________________
૧૫૪
મદ્રવ્યના વ્યય થાય છે, દેવતાદ્રિ પર્યાયથી તેની ઉત્પત્તિ થાય છે અને આત્મત્વ સ્વરૂપથી તેની સ્થિતિ છે પુદ્ગલદ્રવ્યમાં નીલવર્ણાદિ પર્યાયડે પરમાણુનો નાશ થાય છે, રક્તવર્ણાદિવડે તેની ઉત્પત્તિ થાય છે અને પુદ્ગલત્વ સ્વરૂપે તેની સ્થિતિ છે. ધર્માસ્તિકાય દ્રવ્યમાં ગતિમાનૢ જીવપુદ્ગલના નિમેત્તે કાઇ કાઇ પ્રદેશે ચલનસહાયત્વરૂપે ધમાસ્તિકાયની તે પાયે ઉત્પતિ થાય છે; જ્યારે જીવ અને પુદ્ગલે બીજા પ્રદેશ તરફ જાય છે, ત્યારે તે સ્થળ અને તે પદાર્થને અંગે ચલનસહાયત્વ સ્વરૂપે ધર્માસ્તિકાય નષ્ટ ચાય છે અને ધર્માસ્તિકાયત્વ સ્વરૂપે ધર્માસ્તિકાય ધ્રુવ છે. તેવી રીતે અધર્માસ્તિકાયમાં પણ જાણી લેવું ભેદ એટલેજ કે તે સ્થિતિનું કારણ છે. એકાન્તથી આત્માને નિત્ય
માનવામાં આવે તે તેના એક સ્વભાવને લીધે અવસ્થાને ભેદ ન થઇ શકે અને તેમ થાય તે સ`સાર અને મેાક્ષના અભાવના પ્રસ`ગ પાસ થાય. જો અવસ્થાના ભેદને કલ્પિત માનીએ તે વસ્તુની અવસ્થાના ભેદ તે વસ્તુના સ્વભાવ નહિ હોવાથી તે યથાર્થ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com