________________
૨
)
આ એવા ભગવાન છે, જેને મોટર ગાડી છે, બંગલા છે, ધંધા-ધાપા છે, પત્ની છે, દીકરાઓ છે, રાજવી ભોગો છે, વૈભવી જીવન છે,” ભગવાનની પૂજા લોકોને છોડાવી દે છે. પોતે જ ભગવાન છે- એમ ભોળા લોકોના મગજમાં ઠસાવી પોતાની નવાંગી પૂજા કરાવે છે.” બહેનો, યુવાન દિકરીઓ આ ભગવાનનો સ્પર્શ કરીને નવાંગી પૂજા કરે, (ભગવાન તો વીતરાગી હોય ને, તેમને સ્ત્રીના સ્પર્શથી વાસના-વિકાર થોડા ઉઠવાનાં?) પંચમહાવ્રતધારી ગુરુઓથી વિમુખ કરી લોકોને નગુરા બનાવે છે. પરમાત્માના કલ્યાણકની નહીં, પોતાના જન્મદિવસની શાનદાર ઉજવણી કરાવે છે. સત્સંગના નામે ભક્તોના ઘરે જઇ શાહી માનપાન ભોગવે છે. ભક્તોની મા-બહેનો તેમના પગ ધૂએ છે. તેમનું એઠું પ્રસાદ માનીને ખાય છે. (કદાચ એટલે જ આવા પાગલ થઈ જતા લાગે છે!)
આ તો બધી જનરલ વાત થઇ. મારો કેશ સાંભળો.
આવા બની બેઠેલા ભગવાન મારા દિકરાને બળાત્કારે પાછળ પડીને કહી રહ્યા છે કે, “તું સાત વર્ષથી બંધ પડેલી મારી ફેક્ટરીને ખોલ. જંગી નુકશાનીમાંથી મને બહાર લાવ.” અને મારો છોકરો એમની પાછળ પાગલ છે, તે કરોડો રૂપિયા લગાવવા તલપાપડ છે.
તમે જ કહો, ભગવાનને ફેકટરી હોય? ધંધા હોય? રૂપિયાની આસક્તિ હોય? ભક્તોને શીશામાં ઉતારવાના હોય? પત્ની હોય? અબ્રહ્મનું સેવન હોય? તેય સીમંધર સ્વામીના નામે.
મહારાજ સાહેબ! કોઈ રસ્તો બતાવો, અમને બચાવો. ભાઇની વાત હું સાંભળતો જ રહ્યો.
ધર્મના નામે ભોગવાદને પોષનારા સંપ્રદાયો અને સંસ્થાપકો આજે કીડીયારાની જેમ ઉભરાઇ રહ્યા છે. સાવધાન થઇ જવાની જરૂર છે. ચાલો, પ્રસ્તુત વિષય વિચારીએ, ચૈતન્યના વિકાસ સાથે સબુદ્ધિનો અભાવ જીવને ભોગવાસનાના પ્રવાહમાં ઢસડી જાય છે. હા! ભોગદષ્ટિમાં પણ ઓઘદૃષ્ટિ તો છે જ. પણ અહીં ભોગની પ્રધાનતા હોઈ ભોગદષ્ટિની વાત કરી છે. જીવન માઇપીને જલસા માટે છે. ભોગવાય એટલું ભોગવી લો. કાલ કોણે દીઠી છે.” પાંચે ઇન્દ્રિયોના વિષયોમાંથી ચૂસી ચૂસીને રસ કાઢી લેવામાં જ આ ભોગ-ભૂખ્યા ભ્રમરોને રસ હોય છે. પરલોકની તમા નથી, પાપનો ભય નથી, પરિણામની ચિંતા નથી. તે ભોગ દૃષ્ટિ.
યોગદષ્ટિઃ- પુદ્ગલભાવનાથી પર બની આત્મભાવનામાં લીન બનાવતી દૃષ્ટિ તે યોગદષ્ટિ.
જયાં શરીર, સ્ત્રી, ખાન-પાન, માન-સન્માન વગેરે ભોગો પ્રત્યે ઉદાસીનતા હોય અને આત્મિક સામ્રાજ્યમાં મહાલવાની મહેચ્છા હોય છે. વિક્રમની છઠ્ઠી શતાબ્દિમાં થયેલા, ૧૪૪૪ ગ્રંથોના સર્જક શ્રીહરિભદ્રસૂરિ મ. જ જીવોના આત્મિક વિકાસક્રમને આધારે આઠ દૃષ્ટિઓ બતાવે છે. તેમણે જીવોની અચરમાવર્ત અવસ્થાને ઓઘ દૃષ્ટિ કહી છે. અને ચરમાવત અવસ્થાને યોગદૃષ્ટિ કહી છે. જૈનેતરદર્શનમાં પણ યોગ ઉપર ઢગલાબંધ ગ્રંથોના સર્જન થયાં.
જૈન-જૈનેતર તમામ યોગગ્રંથોનો સાંગોપાંગ અભ્યાસ-અનુભાવન કરી શ્રીહરિભદ્રસૂરિ મ. એ યોગદષ્ટિસમુચ્ચય નામના એક વિલક્ષણ અને વિશાળ ગ્રંથની રચના કરી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org