________________
( ૧૮૩.)
પણ પ્રતિજ્ઞાનું ખંડન ન કરે, (આ સૂત્રને પરમાથ છે) હુવે પ્રતિજ્ઞા વિશેષના દ્વારવડે ચાલગી કહે છે. કોઈ એક આવી પ્રતિજ્ઞા કરે છે કે હું ખીજા ગ્લાન સાધર્મિક સાધુને આહાર. વિગેરે લાવી આપીશ; તથા હું વૈયાવચ્ચ પણ ચગ્ય રીતે કરીશ, તથા અપર (બીજા) સામિ કે આણેલ આહાર વિગેરેને વાપરીશ, આ પ્રમાણે પ્રતિજ્ઞા કરીને વૈયાવચ્ચ કરે, (૧) તથા બીજો સાધુ આવી પ્રતિજ્ઞા કરે કે, હું બીજા માટે ગોચરી વિગેરે શેાધીશ, પણ બીજાના આહાર વિગેરે લાવેલા ખાઇશ નહિ,(૨) ત્રીજો આવી પ્રતિજ્ઞા કરે કે હુ' મીજાને નિમિતે આહાર વિગેરે શેાધીશ નહિ પણ ખીજાનેા લાવેલા ખાઇશ, (૩) ચોથા આ પ્રમાણે પ્રતિજ્ઞા કરે, હું બીજાને નિમિત્તે આહાર વિગેરે. શેાધીશ નહિ, તેમ મીજાનુ' લાવેલું ખાઈશ પણ નહિ (૪) આ પ્રમાણે જુદી જુદી પ્રતિજ્ઞા કરીને કોઈ જગ્યાએ ગ્લાયમાન (માંદો) પણ થાય, તે પણ જિવતને ત્યાગ કરે, પણ પ્રતિજ્ઞાને ભંગ ન કરે. હવે આ વિષયને સ‘પૂર્ણ કરવા કહે છે. આ પ્રમાણે કહેલી વિધિ એ તત્વને જાણનારો તે સાધુ શરીર વિગેરેના મેહ છેડનારા બનીને યથાકીતિત ધમનેજ ખરાખર જાણીને આસેવન પિરજ્ઞા વડે પાલતા તથા લાઘવિકને ઈચ્છા વિગેરે ચેાથા ઉદ્દેશામાં જે કહ્યું, તે અહિં મધુ જાણી લેવું, તથા પોતે કષાયના ઉપશમથી શાંત છે, અથવા અનાદિ સૌંસારમાં પર્યટન કરવાથી શ્રાંત છે, તે