________________
૧૬
કરાવ્યું. પ્રકાશિત થતાં જ તે પ્રત્યે સૌને આકર્ષણ થયું અને તેનું વાંચન-અધ્યયન વધ્યું. એ પછી તો આ ગ્રંથ અનેક સ્થળેથી પ્રકાશન પામ્યો છે. તે પર અનેક વિવેચનો લખાયાં તથા છપાયાં છે. તે પર પ્રવચનો પણ થતાં આવ્યાં છે. અને જૈનદર્શનના સિદ્ધાંતોને તથા તત્ત્વજ્ઞાનને સમજવા-સમજાવવા માટે આ ગ્રંથ એક નવું જ પરિમાણ પૂરું પાડે છે, જે આજે તો અનિવાર્ય બની ગયું છે.
તત્ત્વદર્શનનો પાયો છે અનાગ્રહભાવ. જ્યાં આગ્રહ બંધાય છે, ત્યાં તત્ત્વદર્શન નથી હોતું, ત્યાં હોય છે માત્ર ઓઘદર્શન. ઉપાધ્યાયજી મહારાજે કહ્યું કે “દર્શન જે હુઆ જુજુઆ, તે ઓઘ નજરને ફેરેરે,' તેનું તાત્પર્ય પણ આ જ જણાય છે.
જૈનદર્શન એ તત્ત્વદર્શન છે. કારણ કે તે અનાગ્રહભાવના પાયા ઉપર ઊભું છે. હરિભદ્રસૂરિ મહારાજે જૈનદર્શનની સર્વોચ્ચતા સ્થાપિત કરી છે, તે પણ તેના અનાગ્રહભાવને કેંદ્રમાં રાખીને જ.
આગ્રહ હોય ત્યાં અનેકાન્ત ન હોય. આગ્રહ બંધાય તો અન્યદર્શનો અને જૈનદર્શન વચ્ચે કોઇ તફાવત જ ન રહે. આગ્રહ હોય ત્યાં કુતર્ક અવશ્ય હોવાનો. કુતર્ક વળી વિતંડાનો પ્રણેતા બને. અને કુતર્ક તથા વિતંડા હોય ત્યાં તત્ત્વ શું સંભવે! એથી તદન ઊલટું, અનાગ્રહ-પૂત દર્શન હંમેશાં તર્ક શુદ્ધ હોવાનું. તર્ક તત્ત્વનો જનક બને.
ભગવાન હરિભદ્રસૂરિ મહારાજે આ યોગદૃષ્ટિ સમુચ્ચયમાં કુતર્કનો છેદ ઉડાડીને તર્કની પ્રતિષ્ઠા કરી છે, પરંતુ તેથીયે ઉચ્ચાસને તેમણે “યોગ'ની સ્થાપના કરી છે. એકલું શાસ્ત્ર અને કેવળ તર્ક, તત્ત્વ સુધી પહોંચાડવા અસમર્થ છે, “યોગ ભળે ત્યારે જ પ્રજ્ઞાનો તત્ત્વ-પ્રવેશ થાય, આ તેઓની સ્થાપના છે, જે ખરે જ અનેકાન્તદૃષ્ટિની પરમ સૂક્ષ્મતા તરફ આપણને દોરી જાય છે.
અલબત્ત, આમાં ખંડન-મંડનની વાતો સાવ નથી એવું તો નથી જ. પરંતુ તેનું લક્ષ્ય કોઇને ઊતારી પાડવાનું કે ખોટા પાડવાનું નથી, પણ તત્ત્વની મધ્યસ્થભાવયુક્ત પ્રતિષ્ઠાનું છે. અનેકાન્ત એ એકાન્તને ઉતારી ન પાડે, પરંતુ તેને અનેકાન્તમાં ફેરવી આપે. એ નીતિ અહીં પ્રયોજાઇ હોવાનું સમજાય છે. આ મુદ્દો સમજવા માટે ગ્રંથનું સમગ્રલક્ષી અવલોકન કરવું પડે અને કેટલાયે પદ્યો કે પદ્યાશોને નજર સમક્ષ રાખવા પડે.
યોગદષ્ટિ સમુચ્ચય ઉપર અનેક ભાષા-વિવેચનો લખાયાં-છપાયાં છે. ડૉ. ભગવાનદાસ મહેતા, આ. શ્રી ઋદ્ધિસાગરસૂરિજી, આ. શ્રી ભુવનભાનુસૂરિજી, આ. શ્રી રાજશેખરસૂરિજી વગેરેએ પોતપોતાની રીતે આ ગ્રંથને વાગોળ્યો છે અને વિવરણો આપ્યાં છે. આ શૃંખલામાં આ એક નવું વિવેચન ઉમેરાય છે. આટલાં બધાં વિવેચનો ભાષામાં થવાં તે જ આ યોગગ્રંથ આપણે ત્યાં કેટલો આદેય અને આદરપાત્ર બની ગયો છે તેનો માપદંડ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org