________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
आत्मशुद्धोपयोगेन रागद्वेषारिसंक्षयः । जीवः स्वयंस शुद्धात्मा वीतरागो जिनः शिवः ॥३११॥
આત્મશુદ્ધોપયોગથી રાગ અને દ્વેષરુપી શત્રુનો ક્ષય થાય છે. પછી તે શુદ્ધાત્મા જીવ સ્વયં વીતરાગ, જિન અને શિવ બને છે. (૩૧૧)
सर्वविश्वस्वरूपोऽस्ति स्वात्मा स्वपरपर्यवैः। पूर्णानन्दमयं ब्रह्म स्वात्मानं प्रेमतः स्मर ।। ३१२ ॥
પોતાનો આત્મા સ્વ અને પર પર્યાયોથી સર્વ વિશ્વ સ્વરુપ છે. પૂર્ણાનંદમય બ્રહ્મ એવા પોતાના આત્માને તું પ્રેમથી યાદ કર. (૩૧૨)
आत्मनो दर्शनेनैव सर्वतीर्थादिदर्शनम् । जायते सर्वतीर्थानां यात्रा च धर्मकर्म वै ॥३१३ ॥
આત્માના દર્શનથી જ બધાં તીર્થો વગેરેનાં દર્શન થાય છે અને ખરેખર બધાં તીર્થોની યાત્રા તથા ધર્મકાર્ય થાય છે. (૩૧૩)
आत्माऽहं व्यापको भिन्नः सर्वपुद्गलपर्यवैः । मनोऽसंख्यविचारेभ्यः पृथक् शुद्धात्मब्रह्मराट् ॥ ३१४ ॥
હું સર્વ પુદ્ગલ પર્યાયોથી ભિન્ન અને વ્યાપક એવો આત્મા છું. મનના અસંખ્ય વિચારોથી ભિન્ન શુદ્ધાત્મરુપ બ્રહ્મરાજ છું. (૩૧૪)
मनोमतोद्भवैर्धमैर्योद्धव्यं न जनैः सह् ।। मनोमतोद्भवद्धर्माधीना मोहमनीषिणः ॥ ३१५ ॥
મનના મતોથી ઉદ્ભવેલા ધર્મોથી લોકો સાથે લડવું ન જોઈએ. મોહવાળા વિદ્વાનો મનના મતોથી ઉદ્ભવેલા ધર્મોને અધીન હોય છે. (૩૧૫)
૬૩
For Private And Personal Use Only