________________
(૬૫). વીરના ધર્મમાં સારી રીતે તેઓ ન જોડાયા હોય તે, સુધન ઊપદેશવટે તેમનું પાલન કરીને સ્થિરમતિવાળા બનાવવા. અહીં દષ્ટાંત કહે છે –
જેમકે –દ્વિજ તે પક્ષી છે, તેનું પિત (બચું) તે વીજપત છે, તે બચ્ચાંને તેની મા ગર્ભના પ્રસવથી લઇને ઇંડું મુકે ત્યારપછી, અનેક અવસ્થાઓ આવે; તે બધામાં
જ્યાં સુધી તે બચું પુરૂં ઊડવાયેગ્ય મજબુત પાંખેવાળું થાય ત્યાં સુધી પાળે છે. તે જ પ્રમાણે આચાર્ય પણ નવા ચેલાને દીક્ષા આપીને તે જ દિવસથી સાધુની દશ પ્રકારની સમાચારીને ઉપદેશ, તથા અધ્યાપન (ભણાવવાવડે) જ્યાંસુધી તે ગીતાર્થ થાય ત્યાં સુધી પાળે; પણ જે ચેલે આચાચંના ઉપદેશને ઉલ્લંઘીને પિતાની ઈચ્છા પ્રમાણે સ્વતંત્ર વિચરી કંઈપણ ક્રિયા કરે છે, તે લાભ મેળવવાને બદલે) ઉજ્જન નગરના રાજકુમારની માફક દુઃખ પામે તે બતાવે છે.
ઉજ્જન નામનું નગર છે. તેમાં જીતશત્રુ નામને સજા છે તેને બે પુત્ર છે. મોટા પુત્રે ધર્મઘેષ આચાર્ય પાસે સંસારની અસારતા સમજીને દીક્ષા લીધી. અનુક્રમે આચારાંગ વિગેરે શાસ્ત્રો ભણુને તેને પરમાર્થ સમજીને જનકલ્પને સ્વીકારવાની ઇચ્છાથી બીજી સત્વભાવનાને ભાવે છે, તે ભાવના પાંચ પ્રકારની છે. (૧) ઉપાશ્રયમાં (૨) તેની બહાર (૩) તથા (૪) શૂન્યઘરમાં, તથા પાંચમી ભાવના મસાણમાં છે, તે પાંચમી ભાવનાને ભાવતું હતું કે