________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
एकं क्षणं भवेत् प्रीत्या यदा चेत् साधुसङ्गतिः । अनन्तभवपापानि नश्यन्ति ब्रह्मबोधतः ॥ १९१ ॥
જયારે પ્રીતિથી સાધુની સંગતિ જો એક ક્ષણ પણ થાય, તો બ્રહ્મબોધથી અનંત ભવોનાં પાપો નાશ પામે છે. (૧૯૧).
सतां सङ्गः सदा कार्यः सन्तः सेव्या विवेकतः । सेवा कार्या सतां प्रीत्या तेभ्य आत्मा प्रकाशते ॥१९२।।
સપુરુષોનો સંગ સદા કરવો જોઈએ. વિવેકથી સંતોને સેવવા જોઈએ. પ્રીતિપૂર્વક સપુરુષોની સેવા કરવી જોઈએ, કારણ કે તેઓથી આત્મા પ્રકાશે છે. (૧૨)
साधवो बहुधा सन्ति नानाऽऽचारविचारिणः । तेषां सङ्गो विवेकेन कर्तव्य आत्मशुद्धये ॥१९३ ॥ | વિવિધ પ્રકારના આચાર અને વિચારવાળા સાધુઓ અનેક પ્રકારના હોય છે. આત્માની શુદ્ધિને માટે વિવેકથી તેઓનો સંગ કરવો જોઈએ. (૧૯૩)
सुखं भोगेषु नो किञ्चित् स्वात्माऽस्ति सुखसागरः । स्वाऽऽत्मन्येव स्थिरीभूय सुखास्वादं करिष्यसि ॥१९४ ।।
ભોગોમાં સહેજ પણ સુખ નથી. પોતાનો આત્મા જ સુખનો સાગર છે. પોતાના આત્મામાં જ સ્થિર થઈને તું સુખનો આસ્વાદ કરીશ. (૧૯૪)
सर्वदर्शनशास्त्रेभ्यः सत्यं गृहाण बुद्धितः । गृहाण सत्यं धर्मेभ्यो निन्दा मा कुरु धर्मिणाम् ॥१९५ ॥
તું સર્વ દર્શન શાસ્ત્રોમાંથી બુદ્ધિ પૂર્વક સત્યને ગ્રહણ કર. બધા ધર્મોમાંથી પણ સત્યને ગ્રહણ કર અને ધર્મીઓની નિંદા કર મા. (૧૯૫)
૩૯
For Private And Personal Use Only