)
૧૩૪
For Private And Personal Use Only
Page #149
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ध्यानसमाधियोगाद्याः सन्ति मोक्षस्य हेतवः । मोक्षसाधनतो भिन्नं शुद्धात्मानं विचारय ॥६७१ ॥
ધ્યાન, સમાધિ, યોગ વગેરે મોક્ષના હેતુઓ છે. મોક્ષનાં સાધનોથી ભિન્ન એવા શદ્ધાત્માનો તું વિચાર કર. (૬૭૧)
चितस्य मोहवृत्तीनां निरोधो योग उच्यते । योगस्य लक्षणं ह्येतत् क्षायिकभावयौगिकम् ॥६७२ ।।
ચિત્તની મોહવૃત્તિઓનો નિરોધ એ યોગ કહેવાય છે. ખરેખર યોગનું આ લક્ષણ ક્ષાયિક ભાવના યોગ સંબંધી છે. (૬૭૨)
अप्रशस्यकषायाणां निरोधो योग उच्यते । सम्यग्दृष्टिगुणस्थानमारभ्य वर्तते हृदि ॥६७३ ॥
અપ્રશસ્ય એટલે કે – અશુભ કષાયોનો નિરોધ યોગ કહેવાય છે. તે સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનથી આરંભીને દયમાં વર્તે છે. (૬૭૩)
शस्यकषाययुक्तानां सेवाभक्यादिकर्मणाम् । व्यापारः शुभयोगोऽस्ति जायते मुक्तिकाङ्क्षिणाम् ॥६७४॥
શસ્ય એટલે કે શુભ કષાયોથી યુક્ત સેવા-ભક્તિ વગેરે કર્મોનો વ્યાપાર શુભયોગ છે. આ યોગ મુક્તિને ઈચ્છનારાઓને ઊપજે છે. (૬૭૪)
सर्वज्ञधर्मवाञ्छात इच्छायोगः प्रवर्तते । सद्देवगुरुसेवार्थं तीवेच्छा हदि जायते ॥६७५ ॥
સર્વજ્ઞના ધર્મની ઈચ્છાથી ઈચ્છાયોગ પ્રવર્તે છે. તેમાં સદેવ અને સદગુરુની સેવા માટે દયમાં તીવ્ર ઈચ્છા પ્રકટે છે. (૬૭૫)
૧૩૫
For Private And Personal Use Only
Page #150
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सर्वकर्मविमोक्षार्थमिच्छाऽपूर्वा हदि स्फुटा। इच्छायोगोऽस्ति चाऽद्यः मार्गानुसारिणां च यः॥६७६ ॥
સર્વ કર્મોથી છૂટવા માટે હૃયમાં સ્પષ્ટ અપૂર્વ ઈચ્છા, તે આદ્ય ઈચ્છાયોગ છે. જે માર્ગનુસારીઓને હોય છે. (૬૭૬)
सर्वज्ञोक्ते महाश्रद्धा शास्त्रयोगः स उच्यते । धर्मशास्त्रं समाश्रित्य सम्यग्दृष्टिः प्रवर्तते ॥६७७॥
સર્વજ્ઞ ભગવતે કહેલા વચનોમાં મહાન શ્રદ્ધા, તે શાસ્ત્રયોગ કહેવાય છે. સમ્યગ્દષ્ટિ જીવ ધર્મશાસ્ત્રનો સારી રીતે આશ્રય કરીને પ્રવર્તે છે. (૯૭૭)
सर्वज्ञवीरदेवोक्तधर्मशास्त्रावलम्बनम् । स्याद्वाददृष्टिसापेक्षशास्त्रयोगः प्रवर्तते ॥६७८ ॥
સર્વજ્ઞ ભગવન્ત શ્રી મહાવીર દેવે કહેલાં ધર્મશાસ્ત્રોનું અવલંબન લેવાથી સ્યાદ્વાદ દષ્ટિ સાપેક્ષ શાસ્ત્રયોગ પ્રવર્તે છે. (૬૭૮)
शास्त्रयोगबलेनैव सामर्थ्ययोग आत्मनि। उद्भवेद्धर्मकार्याणां व्यापारेण व्रतैषिणाम् ॥६७९ ॥
ધર્મકાર્યોના વ્યાપારથી વ્રતને ઈચ્છનારાઓના આત્મામાં શાસ્ત્રયોગના બલથી જ સામર્મયોગ ઉદ્ભવે છે. (૭૯)
देशविरतिमारभ्य सामर्थ्ययोगवर्तनम् । क्षीणमोहगुणस्थानं यावदस्ति सयोगिनाम् ॥६८०॥
દેશવિરતિથી આરંભીને સયોગીઓના ક્ષીણમોહ ગુણસ્થાન સુધી સામર્થ્યયોગનું વર્તન હોય છે. (૬૮૦)
૧૩૬
For Private And Personal Use Only
Page #151
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्रावकाणाञ्च साधूनां व्रतादिधारणं शुभम् । षडावश्यककृत्यायैः सामर्थ्ययोग इष्टदः ॥ ६८१ ॥
શ્રાવકો અને સાધુઓને વ્રતાદિનું ધારણ કરવું, તે શુભ છે. સામર્થ્યયોગ છે આવશ્યક કૃત્યો વગેરેથી ઈષ્ટને આપનાર છે. (૬૮૧)
दानशीलतपोभावैः सामर्थ्ययोगवर्धनम्। देवसद्गुरुपूजाद्यैरात्मवीर्यं प्रकाशते ॥ ६८२ ॥
દાન, શીલ, તપ અને ભાવ વડે સામર્થ્યયોગનું વર્ધન થાય છે. તથા સુદેવ અને સુગુરુની પૂજા વગેરેથી આત્માનું વીર્યપ્રકાશે છે. (૬૮૨)
योगिनां केवलज्ञानं सामर्थ्ययोगतो भवेत् । सर्वकर्मक्षयो मोक्षो जायते च सयोगिनाम् ॥ ६८३ ॥
યોગીઓને સામર્થ્યયોગથી કેવલજ્ઞાન થાય છે અને સયોગી કેવલીઓને સર્વ કર્મોનો ક્ષય એટલે કે મોક્ષ પ્રકટ છે. (૬૮૩)
आत्मासंख्यप्रदेशानामरूपिणां न खण्डनम् । छेदनं भेदनं नैव पृथक्त्वं न स्वभावतः ॥६८४॥
અરુપી એવા આત્માના અસંખ્ય પ્રદેશોનું ખંડન, છેદન, ભેદન નથી જ અને સ્વભાવથી પૃથક્વ નથી. (૬૮૪)
आत्मासंख्यप्रदेशास्ते कर्मसम्बन्धयोगतः। देहप्रमाणसंकोचं विकासं च धरन्ति ये ।। ६८५ ।।
આત્માના જે અસંખ્ય પ્રદેશો છે, તે કર્મસંબંધના યોગથી દેહ પ્રમાણ संओय मने वि.सने पा२९॥ ४२ छ. (६८५)
१39
For Private And Personal Use Only
Page #152
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
कर्मसम्बन्धमुक्तास्ते निर्मला एकरूपिणः । न संकोचं विकासं ते प्राप्नुवन्ति सदा स्थिराः ॥६८६ ॥
કર્મસંબંધથી મુક્ત થયેલા આત્મપ્રદેશો નિર્મલ એકરુપવાળા હોય છે. તે સંકોચ અને વિકાસને પામતા નથી. સદા સ્થિર રહે છે. (૬૮૬)
प्रतिप्रदेशमानन्त्यं ज्ञानादीनामनादितः । अनन्ता गुणपर्याया आत्मनि सन्ति सर्वदा ॥ ६८७ ॥
આત્માના પ્રત્યેક પ્રદેશે અનાદિ કાલથી જ્ઞાન આદિ ગુણોનું અનંતપણું છે. આત્મામાં સર્વદા અનંતા ગુણ અને પર્યાયો હોય છે. (૬૮૭)
मनोवाक्कायगुप्त्या यत् सामर्थ्यमात्मनः स्फुटम् । व्याप्रियते हि मुक्यर्थं सामर्थ्ययोग इष्यते ॥६८८ ॥
આત્માનું જે સ્પષ્ટ સામર્થ્ય મન, વચન, અને કાયાની ગુપ્તિથી ખરેખર મુક્તિને માટે વપરાય છે, તે સામર્થ્યયોગ કહેવાય છે. (૬૮૮)
सन्ति योगा असंख्याता बाह्यान्तरप्रभेदतः । एकैकयोगमाश्रित्य अनन्ता मोक्षगा जनाः ॥६८९ ॥
બાહ્ય અને આંતર પ્રભેદથી યોગો અસંખ્ય છે. એક એક યોગનો આશ્રય કરીને મોક્ષે જનારા જનો અનંત છે. (૬૮૯)
उपशमादिभावेन स्वात्मन आन्तराः खलु । शुभशुद्धपरीणामयोगा भवन्ति धर्मिणाम् ॥६९० ॥
ધર્મીઓના પોતાના આત્માના ઉપશમ આદિ ભાવથી ખરેખર આંતરિક શુભ અને શુદ્ધ પરિણામવાળા યોગો થાય છે. (૯૯૦)
૧૩૮
For Private And Personal Use Only
Page #153
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
आत्मनः पूर्णशर्मार्थमसंख्ययोगहेतुता । ज्ञात्वाऽऽत्मानन्दलाभार्थं निश्चयं कुरु भावतः ॥ ६९१ ॥
આત્માના પૂર્ણ સુખને માટે અસંખ્ય યોગો કારણભૂત છે, એમ જાણીને આત્માનંદના લાભને માટે તું ભાવથી નિશ્ચય કર. (૯૯૧)
Acharya Shri Kailassagarsuri Gyanmandir
मुक्त्वाऽऽत्मानं त्रिलोकस्य पदार्थैर्न सुखं भवेत् । सुखाम्मोधिं स्वयं ज्ञात्वा स्वात्मनि त्वं स्थिरो भव ॥६९२॥
આત્માને છોડીને ત્રણ લોકના પદાર્થોની સુખ થતું નથી. પોતાના આત્મામાં સુખના સાગરને જાણીને તું સ્વયં આત્મામાં સ્થિર થા. (૬૯૨)
भ्रामं भ्रामं भृशं भ्रान्त्वा जगत्सर्वमनेकशः । सुखार्थी न सुखं प्राप्त आत्मनि शर्म शोधय ॥ ६९३ ॥
અનેકવાર આખું જગત ભમી ભમી ખૂબ ભમીને સુખાર્થી એવો તું સુખ ન પામ્યો, માટે હવે તું આત્મામાં સુખને શોધ. (૬૯૩)
बाह्यसुखस्य कामाब्धेः पारं यातो न यास्यसि । इन्द्रादिकभवेष्वेव भोगा भुक्ता अनन्तशः ॥ ६९४ ॥
ઈન્દ્ર વગેરેના ભવોમાં જ ભોગો અનન્ત વાર ભોગવ્યા છે, છતાં પણ બાહ્ય સુખની ઈચ્છાઓના સમુદ્રનો પાર કોઈ પામ્યો નથી અને પામશે પણ નહીં. (૬૯૪)
ज्ञात्वैवं भ्रान्तिमुत्सृज्य स्वात्मनि सुखनिश्चयम् । कुरु शुद्धोपयोगेन बाह्येषु निःस्पृहो भव ॥ ६९५ ॥
આ પ્રમાણે જાણીને બ્રાહ્યમાં સુખની ભ્રાંતિને તજી દઈને શુદ્ધોપયોગ વડે તું પોતાના આત્મામાં સુખનો નિશ્ચય કર અને બાહ્ય પદાર્થોમાં સ્પૃહા વગરનો થા. (૬૯૫)
૧૩૯
For Private And Personal Use Only
Page #154
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
यदा पूर्णः प्रजायते स्वात्मनि सुखनिश्चयः । तदा संतोषवानात्मा भवत्येव महाप्रभुः ॥६९६ ॥
જ્યારે પોતાના આત્મામાં જ પૂર્ણ સુખનો નિશ્ચય થાય છે, ત્યારે સંતોષી આત્મા જ મહાપ્રભુ થાય છે. (૬૯૬).
यावद् बाह्ये सुखाशाऽस्ति तावदुःखं प्रजायते। सन्तोषो न भवेत्पूर्णो मनो भ्राम्यति भूतवत् ॥६९७ ॥
જ્યાં સુધી બાહ્ય પદાર્થોમાં સુખની આશા હોય છે, ત્યાં સુધી દુઃખ થાય છે અને પૂર્ણ સંતોષ થતો નથી તથા મન ભૂતની જેમ ભમ્યા કરે છે. (૬૯૭)
बाह्यसुखाय यत्प्रेम तत्प्रेम दुःखं भृशम् । सुखीभूतो न लोकेऽस्मिन् कोऽपि सत्यं विचारय ॥६९८॥
બાહ્ય સુખને માટે જે પ્રેમ હોય છે, તે પ્રેમ ખૂબ દુઃખ આપનાર થાય છે. એ બાહ્ય સુખની ઈચ્છાથી આ લોકમાં કોઈપણ સુખી થયેલો નથી, એ સત્યનો તું વિચાર કર. (૬૯૮)
शुद्धोपयोगतः प्रेम सुखार्थमुत्तरोत्तरम् । क्रमेण जायते शुद्धमात्मसिद्धिप्रदायकम् ॥६९९ ॥
શબ્દોપયોગથી સુખને માટેનો પ્રેમ ઉત્તરોત્તર ક્રમે કરીને શુદ્ધ થાય છે અને આત્મસિદ્ધિ આપનારી બને છે. (૬૯૯)
जाते शुद्धोपयोगे हि बाह्येषु कामवासना । नश्यति निश्चयं तस्य यान्ति शुद्धोपयोगिनः ॥७०० ॥
ખરેખર જ્યારે શુદ્ધોપયોગ ઉત્પન્ન થાય છે, ત્યારે બાહ્ય પદાર્થોમાં રહેલી કામવાસના નાશ પામે છે અને શુદ્ધોપયોગવાળાઓને તેની ખાતરી થાય છે. (૭૦૦)
૧૪)
For Private And Personal Use Only
Page #155
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
बाह्यभोगपराधीनो जडमोही प्रजायते । भूत्वा दासस्य दासोऽसौ मृत्वा याति च दुर्गतिम् ॥७०१॥
બાહ્યભોગોથી પરાધીન થયેલો મનુષ્ય જડ પદાર્થોમાં મોહવાળો બને છે અને આ દાસનો દાસ મરીને દુર્ગતિમાં જાય છે. (૭૦૧)
बाह्यभोगेषु निर्लेपः स्वाश्रयी च दमी शमी। स्वतन्त्रो योऽस्ति सन्तोषी मृत्वा स याति सद्गतिम् ॥७०२॥
જે બાહ્ય ભાગોમાં નિર્લેપ,સ્વાશ્રયી, દમ, શમી, સ્વતંત્ર અને संतोषी छ, ते भरीने साति पामे छे. (७०२)
निद्रा मिथ्यात्वबुद्धिर्या स्वप्नो वैभाविकी दशा । अन्तरात्मदशा जाग्रत् क्षयोपशम भावतः ॥७०३॥
જે મિથ્યાત્વ બુદ્ધિ છે, તે નિદ્રા દશા છે. વૈભાવિકી તે સ્વપ્ન દશા छ भने क्षयोपशमभावथा अंतरात्मा , ते यत् ६॥ ७. (७०3)
तुर्योज्जाग्रद्दशा पूर्णा केवलज्ञानरूपिणी । .. आत्मज्ञानोद्भवा जाग्रदृशा सम्यकवसंजुषाम् ॥ ७०४ ॥
પૂર્ણ કેવલજ્ઞાનરૂપી ચોથી ઉજ્જાગ્રદશા છે. સમ્યકત્વવાળાઓને આત્મજ્ઞાનથી ઉદ્ભવેલી જાગ્રદશા હોય છે. (૭૦૪)
आत्मोपयोगिनो जाग्रद्दशां यान्ति विवेकतः । अतिजाग्रदशां प्राप्य जीवन्मुकता भवन्ति ते ॥७०५ ॥
આત્મોપયોગવાળાઓ વિવેકથી જાગ્રદશા પ્રાપ્ત કરે છે અને તેઓ અતિજાગ્રદશા પામીને જીવન્મુક્ત થાય છે. (૭૦૫)
૧૪૧
For Private And Personal Use Only
Page #156
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
देहे स्थितेऽपि वैदेहाश्चाऽघातिकर्मभोगिनः। सर्वविश्वस्य कल्याणं कुर्वन्ति देशनादिभिः ॥७०६ ॥
અઘાતિકર્મોને ભોગવનારા કેવલીઓ દેહ હોવા છતાં પણ દેહ ભાવ વિનાના છે અને તેઓ દેશના પ્રવચન વગેરેથી સમસ્ત વિશ્વનું કલ્યાણ કરે છે. (૭૦૬)
त्यक्वा निद्रादशां घोरां स्वप्नस्य विकलां दशाम् । जागद्दशां च संप्राप्य सम्प्रति जागृहि स्वयम् ॥ ७०७ ॥
ઘોર નિદ્રાદશાનો તથા વિકલ સ્વપ્ન દશાનો ત્યાગ કરીને અને જાગ્રર્દશાને સારી રીતે પ્રાપ્ત કરીને હાલમાં તું સ્વયં જાગ્રત થા. (૭૦૦)
उत्तिष्ठ जागरुकस्त्वमात्मधर्मे रतो भव । आत्मनि स्वात्मबुद्धिं त्वं धारय स्वीयवीर्यतः ॥७०८ ॥
તું નિદ્રા આળસ તજીને ઊભો થા. જાગરૂક થા અને આત્મ ધર્મમાં તું રત થા, લીન થા. તું સ્વ-આત્મ પરાક્રમથી આત્મામાં જ આત્મ બુધ્ધિને ધારણ કર. (૭૦૮).
अन्यतीर्थेषु सिद्धानां सम्यग्दर्शनमस्तिता। सम्यग्दर्शनलाभेन समभावः प्रजायते ॥७०९ ।।
અન્યતીર્થોમાં સિદ્ધ થયેલાઓને સમ્યગ્દર્શનની અસ્તિતા હોય છે. સમ્યગ્દર્શનના લાભથી સમભાવ ઉત્પન્ન થાય છે. (૭૦૯)
सम्यक्वमन्तरा साम्यं नोद्भवेत् सर्वधर्मिषु । मिथ्याबुद्धिः प्रणश्येन्न सम्यग्दर्शनमन्तरा ॥७१० ॥
સર્વધર્મીઓમાં સમ્યક્ત્વ સિવાય સામ્ય ઉત્પન્ન થતું નથી. કારણ કે સમ્યગ્દર્શન વિના મિથ્થાબુદ્ધિ નાશ પામતી નથી. (૭૧૦)
૧૪૨
For Private And Personal Use Only
Page #157
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अन्यदर्शनधर्मेषु यत्सत्यं दृश्यते सता । तत्सत्यं श्रीजिनेन्द्राणां वचोवारिधिनिःसृतम् ॥७११ ॥
સપુરુષ વડે અન્ય દર્શનો અને ધર્મોમાં જે સત્ય દેખાય છે, તે સત્ય શ્રીજિનેન્દ્રોના વચન સમુદ્રમાંથી નીકળેલું છે. (૭૧૧)
नयसापेक्षबोधेन स्वान्यशास्त्रप्रवाचनम् । सम्यग्दृशाञ्च तत्सर्वं सम्यग्ज्ञानस्य पुष्टये ॥ ७१२ ॥
નયોના સાપેક્ષ જ્ઞાન વડે પોતાનાં અને પરનાં શાસ્ત્રોનું વાચન અને તે બધું જ્ઞાન સમ્યગ્દષ્ટિઓને સમ્યજ્ઞાનની પુષ્ટિને માટે થાય છે. (૭૧૨)
अध्यात्मज्ञानचारित्रलाभः सम्यक्वदर्शनात् । जागर्ति स्वात्मनो दृष्टिः शुद्धोपयोगरूपिणी ॥७१३ ॥
અધ્યાત્મજ્ઞાન અને ચારિત્રનો લાભ સમ્યગ્દર્શનથી થાય છે અને પોતાના આત્માની શુદ્ધોપયોગરૂપી દષ્ટિ જાગ્રત થાય છે. (૭૧૩)
कर्मकर्ता च तद्भोक्ता हर्ता स्वात्मा स्वयं भवेत् । कर्मविपाकवेलायां परो नैमित्तकस्तथा ॥ ७१४ ॥
કર્મોનો કર્તા, તેનો ભોક્તા અને હર્તા પોતાનો આત્મા જ સ્વયં છે તથા કર્મ વિપાકના સમયે અન્ય વ્યક્તિ નૈમિત્તિક જ હોય છે. (૭૧૪)
कर्मजन्ये सुखे दुःखे मित्रं शत्रु न कल्पते । अन्यं च कर्मरूपज्ञः शुद्धोपयोगवान् जनः ॥ ७१५ ॥
કર્મના સ્વરૂપને જાણનાર શુદ્ધોપયોગવાળો મનુષ્ય કર્મજન્યસુખમાં અને દુઃખમાં બીજાને મિત્ર અને શત્રુ માનતો નથી. (૭૧૫)
૧૪૩
For Private And Personal Use Only
Page #158
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
कर्मजन्यं सुखं दुःखमात्मना तदुपार्जितम् । स्वकृतकर्मभोगेषु कुप्य मा तुष्य देहिषु ॥७१६ ॥
સુખ તથા દુઃખ કર્મજન્ય છે અને તે આત્મા વડે ઉપાર્જિત કરાયેલું છે. તેથી પોતે કરેલાં કર્મોના ભોગોમાં તું દેહધારીઓ પર રોષ કર મા તેમજ તોષ કર મા. (૭૧૬).
सुखदुःखप्रदं कर्म तत्कर्ताऽऽत्माऽस्ति सर्वथा । ज्ञात्वैवं समभावेन कर्म भुञ्जन्ति पण्डिताः ॥७१७ ॥
સુખ અને દુઃખને આપનાર કર્મ છે. તેનો કર્તા સર્વથા આત્મા છે. એમ જાણીને પંડિતો સમભાવથી કર્મ ભોગવે છે. (૭૧૭)
जानन्ति ज्ञानिनः सत्यं कर्मणो गहनां गतिम् । प्राप्ते सुखे च दुःखे ते नैव मुह्यन्ति मोहतः ।।७१८ ॥
‘કર્મની ગતિ ગહન છે,' આ સત્યને જ્ઞાનીઓ જાણે છે. માટે જ પ્રાપ્ત થયેલા સુખ અને દુઃખમાં તેઓ મોહ પામતા નથી જ. (૭૧૮)
कर्मकर्ताऽस्ति कर्मैव शुद्धनिश्चयदृष्टितः । कर्मकर्ताऽस्ति चाऽऽत्मैव नयात्तु व्यवहारतः ॥७१९ ॥
શુદ્ધ નિશ્ચય નયની દૃષ્ટિથી કર્મ જ કર્મને કરનાર છે અને વ્યવહાર નયની દૃષ્ટિથી તો આત્મા જ કર્મનો કર્તા છે. (૭૧૯)
रागद्वेषादिकं भावकर्माऽस्ति जिनभाषितम् । अष्टधा कर्मणां भेदा द्रव्यकर्माऽस्ति निश्चिनु ॥७२० ।।
શ્રી જિનશ્વરોએ કહ્યું છે કે, રાગ અને દ્વેષ વગેરે ભાવકર્મ છે તથા આઠ પ્રકારનાં કર્મોના ભેદો દ્રવ્યકર્મ છે, એમ તું નિશ્ચય કર. (૭૨૦)
૧૪૪
For Private And Personal Use Only
Page #159
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
दिव्यमौदारिकं देहं नोकर्म कर्मबन्धने । हेतुश्च कर्ममुक्त्यर्थं मोहिनां ज्ञानिनां क्रमात् ॥ ७२१ ॥
દિવ્ય દેહ અને ઔદારિક દેહ નોકર્મ છે, જે મોહવાળાઓને અને જ્ઞાનીઓને ક્રમથી કર્મબંધનમાં અને કર્મમુક્તિને માટે હેતુ છે. (૭૨૧)
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अन्तर्मुहूर्तवेलायां सर्वकर्मक्षयङ्करः । आत्मज्ञानी भवत्येव शुद्धोपयोगशक्तितः ॥ ७२२ ॥
શુદ્ધોપયોગની શક્તિથી આત્મજ્ઞાની પુરૂષ અંતર્મુહૂર્ત સમયમાં સર્વકર્મોનો ક્ષય કરનાર થાય જ છે. (૭૨૨)
जीवेऽजीवे न तुष्यन्ति द्विष्यन्ति न जडात्मसु । कर्मरूपं हि विज्ञाय ज्ञानिनः समदर्शिनः ॥ ७२३ ॥
ખરેખર સમદર્શી જ્ઞાનીઓ કર્મના સ્વરૂપને જાણીને જીવમાં અને અજીવમાં તોષ પામતા નથી અને મૂર્ખ આત્માઓ પ્રત્યે દ્વેષ કરતા નથી. (૭૨૩)
तीव्रनिकाचितव्यक्तप्रारब्धवेदिनः खलु ।
नवकर्म न बध्नन्ति स्वात्मोपयोगधारिणः ॥ ७२४ ॥
તીવ્ર નિકાચિત વ્યક્ત પ્રારબ્ધ કર્મને વેદનારા એવા સ્વાત્મોપયોગને ધારણ કરનારાઓ નવું કર્મ બાંધતા નથી. (૭૨૪)
उच्चत्वं न च नीचत्वं शुभाशुभेषु कर्मसु । अध्यात्मज्ञानिनो ज्ञात्वा वर्तन्ते कर्मभोगिनः ॥ ७२५ ॥
કર્મોના ફલ ભોગવનારા અધ્યાત્મ જ્ઞાનીઓ શુભ અને અશુભ કર્મોના ઉદયમાં ઉચ્ચત્વ અને નીચત્વ નથી, એમ જાણીને સમભાવે વર્તે છે. (૭૨૫)
૧૪૫
For Private And Personal Use Only
Page #160
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
औदयिकशुभेनैव निजमुच्चा न जानते । औदयिकाशुभेनैव नीचा निजं न जानते ॥ ७२६ ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેઓ ઔયિક શુભ કર્મના ઉદયમાં જ પોતાને ઉચ્ચ જાણતાં નથી અને ઔદયિક અશુભ કર્મના ઉદયમાં પોતાને નીચ જાણતા નથી. (૭૨૬)
कर्मजन्योच्चनीचत्वाद् भिन्नं जानन्ति ते निजम् । आत्मा स्वभावतो नीच उच्चो न चाऽगुरुर्लघुः ॥ ७२७ ॥
તેઓ કર્મજન્ય ઉચ્ચત્વ અને નીચત્વથી પોતાને ભિન્ન જાણે છે. અગુરુલઘુ આત્મા સ્વભાવથી નીચ અને ઉચ્ચ નથી. (૭૨૭)
एवं विज्ञाय वर्तन्ते शुद्धोपयोगिनो जनाः । द्वेषिणामुपरि प्रेमकारुण्यभावधारकाः ॥ ७२८ ॥
આત્મા નીચ કે ઉચ્ચ નથી, એમ જાણીને શુદ્ધોપયોગવાળા મનુષ્યો દ્વેષ કરનારાઓ ઉપર પણ પ્રેમ અને કારુણ્ય ભાવને ધારણ કરનારા હોય છે. (૭૨૮)
शत्रुषु शत्रुबुद्धिर्न प्रेम्णा द्वेषोपशामकाः ।
स्वस्या शुभप्रकर्तारं नाऽन्यं जानन्ति कोविदाः ॥ ७२९ ॥
પ્રેમથી દ્વેષનો ઉપશમ કરનારાઓ શત્રુઓ પ્રત્યે શત્રુબુદ્ધિ રાખતા નથી. પંડિતો પોતાનું અશુભ કરનાર અન્ય છે, એમ જાણતા નથી. (૭૨૯)
कोटिशास्त्रस्य पाण्डित्यान्न किञ्चिद् गर्वधारकाः । चक्रवर्तिपदं प्राप्य मन्यन्ते न निजं प्रभुम् ॥ ७३० ॥
કરોડો શાસ્ત્રોના પાંડિત્યથી જરા પણ ગર્વને ધારણ નહીં કરનારા પંડિતો ચક્રવર્તી પદને પ્રાપ્ત કરીને પણ પોતાને પ્રભુ માનતા નથી. (૭૩૦)
૧૪૬
For Private And Personal Use Only
Page #161
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
आत्मोपयोगिनो रङ्कदशायां नैव दुःखिनः । लघुत्वं च प्रभुत्वं स्वं मन्यन्ते नैव कर्मतः ॥ ७३१ ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મોપયોગવાળાઓ ચંકદશામાં પણ દુઃખી થતા જ નથી, કારણકે તેઓ કર્મથી પોતાનું લઘુત્વ અને પ્રભુત્વ માનતા જ નથી. (૭૩૧)
लोकरूढ्यनुदासैर्यच्छुभाशुभं च कल्पितम् । शुद्धोपयोगिनः सन्तस्तत्र स्वातन्त्र्यवर्तिनः ॥ ७३२ ॥
લોકઢિની પાછળ દાસ બનેલાઓએ જે શુભ અને અશુભ જોડી કાઢેલું છે, તેમાં શુદ્ધોપયોગવાળા સત્પુરુષો સ્વતંત્રતાથી વર્તનારા હોય છે. (૭૩૨)
प्रतिष्ठामानसत्कीर्तिबाह्यशर्मादिहेतवे ।
यावच्चित्तस्य चाञ्चल्यं तावद्दुः खोदधिः स्वयम् ॥ ७३३ ॥
પ્રતિષ્ઠા, માન, સત્કીર્તિ અને બાહ્યસુખ વગેરે માટે જ્યાં સુધી ચિત્તની ચંચલતા હોય છે, ત્યાં સુધી દુઃખનો સમુદ્ર સ્વયં પ્રાપ્ત થાય છે. (૭૩૩)
प्रतिष्ठामानसत्कीर्तिबाह्यशर्मविनिर्गतम् ।
मनो यस्य सदा तस्य ब्रह्मशर्मोदधिः स्वयम् ॥ ७३४ ॥
જેનું મન પ્રતિષ્ઠા, માન, સત્કીર્તિ અને બાહ્યસુખમાંથી સદા બહાર નીકળી ગયું છે, તેને બ્રહ્મસુખનો સમુદ્ર સ્વયં પ્રાપ્ત થાય છે. (૭૩૪)
सद्गुरुकृपया तूर्णमुत्थित आत्मशुद्धये । आत्मोपयोगसामर्थ्यात् करिष्ये स्वात्मशुद्धताम् ॥७३५॥
સદ્ગુરુની કૃપાથી આત્મશુદ્ધિને માટે ઉત્થિત થયેલો હું આત્મોપયોગના સામર્થ્યથી પોતાના આત્માની શુદ્ધિ શીઘ્ર કરીશ. (૭૩૫)
૧૪૭
For Private And Personal Use Only
Page #162
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
दुष्कृतमद्यपर्यन्तं कृतं कारापितं च यत् । मनोवाक्काययोगैस्तन्निन्दामि स्वोपयोगतः ॥ ७३६ ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આજ સુધી મન, વચન, અને કાયાના યોગોથી જે દુષ્કૃત કર્યું અને કરાવ્યું હોય, તેને હું સ્વોપયોગથી નિંદું છું. (૭૩૬)
अनन्तभवबद्धं यत्कर्म शुद्धोपयोगतः ।
तत्सर्वं क्षणमात्रेण नश्येत्तत्र न संशयः ॥ ७३७ ॥
જે કર્મ અનંત ભવોમાં બાંધેલું હોય, તે સર્વ શુદ્ધોપયોગથી ક્ષણમાત્રમાં નાશ પામે છે, તેમાં સંશય નથી. (૭૩૭)
क्षयोपशमभावेन स्वात्मनः प्राप्तिरात्मना ।
भूता पूर्णञ्च सद्भाविन्येव क्षायिकभावतः ॥ ७३८ ॥
ક્ષયોપશમભાવથી આત્મા વડે પોતાના આત્માની પ્રાપ્તિ થઈ છે અને ક્ષાયિકભાવથી ભવિષ્યમાં તે પૂર્ણ પ્રાપ્તિ થવાની જ છે. (૭૩૮)
आत्मनः शुद्धरागेण यथाशक्ति प्रवृत्तितः । पूर्णशुद्धात्मलक्ष्येण सज्जीवामि यथातथम् ॥ ७३९ ॥
આત્માના શુદ્ઘરાગ વડે યથાશક્તિ પ્રવૃત્તિપૂર્વક પૂર્ણ શુદ્ધ એવા આત્માના લક્ષ્યથી હું સાચું શુદ્ધ જીવન જીવુ છું. (૭૩૯)
सद्गुरुकृपयाऽवाप्तमात्मज्ञानं सुखावहम् ।
अनन्तं जीवनं नित्यं प्राप्तं सत्यं वहाम्यहम् ॥ ७४० ॥
સદ્ગુરુની કૃપાથી મારા વડે સુખાવહ આત્મજ્ઞાન પ્રાપ્ત કરાયું છે. તેથી મને નિત્ય અનંત જીવન પ્રાપ્ત થયું છે અને એ વાત સાચી છે કે હું તેને વહન કરું છું. (૭૪૦)
૧૪૮
For Private And Personal Use Only
Page #163
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
बहिरन्तर्जगत्सर्वं चिदानन्दाय साधनम्। जातं निःसाधनं चैव जानताऽपि न कथ्यते ॥७४१॥
જે બાહ્ય અને આંતરિક આખું જગત ચિદાનંદને માટે સાધન છે, તે નિઃસાધન જ થયેલું છે અને તે જાણવા છતાં પણ કહી શકાતું નથી. (૭૪૧)
नाऽहं कस्याऽपि नो कोऽपि ममैवं पूर्णनिश्चयः । सर्वस्थोऽपि न सर्वोऽहमलक्ष्यो बाह्यलक्षणैः ॥७४२ ॥
હું કોઈનો પણ નથી અને કોઈપણ મારું નથી, એવો પૂર્ણ નિશ્ચય છે. સર્વમાં રહેલો હોવા છતાં પણ હું સર્વનો નથી અને બાહ્ય લક્ષણોથી હું અલક્ષ્ય છું. (૭૪૨).
सच्चिदानन्द आत्माऽस्मि स्वात्मनि स्वोऽनुभूयते । तद्वक्तुं न समर्थोऽस्मि ब्रह्मज्ञोऽपि स्वभावतः ॥७४३ ॥
હું સચ્ચિદાનંદ આત્મા છું, એમ પોતાના આત્મામાં પોતે અનુભવાય છે. સ્વભાવથી બ્રહ્મને જાણનારો હોવા છતાં પણ તેને કહેવાને હું સમર્થ નથી. (૭૪૩)
ज्ञाता ज्ञेयं च ज्ञानं तदात्मैवाऽहमपेक्षया। अन्तवन्तस्तु देहाद्या अनन्त आत्मराट् स्वयम् ॥७४४ ।।
અપેક્ષાએ જ્ઞાતા, શેય અને જ્ઞાન તે હું આત્મા જ છું. દેહ વગેરે તો અંતવાળા છે અર્થાત્ નાશવંત છે. જ્યારે આત્મરાજ સ્વયં અનંત અર્થાત્ અંત વિનાનો શાશ્વત છે. (૭૪૪)
अन्तवत्सु न मुह्यामि पुद्गलेषु न पुद्गली। सिद्धोऽहमात्मसाध्योऽस्मि निमित्तैर्भिन्नवानहम् ॥७४५॥
હું આત્મા પુદ્ગલી નથી અને અંતવાળા પુદગલોમાં હું મોહ પામતો નથી અર્થાત મુંઝાતો નથી. હું સિદ્ધ છું અને આત્મા વડે સાધ્ય છું તથા નિમિત્તોથી હું ભિન્ન છું. (૭૪૫)
૧૪૯
For Private And Personal Use Only
Page #164
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
निर्लेपीभूय सज्ज्ञानं प्राप्य शैलूषवच्च ये । सम्बन्धेषु च कार्येषु वर्तन्ते ज्ञानिनः स्फुटम् ॥ ७४६ ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સજ્ઞાન પ્રાપ્ત કરીને નિર્લેપ થઈને જ નટની જેમ સંબંધોમાં અને કાર્યોમાં સ્પષ્ટ રીતે જ્ઞાનીઓ વર્તે છે. (૭૪૬)
सर्वसम्बन्धकार्येषु स्वात्मानं साक्षिभाविनः । कर्तारं चैव हर्तारं निजं जानन्ति वस्तुतः ॥ ७४७ ॥
જ્ઞાનીઓ બધાં સંબંધો અને કાર્યોમાં કર્તા અને હર્તા એવા પોતાના આત્માને જ સાક્ષીભાવવાળો જાણે છે, તેથી વસ્તુતઃ તેઓ પોતાને જ જાણે છે. (૭૪૭)
अतः शुभाशुभेनैव मन्यन्ते बाह्यवस्तुषु । कर्मोदयविपाकेषु ये बहुरूपिवेषवत् ॥ ७४८ ॥
તેથી કર્મોદયના વિપાકોમાં જ્ઞાનીઓ શુભ અને અશુભ બાહ્યવસ્તુઓમાં પોતાને બહુરુપીના વેષ જેવા માને છે. (૭૪૮)
सम्यग्दृष्टिगुणस्थानवर्तिसम्यक्त्वशालिनाम् । सर्वविरतिचारित्रग्रहणेच्छा प्रवर्तते ॥ ७४९ ॥
સમ્યગ્દષ્ટિ ગુણ સ્થાનવર્તી સમ્યક્ત્વવાળાઓને સર્વવિરતિ ચારિત્ર ગ્રહણ કરવાની ઈચ્છા પ્રવર્તે છે. (૭૪૯)
सन्ति तेऽविरताः स्पष्टं सम्यग्दृष्टिमनीषिणः । तर्ह्यपि व्रतरागेण स्वात्मलक्ष्योपयोगिनः ॥ ७५० ॥
૧૫૦
વડે જ
સમ્યગ્દષ્ટિવાળા વિદ્વાનો સ્પષ્ટ રીતે અવિરત અર્થાત્ વિરતિ વિનાના હોય છે, તો પણ વ્રતના રાગથી તેઓ પોતાના આત્મલક્ષ્યમાં ઉપયોગવાળા હોય છે. (૭૫૦)
For Private And Personal Use Only
Page #165
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
गृहस्था विरताः सन्ति निर्लेपा गृहसंस्थिताः। कुटुम्बादिककार्याणां कारका जैनधर्मिणः ॥७५१ ॥
કુટુંબ વગેરેનાં કાર્યોના કરનારા અને ઘરમાં રહેલા હોવા છતાં દેશ વિરતિવાળા જૈનધર્મી ગૃહસ્થો નિર્લેપ હોય છે. (૭૫૧)
द्वादशभिः कषायैस्ते युक्ता व्रताऽभिलाषिणः । सम्यक्वदर्शनाचार्युक्ताः स्युर्मोक्षमार्गिणः ॥७५२॥
તેઓ બાર પ્રકારના કષાયોથી યુક્ત, વ્રતોની અભિલાષા રાખનારા, સમ્યકત્વ અને દર્શનાચારોથી યુક્ત તથા મોક્ષમાર્ગે ચાલનારા હોય છે. (૭૫૨)
सद्देवगुरुधर्माणां साधका मोहवारकाः। चरस्थावरतीर्थानां पूजासेवाविधायिनः ॥७५३ ।।
તેઓ સદેવ, સદ્ગુરુ અને સદ્ધર્મના સાધક, મોહને દૂર કરનારા તેમજ જંગમ અને સ્થાવર તીર્થોની પૂજા-સેવા કરનારા હોય છે. (૭૫૩)
गीतार्थसद्गुरोराज्ञाधारकाः सर्वकर्मसु।। प्रत्याख्यानोदयेनैव गृहस्थावासवर्तिनः ।।७५४ ॥
વળી તેઓ સર્વકર્મોમાં ગીતાર્થ સદ્ગુરુની આજ્ઞાને ધારણ કરનારા પ્રત્યાખ્યાન કષાયોના ઉદયથી જ ગૃહસ્થાવાસમાં રહેલા હોય છે. (૭૫૪)
देशतो विरतिं प्राप्य त्यागधर्मानुरागिणः । मन्यमाना गृहावासं पाशवज्जैनधर्मिणः ॥७५५ ॥
દેશથી વિરતિને પ્રાપ્ત કરીને ત્યાગધર્મના અનુરાગી જૈનધર્મિઓ ગૃહાવાસને પાશ જેવો માનતાં હોય છે. (૭૫૫)
૧૫૧
For Private And Personal Use Only
Page #166
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ब्राह्मणाः क्षत्रिया वैश्याः शूद्रा ये जैनधर्मिणः । गुणकर्मव्रतास्ते भवन्ति मुक्तिगामिनः ॥ ७५६ ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બ્રાહ્મણો, ક્ષત્રિયો, વૈશ્યો અને શૂદ્રો – જેઓ જૈનધર્મીઓ છે, તેઓ ગુણ, કર્મ, વ્રત વગેરેથી મુક્તિ પામનારા થાય છે. (૭૫૬)
धर्मराज्यमहीवित्तस्वकुटुम्बादिरक्षिणः । आत्मोपयोगयुक्तास्ते मुक्ताः सन्ति गृहस्थिताः ॥ ७५७॥
ધર્મ, રાજ્ય, પૃથ્વી, ધન અને પોતાના કુટુંબ વગેરેનું રક્ષણ કરનારા આત્મોપયોગ યુક્ત તેઓ ઘરમાં રહેલા હોવા છતાં મુક્ત થાય છે. (૭૫૭)
धर्मयुद्धादिकर्माणि चाऽऽवश्यकानि शक्तितः । कुर्वन्ति गृहिणो जैना देशविरतिधारिणः ॥ ७५८ ॥
દેશ વિરતિ ધારણ કરનારા ગૃહસ્થ જૈનો ધર્મયુદ્ધ વગેરે કર્મો અને આવશ્યકોને શક્તિ અનુસા૨ કરે છે. (૭૫૮)
देशविरतितोऽनन्तगुणश्रेष्ठाः सुसाधवः ।
आत्मोपयोगिनः सन्तो रत्नत्रयीप्रसाधकाः ॥ ७५९ ॥
દેશ વિરતિવાળા કરતાં સુ સાધુઓ અનંત ગણા શ્રેષ્ઠ છે. તેઓ રત્નત્રયીના સાધક અને આત્મોપયોગવાળા સત્પુરુષો છે. (૭૫૯)
मेरुवत्साधवो बोध्या: सर्षपवद्गृहस्थिताः । गृहस्थैः साधवः पूज्या वन्द्याश्च विधिपूर्वकम् ॥ ७६० ॥
સાધુઓ મેરુ જેવા અને ગૃહસ્થો સરસવ જેવા જાણવા. ગૃહસ્થો વડે સાધુઓ વિધિપૂર્વક પૂજવા યોગ્ય અને વંદન કરવા યોગ્ય છે. (૭૬૦)
૧૫૨
For Private And Personal Use Only
Page #167
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
संज्वलनकषायेण युक्ताः पञ्चव्रतस्थिताः । सरागसंयमव्यक्ताः प्रमादिनोऽप्रमादिनः ॥ ७६१ ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાંચ વ્રતોમાં રહેલા અને સંજ્વલન કષાયથી યુક્ત સાધુઓ સાગ સંયમવાળા પ્રમાદી તથા અપ્રમાદી હોય છે. (૭૬૧)
शस्यरागादिभिर्युक्ताः सम्प्रति पञ्चमारके । શ્રમન્યઃ સાધવ: સન્તિ સૂયો વાચાઃ શુમાઃ
૭૬૨ા
અત્યારે પાંચમા આરામાં વખાણવા લાયક શુભ રાગ વગેરેથી યુક્ત એવાં સાધુઓ અને સાધ્વીઓ તેમજ શુભ આચાર્યો અને ઉપાધ્યાયો છે. (૭૬૨)
आत्मोपयोगयुक्तास्ते सक्रिया निष्क्रियाश्च ये । सुखदुःखप्रसङ्गेषु स्वात्मनः शुद्धिकारकाः ॥ ७६३ ॥
સક્રિય અને નિષ્ક્રિય એવા આત્મોપયોગથી યુક્ત એવા તેઓ સુખ અને દુઃખના પ્રસંગોમાં પોતાના આત્માની શુદ્ધિ કરનારા છે. (૭૬૩)
शुभाशुभविपाकानां भोक्तारोऽपि ह्यभोगिनः ।
देहेऽत्र वर्तमानास्ते मोक्षानुभववेदिनः ॥ ७६४ ॥
તેઓ શુભ અને અશુભ વિપાકોના ભોક્તાઓ હોવા છતાં પણ ખરેખર અભોગી છે અને અહીં દેહમાં રહેલા હોવા છતાં પણ મોક્ષના અનુભવને વેદનારા છે. (૭૬૪)
ध्यानसमाधियोगेन मुक्तिशर्माऽनुभूयते ।
क्षयोपशमभावेन मया प्राप्तः प्रभुर्महान् ॥ ७६५ ॥
।
ધ્યાન અને સમાધિયોગથી મુક્તિનું સુખ અનુભવાય છે. ક્ષયોપશમભાવથી મારા વડે મહાન પ્રભુ પ્રાપ્ત કરાયેલ છે. (૭૬૫)
૧૫૩
For Private And Personal Use Only
Page #168
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सर्वोत्कृष्टसमाधिर्हि शुद्धोपयोग एव सः । समत्वमुपयोगोऽस्ति पूर्णानन्दमयः प्रभुः ॥ ७६६ ॥
ખરેખર સર્વોત્કૃષ્ટ સમાધિ તે શુદ્ધોપયોગ જ છે. સમત્વ એ જ ઉપયોગ છે, જે પૂર્ણાનંદમય પ્રભુ છે. (૭૬૬)
इहैव वेद्यते सत्यं मुक्तिसुखं मयाऽधुना । क्षयोपशमभावीयशुद्धोपयोगभावतः ॥७६७ ॥
લયોપશમભાવ સંબંધી શુદ્ધોપયોગના ભાવ વડે હમણાં મારા વડે સાચું મુક્તિસુખ અહીં જ અનુભવાય છે. (૭૬૭)
सर्वदोषविनिर्मुक्तः सर्वोपाधिविवर्जितः । आधिव्याधिविनिर्मुक्तो ब्रह्मानन्दः प्रवेद्यते ॥७६८ ॥
બધા દોષોથી મુક્ત, બધી ઉપાધિઓથી રહિત અને આધિ-વ્યાધિથી મુક્તિ પામેલ બ્રહ્માનંદ મારા વડે પ્રકૃષ્ટ ભાવથી અનુભવાય છે. (૭૬૮)
सर्वविषयभोगेभ्यो भिन्नं शुद्धं च निर्मलम् । ज्ञानान्दमयं ब्रह्म स्वनुभूतं मया मयि ॥७६९ ॥
સર્વ વિષયભોગોથી ભિન્ન એવું શુદ્ધ અને નિર્મલ જ્ઞાનાનંદમય બ્રહ્મ પરમાત્મતત્ત્વ મારા વડે મારામાં સારી રીતે અનુભવાયું છે. (૭૬૯)
निर्विकल्पं निराधारं पूर्णं च सत्तया महद् । चिदानन्दमयं ब्रह्म स्वोपयोगेन वेद्यते ॥७७० ॥
નિર્વિકલ્પ, નિરાધાર, પૂર્ણ, સત્તાથી મહાન અને ચિદાનંદમય બ્રહ્મ સ્વોપયોગથી વેદાય છે, અનુભવાય છે. (૭૭૦)
૧૫૪
For Private And Personal Use Only
Page #169
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
पूर्णक्षायिकभावेन पूर्णशुद्धात्मनो मम । आविर्भावस्य सिद्ध्यर्थमुद्यतः स्वोपयोगतः ।। ७७१ ॥
પૂર્ણ ક્ષાયિકભાવથી મારા પૂર્ણશુદ્ધાત્માના આવિર્ભાવની સિદ્ધિને માટે હું સ્વોપયોગથી ઉદ્યત થયો છું. (૭૭૧)
आत्मनो गुरुरात्माऽस्ति शुद्धोपयोगवान् स्वयम् । स्वनुभूतो मया ध्याने स्वनुभवन्तु पण्डिताः ॥७७२ ॥
શુદ્ધોપયોગવાળા આત્માનો ગુર સ્વયં આત્મા છે. જે ધ્યાનમાં મારા વડે સારી રીતે અનુભવાયો છે. તે પંડિતો ! તમે પણ તે સારી રીતે અનુભવો. (૭૭૨)
देहस्थोऽत्र प्रभुळकत आत्मैव मिलितो महान् । क्षयोपशमभावेन स्वनुभूतो मया मयि ॥७७३ ॥
અહીં દેહમાં રહેલો વ્યક્ત પ્રભુ મહાન આત્મા જ મલ્યો છે. ક્ષયોપશમભાવથી મારા વડે મારામાં તે સારી રીતે અનુભવાયો છે. (૭૭૩)
माध्यस्थ्यादिगुणैर्युक्ता व्यवहारनयाश्रिताः । शद्धोपयोगयोग्यास्ते गुरुस्वार्पणकारिणः ॥७७४ ॥
જેઓ વ્યવહારનયના આશ્રયે રહેલા, માધ્યચ્ય વગેરે ગુણોથી યુક્ત અને ગુરુને સ્વાર્પણ કરનારા છે, તેઓ શોપયોગને માટે યોગ્ય છે. (૭૭૪)
धीरा वीराश्च गभ्भीरा आत्मज्ञानाधिकारिणः । मोक्षार्थमुत्थिता भव्या गुरुपार्श्वे निवासिनः ॥ ७७५ ॥
ધીર, વીર, ગંભીર અને ગુરુની પાસે નિવાસ કરનારા મોક્ષ માટે ઉત્યિત થયેલા ભવ્યો આત્મજ્ઞાનના અધિકારીઓ છે. (૭૭૫).
૧ ૫૫.
For Private And Personal Use Only
Page #170
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सहवासं चिरं कृत्वा परीक्ष्याऽनेकहेतुभिः । विधिपूर्वं सुशिष्येभ्यो देयं ज्ञानं शुभाशिषा ॥७७६ ॥
લાંબા સમય સુધી સાથે વસીને, અનેક હેતુઓ વડે પરીક્ષા કરીને સુશિષ્યોને શુભ આશીર્વાદ સાથે વિધિપૂર્વક જ્ઞાન આપવું જોઈએ. (૭૭૬)
गुरोरनुभवं प्राप्य प्रीतिश्रद्धादिसद्गुणैः । માત્મજ્ઞાઈવવાં મા: વંતિ તક્ષણમ્ ૭૭૭
પ્રીતિ, શ્રદ્ધા વગેરે સગુણોથી ગુરુના અનુભવને પ્રાપ્ત કરીને ભક્તો તત્ક્ષણ દયમાં આત્મજ્ઞાન વ્યક્ત કરે છે. (૭૭૭)
कोट्युपायैमिलेद्यन्न तन्मिलेत्कृपया गुरोः । गुरुकृपां विना शुद्ध उपयोगो न जायते ॥७७८ ॥
જે કરોડો ઉપાયોથી મલતું નથી, તે ગુરુની કૃપાથી મળે છે. ગુરુની કૃપા વિના શુદ્ધોપયોગ ઉત્પન્ન થતો નથી. (૭૭૮)
सद्गुरुद्रोहिदुष्टानां कोटिशास्त्रावगाहिनाम् । आत्मज्ञानं स्फुरेन्नैव कोट्युपायैर्जगत्त्रये ॥७७९ ॥
કરોડો શાસ્ત્રોનું અવગાહન કરનારા, સદ્ગુરુનો દ્રોહ કરનારા દુષ્ટોને ત્રણ જગતમાં કરોડો ઉપાયો કરવા છતાં પણ આત્મજ્ઞાન સ્કુરિત થતું જ નથી. (૦૭૯)
गुरुकृपां विनाऽध्यात्मकोटिग्रन्थप्रवाचनैः । आत्मज्ञानं हृदि व्यक्तं जायते नैव निश्चयः ॥७८० ।।
ગુરુની કૃપા વિના અધ્યાત્મના કરોડો ગ્રંથો વાંચવાથી આત્મજ્ઞાન દ્ભયમાં વ્યક્ત અર્થાત્ સ્પષ્ટ થતું જ નથી, એ નિશ્ચિત છે. (૭૮૦)
૧પ૬
For Private And Personal Use Only
Page #171
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सद्गुरोरात्मरूपाणां क्षमादिगुणसंजुषाम् । सुशिष्याणां च भक्तानामस्ति ज्ञानस्य योग्यता ॥७८१॥
ક્ષમા વગેરે ગુણોથી યુક્ત તથા સદ્ગુરુના આત્મરુપ ભક્તોની અને સુશિષ્યોની જ્ઞાન પ્રાપ્ત કરવા માટેની યોગ્યતા જાણવી. (૭૮૧)
परीक्षां युक्तितः कृत्वा परीक्षायोग्यसाधनैः । आत्मज्ञानरहस्यं तु देयं भक्ताय भावतः ॥७८२ ॥
આત્મજ્ઞાનનું રહસ્ય તો પરીક્ષા યોગ્ય સાધનો વડે યુક્તિથી પરીક્ષા કરીને ભક્તને ભાવથી આપવું જોઈએ. (૭૮૨)
अयोग्यभक्तशिष्याणां ज्ञाने दत्ते पदे पदे । बालहत्यादिकं पापं गुरुणामपि जायते ॥७८३ ॥
અયોગ્ય ભક્તોને અને શિષ્યોને જ્યારે જ્ઞાન આપવામાં આવે છે, ત્યારે બાલહત્યા વગેરે પાપ ગુરુઓને પણ થાય છે. (૭૮૩)
गुर्वाज्ञैव प्रभोराज्ञा मन्तारो भक्तदेहिनः। गुर्वाज्ञापारतन्त्र्येण लभन्ते गुरुमर्म ते ॥७८४ ॥
જેઓ ગુરુની આજ્ઞા એ જ પ્રભુની આજ્ઞા છે, એમ માનનારા ભક્ત દેહધારીઓ છે, તેઓ ગુરુની આજ્ઞાના પાતંત્ર્યથી ગુરુના મર્મને પામે છે. (૭૮૪)
गुरुहामिलेत्पूर्ण सद्गुरोराशिषा ध्रुवम् । शुद्धोपयोगसम्प्राप्तिः सद्गुरोः पादसेवया ॥७८५ ॥
સદ્ગુરુની આશિષથી ગુરુનો પૂર્ણ સ્નેહ પ્રાપ્ત થાય છે. સદ્ગનાં ચરણોની સેવાથી શુદ્ધોપયોગની સંપ્રાપ્તિ થાય છે. ૭૮૫)
૧૫૭
For Private And Personal Use Only
Page #172
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
भक्तानां योग्यसाधूनां गीतार्थपादसेविनाम् । शास्त्राभ्यासं विनाऽध्यात्मज्ञानं हदि प्रकाशते ॥ ७८६ ।।
ગીતાર્થગુરુનાં ચરણોની સેવા કરનારા ભક્તો અને યોગ્ય સાધુઓને શાસ્ત્રોના અભ્યાસ વિના પણ અધ્યાત્મજ્ઞાન દયમાં પ્રકાશે છે. (૭૮૬)
सद्गुरोरात्मभूता ये गुरुस्वार्पणकारकाः । भवन्ति ते गुरुप्रीत्या स्वयं शुद्धोपयोगिनः ॥७८७ ॥
જેઓ સદ્ગુરુના આત્મભૂત અને ગુરુને સ્વાર્પણ કરનારા છે, તેઓ ગુરુની પ્રીતિથી સ્વયં શુદ્ધોપયોગવાળા બને છે. (૭૮૭)
प्रादुर्भूता हृदि स्पष्टा शुद्धोपयोगभावना । लिखिता काव्यरूपेण विश्वकल्याणहेतवे ॥७८८ ॥
&યમાં પ્રકટેલી સ્પષ્ટ શુદ્ધોપયોગની ભાવના વિશ્વકલ્યાણના હેતુથી કાવ્યરુપે મારા વડે લખાઈ છે. (૭૮૮)
यादृशी स्फुरणोत्पन्ना तादृशी लिखिता मया। अनुक्रमो न तत्राऽस्ति पुनर्दोषो न चाऽत्मनि ॥७८९ ॥
જેવી ફુરણા ઉત્પન્ન થઈ, તેવી મારા વડે લખાઈ છે. તેમાં અનુક્રમ નથી અને આત્માની બાબતમાં પુનરુક્તિ દોષ નથી. (૭૮૯)
अध्यात्मज्ञानलाभार्थमात्मज्ञानाधिकारिणाम् । शुद्धोपयोगनाम्नाऽयं कृतो ग्रन्थो मया शुभः ॥७९० ।।
આત્મજ્ઞાનના અધિકારીઓને અધ્યાત્મજ્ઞાનના લાભને માટે શુદ્ધોપયોગ નામનો આ શુભ ગ્રંથ મારા વડે કરાયો છે. (૭૯૦)
૧૫૮
For Private And Personal Use Only
Page #173
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
कृते शुद्धोपयोगे यत् फलं भूतं च तेन तत् । विश्वस्थसर्वजीवानां शान्तिर्भवतु शाश्वती ॥७९१ ॥
શુદ્ધોપયોગ ગ્રંથ કરતાં જે ફલ થયું હોય, તેના વડે વિશ્વમાં રહેલા સર્વ જીવોને શાશ્વતી શાંતિ થાઓ. (૭૯૧)
शुद्धोपयोगशास्त्रेण सर्वसंघोन्नतिर्भवेत् । सर्वविश्वस्थपापानि नश्यन्तु तत्प्रवृत्तितः ॥७९२ ॥
શુદ્ધોપયોગ શાસ્ત્રથી સર્વ સંઘની ઉન્નતિ થાઓ અને તેની પ્રવૃત્તિથી સમસ્ત વિશ્વમાં રહેલાં પાપો નાશ પામો. (૭૯૨)
शुद्धोपयोगशास्त्रस्य श्रोतारो ये च वाचकाः । सद्गुर्वाज्ञापराः शान्तिं यान्तु पूर्णसुखश्रियम् ॥७९३ ॥
સદ્ગુરુની આજ્ઞામાં તત્પર એવા જે શુદ્ધોપયોગ શાસ્ત્રના શ્રોતાઓ અને વાચકો છે, તે શાંતિ અને પૂર્ણસુખરૂપ લક્ષ્મીને પામો છે. (૭૯૩)
शुद्धोपयोगनाम्नोऽस्य ग्रन्थस्य मर्मवेदिनः । गीतार्थगुरुसेवायाः कर्तारो यान्तु तत्फलम् ॥७९४ ॥
ગીતાર્થ ગુરુની સેવા કરનારાઓ તથા શુદ્ધોપયોગ નામના આ ગ્રંથના મર્મને જાણનારાઓ તેનું ફળ પ્રાપ્ત કરો. (૭૯૪)
गीतार्थगुरुभक्तानां श्रोतृवाचकदेहिनाम् । शुभाशीर्मे भवत्वेवं स्वर्गसिद्धिप्रदायिका ॥७९५ ॥
ગીતાર્થ ગુરુના ભક્તોને તથા શુદ્ધોપયોગ ગ્રંથના શ્રોતા અને વાચક દેહધારીઓને આ રીતે મારી શુભાશિષ સ્વર્ગસિદ્ધિ આપનારી થાઓ. (૭૯૫)
૧૫૯
For Private And Personal Use Only
Page #174
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सर्वसंघोन्नतिर्भूयाच्छान्तिः सर्वत्र वर्तताम् । शान्तिस्तुष्टिः पुष्टिश्च भूयात् सर्वत्र मङ्गलम् ॥७९६ ॥
સકલ સંઘની ઉન્નતિ થાઓ. સર્વત્ર શાંતિ વર્તો અને સર્વત્ર શાંતિ, तुष्टि, पुष्टि भने भंग थामी. (७८६)
सर्वे जीवाः सुखं यान्तु दुःखं नश्यतु देहिनाम् । पुण्यकर्माणि वर्धन्तां नश्यन्तु पापवृत्तयः ॥७९७ ॥
બધા જીવો સુખ પામો. દેહધારીઓના દુઃખ નાશ પામો. પુણ્યકાર્યો वृद्धि ५मो. पावृत्तिमो नाश मो. (७८७)
पापकर्माणि नश्यन्तु प्रादुर्भवन्तु धर्मिणः । विश्वोद्धारस्य कर्तारः प्रादुर्भवन्तु सूरयः ॥७९८ ॥
પાપકર્મો નષ્ટ થાઓ. ધર્મીઓ પેદા થાઓ. વિશ્વના ઉદ્ધારને કરનારા આચાર્યો પ્રકટ થાઓ. (૭૯૮).
शुद्धोपयोगबोधेन लोका भवन्तु धर्मिणः । अधर्मदुःखनाशोऽस्तु धर्मः सर्वत्र वर्धताम् ॥ ७९९ ॥
શુદ્ધોપયોગના બોધથી લોકો ધર્મી થાઓ. અધર્મથી ઉત્પન્ન થતાં દુઃખોનો નાશ થાઓ. સર્વત્ર ધર્મ વૃદ્ધિ પામો. (૭૯૯)
योगिनो ज्ञानिनः सन्तो विश्वशान्तिप्रदायकाः । प्रादुर्भवन्तु राजानो मन्त्रिणो धर्ममूर्तयः ॥८०० ॥
વિશ્વને શાંતિ આપનારા યોગીઓ, જ્ઞાનીઓ, સજ્જનો, ધર્મમૂર્તિ २मी. अने मंत्री उत्पन्न थामी. (८००)
For Private And Personal Use Only
Page #175
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
विश्वशान्तिप्रदं सत्यं धर्ममङ्गलशर्मदम् । सर्वधर्मोत्तमं पूर्ण जयताज्जैनशासनम् ॥८०१॥
વિશ્વશાંતિ આપનારું, સાચું ધર્મરૂપી મંગલ અને સુખદાયક, સર્વધર્મોમાં ઉત્તમ તથા પૂર્ણ એવું જૈનશાસન જયવંત વાર્તા (૮૦૧)
सर्वदेवाधिदेवो यः सर्वज्ञः सर्वशक्तिमान् । वर्धमानो महावीरो विश्वस्याऽस्तु प्रशान्तये ॥८०२॥
જે સર્વ દેવાધિદેવ સર્વજ્ઞ અને સર્વશક્તિમાન છે, તે વર્ધમાન મહાવીર પ્રભુ વિશ્વની પ્રકૃષ્ટ શાન્તિને માટે થાઓ. (૮૦૨)
शुद्धोपयोगकर्ताऽयं ग्रन्थो विश्वप्रशासकः । आचन्द्रार्कमही यावज्जीवतु धर्मधारकः ॥८०३ ॥
શુદ્ધોપયોગ કરનાર, વિશ્વપ્રશાસક, ધર્મધારક આ ગ્રંથ જ્યાં સુધી यंद्र - सूर्य भने पृथ्वी छे, त्या सुधा विद्यमान २४ो. (८०3)
विक्रमाब्दे निधिद्वीपे निधिचन्द्रे (१९७९) शुभाश्विने । दशम्यां शुक्वपक्षस्य प्रभाते गुरुवासरे ॥८०४॥
વિક્રમ સંવત ૧૯૭૯ માં શુભ આસો માસની શુક્લપક્ષની દશમે गुरुवारे प्रत्माता अंथ थयो. (८०४)
अष्टशतैः शुभैः श्लोकैः शुद्धोपयोगकारकः । शुद्धोपयोगनामाऽयं ग्रन्थो जीयाज्जगत्तले ॥ ८०५ ॥
આઠસો શુભ શ્લોકો વડે શુદ્ધોપયોગ કરનારા શુદ્ધોપયોગ નામનો मा अंथ भूतद ५२व्य पामो. (८०५)
शुद्धोपयोगनामाऽयं ग्रन्थः कल्याणकारकः । विद्यापुरे कृतः प्रीत्या बुद्धिसागरसूरिणा ॥ ८०६ ॥
શુદ્ધોપયોગ નામનો આ કલ્યાણકારક ગ્રંથ વિદ્યાપુરમાં અર્થાત विसपुरमा प्रीतिथी बुद्धिसागरसूरिये २८यो छे. (८०६)
(सभापत)
* ૧૬૧
For Private And Personal Use Only
Page #176
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
Page #177
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગ આત્મશુદ્ધોપયોગ આત્મશુદ્ધોપયોગ આત્મશુદ્ધોપચાગ આત્મશુદ્ધીપયાગ આત્મશુદ્ધાપયાગ ગ આત્મશુદ્ધોપયોગ આત્મશુદ્ધોપયોગ આત્મશુદ્ધોપયોગ આત્મશુદ્ધોપયોગ આત્મશુદ્ધોપયોગ ગ આત્મશુદ્ધોપયોગ આત્મશુદ્ધોપયોગ આત્મશુદ્ધોપયોગ આત્મશુદ્ધોપયોગ આત્મશુદ્ધોપયોગ ગ આત્મશુદ્ધોપયોગ આત્મશુદ્ધોપયોગ આત્મશુદ્ધોપયોગ આત્મશુદ્ધોપયોગ આત્મશુદ્ધોપયોગ ગ આત્મશુદ્ધોપયોગ આત્મશુદ્ધોપયોગ આત્મશુદ્ધોપયોગ આત્મશુદ્ધોપયોગ આત્મશુદ્ધોપયોગ ગ આત્મશુદ્ધોપયોગ આત્મશુદ્ધોપયોગ આત્મશુદ્ધોપયોગ આત્મશુદ્ધોપયોગ આત્મશુદ્ધોપયોગ ગ આત્મશુદ્ધોપયોગ આત્મશુદ્ધોપયોગ આત્મશુદ્ધોપયોગ આત્મશુદ્ધોપયોગ આત્મશુદ્ધોપયોગ ગ આત્મશુદ્ધોપયોગ આત્મશુદ્ધોપયોગ આત્મશુદ્ધોપયોગ આત્મશુદ્ધોપયોગ આત્મશુદ્ધોપયોગ ગ આત્મશુદ્ધોપયોગ આત્મશુદ્ધોપયોગ આત્મશુદ્ધોપયોગ આત્મશુદ્ધોપયોગ આત્મશુદ્ધોપયોગ ગ આત્મશુદ્ધોપયોગ આત્મશુદ્ધોપયોગ આત્મશુદ્ધોપયોગ આત્મશુદ્ધોપયોગ આત્મશુદ્ધોપયોગ ગ આત્મશુદ્ધોપયોગ આત્મશુદ્ધોપયોગ આત્મશુદ્ધોપયોગ આત્મશુદ્ધોપયોગ આત્મશુદ્ધોપયોગ ગ આત્મશુદ્ધોપયોગ આત્મશુદ્ધોપયોગ આત્મશુદ્ધોપયોગ આત્મશુદ્ધોપયોગ આત્મશુદ્ધોપયોગ ગ આત્મશુદ્ધોપયોગ આત્મશુદ્ધોપયોગ આત્મશુદ્ધોપયોગ આત્મશુદ્ધોપયોગ આત્મશુદ્ધોપયોગ ગ આત્મશુદ્ધોપયોગ આત્મશુદ્ધોપયોગ આત્મશુદ્ધોપયોગ આત્મશુદ્ધોપયોગ આત્મશુદ્ધોપયોગ ગ આત્મશુદ્ધોપયોગ આત્મશુદ્ધોપયોગ આત્મશુદ્ધોપયોગ આત્મશુદ્ધોપયોગ આત્મશુદ્ધોપયોગ ગિ આત્મશુદ્ધોપયોગ આત્મશુદ્ધોપયોગ આત્મશુદ્ધોપયોગ આત્મશુદ્ધોપયોગ આત્મશુદ્ધોપયોગ ગ આત્મશુદ્ધોપયોગ આત્મશુદ્ધોપયોગ આત્મશુદ્ધોપયોગ આત્મશુદ્ધોપયોગ આત્મશુદ્ધોપયોગ ગ આત્મશુદ્ધોપયોગ આત્મશુદ્ધોપયોગ આત્મશુદ્ધોપયોગ આત્મશુદ્ધોપયોગ આત્મશુદ્ધોપયોગ ગ આત્મશુદ્ધોપયોગ આત્મશુદ્ધોપયોગ આત્મશુદ્ધોપયોગ આત્મશુદ્ધોપયોગ આત્મશુદ્ધોપયોગ ગિ આત્મશુદ્ધોપયોગ આત્મશુદ્ધોપયોગ આત્મશુદ્ધોપયોગ આત્મશુદ્ધોપયોગ આત્મશુદ્ધોપયોગ ગ આત્મશુદ્ધોપયોગ આત્મશુદ્ધોપયોગ આત્મશુદ્ધોપયોગ આત્મશુદ્ધોપયોગ આત્મશુદ્ધોપયોગ ગિ આત્મશુદ્ધોપયોગ આત્મશુદ્ધોપયોગ આત્મશુદ્ધોપયોગ આત્મશુદ્ધોપયોગ આત્મશુદ્ધોપયોગ ગિ આત્મશુદ્ધોપયોગ આત્મશુદ્ધોપયોગ આત્મશુદ્ધોપયોગ આત્મશુદ્ધોપયોગ આત્મશુદ્ધોપયોગ ગ આત્મશુદ્ધોપયોગ આત્મશુદ્ધોપયોગ આત્મશુદ્ધોપયોગ આત્મશુદ્ધોપયોગ આત્મશુદ્ધોપયોગ ગ આત્મશુદ્ધોપયોગ આત્મશુદ્ધોપયોગ આત્મશુદ્ધોપયોગ આત્મશુદ્ધોપયોગ આત્મશુદ્ધોપયોગ ગ આત્મશુદ્ધોપયોગ આત્મશુદ્ધોપયોગ આત્મશુદ્ધોપયોગ આત્મશુદ્ધોપયોગ આત્મશુદ્ધોપયોગ ગ આત્મશુદ્ધોપયોગ આત્મશુદ્ધોપયોગ આત્મશુદ્ધોપયોગ આત્મશુદ્ધોપયોગ આત્મશુદ્ધોપયોગ ગ આત્મશુદ્ધોપયોગ આત્મશુદ્ધોપયોગ આત્મશુદ્ધોપયોગ આત્મશુદ્ધોપયોગ આત્મશુદ્ધોપયોગ ગ આve ) મોના પોસાતા ગોપાશદ્ધોપયોગ COLS SHREEMAD BUDDHI SAGARSURI Resuada ગિ આત્મણ Jain Samadhi Mandir આત્મશુદ્ધોપયોગ ગ આત્મશુ. VIJAPUR - 382870 આત્મશુદ્ધોપયોગ ગ આત્મજ્ઞાપવાળ આળસુદ્ધાપવાળ આબક્કાપવાના બાબસુલ્તાવાળા આત્મશુદ્ધોપયોગ ગિ આત્મશુદ્ધોપયોગ આત્મશુદ્ધોપયોગ આત્મશુદ્ધોપયોગ આત્મશુદ્ધોપયોગ આત્મશુદ્ધોપયોગ ગિ આત્મશુદ્ધોપયોગ આત્મશુદ્ધોપયોગ આત્મશુદ્ધોપયોગ આત્મશુદ્ધોપયોગ આત્મશુદ્ધોપયોગ ગિ આત્મશુદ્ધોપયોગ આત્મશુદ્ધોપયોગ આત્મશુદ્ધોપયોગ આત્મશુદ્ધોપયોગ આત્મશુદ્ધોપયોગ ગ આત્મશુદ્ધોપયોગ આત્મશુદ્ધોપયોગ આત્મશુદ્ધોપયોગ આત્મશુદ્ધોપય : -પn..”પયોગ ગ આત્મશુદ્ધોપયોગ આત્મશુદ્ધોપયોગ આત્મશુદ્ધોપયોગ આત્મશુદ્ધોપય RS. 100/- પ્રયોગ ગ આત્મશુદ્ધોપયોગ આત્મશુદ્ધોપયોગ આત્મશુદ્ધોપયોગ આત્મશુદ્ધોપયોગ આત્મશુદ્ધોપયોગ ગિ આત્મશુદ્ધોપયોગ આત્મશુદ્ધોપયોગ આત્મશુદ્ધોપયોગ આત્મશુદ્ધોપયોગ આત્મશુદ્ધોપયોગ |ગ આત્મશુદ્ધોપયોગ આત્મશુદ્ધોપયોગ આત્મશુદ્ધોપયોગ આત્મશુદ્ધોપયોગ આત્મશુદ્ધોપયોગ ગ આત્મશુદ્ધોપયોગ આત્મશુદ્ધોપયોગ આત્મશુદ્ધોપયોગ આત્મશુદ્ધોપયોગ આત્મશુદ્ધોપયોગ For Private And Personal use only