________________
(૨૨૫ ) ઉપધાન શ્રુત નામનું નવમું અધ્યયન.
અઠમું અધ્યયન કહ્યું, હવે નવમું કહે છે, તેને આ પ્રમાણે સંબંધ છે. કે પૂર્વે આઠ અધ્યયનમાં જે આચારને વિષમ કહ્યું હતું, તે શ્રી વીર વદ્ધમાન સ્વામીએ પિતે પાળે છે, તેથી તે નવમા અધ્યયનમાં કહે છે. તેને. આઠમા સાથે આ પ્રમાણે સંબંધ છે, કે તેમાં અભ્યત મરણ ત્રણ પ્રકારનું બતાવ્યું, તેવા કોઈ પણ અણસણમાં રહેલે સાધુ આઠમા અધ્યયનમાં બતાવેલ વિધિએ અતિ ઘોર પરીસહ ઉપસર્ગ સહન કરી અને સન્માર્ગને અવતાર પ્રકટ કરી ચાર ઘાતિ કર્મને નાશ કરીને અનંતજ્ઞાન વિગેરે અતિશવાળું અપ્રમેય મહાવિષનું સ્વ તથા પરનું પ્રકાશક એવું કેવળજ્ઞાન મેળવનાર શ્રી મહાવીર પ્રભુને સમોસરણમાં બેઠેલા અને સત્વેના હિત માટે દેશના કરે છે તેમને પિતે ધ્યાનમાં ધ્યાવે, એટલા માટે આ અધ્યયન કહે છે. આવા સંબધે આવેલા આ અધ્યયનના ચાર અનુગદ્વાર કહેવા, તેમાં ઉપક્રમ દ્વારમાં અર્થાધિકાર છે પ્રકારે છે, અધ્યયત અર્થાધિકાર તથા ઉદ્દશાર્થ અધિકાર તેમાં અધ્યયનને અર્વાધિકાર ટુંકાણમાં પહેલા અધ્યયામાં કહેલ છે, અને તેને જ ખુલાસાવાર નિયુક્તિકાર