________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
नरा जीवन्ति धर्मार्थं जीवाजीवसहायतः। पारम्पर्येण मोक्षार्थं जीवाद्या उपकारकाः ॥३८१ ॥
મનુષ્યો જીવ અને અજીવની સહાયથી ધર્મને માટે જીવે છે. તેથી જીવ વગેરે પરંપરાએ મોક્ષને માટે ઉપકારક થાય છે. (૩૮૧)
अतो जीवादिरक्षार्थं मनुष्यैः सर्वयत्नतः । यतितव्यं स्वभावेन विश्वोपग्रहहेतवे ॥३८२ ॥
તેથી વિશ્વ પર ઉપગ્રહ (અર્થાત્ ઉપકાર) કરવા માટે મનુષ્યોએ સર્વયત્નથી જીવ વગેરેની રક્ષાને માટે સ્વભાવથી પ્રયત્ન કરવો જોઈએ. (૩૮૨)
पशुपक्षिमनुष्याणां रक्षणं स्वीयशक्तितः । वृक्षाणां रक्षणं कार्यं विवेकेन यथातथम् ॥ ३८३ ॥
પોતાની શક્તિથી પશુ, પક્ષી અને મનુષ્યોનું રક્ષણ તથા વિવેકથી વૃક્ષોનું સાચી રીતે રક્ષણ કરવું જોઈએ. (૩૮૩)
मातुः पितुश्च वृद्धानां सद्गुरूणां सुभकाये। निष्कामबुद्धितो नित्यं यतितव्यं स्वशक्तिः ॥ ३८४ ॥
માતા, પિતા, વૃદ્ધો અને સદ્ગુરુઓની સારી ભક્તિને માટે નિષ્કામ બુદ્ધિથી નિત્ય પોતાની શક્તિ પ્રમાણે યત્ન કરવો જોઈએ. (૩૮૪)
आत्मोपयोगिभिर्भक्तैः स्वान्योपकारिणः प्रति । वर्तितव्यं सुसेवामिः सेवाधर्मोऽस्ति धर्मिणाम् ॥ ३८५ ॥
આત્મોપયોગવાળા ભક્તોએ પોતાના અને અન્યના ઉપકારીઓ પ્રત્યે સારી સેવાઓ વડે વર્તવું જોઈએ. કારણકે સેવાધર્મ ધર્મીઓનો મુખ્ય ધર્મ છે. (૩૮૫)
For Private And Personal Use Only