________________
પ્રાચીન જેનલેખસંગ્રહ.
( ૧૦ )
[ શત્રુંજય પર્વત
હતા. નં. ૧૩ પ્રમાણે, તેઓ સં. ૧૬૫ર માં ભાદરવા સુદ ૧૦ ના દિવસે ઉન્નતદુર્ગમાં અન્નનો ત્યાગ કરી મરી ગયા, અને તેમની પાદુકાઓ તેજ વર્ષમાં માર્ગ વદિ ૯ ને દિવસે, સોમવારે, સ્તંભતીર્થ (ખંભાત) ના ઉદયકણે બનાવરાવી અને વિજયસેને તેમની પ્રતિષ્ઠા કરી.
( ૪ ) વિજયસેન (કલેંટ, નં. ૫૯ ) ( પદ્ય ૨૫-૩૪ ). જેમને અકબરે લાભપુર (લાહેર ) માં બોલાવ્યા હતા, અને જેમણે તેની પાસેથી ઘણું માન તથા એક ફરમાન મેળવ્યું, જેમાં ગોવધ, બળદો તથા ભેંસની હિંસા, મરેલા મનુષ્યોની મિલકત જપ્ત કરવાનું તથા લઢાઈને કેદીઓ પકડવાનું બંધ કરવામાં આવ્યું હતું. જેમણે ચોલી બેગમ (ચેલી વેગમ) ના પુત્ર, રાજા, ના આવકારથી ગુજરાતમાં આવવાની મહેરબાની કરી. છેલ્લી મિતિ સંવત ૧૬૫૦.
(૫) વિજયદેવ ( કલૅટ નં. ૬૦ ) નું નામ નં. ૨૫, સં. ૧૬૭૬, નં. ૩૧, સં. ૧૬૯૬, નં. ૩૨, ૩૩, સં. ૧૭૧૦ માં આવે છે. આ લેખો ઉપરથી જણાય છે કે તેમણે પાતિસાહિ જહાંગીર પાસેથી “મહાતપા' નો ઈલકાબ મેળવ્યો. તેમનો વારસ વિજયસિંહસરિજે, કટના કહેવા પ્રમાણે, તેમના પહેલાંજ પંચત્વને પામ્ય (સં. ૧૭૦૯ ) તેનું નામ નં. ૩૫, સંવત્ ૧૭૧૦ માં આવે છે. તેમાં એમ કહેવું છે કે સહસ્ત્રકૂટ તીર્થ તેમના ઉપદેશથી અર્પણ કરવામાં આવ્યું હતું.
( ૬ ) વિજયપ્રભ (કલૅટ નં. ૬૧) નું નામ નં. ૩૩, સં. ૧૭૧૦, માં આવે છે. તેમને “આચાર્ય” અને “સૂરિના ઈલ્કાબો મળેલા છે, અને તેથી એમ લાગે છે કે તેઓ હજુ સુધી મુખ્ય ગુરૂ નહિ હોય. વિજયદેવને અહીં ભટ્ટારક કહેલા છે; પણ આ કટની પટ્ટાવળીની વિરૂદ્ધ છે, કારણ કે તેમાં વિજ્યદેવનું મૃત્યુ સં. ૧૭૦૯ માં થયું એમ કહેલું છે. $ વાક્યમાં સાધુ શબ્દના ધુ' ને બુલ્હરે “” વાંચી હીરવિજયસુરિને સાદ [ Sapha] જાતના બતાવવાની રહેતી અને હંસવા જેવી ભૂલ કરેલી છે.–સંગ્રાહક
$ આ આ પેર ભૂલ ભરેલો છે. હકીકત એમ છે, કે, વિજયદેવરિએ પિતાની પાટે બેસવા માટે પ્રથમ વિજયસિંહને રિપદ આપ્યું હતું, પરંતુ તેઓ થોડાજ સમય પછી સ્વર્ગસ્થ થઈ ગયેલા હોવાથી પછી વિજયપ્રભને સરિપદ આપવામાં આવ્યું. કૉટે વિજયદેવસૂરિને સ્વર્ગવાસ જે સંવત ૧૭૦૯ માં લખ્યો છે તે પણ ખે છે કારણ કે તેમનો કાલ સં. ૧૭૧૩ માં થયો હતો. સંગ્રહક,
૪૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org