________________
(૧૮૮) તે પૂર્વ બતાવેલે સાધુ અથવા સાધ્વી અશન વિગેરે આહાર ઉદ્દગમ ઉત્પાદન એષણથી શુદ્ધ અને પ્રત્યુત્પન્ન તે ગ્રહણ એષણ શુદ્ધ એટલે ૧૬ ગૃહસ્થ દાન દેનારના તથા સોળ લેનારના તથા દશ બંનેને ભેગા મળી કુલ જર દોષથી રહિત આહાર લાવીને ગોચરી કરતાં જે પાંચ દોષ અંગાર ધૂમ વિગેરે છે તેને વઇને આહાર કરે, તે અગાર અને ધૂમ રાગદ્વેષના કારણે થાય છે તેમાં પણ સરસ નરસ આહાર આવે તે રાગ દ્વેષ થાય છે, અને કારણને અભાવ થતાં કાર્યને પણ અભાવ છે, એમ જાણીને રસની ઉપલબ્ધિ (સ્વાદોનું નિમિત્ત ત્યજવાનું બતાવે છે. તે સાધુ આહાર કરતાં ડાબી બાજુથી જમણી બાજુ સ્વાદ લેવા માટે ભજન વિગેરે ન લઈ જાય તે જ પ્રમાણે સ્વાદ લેવા જમણી બાજુથી ડાબી બાજુ ન લઈ જાય, કારણકે સંસારના સ્વાદથી રસની પ્રાપ્તિમાં રાગદ્વેષનું નિમિત્ત છે, અને તે થીજ અંગાર તથા ધૂમ દેષ લાગે છે, જેથી ઉત્તમ સાધુ સાધ્વીએ જે કંઈ સ્વાદિષ્ટ હોય તેને સ્વાદ ન કર, બીજી પ્રતિમાં માદા માળે પાઠ છે, તેને અર્થ આ છે, કે
આહારમાં આદરવાળે મૂછ વાળે વૃદ્ધ બનીને આહારને આમ તેમ ન ફેર”
હનુ (હડપચી) માં આમ તેમ ડાબી જમણીમાં ન ફેરવવું, તેમ બીજે પણ સ્વાદ લેવે નહિ તે બતાવે છે. સ