________________
હોય, કેમકે કેવળજ્ઞાન થાય ત્યારે બીજા જ્ઞાન રહે નહિ. આ બાબત કેટલાક આચાર્ય કહે છે કે કેવળજ્ઞાન છતાં ચારે જ્ઞાન હોય પણ સૂર્યની પ્રજામાં નક્ષત્રાદિની પ્રભા સમાઈ જાય તેમ કેવળજ્ઞાનની પ્રભામાં બીજાં જ્ઞાનની પ્રભા સમાઈ જાય છે. વળી કેટલાક આચાર્ય કહે છે કે એ ચાર જ્ઞાન ક્ષયે પશમ ભાવથી થાય છે અને કેવળીને તે ભાવ નથી પણ ભાવિક ભાવ છે માટે ન હોય. વળી તે ચારે જ્ઞાનને કેમે કરી ઉપયોગ થાય છે– એક સાથે થતું નથી અને કેવળજ્ઞાનને ઉગ બીજાની અપેક્ષા વિના એક સાથે થાય છે. આત્માને તથા પ્રકારનો સ્વભાવ હોવાથી જ્ઞાનદર્શનને અનુસમય સમયાન્તર ઉપયોગ કેવળીને નિરં તર હોય છે. ૩૧ ३२ मतिश्रुतावधयो विपर्ययश्च ।
મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન એ ત્રણ વિપય (વિપરીત) રૂપ પણ હેય છે અર્થાત્ અજ્ઞાનરૂપ પણ હોય છે. ને તેને મત્યજ્ઞાન ધ્રુતજ્ઞાન અને વિસંગજ્ઞાન કહેવાય છે. . ૩૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com