________________
૧. જીવનરેખા
પૂર્વજન્મની ખાતરી આપતું એક પદ્ય તેમણે વિ. સં. ૧૯૪૫માં રચેલું મળે છે, જેમાં તેમણે લખ્યું છે કે –
લઘુ વયથી અદ્દભુત થયો, તત્વજ્ઞાનનો બોધ, એ જ સૂચવે એમ કે ગતિ આગતિ કાં શોધે ? જે સંસ્કાર થવો ઘટે અતિ અભ્યાસે કાંય,
વિના પરિશ્રમ તે થયો, ભવશંકા શી ત્યાંય? ૧૧ આ ઉપરાંત શ્રીમદના કેટલાક પત્રોમાંનું લખાણ પણ તેમને થયેલા જાતિસ્મરણજ્ઞાનની ખાતરી આપે છે. વિ. સં. ૧૯૪હ્ના કારતક વદ ૧૨ના રોજ તેમણે કૃષ્ણદાસ આદિ મુમુક્ષભાઈઓને લખ્યું હતું કે –
પુનર્જન્મ છે–જરૂર છે, એ માટે “હું અનુભવથી હા કહેવામાં અચળ છું.’ એ વાક્ય પૂર્વભવના કેઈ જેગનું મરણ થતી વખતે સિદ્ધ થયેલું લખ્યું છે. જેને, પુનર્જન્માદિ ભાવ કર્યા છે, તે પદાર્થને કૈઈ પ્રકારે જાણીને તે વાક્ય લખાયું છે.”૧૨
વિ. સં. ૧૯૪૮ના વૈશાખ માસમાં શ્રીમદ્ પિતાને અનુરાગી મુનિશ્રી લલ્લુજી મહારાજને લખેલું કે –
સત્સંગનું અત્યંત માહાતમ્ય પૂર્વભવે વેદન કર્યું છે, તે ફરી ફરી સ્મૃતિરૂપ થાય છે અને નિરંતર અભંગપણે તે ભાવના કુરિત રહ્યા કરે છે.”૧૩
વિ. સં. ૧૯૪૬ના પ્રથમ ભાદરવા સુદ ૬ના રોજ શ્રીમદ્ ધર્મેચ્છક ભાઈઓને વિસ્તારથી લખેલું કે –
અંતર્ગાનથી સ્મરણ કરતાં એ કઈ કાળ જણાતો નથી વા સાંભરતું નથી કે જે કાળમાં જે સમયમાં આ જીવે પરિભ્રમણ ન કર્યું હોય, સંક૯૫વિક૯૫નું રટણ ન કર્યું હોય, અને એ વડે સમાધિ ભૂલ્યો ન હોય. નિરંતર એ સ્મરણ રહ્યા કરે છે અને એ મહારાગ્યને આપે છે.”
વળી સ્મરણ થાય છે કે એ પરિભ્રમણ કેવળ સ્વછંદથી કરતાં જીવને ઉદાસીનતા કેમ ન આવી? બીજા જીવો પરત્વે ક્રોધ કરતાં, માન કરતાં, માયા કરતાં, લોભ કરતાં કે અન્યથા કરતાં તે માઠું છે એમ યથાયોગ્ય કાં ન જાણ્યું ? અર્થાત એમ જાણવું જોઈતું હતું, છતાં ન જાણ્યું એ વળી ફરી પરિભ્રમણ કરવાને વૈરાગ્ય આપે છે. • ૧૧. એજન પૃ. ૧૫. ૧૨. એજન, પૃ. ૩૬૧, અંક ૪૨૪. ૧૩. એજને પૃ. ૩૩૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org