________________
૪૧. ચાલો. શાસનની રક્ષા અને પ્રભાવના છીએ !
જિનશાસનનું એવું તો પ્રચંડ પુણ્ય છે કે તે તે કાળે એને વિશિષ્ટ પુરુષરત્નોની પ્રાપ્તિ થતી છે જ રહી છે. હજી હમણાં જ ૩૦૦ વર્ષ પૂર્વે અણમોલ, અદ્વિતીય સાધુરત્ન જિનશાસનમાં ચમકી જ ઊડ્યું. જેનું નામ હતું મહામહોપાધ્યાય યશોવિજયજી મ. સાહેબ! એ રત્નની વિશિષ્ટતા તો જુઓ *
કે આજે એ રત્ન હાજર ન હોવા છતાં ૩૦૦ વર્ષ પછી પણ એ રત્નોનો વચનરૂપી પ્રકાશ આખાય જ જે જિનશાસન ઉપર ફેલાયેલો જોવા મળે છે.
આગમોનું રહસ્ય કાઢીને એમણે એ બધું ભરી દીધું પોતાના ગ્રંથોમાં ! સંસ્કૃત અને ૪ ગુજરાતીમાં હજારો કૃતિઓ બનાવીને એમણે આપણને શું નથી આપ્યું એ જ પ્રશ્ન છે. આજે એવી ૪ જ પરિસ્થિતિ સર્જાણી છે કે એમના વચનો શાસ્ત્રવચન તરીકે લગભગ તમામ શિષ્ટ પુરુષો રાખે છે. જ
મહોપાધ્યાયજીનું વચન એટલે સર્વજ્ઞતુલ્ય વચન” એ રીતની પ્રતિભા જિનશાસનમાં એમની ? ફેલાયેલી જોવા મળે છે.
આજે તેઓશ્રીના જ એક વચનરત્ન ઉપર દૃષ્ટિપાત કરીએ. ૩૫૦ ગાથાના સ્તવનની એક છે ૪ ઢાળમાં તેઓશ્રી ફરમાવે છે કે અપુનબંધકથી માંડીને જાવ ચરમગુણઠાણ, ભાવ-અપેક્ષાએ જ જિનઆણા, મારગ ભાખે જાણ. જે જિનશાસનનું વિરાટ સ્વરૂપ તેઓએ આમાં દર્શાવ્યું છે.
ભારતના માત્ર ૭૦ થી ૮૦ લાખ જૈનોમાં જ શું જિનશાસન વસેલું છે? શું જેઓ “જૈન” ? જ નામ ધરાવે છે, જેઓ જૈન કુટુંબમાં જન્મ્યા છે, એ જ બધા જિનશાસનના સભ્યો છે ? જે જિનેશ્વરદેવની પૂજા કરે એ જિનશાસનના સભ્યો અને એ સિવાયના તમામ આત્માઓ
જિનશાસનની બહાર ! શું આ વાત સાચી છે? છે “જે માત્ર જિનેશ્વરદેવને જ દેવ તરીકે માને તે જ જિનશાસનમાં ગણાય. બાકી બધા જ ૪ જિનશાસનથી બહાર ફેંકાઈ ગયેલા જાણવા આ વાત શું અક્ષરશઃ સાચી છે ?
ભલે, વ્યવહારમાં આ વાત બોલાતી હોય ! ભલે એ વાતો વ્યવહારની દૃષ્ટિએ સાચી પણ જ હોય ! પણ ઉપાધ્યાયજી તો સો ટચના સોના જેવું વાસ્તવિક તત્ત્વ આપણને બતાવી રહ્યા છે. - સૌ પ્રથમ ટુંકાણમાં જિનશાસનનું સ્વરૂપ સમજી લઈએ.
(૧) કોઇપણ આત્માના જે શુભ અધ્યવસાયો એને મોક્ષ તરફ આગળ પ્રેરતા હોય, તે છે કે તમામ શુભ અધ્યવસાયો, આત્માના મોક્ષાનુકૂળ પરિણામો વાસ્તવિક જિનશાસન છે.
(૨) આ શુભ અધ્યવસાયોને ઉત્પન્ન કરવામાં અત્યંત મહત્ત્વનો ભાગ ભજવનારા, જ દેવાધિદેવે બતાવેલા શુભ આચારો, ક્રિયાઓ, અનુષ્ઠાનો એ પણ વ્યવહારથી જિનશાસન કહેવાય.
હવે આ જ વાતને વિસ્તારથી સમજીએ.
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ : (૧)