SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir वर्णातीतं निराकारं निर्विकारं निरामयम् । नामरूपविनिर्भिन्नं विशुद्धरूपमात्मनः ॥ ११ ॥ આત્માનું વિશુદ્ધ રુપ વર્ણાતીત, નિરાકાર, નિર્વિકાર, નિરામય, અને નામ – રુપથી વિભિન્ન છે. (૧૧) समत्वेन जगत् पश्यन् जानश्च ब्रह्मसंस्थितः । शुद्धोऽसौ क्षणमात्रेण भवत्यात्मा स्ववेदकः ॥१२ ॥ સમત્વથી જગતને જોતો અને જાણતો, બ્રહ્મ સંસ્થિત અર્થાત્ પોતાના જ શુદ્ધાત્મ – સ્વરુપમાં લીન આ આત્મા ક્ષણ માત્રમાં જ શુદ્ધ થાય છે અને પોતાના સ્વરૂપને જાણનારો - અનુભવનારો બને છે. (૧૨) शुद्धोपयोगिनां नाऽन्यत् साधनस्य प्रयोजनम् । सर्वसाधनसंसाध्या शुद्धोपयोगसाध्यता ॥१३॥ શુદ્ધોપયોગવાળાઓને બીજા સાધનનું કોઈ પ્રયોજન રહેતું નથી, કારણકે બધાં સાધનોથી સારી રીતે સિદ્ધ કરવા યોગ્ય શુદ્ધોપયોગરુપ સાધ્યતા જ છે. (૧૩) शुद्धोपयोगसंप्राप्तौ मुक्ताऽऽत्मा जायते खलु । देहे सत्यपि वैदेहो जीवन्मुक्तदशां व्रजेत् ॥१४॥ જ્યારે શુદ્ધોપયોગની સંપ્રાપ્તિ થાય છે, ત્યારે સાધક દેહ હોવા છતાં પણ દેહ વગરનો ખરેખર મુક્તાત્મા બને છે અને જીવન્મુક્ત – દશા પ્રાપ્ત કરે છે. (૧૪) सर्वजातीयसंकल्पविकल्पोपशमे सति । पूर्णानन्दरसास्वादः प्रत्यक्षमनुभूयते ॥१५॥ જ્યારે સર્વ પ્રકારના સંકલ્પ - વિકલ્પોનો ઉપશમ થાય છે, ત્યારે પૂર્ણાનંદરુપી રસનો આસ્વાદ પ્રત્યક્ષ અનુભવાય છે. (૧૫) For Private And Personal Use Only
SR No.008526
Book TitleAtmashuddhipayog Anuwad
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages177
LanguageGujarati
ClassificationBook_Gujarati & Soul
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy