________________
(૧૫૮) गुन्ने समणुनस्स असणं वा जाव कुजा वेयावडियं
તાપબા (૬૦ ૨૦૬) તિમિ ૮-શા ' ગુરૂ કહે છે–હે શિષ્ય ! તમે કેવળી વર્તમાન સ્વમીએ કહેલા દાન ધર્મને જાણે, જેમ સમજ્ઞ સાધુ તે ગ્ય વિહાર કરનારે હોય તે અપર સમનેશ ચારિત્રધારી સંવિન હેય, સમાચારમાં રહી સાથે ગોચરી કરતે હેય, તેવાને અશન વિગેરે ચાર પ્રકારને આહાર, વસ્ત્ર પાત્ર વિગેરે ચાર પ્રકારનું દ્રવ્ય આપે, તથા તે આપવા માટે નિમંત્રણ કરે, અથવા પેશલ વૈયાવચ્ચ કરે અર્થાત અંગમર્દન (ચળવું ચાંપવું) વિગેરે પણ કરે, પણ એથી વિરૂદ્ધ આચારવાળા જે ગૃહસ્થ કુતીર્થીિ ઓ પાસસ્થાઓ અસંવિગ્ન અસમને સાધુઓ હોય, તેમને આપે નહિ, પરત સમનેઝને જ પિતે આપે, તથા અતિશે આદર સત્કાર કરીને તથા તે વસ્તુ માટે સીદાતે હોય, અથવા તપેલે હોય, તે તેની ચોગ્ય રીતે વૈયાવચ્ચ કરે, આથી એમ બતાવ્યું, કે ગૃહસ્થ તથા કુશીલીયા સાધુની વૈયાવચ્ચ ન કરવી, આહાર વિગેરે ન આપવા. પણ આટલું વિશેષ છે, કે ગૃહસ્થ પાસે જે કલ્પનીય છે તે લેવું અને અકલ્પનીય નોજ નિષેધ છે, પણ અસમને સાધુ પાસેથી તે સર્વથા લેવાને નિષેધ કર્યો. આ પ્રમાણે સુધર્માસ્વામી કહે છે. વિમેશ અધ્યયનમાં બીજો ઉદેશ સમાપ્ત થયે.