________________
પ્રાચીનઐતલેખસ ગ્રહું.
( ૭૩૨ ) [ રાધનપુરના શિલાલેખ ન. ૪૦ (૯) અને તેમની પાટે લક્ષ્મીસાગરસૂરિ થયા. ( ૧૦-૧૧ ) લક્ષ્મીસાગરસૂરિની પાટે કલ્યાણસાગર થયા (૧૨ ) અને તેમની પાટે પુણ્યસાગરસૂરિ. ( ૧૩ ) એ પુણ્યસાગરસૂરિના સદુપદેશથી આ સુંદર મંદિર તૈયાર કરવામાં આવ્યુ છે અને માઘ માસના શુકલપક્ષની તૃતીયા અને શુક્રવારના દિવસે તેની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. ( ૧૪-૧૫ ) આ પછી, આ મદિર બનાવનાર અને પ્રતિષ્ઠા કરાવનાર ગૃહસ્થના વંશનું વર્ણન છે. તે આ પ્રમાણે~~
પૂર્વ શ્રીમાલવ‘શમાં, જૈનધર્મમાં પૂર્ણ શ્રદ્ધાવાનૢ એવા સૂરા નામે પ્રસિદ્ધ પુરૂષ થયા. ( ૧૬ ) તેના વ‘શને વિસ્તારનાર એવા ોમા નામે તેના પુત્ર હતા. ( ૧૭ ) તેના કુલમાં મુકુટ સમાન એવા જયતા નામે પુત્ર થયો જેણે રાજસાગરસૂરિ પાસેથી ધબેધ ગ્રહણ કર્યાં હતા. (૧૮ ) તેના પુત્ર અભયચદ્ર થયા અને તેને ૧ જૂઠ્ઠા, ૨ કપૂર, ૩ જસરાજ અને ૪ મેઘજી એમ ચાર પુત્રરત્ને થયાં. (૧૯) તેમાં બૂડાના પુત્ર જીવને પેાતાના ન્યાયાપાજિત દ્રવ્ય વડે ૪૨ જિન પ્રતિમાએ કરાવી હતી. (૨૦) બીજા ભાઈ કપૂરને સયવત નામે પુત્ર હતા અને તેણે પણ ૪ર પ્રતિમાએ બનાવરાવી હતી. ( ૨૧-૨૨) ત્રીજા ભાઇ જસરાજને દેવજી નામે પુત્ર હતા અને તેને પુત્ર મૂળજી હતા. એ મૂલજીએ પણ દેવ અને ગુરૂની ૨૨ ચરણ પાદુકાઓ કરાવી હતી તથા કેટલીક જિનમૂતિએ પણ ભરાવી હતી. (૨૩ ૨૬ ) ચોથા ભાઇ જે મેઘજી હતા. તેને મેાતીચંદ્ર, દાનસિંહ અને ધર્મરાજ એમ ત્રણ પુત્રા હતા. એ ત્રણે ભાઈઓએ મળીને ૧૮ જિનપ્રતિમા કરાવી હતી. ( ૨૭–૩૧) તેમણે, પછી ઘણા આડંબર પૂર્વક પ્રતિષ્ઠા મહે!" ત્સવ કર્યો અને તેમાં સઘળા દેશના માણસને આદરપૂર્વક આમંત્રણ કરી બાલાવ્યા હતા. તેમને લેાજન, પાન, વસ્ત્ર વિગેરે આપી ખૂમ સત્કાર્યા હતા. અનેક શાસ્ત્રના જ્ઞાતા અને પ્રતિષ્ટા કાર્યોંમાં કુશળ એવા કેટલાએ શ્રી પૂજયાને પણ બેલાબ્યા હતા. (૨૮-૩૪ એ બધા શ્રી પૂજ્યા સાથે આચાય પુણ્યસાગરસૂરિએ, સંવત ૧૮૩૮ ના ફાલ્ગુણ શુકલ દ્વિતીયાના દિવસે જ્યારે નક્ષત્ર રેવતી અને ચંદ્રમા વૃષ લગ્નમાં
Jain Education International
૭૪૨
For Private & Personal Use Only
www.jainelibrary.org