________________
ॐ વીતરાગાય નમઃ
હે જીવ ! તને ક્યાંય ન ગમતું હોય તા તારો ઉપયોગ પલટાવી નાખ અને આત્મામાં ગમાડ. આત્મામાં ગમે તેવું છે. આત્મામાં આનંદ ભર્યો છે; ત્યાં જરૂર ગમશે. જગતમાં ક્યાંય ગમે તેવું નથી પણ એક આત્મામાં જરૂર ગમે તેવું છે. માટે તું આત્મામાં ગમાડ.' ૧.
પ્રવચન-૧, વચનામૃત-૧ થી ૪
આ બેનનાં વચનામૃત છે. તમા૨ા ત૨ફથી માગણી કરી હતી કે બપોરે આ વાંચન કરવું. બેન છે એમની ઉંમર તો વર્તમાન(માં) ૬૬ ચાલે છે. પણ એમને પૂર્વભવનું અસંખ્ય અબજ વર્ષનું જ્ઞાન છે. જગતને વિશ્વાસ બેસવો કઠણ છે (પણ સત્ય વાત છે). આ પહેલાં કાલનું જેમ યાદ આવે એમ અસંખ્ય અબજ વર્ષ પહેલાંનું યાદ આવે છે. નવ ભવ છે નવ ભવનું જ્ઞાન છે. આ સ્વર્ગનો ભવ અસંખ્ય વર્ષનો હોય છે. એમની નીચે ૬૪ બાળ બ્રહ્મચારી દીકરીઓ છે. બાળ બ્રહ્મચારી ! એમાં રાતે થોડું બોલે, એમાં તરત લખી લીધેલું. નહિતર એ તો પોતે કાંઈ લખવાનું કહે નહિ ! એને બહાર પડવાની વાત નહિ. એ તો અતીન્દ્રિય આનંદમાં મજા કરે છે.
અનુભવ - સમ્યગ્દર્શન જેને કહીએ એ ઝીણી વસ્તુ છે. એ સમ્યગ્દર્શનમાં ધર્મની પહેલી શ્રેણી - પહેલી ધારામાં આત્માનો અનુભવ થાય. અનુભવ થતાં એમાં આત્માના આનંદનો સ્વાદ આવે. આ દુનિયાના જે જડનાં સ્વાદ