________________
(૧૩) चत्तारि विचित्ताई विगई निज्यूहियाइं चत्तारि । संवच्छरे य दुन्नि उ एगं तरियं तु आयामं ॥२१॥ नाइ विगिट्टो उतवो, छम्मासे परिमियं तु आयाम। अनेऽर्विय छम्मासे होइ विगिटुं तवो कम्मं ॥२७॥ वासं कोडीसहियं आयामं काउ आणु पुवीए । गिरिकंदरंमि गंतुं, पायवगमणं अह करेइ ॥२७॥
સૂત્ર અર્થ તથા બંને પ્રકારે પિતાના શિષ્યોને તથા ભણવા આવેલા બીજા સાધુને ભણાવીને જેમ શકુની પક્ષી ઈડાને સેવીને તૈયાર કરે તેમ પ્રયત્નથી તૈયાર કરવા જોઈએ. ત્યારપછી આચાર્ય બાર વરસની સંખના કરે તે આ પ્રમાણે,
ચાર વરસ સુધી જુદા જુદા તપનાં અનુષ્ઠાન કરે છે. એટલે એક બે ત્રણ ચાર પાંચ ઉપવાસ વિગેરે કરીને પારણું કરે છે પારણામાં વખતે વિગય વાપરે. અને નપણ વાપરે, પાંચમા વરસથી બીજા ચાર વરસ તે તપ કરીને પારણામાં વિગઈ ન વાપરે નવમા દશમા વરસમાં ઉપવાસને પારણે આંબેલ એમ કરે અગ્યારમા વરસમાં પહેલા છ મહીના સુધી અતિ વિકૃષ્ટ તપ ન કરે અથવા એક બે ઉપવાસ કરીને પરિમિત આબેલથી પારણું કરે (ઉણે દરી તપ કરે) બીજા છ માસમાં વિકૃષ્ટ તપ અને પારણામાં