________________
સામાન્યથી એમ કહેવાય કે અપુનબંધક અવસ્થાથી જીવનો વિકાસ, મોક્ષ તરફ ગમન ૪ જ પ્રારંભાય છે. (અપુનબંધક એટલે જે હવે કદિ એવું ભયાનક પાપ નથી જ કરવાનો કે જેનાથી એ જ ૪ મોહનીયકર્મની સર્વોત્કૃષ્ટ સ્થિતિ બાંધે. બીજી ભાષામાં કહીએ તો (૧) જે પાપ કરે તો પણ આ જ તીવ્રભાવે ન કરે, (૨) સર્વત્ર ઉચિત પ્રવૃત્તિનું સેવન કરે, (૩) આ સંસાર ઉપર જેને ઘણો રાગ ન જ જ હોય. (મિથ્યાત્વ હોવાથી થોડોક રાગ તો રહેવાનો જ.) છે આ પ્રથમ ગુણસ્થાનકે રહેલા અપુનબંધક કક્ષાના આત્માઓમાં જે શુભ અધ્યવસાયો પ્રગટે છે ૪ છે, તે જિનશાસનનો પ્રારંભ છે. ત્યારથી માંડીને છેક ચૌદમાં ગુણસ્થાને રહેલા અયોગીકેવલીઓમાં શું $ જે ચરમ શુક્લ ધ્યાન છે. એ જિનશાસનની પરાકાષ્ઠા છે. જે મિથ્યાત્વે રહેલા આત્માઓને પણ ક્યારેક પોતાના પાપો ઉપર ધિક્કાર છૂટે, ક્યારેક ? છે ગરીબોને જોઈને કરૂણા પ્રગટે, ક્યારેક સાધુ-સંતોને જોઈને એમના ચરણોમાં આળોટી જવાનું મન છે જ થાય, ક્યારેક ભુખે મરતા પશુઓને જોઈને એમને ભોજન કરાવવાનું મન થાય. ક્યારેક આત્મશુદ્ધિ છે આ માટે તપ-ત્યાગાદિ કરવાના વિચારો આવે.
આવા તો અબજો પ્રકારના અધ્યવસાયો એવા છે કે જે અધ્યવસાયો એ જીવોના મોહનીય ? કર્મને નબળું પાડે અને એ જીવો મોક્ષમાર્ગ તરફ આગળ વધે. આ તમામ અધ્યવસાયો એ જ * જિનેશ્વરોની ભાવાજ્ઞા છે. અર્થાત્ એ જ જિનશાસન છે.
સમ્યગ્દષ્ટિ આત્માઓમાં આ જિનશાસન ઘણું સ્પષ્ટપણે જોવા મળે, કેમકે તેઓમાં તો છે જિનેશ્વરદેવો પ્રત્યેનો અગાધ બહુમાનભાવ, સુગુરુ પ્રત્યેનો અસીમ સભાવ, શાસ્ત્રોક્ત ક્રિયાઓ ૪ પ્રત્યે ખૂબ જ અહોભાવ વગેરે અનેક ગુણો જોવા મળે એટલે તેઓમાં તો જિનશાસન ઘણું સ્પષ્ટ જ જ દેખાય.
તો સર્વવિરતિ વગેરે ગુણસ્થાનોમાં તો જિનશાસન પુરબહારમાં ખીલેલું હોય. શું છે ? છે ગુણસ્થાનકના આત્માઓની મસ્તી ! શું એમના નિર્મળ પરિણામો ! નીચેના જીવો કરતા અનંત- ૪ ૪ અનંતગણી આત્મશુદ્ધિના માલિક આ મહાત્માઓમાં રહેલા જિનશાસનને જોઈને તો અંતરથી જ ૪ ઓવારી જવાય !
આમ કોઈ પણ આત્મામાં પડેલો શુભ પરિણામે, નિર્મળ અધ્યવસાય એ પારમાર્થિક ? જિનશાસન છે.
હવે જુઓ ! આ જિનશાસન તો કેટલું વિશાળ ! ચૌદ રાજલોકવ્યાપી છે આ જિનશાસન ! છે સાતમી નારકીથી માંડીને અનુત્તરવિમાન સુધી સર્વત્ર અપુનબંધકો, સમ્યગ્દષ્ટિ મહાત્માઓ ફેલાયેલા છે જ છે. એ તમામના આત્મામાં આ જિનશાસન જીવંત છે.
રે ! પોતાના પાપ બદલ ખરો પશ્ચાત્તાપ અનુભવનાર મુસલમાન પણ પરમાર્થથી તો જૈન જ $ જ છે. એ આત્મા વ્યવહારમાં ખ્રિસ્તી હોય કે મુસ્લિમ ! બૌદ્ધ હોય કે પારસી ! સ્વામીનારાયણનો ? જે ભક્ત હોય કે શિવભક્ત હોય ! એ ગમે તે હોય પણ જો એનામાં માર્ગાનુસારિતા પ્રગટી હોય, જો કે
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ ... (૨)