________________
૧૪ ६ पूर्वयोडीन्द्राः ।
પૂર્વની બે નિકામાં એટલે ભવનપતિ અને વ્યંતરમાં બે બે ઈદ્રો છે.
તે આ પ્રમાણે–ભવનપતિને વિષે અસુરકુમારના ચમાર અને બલી, નાગકુમારના ધરણ અને ભૂતાનંદ, વિઘુકુમારના હરિ અને હરિસહ, સુપર્ણકુમારના વેણુદેવ અને વેણુદાલી, અગ્નિકુમારના અગ્નિશિખ અને અગ્નિમાણવ, વાયુકુમારના વેલંબ અને પ્રભંજન, સ્વનિતકુમારના સુષ અને મહાઘોષ, ઉદધિકુમારના જલકાંત અને જલપ્રભ, દ્વીપકુમારના પૂર્ણ અને અવશિષ્ટ, દિકકુમારના અમિત અને અમિવાહન, વ્યંતરને વિષે– કિન્નરના કિન્નર અને કિં પુરૂષ, પિંપુરૂષના સપુરૂષ અને મહાપુરૂષ, મહેગરના અનિકાય અને મહાકાય, ગંધર્વના ગીતરતિ અને ગીતયશ, યક્ષના પૂર્ણભદ્ર અને મણિભદ્ર, રાક્ષસના ભીમ અને મહાભીમ, ભૂતના પ્રતિરૂપ અને અતિરૂપ, પિશાચના કાળ અને મહાકાળ. જતિષ્કના સૂર્ય અને ચંદ્ર. વૈમાનિકમાં કપપપને વિષે દેવકના નામ પ્રમાણે ઇંદ્રના નામ જાણવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com