________________
બે બોલ છે
પોતાની અંતરાત્મ શક્તિનો અભ્યદય કરાવી શુદ્ધાત્મપરિણામો સાથે આત્માનો સંગમ કરાવી આપે તે યોગ છે. યોગ એક શક્તિ છે. પોતાને પોતાના ભણી લઇ જનારા રે ભાવોની પરમ વિકસિત સ્થિતિ એ યોગની ચરમ સ્થિતિ છે. સંક્ષેપમાં કહી શકાય કે જે સંસારભાવથી મુક્ત અને મુક્તભાવોથી સંયુક્ત કરાવે એને યોગ કહેવાય.
વૈભાવિક સ્થિતિ સાથે અનાદિથી જોડાયેલો, સંકળાયેલો જગતમાં રહેલો સંસારી આત્મા જે સ્વાભાવિક શાશ્વત સત્ય છે. એને સમજી શકતો નથી. અથવા ગ્રહી શકતો નથી.
યોગદષ્ટિ જાગતાં સંયોગદષ્ટિનું સમીકરણ સ્વતઃ થવા માંડે છે. દષ્ટિને નિર્મળ કરનાર યોગ છે અને એ યોગ જેટલી સીમામાં પ્રગટ થાય છે એટલી અસીમ દૃષ્ટિનો ઉદ્દઘાટક બનતો જાય છે. સાધક આત્મપ્રગતિના ઉચ્ચસ્થાનનો અધિકારી બની જાય છે.
ઇચ્છાયોગથી પોતાનું જીવન પ્રવર્તન કરતો જીવાત્મા જ્યારે શાસ્ત્રયોગને મેળવે છે ત્યારે તેનામાં સામર્થ્યયોગનું પ્રગટીકરણ થાય છે. એજ જીવાત્માનું પોતાનું સાચું સ્વરૂપ પામવામાં પરમ નિમિત્ત બની જાય છે.
અનુભવજ્ઞાન પામવા માટેનું એજ શ્રેષ્ઠ સાધન બને છે. અને એ જ બને છે ચિંતન, કથન, મનન, કરણ અને આચરણ, જે સંપૂર્ણરૂપે અશ્મ પણ હોય છે.
યોગની આધ્યાત્મિક ભૂમિકા સમજાવનાર યાકિની મહત્તાસૂન આચાર્યપ્રવર શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજીનું સ્મરણ કરતાં હૈયું હેજે નમી પડે છે. એ આચાર્યપ્રવરના શ્રી ચરણોમાં જેમણે યોગના સાથે અધ્યાત્મને સમજાવવા સફળ પુરુષાર્થ કર્યો છે એટલું જ નહિ પરંતુ યોગના વિસ્તૃત સ્વરૂપને પ્રસ્તુત કરી લોકોત્તર વ્યવહારનું સુંદરતમ નિરૂપણ કર્યું છે.
તેઓશ્રીએ આ યોગદષ્ટિ સમુચ્ચય ગ્રંથ બનાવી નિશ્ચયથી આત્માની અભુત્થાનથી લઈ ચરમ અને પરમ સ્થિતિ સમજાવવાનો ભગીરથ પ્રયાસ કર્યો છે. ક્રમશઃ મિત્રા, તારા, બલા, દીમા-દૃષ્ટિઓમાં જીવ કેવી રીતે ક્રમશઃ ઊર્ધ્વગમન કરતો ઉત્થાનનો અધિકારી બને છે અને ત્યાંથી અંતે સ્થિરા, કાન્તા, પ્રભા, પરા દૃષ્ટિને મેળવી યા પ્રગટ કરી પોતાને કેવો સ્વસ્થાનના સમીપ લઈ જાય છે. સ્વરૂપનું વાંચન અને ચિંતન ખરેખર ભયથી મુક્ત કરી નિર્ભીક સ્થિતિને પામવા માટે પરમ આલંબન બની જાય છે.
પં. શ્રી ધીરજલાલ ડાહ્યાલાલ એ શ્રીમદ્ભા યોગ ગ્રંથોના પૂર્ણ અભ્યાસી છે અને સાચા વિવેચક છે જેને મેં મારા અનુભવોથી જાણ્યું અને અનુભવ્યું છે. તેઓશ્રીએ પ્રસ્તુત આ યોગદષ્ટિ સમુચ્ચય' ઉપર જે વિવેચનાત્મક, ચિંતનાત્મક આલેખન કર્યું છે જે ખરેખર પ્રત્યેક સુજ્ઞ જને વાંચવા લાયક, ચિન્તનયોગ્ય છે જે આપણા હૃદય પટ પર છવાયેલ અનેક ભવોનાં પડલોને વિખેરી નાખવા સબળ સહાયક છે. પંડિતજીના પ્રયત્નની ખૂબ ખૂબ અનુમોદના કરું અને આવું ચિંતનાત્મક આલેખન ભવિષ્યમાં પણ આપતા રહે એવી કામના કરૂં છું.
બરવાળા તા. ૨૫-૩-૨૦૦૦
લિ. જયનસેનસૂરિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org