________________
પ્રાચીન જૈનલેખસંગ્રહ. (૩૧૨ ) [ કચ્છના ખાખર ગામને લેખ. નં. ૪૪૬
તેજ વાલા હતા. વળી જેમની પટરાણે પુષ્પાંબાઈ આદિકે હતી, તથા તેમના પુત્રો કુંવર દુજાજી, હાજાજી, ભીમજી,દેસરજી, દેવજી તથા કમજી નામના હતા કે જેઓ શત્રુઓ રૂપી હાથિઓની શ્રેણિને હરાવવામાં કેસરીસિંહ સરખા હતા.
વળી ત્યાં રહેલા સેકડે ગમે ઓશવાલનાં ઘરને પ્રતિબંધી ને તથા શ્રાવક સંબંધી સઘલી સામાચારી શીખવીને તેમને ઉત્કૃષ્ટ શ્રાવક બનાવ્યા. વળી ત્યાં ભદ્રીપણું, દાન તથા શુરાપણું આદિક ગુણોથી ઉપાર્જન કરેલા યશના ફેલાવારૂપી કપુરના સમૂહથી સુગંધ યુક્ત કરેલ છે બ્રહ્માંડમાંડ જેમણે એવા શા. વયસી નામના ગામના પટેલને તેના કુટુંબ સહિત શ્રી ગુરૂમહારાજે એ તે પ્રતિબંધ આપે કે જેથી તેણે ઘંઘરગેત્રીય શા. શિવા પેથા આદિક સહિત શ્રી તપાગચ્છની રાજધાની સરખે ન ઉપાશ્રય બનાવ્યું તેમજ શ્રી ગુરૂ મહારાજના ઉપદેશે કરીને જ ગુજરાતની ભૂમિમાંથી સલાને બોલાવિને શા. વરસીએ શ્રી સંભવનાથજીની પ્રતિમા કરાવી 1, તથા તેના
શા. સાયર નામના પુત્ર શ્રી આદિનાથની પ્રતિમાં કરાવી ૨, તથા શા. વીજજા નામના પુત્ર શ્રી વિમલનાથપ્રભુની પ્રતિમા કરાવી. વળી તેની પ્રતિષ્ઠા (અંજનશલાકા) તે શા. વયરસીએ જ સંવત ૧૬૫૭ ની સાલમાં મહા સુદિ ૧૦ સોમવારે શ્રીતપાગચ્છનાયક ભટ્ટારક વિજયસેન સૂરિ ગુરૂમહારાજના હુકમથી અમારા ગુરૂ શ્રીવિવેકહર્ષ ગણિના હાથેજ કારાવી છે. ત્યાર બાદ આ દેરાસર પણ અમારા ગુરૂના ઉપદેશ વડે કરીને જ ફાગણ વદી ૧૦ મે ઉત્તમ મુહૂર્ત ઉપકેશ ગચ્છના ભટ્ટારક શ્રી કકસૂરિએ બેધેલા શ્રી આણંદકુશલ શ્રાવકે એશવાલ જ્ઞાતિના પારિખ નેત્રવાલ શા. વિરાના પુત્ર ડાહા, તેના પુત્ર જેઠા, તેના પુત્ર શા. ખાખણ, તથા તેના પુત્રરત્ન શા. વયસીએ; તથા પુત્ર શા. રણવીર, શા. સાયર, શા. મહિકરણ તથા વહુઓ ઉમા, શમા અને પુરી; તથા પિત્ર શા. માલેદેવ, શા. રાજા, ખેતલ, ખેમરાજ, વણવીર, દીદા તથા વીરા આદિક કુટુંબ સહિતે પ્રારબ્ધ. વળી ઘઘરગેત્રવાલા અને પુનમીયા કુલગુરૂ ભટ્ટારકની નિશ્રાથી શ્રા.
૭૨૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org