________________
પ્રાચીન જૈનલેખસંગ્રહ. (૩૪૦) [ખ્યાના-બાબરિયાવાડના
નં.૫૪૪-૫૪૮
સંવત્ ૧૨૮૫ ના ફાલ્ગણ સુદી ૨ રવિવારના દિવસે, અણહિલપુનિવાસી પ્રાગ્રાટ (પિરવાડ) જ્ઞાતિના 8. ચંડપના પુત્ર 8. ચંડપ્રસાદના પુત્ર ઠ. મને પુત્ર હ. આશારાજ અને તેની સ્ત્રી કુમારદેવીને પુત્ર મહામાત્ય વસ્તુપાળ, જે ઠ. (ણિગ અને મહં. માલદેવને નાને, તથા મહ. તેજપાલને હેટે બધું થતું હતું તેણે પિતાના પુણ્યની વૃદ્ધિને અર્થે, આ શ્રી તારંગાતીર્થ ઉપરના અજિતનાથદેવના મંદિરમાં, આદિનાથદેવની પ્રતિમા સાથે ખત્તક (ગોખલું) કરાવ્યું અને તેની પ્રતિષ્ઠા નાગેન્દ્રગચ્છના ભટ્ટારક વિજયસેનસૂરિએ કરી.
ખ્યાના ગામને લેખ.
(૫૪૪) આ લેખ, રાજપુતાનામાં આવેલા ખ્યાના ગામમાંથી મળી આવ્યો છે. સં. ૧૧૦૦ ના ભાદ્રપદ કૃષ્ણ ૨ ના દિવસે, નિવર્તક કુલના કામ્યકચ્છમાં થએલા આચાર્ય વિષ્ણુસૂરિના પટ્ટધર આચાર્ય મહેશ્વરસૂરિ કે જેઓ શ્વેતાંબર સંપ્રદાયના એક અગ્રણી હતા તેઓ સ્વર્ગસ્થ થયા હતા, તેની નોંધ આ લેખમાં કરેલી છે.
બાબરિયાવાડના લેખે.
(૫૪૫–૪૮) આ ૪ લેખ, કાઠિયાવાડમાં આવેલા ઝાફરાબાદની પાસેના સીયાલ બેટમાંથી મળી આવેલી ૪ જિન પ્રતિમાઓ ઉપર કતરેલા છે. એ પ્રતિમાઓ પાષાણની છે અને એક બેત્રમાંથી હાથ લાગી હતી. “સીયાલ બેટમાં ઘણું તલા અને વાવ-કુવાઓ નાશ પામેલી સ્થિતિમાં છે, અને ઘણાક પુરાઈ ગએલા છે. હાલમાં ત્યાં લભગ ૩૦ વાવ-કુવાઓ છે જેમાં ડું ઘણું પાણું રહ્યાં કરે છે. ગંગા તલાવ નામને એક જૂને તલાવ છે જેની લંબાઈ પહેલાઈ ૧૫૦ ચોરસ ફીટ છે. નષ્ટ થએલાં મકાનો અને મંદિરે કે જેમના વિષયના લેખે મળી આવ્યા છે તે ઉપરથી જણાય છે કે, એ સ્થાને એક વખતે મેટ અને ઉન્નત શહેર હશે.”— રિવાઈઝડ લીટ્સ ઑફ ઍન્ટીકન્વેરિઅન રિમેન્સ ઈન ધી એ પ્રેસીડેન્સી, પૃ. ૨૫૩.
૭૫૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org