________________
(૧૩૧). વળી સાંખ્ય વિગેરે મતવાળા કહે છે, લેક નિત્ય છે. કારણ કે પ્રકટ થવું, લય થવું એટલું જ માત્ર ઉત્પાત અને વિનાશનું સ્વરૂપ છે. કારણ કે જે નથી તેનું ઉત્પાદન નથી તથા જે છે તેને નાશ નથી. અથવા ધ્રુવ તે નદી સમુદ્ર પૃથ્વી પર્વત આકાશ એ બધાંનું નિશ્ચયપણું હોવાથી તે ધ્રુવ છે (માટે તેમના મત પ્રમાણે બધું નિત્ય છે )
બદ્ધ વિગેરે કહે છે લેક અનિત્ય છે કારણ કે દરેક ક્ષણે તેને સ્વભાવ ક્ષય થવારૂપ છે. વિનાશના હેતુના અભાવથી અને નિત્ય વસ્તુના અનુક્રમથી કે એક સાથે અર્થ ક્રિયામાં અસામર્થ્ય પણું છે. (આ પ્રમાણે તેમનું માનવું છે કે બધું અનિત્ય છે.) અથવા અવ તે ચળ છે જેમકે ભૂગોળ (પૃથ્વીને ગળે) કેટલાકના કહેવા પ્રમાણે નિત્ય ચલાયમાન છે. તેઓ માને છે કે પૃથ્વી ફરે છે) અને સૂર્ય સ્થિર છે તેમાં સૂર્ય મંડળ દૂર હોવાથી જેઓ પૂર્વમાંથી જુએ છે તેમને સૂર્યને ઉદય દેખાય છે. અને સૂર્યના મંડળના નિચે રહેલાને મધ્યાન્હ દેખાય છે. અને જેએને સૂર્ય દુર થવાથી ન દેખાય તેઓને આથમેલે જણાય છે, વળી બીજા મતવાળા એવું માને છે કે લેકની આદિ છે. તેઓ કહે છે.
આ आसीदिदं तमोभूतमप्रज्ञातमलक्षणम् । अप्रतर्यमविज्ञेयं, प्रसुप्तमिव सर्वतः॥१॥..