________________
(૧૪૩). છે (ઉત્તમ સાધુ નથી) વળી સારા માઠાને વિવેક જેમાં હોય તે ધર્મ છે અને તે ધર્મ ગામમાં પણ થાય અને અરણ્યમાં પણ થાય પણ ધર્મનું નિમિત્ત કે ધર્મને આધાર ગામ કે અરણ્ય નથી, જેથી ભગવાને રહેવાસને આશ્રયી કે બીજી રીતને આશ્રય લઈને ધર્મ બતાવે નથી, તેમનું કહેવું એ છે કે પ્રથમ જીવાદિ તત્વનું જ્ઞાન મેળવવું અને સમ્યગૂ અનુષ્ઠાન કરવાં (કે સર્વ જેને અભયાન મળે તે ધર્મ છે) તે ધર્મને તમે બરાબર જાણો એવું ભગવાન મહાવીરે કહ્યું છે પ્ર–ભગવાન કેવા છે? ઉ–મનન તે બધા પદાર્થોનું પરિજ્ઞાન છે તે જ મતિ છે અને તે મતિવાળા (કેવળ જ્ઞાની) ભગવાને કહ્યું છે પ્ર–કે ધર્મ કહે છે? ઉ–યામ તે મહાવતે છે તેમાં ત્રણ બતાવ્યા છે. જીવ હિંસા જુઠ અને પરિગ્રહ તે ત્રણેને ત્યાગ તે યામ છે. તે પરિગ્રહમાં અદત્તાદાન અને મિથુન સમાવ્યા છે માટે પાંચને બદલે ત્રણ સંખ્યા કહી છે. અથવા થામ તે વય (ઉમર) ની અવસ્થા છે. જેમકે આઠ વરસથી ત્રીસ અને ત્યારથી સાઠ સુધી બીજી અને ત્યારપછી ત્રીજી એમાં દિક્ષા લેવાને અગ્ય એવા તદ્દન નાના આઠ વરસની અંદરના અને છેકજ બુઢ્ઢાને સમાવેશ ન કર્યો. (જુદા કાઢયા) અથવા જેનાવડે સંસાર ભ્રમણ વિગેરે દૂર થાય તે યામ તે જ્ઞાનદર્શને ચારિત્ર છે. એમ યામને ત્રણ પ્રકારે ત્રણની સંખ્યાનો