________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
मनोवाक्कायजान् दोषान् वारय निजशक्तितः । धारय सद्गुणान् सर्वान् जीव स्वाभाविकैर्गुणैः ॥ ४९६ ॥
મન, વચન અને કાયાના દોષોને તું પોતાની શક્તિથી દૂર કર અને સર્વ સદ્ગુણોને ધારણ કર તથા સ્વાભાવિક ગુણો વડે જીવ. (૪૯૬)
सन्त्यज्य दुर्मतिं दुष्टां सन्मतिं भज भावतः । शुभाशुभविपाकेषु हर्षशोकं च संत्यज ॥ ४९७ ॥
તું દુષ્ટ દુર્મતિને સારી રીતે ત્યજીને ભાવથી સન્મતિને ભજ અને શુભ અને અશુભ કર્મોના વિપાકોમાં હર્ષ અને શોકને સારી રીતે તજી દે. (૪૯૭)
कर्माधीना जगज्जीवा मित्राणि शत्रवो न ते । आत्मोपयोगभावेन सर्वजीवान् क्षमापय ॥ ४९८ ॥
જગતના જીવો કર્માધીન છે. તેઓ તારા મિત્રો કે શત્રુઓ નથી. માટે આત્મોપયોગભાવથી તું સર્વ જીવોને ક્ષમા કર. (૪૯૮)
रागद्वेषौ न मे सर्वविश्वस्मिन् देहिनः प्रति । उत्थितोऽहं स्वमुक्त्यर्थं समोऽहं सर्वदेहिषु ॥ ४९९ ॥
સર્વ વિશ્વમાં દેહધારીઓ પ્રત્યે મને રાગ અને દ્વેષ નથી. પોતાની મુક્તિને માટે હું ઉત્થિત થયો છું તથા સર્વદેહધારીઓ પ્રત્યે હું સમભાવવાળો છું. (૪૯૯)
परब्रह्मपदावाप्त्यै मनोवाक्कायसाधनैः ।
उत्थितोऽहं परप्रीत्या सद्गुरुकृपया भृशम् ॥ ५०० ॥
પરબ્રહ્મપદની પ્રાપ્તિને માટે મન, વચન અને કાયાનાં સાધનોથી તથા સદ્ગુરુની ખૂબ કૃપા વડે હું શ્રેષ્ઠ પ્રીતિથી ઉત્થિત થયો છું. (૫૦૦)
૧૦૦
For Private And Personal Use Only