________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
मुक्तिरात्मनि विज्ञेया माऽन्यत्र त्वं परिभ्रम । आत्मन्येव निजं राज्यं बाह्यराज्येषु मा मुहः ॥५४१॥
મુક્તિ આત્મામાં જાણવી જોઈએ. તું બીજે પરિભ્રમણ કર મા. આત્મામાં જ પોતાનું રાજય છે. બાહ્ય રાજયોમાં તું મોહન પામ. (૫૪૧)
स्वाश्रयेणैव जीव त्वं मा जीव त्वं पराश्रयात् । पारतन्त्र्यं महामृत्युः स्वातन्त्र्यमात्मजीवनम् ॥५४२ ॥
તું સ્વાશ્રયથી જ જીવ. પરાશ્રયથી તું જીવ મા. પરતંત્રતા એ મહામૃત્યુ છે અને સ્વતંત્રતા એ જ આત્માનું જીવન છે. (૫૪૨)
स्वात्मन्येव सुखं सत्यं दुःखं हि जडमोहतः । आत्मानमन्तरा कोऽपि कदाचिन्नाऽस्ति शर्मवान् ॥५४३॥
સાચું સુખ પોતાના આત્મામાં જ છે. જડના મોહથી ખરેખર દુઃખ પ્રાપ્ત થાય છે. આત્મા સિવાય કોઈપણ ક્યારેય સુખી નથી. (૫૪૩)
आत्मनो रिपुरात्मैव रागद्वेषादिसंयुतः। आत्मनो मित्रमात्माऽस्ति साम्येन कर्मनाशकृत् ॥५४४॥
રાગ-દ્વેષ વગેરેથી દુર્ગુણોવાળો આત્મા જ આત્માનો શત્રુ છે અને સામ્ય વડે કર્મોનો નાશ કરનાર આત્મા જ આત્માનો મિત્ર છે. (૫૪૪)
आत्मनो बन्धुरात्माऽस्ति मैत्र्यादिभावसंयुतः। आत्मन ईश्वरः स्वात्मा ज्ञानचारित्रसंयुतः ॥५४५ ॥
મૈત્રી વગેરે ભાવવાળો આત્મા આત્માનો બંધુ છે તથા જ્ઞાન અને ચારિત્રથી સંયુક્ત પોતાનો આત્મા આત્માનો ઈશ્વર અર્થાત્ સ્વામી છે. (૫૪૫)
૧૦૯
For Private And Personal Use Only