Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
થાળ દાસી સાથે મોકલી પછી આવીશ કહી તે ચાલી ગઈ. મહારાજાએ કામલતાને એક રત્ન ભેટ આપ્યું. બાકી રહેલાં ત્રણ રસ્તે ગરીબને રસ્તે જતાં આપી દીધાં. પ્રકરણ તેતાલીસમું વિક્રમની મહત્વાકાંક્ષા પૃષ્ઠ ૪૬૬ થી ૪૭૫
મહારાજા વિક્રમ પિતાને રામ કહેવડાવવા ચાહતા હતા. મંત્રીઓએ એ વાત પડતી મૂકવા કહ્યું. પણ મહારાજા ન માન્યા ત્યારે મંત્રીઓએ રાજાને ગર્વ દૂર કરવા અયોધ્યાથી એક વિદ્વાનને બેલા. તે વિદ્વાન મહારાજા ને ચેડા કર્મચારીઓને લઈ અયોધ્યા આવ્યો. ત્યાં તે વિદ્વાન બ્રાહ્મણે રામની પ્રજાવત્સલતા બતાવી મહારાજાનો ગર્વ દૂર કર્યો. પ્રકરણ ચુંમાલીસમું વિધિના લેખ પૃષ્ઠ ૪૭૬ થી ૪૮૭
પૃથ્વી પર્યટન કરતા મહારાજા મૈત્રપુર નગરમાં આવ્યા. તે દિવસે ધન શેઠને ત્યાં ઉત્સવ થઈ રહ્યો હતો. મહારાજાએ ઉત્સવ શાને છે તે જાણુ શેઠને ત્યાં ગયા. રાત્રે વિધાતા સાથે મુલાકાત થઈ વિધિના લેખ જાય ને તે બાળકના લગ્નપ્રસંગે આવવા નિર્ણય કર્યો. શેઠ સાથે લગ્નપ્રસંગે આવવા નક્કી કર્યું. લગ્નપ્રસંગે મહારાજા આવ્યા ઘણી સાવધાની રાખી પણ વિધિના લેખ ફળ્યા. ઢાલમાંથી સિંહ ઉત્પન્ન થયો ને વરરાજાને મારી નાખ્યો. ત્યાં આનંદને બદલે હાહાકાર થઈ રહ્યો. બધાં રડવા લાગ્યાં. મહારાજાએ આશ્વાસન આપ્યું. પિતાનું બલિદાન આપવા તૈયાર થયા. દેવીની પ્રાર્થના કરી. દેવી પ્રગટ થયાં અને બાળકને જીવા, ને મહારાજા અવંતી ગયા. પ્રકરણ પિસ્તાલીસમું રત્નનું મૂલ્ય પૃષ્ઠ ૪૮૮ થી કલ્પ
મહારાજા સામે એક વણિકે અપર્વ રત્ન લાવી મૂક્યું, તેની કિંમત કરવા ઝવેરીઓને બોલાવ્યા પણ તેમનાથી મૂલ્ય ન થવું. -તેમણે બલિરાજાને મળવા કહ્યું. મહારાજા બલિરાજાને મળ્યા, રત્નની