Book Title: Prachin Jain Lekh Sangraha Part 02
Author(s): Jinvijay
Publisher: Jinagna Prakashan Ahmedabad

View full book text
Previous | Next

Page 777
________________ ་་་གངས གསན ་ནར་ས་ར પ્રાચીન જેનલેખસંગ્રહ. (૩૪) [ શત્રુંજયને શિલાલેખ નં. ૫૫૭ દિવસે નેન્સીલન (અંજન શલાકા) ની ક્રિયા કરવામાં આવી. છઠથી લઈને દશમી સુધી, મંદિર ઉપર કલશ, ધ્વજ, દંડની રથાપના સાથે પ્રસાદ પ્રતિષ્ઠા કરવામાં આવી. એકાદશીના દિવસે મંદિરમાં બિંબ પ્રવેશ અને તેમની સ્થાપના કરવામાં આવી. મૂલનાયક તરીકે શ્રીધર્મનાથ તીર્થકરની પ્રતિમા પ્રતિષ્ઠિત કરવામાં આવી. આ પ્રશસ્તિ, બૃહત્નરતર ગચ્છની ક્ષેમશાખાવાળા મહેપાધ્યાય હિતપ્રમોદના શિષ્ય પં. સરૂપે બનાવી, મોઢ ચાતુર્વેદી બ્રાહ્મણ વનમાલીદાસના પુત્ર વિયરામે લખી અને સલાટ રહેમાનના પુત્ર ઇસક્રે કોતરી હતી. (૫૫૭) આ લેખ શત્રુંજય પર્વતના મૂળ શિખર ઉપર આદીનાથની ટુંકમાં, હાથી પિળ આગળ એક પત્થર ઉપર કેરેલો છે. સં. ૧૮૬૭ ના ચેત્રસુદી પૂર્ણમાના દિવસે સમરત સંઘે મળીને એ એક ઠરાવ કર્યો હતો કે હવે પછી કેઈએ હાથી પિળના ચેકમાં નવું મંદિર ન બંધાવવું. તે ઠરાવની નેંધ આ લેખમાં કરેલી છે. લેખ ગુજરાતી ભાષામાં જ લખાએલ ઈ સ્પષ્ટ સમજાય તેવો છે. શત્રુજ્ય ઉપર લેકે એટલાં બધાં મંદિર બંધાવવા લાગ્યા કે જેના લીધે લોકોને જવા આવવાના રસ્તાની પણ અડચણ પડવા લાગી. ત્યારે ઘણાક ગામના આગેવાને ભેગા થયા તેવા એક પ્રસંગે ઉપરને લેખ કરી એટલા ભાગમાં તે મંદિર બંધાવવાનું બંધ કરવામાં આવ્યું. = 9૫૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 775 776 777 778 779 780