________________
૧૫૫
જ્ઞાન વિષય થઈ શકે નહિ, તેને વસ્તુને સ્વભાવજ માનવામાં આવે તે વસ્તુ અનિત્ય માન્યાવિન અવસ્થાન્તરની ઉત્પત્તિજ ન થઈ શકે, તેથી એકાન્ત નિયતાને અભાવ થાય. આ પ્રમાણે એકજ પદાર્થમાં ઉત્પાદ, ચય, - ત્ર એ ત્રણે અને ન સ્વીકારવામાં આવે તે મનુષ્યદિ તે દેવાદિ રૂપે ન થાય, તેમ ન થાય તે યમ નિયમાદિનું પાલન કરવું તે નિરર્થક થાય. એમ થવાથી યમાદિ કહેનાર આગમવચન વચનમાત્રજ થાય. આ સર્વ ઉત્પાદ, વ્યય વ્યવહારથકી બતાવેલ છે. નિશ્ચયથકી તે દરેક પદાર્થો દરેક ક્ષણે ઉત્પાદાદિ યુક્ત છે. તેમ માનવાથી જ ભેદની સિદ્ધિ થાય છે કહ્યું છે કે દરેક વ્યક્તિમાં ક્ષણે ક્ષણે ભિન્નભિન્નપણું હોય છે, તેથી નરકાદિ ગતિનાં તેમજ સંસાર અને મોક્ષનાં ભેદ ઘટે છે. હિંસાદિ નરકાદિનું કારણ છે, સમ્યકૂવાદિ અપવર્ગનું કારણ છે, તે સર્વ ઉત્પાદાદિ યુક્ત વસ્તુને સ્વીકાર કરવાથી ઘટે છે, જે ઉત્પાદાદિ૨હિત વસ્તુને માનીએ તે યુક્તિથી આ સર્વ ઘટી શકે નહિ. ઉપાદાન વગર ઉત્પાદન થાય તવસ્થપણામાં નાશ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com